Sunday, October 13, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! અબ જાયેં તો જાયેં કહાં ...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના પર્દાફાસ ?
 ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! 
સાતમો વેતન માગનાર વીજ કં. સિક્યુરિટી માં પાચ થી ૬૦૦૦/- રૂપિયા જ  કેમ..?

ગુજરાતના વિકાસ માં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.સૌથી વધૂ બિલ ઉઘરાણી કરે છે. આજે સાતમો વેતન માટે ધરના કે હળતાલની ધમકી આપી રહી છે.આરટીઆઈ માં મળેલ માહિતી મુજબ એ કોઈ સરકારી કંપની નથી.એના અધિકારીઓ પોતે કબુલાત કરી છે. એ ફકત હંગામી ધોરણે છે. ટોરેન્ટો રિલાયન્સ જેવી કંપનીઓને ભાણા પેટે આપવાની બાત ચર્ચા માં છે. જેથી હવે મળેલ માહિતી મુજબ ગુજરાત સરકારના કાયદા મુજબ કરાર આધારિત ઇજનેરો જ રાખવામાં આવશે.અને બેરોજગારી પણ ઘટશે.જેથી કાયદા મુજબ એનો હક મળવો જોઈએ. પરંતુ ભ્રષ્ટાચાર પણ બંધ કરવાની એની ફરજ માં આવે છે.ભ્રષ્ટાચાર સાબિત થયા પછી પણ કાર્યવાહી ન કરનાર કંપનીના અધિકારીઓ ઉપર શા માટે કાર્યવાહી નથી થતી. આજે સૌથી વધુ જીવન જરૂરી વીજ કંપની માં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે.મળેલ માહિતી મુજબ તપાસ કરનાર અધિકારી તપાસ કરવા બદલે સેટિંગ ડોટ કોમના સભ્ય પદ લઈ લીધુ છે. એક સામાન્ય કાયદાનુ પાલન કરવા માં અહીં અધિકારીઓ નિષ્ફળ ગયા છે. વર્તુળ કચેરી વલસાડના અધિકારીઓને સરકાર શા માટે વેતન આપી રહી છે. એ આપનાર કે લેનાર ને પણ ખબર નથી.
નવસારીમાં  સામાન્ય નાગરિકિને ઘર વપરાસ માટે વીજ કનેક્શન લેવા માટે અધિકારીઓ સુપ્રિમ કોર્ટ સુધીનો કાયદો બતાવે છે. પરંતુ લોક ચર્ચા મુજબ જ્યારે એક અમીર ઉદ્યોગપતિ કે સરકારના કોઈ અધિકારી ,ફાર્મ હાઉસને વીજ કનેક્શન જોઈતુ હોય ત્યારે અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ  હોય જ નહિં. અને એજ દિવશે કોઈ પણ કાયદા કે  તપાસ વગર ઈજનેરો દ્વારા  ફ્રી હોમ ડિલવરીની જેમ વીજ કનેક્શન આપવાની પ્રકૃયા ચાલુ કરવામાં આવે છે. એક સામાન્ય નાગરિક કોઈ અનિવાર્ય સંજોગો વસાત એક વાર બિલ ભરવામાં ચુક થાય ત્યારે વગર નોટિસ વીજ વિભાગની ટીમ કનેક્શન કાપવા તરતજ આતંકવાદીને પકડવા હોય એવી રીતે પહુંચી તરતજ વીજ કનેક્શન કાપે છે. કરોડો રૂપિયા આજે પણ એક નવસારી જિલ્લાની પ્રખ્યાત કોટન મિલની આજે પણ બાકી છે. કરોડો રૂપિયા સુધી વીજ બિલ કેમ પહોંચી ગયા? એનો કનેકશન કેમ ૧૫ કે એક માસ માં નહિં કપાયા હતા. આજે પણ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવશે ખોટી રીતે બિલ અને ચાર્જ કરેલ આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે. ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે વિશ્વ પ્રખ્યાત પૂજ્યનીય બાપુના નિર્વાણ દિવશે ભારત સરકારના પ્રધાનમંત્રીની સભા માં એક સામાન્ય બિલના બદલે કોમર્શિયલ રીતે ચાર્જ કરતી આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે.અને તપાસ માટે અરજી કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી જિલ્લાની તપાસ માટે આજે આઠ માસ પછી પણ તપાસ કરવા કોઈ અધિકારી હિમ્મત નથી દાખવતો. 
  નવસારી જિલ્લા માં શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી હદ વિસ્તાર માં બાંધકામો માટે પરવાનગી બીયુસી, સીસી વગેરે  સદર કચેરી સિવાય કોઈ પણ વિભાગ કે અધિકારી  પાસે સી.સી. કે બીયુસી સર્ટીફિકેટ આપવાની ઓથોરિટી નથી.છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના અધિકારીઓ આજે જે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો જ્ઞાન ધરાવતા હોય એવો પોતે વખાણ કરતા અધિકારીઓ વિન અધિકૃત અધિકારીઓ દ્વારા ઉપરોક્ત તમામ પુરાવા વિન અધિકૃત તલાટીઓ પાસે જેમની પાસે નુડા વિભાગ કોઈ ઓથોરિટી નથી આપી એવા અધિકારીઓ પાસે આકારણી અને વેરો ના ખોટા પુરાવો ના આધારે વીજ કનેક્શન  ગેરકાયદેસર બાંધકામો માં આપેલ છે. 
          સામાન્ય નાગરિકો પાસે કાયદાની વીક બતાવી ધક્કો ખડવાવે છે. જાહેર જનતામાં થી આવતી ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એક માહિતી માગવામાં આવી જેનો આજે દસ માસ થઈ ગયા.અને નિરીક્ષણ કરતા મળેલ માહિતી મુજબ કાયદેસર એક બોર્ડ પણ કોઈ પણ અધિકારી લગાવેલ નથી. આરટીઆઈ સામે કાયદેસર  કોઈ જવાબ આપી શકતા નથી. અને તપાસ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ મોટા ભાગના કોમર્શિયલ બાંધકામો અને રહેણાંક બહુમાળી બિલ્ડિંગો અને ફાર્મહાઉસો વગેરે માં વીજ કનેક્શન વિન અધિકૃત પુરાવા  લઈ  વીજ કનેક્શન આપેલ છે. નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે ગુજરાત માહિતી આયોગ કમિશ્નરશ્રીના વર્ષો જુનુ કાયદાઓના આજ સુધી પાલન કરેલ નથી. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર સદર કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદાનુ પાલન કરવા કેમ તૈયાર નથી એ સમજવો એક સામાન્ય બાબત છે. અને મા.અ.અ.૨૦૦૫ના અપીલ માં નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી ક્લાસ વન અધિકારી જે અપીલ સત્તા અધિકારી તરીકે નિમણુંક થયેલ છે. એમની સામે નવસારી જિલ્લાથી માંડી આહવા, સાપુતારા વગેરે તમામ કાર્યપાલક ઈજનેરો અને નાયબ ઈજનેરો સામે કાયદાનુ પરિપત્ર સાથે આશરે બે કલાક સુધી સઘન ચર્ચા અને જાહેર માહિતી અધિકારીઓ  દ્વારા કરવામાં આવતુ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અને કાયદા મુજબ કામો અને નિઅયમોનુ પાલન કરવા અરજદાર દ્વારા જણાવવામાં આવેલ હતુ .અને જાહેરમાહિતી અધિકારીઓ દરેક કાયદાઓ અને ભ્રષ્ટાચારનો કામો માટે  કબુલાત પણ કરેલ હતો.અને નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી વલસાડ દ્વારા હુકમ પણ કરવામાં આવેલ હતો.પરંતુ આજ દિન સુધી એક પણ જાહેર માહિતી અધિકારી, નાયબ કાર્યપાલક કે કાર્યપાલક ઈજનેર અરજદાર દ્વારા માગેલ માહિતી આપી શક્યા નથી.  જાહેર માહિતી અધિકારીઓ અરજદાર ને લેખિત માં જણાવેલ છે કે માગેલ માહિતી જેમા કાયદેસર ભ્રષ્ટાચાર થયેલ છે અને સાબિત પણ કરવામાં આવેલ છે .હવે એ ખાનગી હોય જેથી આપી શકાય નહિ. ત્યારે ઘણા બધા સવાલ ઉત્પન્ન થાય છે કે એ હુકમ કરનાર ને ખબર નથી..?  એક મકાન લેનારને તમામ વિગતવાર માહિતી તપાસ કરવા કે જોવા માટે કેમ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ માં આવે છે.જેમાં કોઈ પણને બાકાત રાખવામાં આવતો નથી. અને સદર માહિતી કોઈ દેશની સુરક્ષા સાથે સંકળાયેલ નથી. કોઈ પણ સંજોગો માં ખાનગી કહી શકાય નહિ. 
જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારીઓ માહિતી આપી પોતાના પગ માં કુલ્હાણી મારશે નહિં. માહિતી આપવાની સાથે ગણતરીના દિવશો માં જ સરકારી સેવાલયમાં સંપૂર્ણ  સુવિધા યુક્ત સેવા લેવાની ફરજ પડી શકે છે. લોક ચર્ચા મુજબ "બકરે કી માં કબ તક ખૈર મનાયેગી" જેવા મુહાવરા સાબિત થશે. એના થી અધિકારીઓ કદાચ અજાણ છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતા લઈ નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી  વલસાડના મુખ્ય અધિકારીશ્રી જે અપીલ સત્તા અધિકારી જ નહિં તમામ જાહેર માહિતી અધિકારીઓના સુપરવિજન ઓથોરોટી અધિકારી પણ છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ આપેલ હુકમના પાલન નહિ થાય ત્યારે પોતે માગેલ તમામ માહિતી કાયદા મુજબ વેરીફાઈડ કરી પોતાની કચેરીથી અરજદારને પૂરી પાડશે અને સક્ષમ અધિકારીશ્રીને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં જાંણ કરશે.અન્યથા સરકારશ્રીના ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અને મા.અ.અ.૨૦૦૫ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ મુજબ સહભાગીદાર તરીકે અરજદારની ફરજ પડશે.અને અરજદાર જ્યારે માનવ અધિકાર સંસ્થા થી સંકાળાયેલ હોય ત્યારે મળેલ માહિતી મુજબ કાર્યવાહી જરૂર થી થશે એવુ પણ ચર્ચા ચાલી રહેલ છે. અને આજે સરકાર એવા ભ્રષ્ટ અધિકારીઓના કામોથી બદનામ થઈ રહી છે. અને રાત દિવસ મહેનત મસક્કત સાથે નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયાની ગ્રાંટ આપવા છતા સરકાર બદનામ  જ નહિ આમ નાગરિકો પણ ત્રાહિમામ થઈ રહ્યા છે. હવે સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે કે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતની નવી યોજનાઓ માં પોતાના નામોની નોધણી કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ... 

No comments:

Post a Comment