નવસારી જિલ્લામાં કોરોના વૈશ્વિક મહામારી સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે માન. જિલ્લા વિકાસ અધિકારી નવસારીની સૂચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.નયના પટેલના માર્ગદર્શન હેઠળ આયુષ ટીમ નવસારી દ્વારા નવસારીના જુદા જુદા સ્થળોએ આયુર્વેદિક ઔષધિય ઉકાળા વિતરણની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં વાંસદા તાલુકા માં આયુષ ટીમ અને RSS વાંસદાના સ્વયસેવકોના સહયોગ થી તા. 20/4/21 થી 24/4/21 સુધી જલારામ મંદિર ના હોલમાં ઉકાળો તૈયાર કરી વાંસદા ના દરેક ફળીયા મા સ્વયં સેવકો દ્વારા ઘરે જઈ ડોર ટુ ડોર ઉકાળા વિતરણની કામગીરી ચાલુ છે આ ઉપરાંતઆયુષ ટીમ દ્વારા વાંસદા ના આજુબાજુના ગામોમાં ઉનાઈ, સુખાબારી, ઉપસલ, ચઢાવ ગંગપુર, હનુમાનબારી, અંકલાછ માં પણ ઉકાળા વિતરણની કામગીરી હાલમાં ચાલુ છે. નવસારી જિલ્લા આયુર્વેદના તમામ તબીબો સાથે ટીમની કામગીરી કાબીલે તારીફ છે. અને આયુર્વેદ ઔષધીય ગુણો થી ભરપુર ઉકાળો કોઈ પણ આડ અસર વગર અમૃત સમાન છે. ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉકાળો બનાવી ઘરે ઘરે પહોંચતું કર્યું એના બદલ પ્રતિષ્ઠિત અને જાગૃત નાગરિકો આભાર વ્યક્ત કર્યો છે.
No comments:
Post a Comment