નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ
નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરકાર વિકાસ અને સમૃદ્ધિ માટે કરોડો રૂપિયા ફંડ આપી સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ ડિગ્રી ધારકો ને લાખો રૂપિયા વેતન સાથે તમામ રાજા શાહી સુવિધાઓ આપી છે. આજે એના દુરૂપયોગ થઈ રહ્યો છે. આજે બાંધકામ હોય કે નવી સડક કે ગટર વ્યવસ્થા પીવા લાયક પાણી હોય કે શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય દરેક અનિવાર્ય અને પ્રાથમિક સુવિધાઓ માટે નાગરિકો ત્રાહિમામ જોવા મળે છે. આજે અધિકારીઓ સરકાર શ્રીના હુકમ હોય કે સરકાર શ્રીના દરેક કામો માટે કાયદાઓ માનતા કેમ નથી. એ જાણવો મુશ્કેલ નથી.