Saturday, September 20, 2025

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.


નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયાના દસ્તાવેજ રામ ભરોસે -આર .ટી .આઈ.

નવસારી જિલ્લા માં આજે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે ગુજરાત સરકાર રાત દિવસ મહેનત મસક્ક્ત કરી નવા નવા અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેક્નોલોજી ના ઉપયોગ કરવા વિકાસ કરવા માટે કરોડો રૂપિયા નાગરિકોના ખૂન પસીના ની કમાણી થી અલગ -અલગ ટેક્સ ઉઘરાવી સંબધિત તમામ કચેરીઓ માં ફાડવી રહી છે. અને એના માટે નવા નવા કાયદાઓ ની રચના કરી પાલન કરવા માટે શૈક્ષણિક સર્વોચ્ચ ડિગ્રી ધારકો ને લાખો રૂપિયા વેતન સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. પરંંતુ જમીની હકીકત માં આજે અધિકારીઓ વિકાસ નાગરિકો ના રાજ્ય ના જિલ્લા ના બદલે પોતા ના જ વિકાસ કરી રહ્યા છે. આજે આમ નાગરિકો દરેક પ્રકાર થી ત્રાહિમામ નજરે પડી રહ્યા છે. જેમા નવસારી જિલ્લા માં નગર નિયોજક કચેરી માં આજે એક આરટીઆઈ થી પર્દાફાસ થયેલ છે. 


 નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ કોઈ પણ કરાર કે ભાડુ નિયત કે કરાર કરવા વગર નવસારી મહાનગરપાલિકા બિલ્ડિંગ પાછડ ફાયર સેફ્ટી કે પાર્કિંગ સુવિધા વગર કચેરીની શરૂવાત કરી 


નવસારી નગર નિયોજક કચેરી માં છેલ્લા ૧૨ વર્ષ થી કામ કરતા શ્રમયોગી કર્મચારીઓ ને શ્રમ આયુક્ત ગુજરાત ના પરિપત્ર મુજબ લઘુત્તમ માસિક વેતન ઈપીએફ ઈએસઆઈ સી યુનિફોર્મ કે અન્ય સુવિધાઓ વગર શોષળ 

નવસારી નગર નિયોજક કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ગુજરાત સરકાર વહીવટ વિભાગ ક્રમાંક : પીએડી-૧૦-૨૦૧૯-૭૪૯ આરટીઆઈસેલ સચિવાલય ગાંધીનગર તારીખ ૧૪.૦૭.૨૦૧૯ મુજબ આજ દિન સુધી અદ્યતન કરી સ્વયંભૂ પ્રકાશિત કરવાના કાયદાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત 

નવસારી નગર નિયોજક કચેરી નવસારી જિલ્લા માં દરેક જમીન માં એન.એ.કરવા માટે કે બાંધકામો વગેરે અન્ય અભિપ્રાય માં સ્થળ  તપાસ વગર 

No comments:

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...