Saturday, October 19, 2019

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી 
            ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લો ૧૯૯૭ માં જિલ્લા તરીકેની રચના કરવામાં આવી.જેમા આજે પણ કેન્દ્ર શાષિત વિભાગો જેવા કે રેલ ,ભારતીય ડાક તાર વિભાગ (પોષ્ટ),ભારતીય દૂર સંચાર વિભાગ (ટેલીફોન) દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. માં નવસારી એક શહેર તરીકે કાર્યરત છે. અહિં નવસારી જિલ્લા જ નહિં આખુ સાઉથ ગુજરાત માં માનવ જીવન સાથે અતિ ગંભીરતાથી સંકળાયેલ વિકાસનો મુખ્ય આધાર વીજ કંપનીમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અહિં નવસારી જિલ્લા માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી માં લોકોની મજબૂરીનો ફાયદો અધિકારીઓ ખૂબજ ગંભીરતા પૂર્વક ખુલ્લેઆમ લઈ રહ્યા છે. અહિં નવસારી જિલ્લાની સદર કચેરીના વિભાગીય કચેરીઓ માં ગરીબો આદિવાસીઓ, દલિતો, મજુરો, ખેડુતો,આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે વીજ કનેક્શન લેવા માટે દરેક પ્રકારના કાયદાઓ અને પુરાવા અને સમયસીમા થી પસાર થવા પછી જ વીજ કનેક્શન આપવામાં આવે છે.અને ઉપરોક્ત તસ્વીર માં નજરે પડતુ અહેવાલ માં સ્પષ્ટ જોઈ શકાય છે કે અધિકારીઓ કેવી રીતે કનેક્શન આપેલ છે. જેના અનુસંધાન માં જાણકારોના મંતવ્ય મુજબ અધિકારીઓ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમના વેબસાઈડ પરથી કોઈ પણ જાતના પુરાવા વગર દાખલ થયેલ હશે. જેથી આદતથી મજબૂર અધિકારીઓ આજે ગુજરાત ના વિકાસ નહિ પરંતુ સ્વવિકાસ માં વધુ ધ્યાન આપી રહ્યા છે.
                   નવસારી જિલ્લાની સદર કચેરીના તમામ વિભાગીય અને મુખ્ય કચેરી સાથે વર્તુળ કચેરીના ભ્રષ્ટાચાર એક મા.અ.અ.૨૦૦૫થી મળેલ માહિતી માં થયેલ છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિભાગોમાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીના હદ વિસ્તારમાં ડીજીવીસીએલ છેલ્લા ૪ વર્ષથી બિન અધિકૃત અધિકારીઓ દ્વારા ખોટા પુરાવાના આધારે વીજ કનેક્શન આપેલ છે.જેની ફરિયાદની તપાસ  અજુ સુધી તપાસ ચાલી રહી છે. અને નવસારી જ નહિં સદર કચેરીના રાજ્ય કચેરીમાં પણ ફરિયાદ કરવામાં આવેલ છે. અને તપાસ કરવા માટે અજુ સુધી એક પણ અધિકારી હિમ્મત નથી દાખવતો .જેથી આજે નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. હવે સદર બાબતોની ફરિયાદ કેન્દ્ર સરકારની સતર્કતા આયોગ માં ફરિયાદ કરવાનો બાકી છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત અધિકારીઓ તત્કાલ કાર્યવાહી કરશે ખરા.?  સદર કચેરીના કામગીરી થી  આજે  ગુજરાત સરકાર બદનામ થઈ રહી  છે.જેથી આજે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી જે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે.હવે પોતે તપાસ કરાવશે એની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. જે આજે  એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે. 

Friday, October 18, 2019

નવસારી જિલ્લામાં મીડિયા જગત માટે ખાણ ખનીજ કચેરી માં પ્રતિબંધના બોર્ડ થી હળકંપ ..?

નવસારી જિલ્લામાં ખાણ ખનીજના અધિકારી દ્વારા મીડિયા ના પત્રકારો ને દીવાળી નિમિત્તે શુભેચ્છા જાહેરાત માટે દાખલ થવા પ્રતિબંધ નો બોર્ડ લગાડવા માં આવેલ છે.ચૌથી જાગીર થી સંમાનિત મીડિયા જગત માં એવા બોર્ડ થી હળકંપ જોવા મળી રહ્યુ છે. એવા બોર્ડ ને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. લોકરક્ષક સમાચાર અને પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સદર બાબતે એનો વિરોધ કરે છે. અને એ આજે ગુજરાત સાથે ભારત સરકાર માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. 

Thursday, October 17, 2019

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)RTI ના કાયદાથી આજે ૧૪ વર્ષે પૂર્ણ થતા અજાણ કે આરક્ષણનો ફાયદો ..?

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)RTIના કાયદાથી આજે ૧૪ વર્ષે પૂર્ણ થતા અજાણ કે આરક્ષણ..? 
            નવસારી જિલ્લામાં આજે વર્ષોથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભ્રષ્ટાચારની કામગીરીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.સરકાર ગમે એ કાયદો ઘડે પરંતુ કરાર અધારિત અને સેટિંગ ડોટ કોમ દ્વારા કે આરક્ષણ માં ભરતી થયેલ અધિકારીઓ ને કઈ ફર્ક પડતો નથી. અને એના ઉપરી સર્વોચ્ચ અધિકારીઓ પણ ની એજ હાલત છે. આજે નવસારી જિલ્લા માં ગાંધી ફાટક પાસે એક રેલ્વે ઓવર બ્રિજ વર્ષોથી બનાવવામાં આવી રહ્યુ છે. પરંતુ અજુ સુધી એક વાર એનો સમય પૂર્ણ થઈ ગયા છતા અજુ ક્યારે પૂર્ણ થશે એની કોઈ સમય સીમા નથી. સદર ઓવર બ્રિજ નો મુખ્ય સૂત્રધાર કાયદેસર કૌણ છે..? અજુ એ રહષ્ય છે. જેની માહિતી મેળવવા માટે માર્ગ અને મકાન સ્ટેટ નવસારી ને તારીખ ૦૩/૧૦/૨૦૧૯ના રોજ એક માહિતી માગવામાં આવી છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ ૬(૩) મુજબ મહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરવો ફરજીયાત છે. પરંતુ કરાર આધારિત અધિકારી જાહેર માહિતી અધિકારી જેની પાસે કાયદેસર કોઈ જવાબદારી જ નથી. એવા અધિકારીઓ ને આજે ગુજરાત સરકાર શા માટે મુખ્ય જવાબદારી કયા પરિપત્ર મુજબ આપેલ છે. એ સમજવો અઘરૂ છે. પરંતુ જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી ભલે ભ્રષ્ટાચાર કરે કે ન કરે . ગાંધી બાપુના પરમ ચાહક છે જેથી અહિં નવસારી થી દિલ્લી સુધી કોઈ નામ લઈ શકે નહિં. તારીખ ૦૭/૧૦/૨૦૧૯ સુધી માહિતી તબ્દીલ કરવા બદલે તારીખ ૧૪/૧૦/૨૦૧૯ના રોજ માહિતી કયા કાયદા મુજબ માહિતી તબ્દીલ કરી છે. એ આજે એક રહ્ષ્ય છે. 

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસ નો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસનો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી
નવસારી જિલ્લા માં વર્ષોથી સરકારશ્રી દ્વારા ગરીબો,આર્થિકપછાત ,વિધવાઓ,અપંગો,દલિતો વગેરેના વ્યાજબી ભાવ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી રાશનની દુકાન દ્વારા તદ્દન મફતના ભાવે જીવન જરૂરી રાશન  કે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ જમીની હકીકતમાં સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ થતો હોય છતા મોટા ભાગે લાભાર્થીઓ ને લાભ ન પહુંચી બચ્ચે જે વેચી લેવામાં આવે છે. જેના ખુલાશો આજે  મીડિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર તરીકેના અહેવાલ માં પ્રસારિત કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયમી ભ્રષ્ટાચાર થતો હોય અને મળેલ ફરિયાદની ખરી હકીકત જાંણવા માટે તપાસ કરતા અને મળેલ માહિતી મુજબ મોટા ભાગના પરવાનેદારો લાભાર્થીઓને એમને મળતી વસ્તુઓ કે રાશન માટે કાયદેસર સરકારશ્રીના વેબ સાઈડ પરથી નામ સરનામુ સહિત પ્રિંટેડ બિલ આપવો ફરજીયાત છે. અને તપાસ કરવા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને પોતાના મળેલ સતા મુજબ તપાસ કરવા અને કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરી હતી. અને નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ તત્કાલ ભ્રષ્ટાચાર સંબધિત તપાસ માટે નવસારી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને સદર બાબતે તપાસ કરી દિન- ૫ માં અહેવાલ રજુ કરવા લેખિત માં જાણ કરી છે. અને ૫ ના બદલે ૧૦ દિવસ પછી  નવસારી શહેર નાયબ પુરવઠા મામલતદારને પૂછતા પહેલા જવાબ આપવા ગુનો સમઝતા પછી જણાવ્યુ છે કે અમોને ખબર જ નથી. એવા કોઈ પત્ર આવેલ છે કે કેમ એની તપાસ કરતા  એમની કચેરી માં જ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના પત્ર મળી આવતા જણાવેલ છે કે અમે ટાઈમ મળશે ત્યારે તપાસ કરી પત્ર દ્વારા તમને મોકલવામાં આવશે.ભ્રષ્ટાચાર બાબતે ગંભીરતા થી તપાસ આજ સુધી ન કરવો એ ગંભીર બાબત હોય છતા એવા બેદરકારીના જવાબો કેટલા યોગ્ય છે..? એવા જ અધિકારીઓના કામગીરીથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અને આજ સુધી સદર કચેરીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ તપાસ કરવામાં આવેલ નથી. અને લઘુત્તમ તપાસણી કાર્યક્રમના કાયદો  સદર કચેરીમાં ગુનો સમજવામાં આવે છે. આજે સદર અધિકારી શ્રીને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. અને નવસારી જિલ્લો કોઈ તાલીમ આપવા માટેના જિલ્લો નથી. નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર પોતે કરોડો રૂપિયાના પાકુ બિલની તપાસ માં કાર્યરત છે. અને  પ્રશાસનિક અધિકારીઓની મિલીભગત વગર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિ.  આજે ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ભ્રષ્ટાચાર મટાડવા માટે જન જાગૃતિ માટે કરોડો રૂપિયાના બેનરો માં ખર્ચ કરે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાથે ગુજરાતની તમામ સંબધિત અધિકારીઓ અને રાજનેતાઓ સદર અધિકારી શ્રી ઉપર કાયદેસર કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ. 

Sunday, October 13, 2019

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫માં  તારીખ ૩૦/૦૭/૨૦૧૯ના રોજ દિન-૧૫માં વિના મુલ્યે માહિતી આપવા હુકમ કરેલ હતા.પરંતુ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોતે વર્ગ ૧ માં આવે છે. જેથી વારંવાર માહિતી આપવા માટે નિરીક્ષણ પછી જણાવેલ હોવા છતા આજ દિન સુધી અરજદારને માહિતી આપેલ નથી.સરકારશ્રીમાં ભારત સરકાર સાથે ગુજરાત સરકાર માહિતી આયોગ કમિશ્નર શ્રીના એક પરિપત્ર મુજબ અપીલ સત્તા અધિકારી દ્વારા માહિતીની અપીલ ની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર અને ભારત સરકાર ના સદર પરિપત્ર જે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રૂબરૂ માં આપવામા આવેલ છે .જેમા સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે કે આપેલ હુકમ મુજબ સમયસર માહિતી આપવામાં ન આવે ત્યારે પોતે માહિતી મગાવી અરજદારને પોતે પૂરી પાડશે .અને સક્ષમ અધિકારીને લેખિત માં જાહેર માહિતી અધિકારી ઉપર કાર્યવાહી કરવા જાણ કરશે. 
                નવસારી જિલ્લા માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને નવસારી જિલ્લા માં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝ્ર અદ્યતનકરવા જણાવેલ છે .અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પણ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત માં આજે સાત માસ અગાઉ હુકમ કરેલ છે.અને તત્કાલીન નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક અપીલ માં હુકમ કરેલ હતા કે તમામ તાબા હેઠળની કચેરીઓ માં જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ના સંવેદનશીલ રહી તાત્કાલીક અમલ કરવો. પરંતુ આજે આજ સુધી કોઈ પણ કાયદા કે હુકમની અમલવારી થયેલ નથી. જેના અનુસંધાન માં સરકારશ્રી અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ફકત અપીલ સત્તા અધિકારી નથી .એમના તમામ તાબા હેઠળની કચેરીઓના સુપરવિજન ઓથોરિટી અધિકારી પણ છે. છતા એમના તાબા હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓ એમના જ હુકમના પાલન ન કરતા હોય ત્યારે એ અપમાન કહેવાય .સાથે સાથે સક્ષમતા ઉપર પણ સવાલિયા નિશાન લાગી રહ્યુ છે. નવસારી જિલ્લા પંચાયત માં જલાલપોર તાલુકા અને ચિખલી તાલુકા હોય કે અન્ય આજે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ જ્યારે એક સુપર ક્લાસ વન જિલ્લા વિકાસ અધિકારીની અવગણના કરતા હોય ત્યારે એ સમજવો અઘરૂ નથી.જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એમા પણ ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. આજે અરજદારોને જાણી બુઝીને ગુમરાહ કરવામાં આવી રહ્યુ છે. ભ્રષ્ટાચાર સાવિત કરવા છતા કાર્યવાહી ન કરવાથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. આજે સરકાર સાથે સદર તમામ અધિકારીઓને જાણવો જરૂરી છે કે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા વાહનો વગેરે કોઈ ધર્માદા માટે નથી આપવામાં આવતો. એ ગરીબો આદિવાસીઓ મહિલાઓ ખેડુતો મજલૂમોં આર્થિક પછાત વગેરેના ખૂન પશીના અને મહેનત મસક્કત ની કમાણી ના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત તમામ અધિકારીઓ એ કાર્યવાહી કરવો જોઈએ જે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

Saturday, October 12, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! અબ જાયેં તો જાયેં કહાં ...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન !
 અબ જાયેં તો જાયેં કહાં ...
ગુજરાતના વિકાસ માં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી એક સામાન્ય નાગરિકિને ઘર વપરાસ માટે વીજ કનેક્શન લેવા માટે સુપ્રિમ કોર્ટ સુધીનો કાયદો બતાવે છે. પરંતુ લોક ચર્ચા મુજબ જ્યારે એક અમીર ઉદ્યોગપતિ કે સરકારના કોઈ અધિકારી ,ફાર્મ હાઉસને વીજ કનેક્શન જોઈતુ હોય ત્યારે અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ  હોય જ નહિં. અને એજ દિવશે કોઈ પણ કાયદા કે  તપાસ વગર ઈજનેરો દ્વારા  ફ્રી હોમ ડિલવરીની જેમ વીજ કનેક્શન આપવાની પ્રકૃયા ચાલુ કરવામાં આવે છે. એક સામાન્ય નાગરિક કોઈ અનિવાર્ય સંજોગો વસાત એક વાર બિલ ભરવામાં ચુક થાય ત્યારે વગર નોટિસ વીજ વિભાગની ટીમ કનેક્શન કાપવા તરતજ આતંકવાદીને પકડવા હોય એવી રીતે પહુંચી તરતજ વીજ કનેક્શન કાપે છે. કરોડો રૂપિયા આજે પણ એક નવસારી જિલ્લાની પ્રખ્યાત કોટન મિલની આજે પણ બાકી છે. કરોડો રૂપિયા સુધી વીજ બિલ કેમ પહોંચી ગયા? એનો કનેકશન કેમ ૧૫ કે એક માસ માં નહિં કપાયા હતા. આજે પણ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવશે ખોટી રીતે બિલ અને ચાર્જ કરેલ આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે. ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે વિશ્વ પ્રખ્યાત પૂજ્યનીય બાપુના નિર્વાણ દિવશે ભારત સરકારના પ્રધાનમંત્રીની સભા માં એક સામાન્ય બિલના બદલે કોમર્શિયલ રીતે ચાર્જ કરતી આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે.અને તપાસ માટે અરજી કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી જિલ્લાની તપાસ માટે આજે આઠ માસ પછી પણ તપાસ કરવા કોઈ અધિકારી હિમ્મત નથી દાખવતો. 
  નવસારી જિલ્લા માં શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી હદ વિસ્તાર માં બાંધકામો માટે પરવાનગી બીયુસી, સીસી વગેરે  સદર કચેરી સિવાય કોઈ પણ વિભાગ કે અધિકારી  પાસે સી.સી. કે બીયુસી સર્ટીફિકેટ આપવાની ઓથોરિટી નથી.છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના અધિકારીઓ આજે જે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો જ્ઞાન ધરાવતા હોય એવો પોતે વખાણ કરતા અધિકારીઓ વિન અધિકૃત અધિકારીઓ દ્વારા ઉપરોક્ત તમામ પુરાવા વિન અધિકૃત તલાટીઓ પાસે જેમની પાસે નુડા વિભાગ કોઈ ઓથોરિટી નથી આપી એવા અધિકારીઓ પાસે આકારણી અને વેરો ના ખોટા પુરાવો ના આધારે વીજ કનેક્શન  ગેરકાયદેસર બાંધકામો માં આપેલ છે. 
          સામાન્ય નાગરિકો પાસે કાયદાની વીક બતાવી ધક્કો ખડવાવે છે. જાહેર જનતામાં થી આવતી ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એક માહિતી માગવામાં આવી જેનો આજે દસ માસ થઈ ગયા.અને નિરીક્ષણ કરતા મળેલ માહિતી મુજબ કાયદેસર એક બોર્ડ પણ કોઈ પણ અધિકારી લગાવેલ નથી. આરટીઆઈ સામે કાયદેસર  કોઈ જવાબ આપી શકતા નથી. અને તપાસ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ મોટા ભાગના કોમર્શિયલ બાંધકામો અને રહેણાંક બહુમાળી બિલ્ડિંગો અને ફાર્મહાઉસો વગેરે માં વીજ કનેક્શન વિન અધિકૃત પુરાવા  લઈ  વીજ કનેક્શન આપેલ છે. નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે ગુજરાત માહિતી આયોગ કમિશ્નરશ્રીના વર્ષો જુનુ કાયદાઓના આજ સુધી પાલન કરેલ નથી. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર સદર કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદાનુ પાલન કરવા કેમ તૈયાર નથી એ સમજવો એક સામાન્ય બાબત છે. અને મા.અ.અ.૨૦૦૫ના અપીલ માં નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી ક્લાસ વન અધિકારી જે અપીલ સત્તા અધિકારી તરીકે નિમણુંક થયેલ છે. એમની સામે નવસારી જિલ્લાથી માંડી આહવા, સાપુતારા વગેરે તમામ કાર્યપાલક ઈજનેરો અને નાયબ ઈજનેરો સામે કાયદાનુ પરિપત્ર સાથે આશરે બે કલાક સુધી સઘન ચર્ચા અને જાહેર માહિતી અધિકારીઓ  દ્વારા કરવામાં આવતુ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અને કાયદા મુજબ કામો અને નિઅયમોનુ પાલન કરવા અરજદાર દ્વારા જણાવવામાં આવેલ હતુ .અને જાહેરમાહિતી અધિકારીઓ દરેક કાયદાઓ અને ભ્રષ્ટાચારનો કામો માટે  કબુલાત પણ કરેલ હતો.અને નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી વલસાડ દ્વારા હુકમ પણ કરવામાં આવેલ હતો.પરંતુ આજ દિન સુધી એક પણ જાહેર માહિતી અધિકારી, નાયબ કાર્યપાલક કે કાર્યપાલક ઈજનેર અરજદાર દ્વારા માગેલ માહિતી આપી શક્યા નથી.  જાહેર માહિતી અધિકારીઓ અરજદાર ને લેખિત માં જણાવેલ છે કે માગેલ માહિતી જેમા કાયદેસર ભ્રષ્ટાચાર થયેલ છે અને સાબિત પણ કરવામાં આવેલ છે .હવે એ ખાનગી હોય જેથી આપી શકાય નહિ. ત્યારે ઘણા બધા સવાલ ઉત્પન્ન થાય છે કે એ હુકમ કરનાર ને ખબર નથી..?  એક મકાન લેનારને તમામ વિગતવાર માહિતી તપાસ કરવા કે જોવા માટે કેમ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ માં આવે છે.જેમાં કોઈ પણને બાકાત રાખવામાં આવતો નથી. અને સદર માહિતી કોઈ દેશની સુરક્ષા સાથે સંકળાયેલ નથી. કોઈ પણ સંજોગો માં ખાનગી કહી શકાય નહિ. 
જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારીઓ માહિતી આપી પોતાના પગ માં કુલ્હાણી મારશે નહિં. માહિતી આપવાની સાથે ગણતરીના દિવશો માં જ સરકારી સેવાલયમાં સંપૂર્ણ  સુવિધા યુક્ત સેવા લેવાની ફરજ પડી શકે છે. લોક ચર્ચા મુજબ "બકરે કી માં કબ તક ખૈર મનાયેગી" જેવા મુહાવરા સાબિત થશે. એના થી અધિકારીઓ કદાચ અજાણ છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતા લઈ નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી  વલસાડના મુખ્ય અધિકારીશ્રી જે અપીલ સત્તા અધિકારી જ નહિં તમામ જાહેર માહિતી અધિકારીઓના સુપરવિજન ઓથોરોટી અધિકારી પણ છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ આપેલ હુકમના પાલન નહિ થાય ત્યારે પોતે માગેલ તમામ માહિતી કાયદા મુજબ વેરીફાઈડ કરી પોતાની કચેરીથી અરજદારને પૂરી પાડશે અને સક્ષમ અધિકારીશ્રીને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં જાંણ કરશે.અન્યથા સરકારશ્રીના ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અને મા.અ.અ.૨૦૦૫ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ મુજબ સહભાગીદાર તરીકે અરજદારની ફરજ પડશે.અને અરજદાર જ્યારે માનવ અધિકાર સંસ્થા થી સંકાળાયેલ હોય ત્યારે મળેલ માહિતી મુજબ કાર્યવાહી જરૂર થી થશે એવુ પણ ચર્ચા ચાલી રહેલ છે. અને આજે સરકાર એવા ભ્રષ્ટ અધિકારીઓના કામોથી બદનામ થઈ રહી છે. અને રાત દિવસ મહેનત મસક્કત સાથે નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયાની ગ્રાંટ આપવા છતા સરકાર બદનામ  જ નહિ આમ નાગરિકો પણ ત્રાહિમામ થઈ રહ્યા છે. હવે સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે કે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતની નવી યોજનાઓ માં પોતાના નામોની નોધણી કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ... 

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें 
1947 के पहले हम अंग्रेजो के गुलाम थे आज उनके ही बनाई गई वस्तुओं का 
स्वदेशी अपनायें स्वरोजगार के साथ देश की समृद्धि में सहभागीदार बनें अपने गरीब भाई - बहनो से इस दीपावली पर जरूर खरीदें 
आज हमारे देश में सबसे ज्यादा जरूरत है स्वरोजगार की 
भारत देश सदियों से आध्यात्मिक ज्ञान और आत्मा परमात्मा दिव्य शक्तियों ध्यान योगा आदि परंपराओ से विश्व गुरू के रूप में अपनी पहचान बनाई है । परंतु बीते कुछ वर्षों से पश्चिमी सभ्यता के कारण हम दीन हीन होते जा रहे हैं । आज दुनिया में वही देश समृद्ध और विकसित हो पायें है। जिन्होंने अपने ही देश की बनी हुई वस्तुओं का अधिक से अधिक उपयोग किया। और बड़े दुख की बात है कि हम अपने ही देश के उत्पादन को नही खरीदते । और वही सामान जिसे हमारे यहाँ से बिदेशी कौड़ियों के भाव खरीद कर थोड़े से बदलाव कर वापस हमें अधिक से अधिक मूल्य पर बेच देते हैं। जैसै लोहा देकर स्टील खरीदना। कच्चा माल देकर पक्का खरीदना। आज ही नही सदियो से भारत सभी प्रकार की संपदाओं से भरा हुवा है। इतनी बड़ी संपदा के हम मालिक होते हुए भी आज दीन हीन हैं। आइये आज हम इस दीपावली की शुभ पर्व से शुरुआत अपने देशकी मिट्टी से बने दियली से करें। 
शास्त्रों के अनुसार मिट्टी से बने दिये में यदि गाय के घी का उपयोग करें और दीप प्रगट करें । मां लक्ष्मी प्रशन्न होती हैं। जो हमे सभी प्रकार के धन धान्य से भरपूर सुख प्रदान करती हैं। साथ ही साथ हमारे घर मकान दुकान में एक खुशनुमा सुगंध फैलती है। और वैज्ञानिक पद्धति के अनुसार वातावरण शुद्ध और सभी प्रकार की नुकसान देने वाली वैक्टीरिया अपने आप नष्ट हो जाती है। पर्यावरण अपने आप शुद्ध हो जाता है। धार्मिक और आध्यात्मिक दृष्टि से मिट्टी के बने दीप में यदि सरसों के तेल से यदि दीप प्रगट किए जायें आपके घर मकान दुकान जमीन खेत खलिहान मे फिर भगवान शनि और हनुमान जी प्रशन्न होते हैं। शनि की साढेसाती को दूर करने के उपायों इस विधि की प्राथमिकता दी गई है। मिट्टी के बने दिये का हमारे शास्त्रों में जीवन के हर सुख दुख से जुड़े होने के लाखो प्रमाण हैं। आज हम सभी किसी न किसी दुःख और कष्ट से पीड़ित हैं।उसका एक प्रमुख कारणो में हमे अपनी दिव्य शक्तियों और संस्कृति से दूर होना है। पहले यह भी जानना जरूरी है कि यह सभी त्यौहार की जरूरत क्या थी। हमें मानव योनि में ही भेजने के क्या कारण हो सकते हैं। हमारे कुछ कुछ समय पर एक त्योहार क्यो है। उसमें एक चीज पहले गौण है। हम सभी हर हालत में उस दिन सभी गिले शिकवे भूलकर एक दूसरे मिलते थे। एक दूसरे के सुख दुख में भागीदार होते थे। और उस एकता मे हमारी जो आज दुखी और भटकती जिंदगी है। यह आनंदित और खुशनुमा हो जाती थी। आज यह पश्चिमी सभ्यता और अति आधुनिक वैज्ञानिक सुःखी साधन हम सभी को दूर से दूर ले जा रहा है। क्या हम आज इन सभी वैज्ञानिक पद्धतियो के बावजूद एक दूसरे से नही मिल सकते है? जरूर मिल सकते हैं। और आज हम सभी को अपने साथ अपनो के जीवन मे हर खुशी को लाना है। आइये आज हम सभी मिलकर एक नये जीवन की शुरुआत करें और यह शुरुआत अपने जीवन में हर पल साथ देने वाली जिसे हमेशां हम भारत माता के नाम से जय जयकार करते हैं। उसके सपूतो के द्वारा बनाये गये हर उस वस्तु को खरीदें। अपने और अपनो के जीवन में खुशहाली लायें। हर सामान अपने स्वदेश का उपयोग करें। 

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી               ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસાર...