Thursday, October 17, 2019

નવસારી જિલ્લા કલેકટર શ્રીના તપાસ કરવાનો હુકમ નો અપમાન કરતા નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી

નવસારી જિલ્લા કલેકટરના હુકમનો અપમાન કરતા જિલ્લા આરોગ્ય અધિકારી નવસારી

ખાનગી તબીબોની તપાસ કરવા અમને અધિકાર નથી ...ડો.ભાવસાર (ડીએચો)
નવસારી જિલ્લામાં એક એમડી ડો. જે નાના બાળકોના નિષ્ણાત છે. આજે એમનો નિવેદન મુજબ એ પોતે વર્ષો થી ડિપ્રેશન માં છે. અને એ ડો. સાહેબ ડિપ્રેશનના કારણે શોશિયલ મીડિયામાં એક માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષને બદનામ કરવા મેસેજ વાયરલ કરેલ હતા. જેની તપાસ અને સદર બદનામ કરનાર તબીબની ડિપ્રેશન માં કાર્યવાહી કરવા માટે નવસારી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધ્યક્ષ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને સંબોધીને અરજી કરવા માં આવેલ હતી. અને નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાસે ટેલિફોનિક મુલાકાત માં અને રૂબરૂ જણાવ્યું છે કે કલેકટર શ્રી દ્વારા પણ નવસારી જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ અને કાર્યવાહી કરવા માટે હુકમ કરેલ છે.પરંતુ નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને અરજદાર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવા પૂછતાં જણાવેલ છે કે એ તબીબ ખાનગી પ્રેક્ટિસ કરે છે. જેથી અમો તપાસ કરી શકિએ નહીં. કલેકટરશ્રીના હુકમ હોય એમાં આપશ્રીને ફરજિયાત તપાસ કરી રીપોર્ટ કરવા માટે સવાલ માં જણાવ્યું છે કે એ કોઇ જરૂરી નથી. નવસારી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નવસારી જિલ્લામાં માં અગાઉ ખાનગી તબીબો  ઉપર નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ના ડોકટરો દ્વારા નામદાર કોર્ટે માં કેસ કરેલ હતા અને ચારથી પાચ વર્ષ ખોટી રીતે હેરાન કરેલ હતો.  અને છેલ્લે હારનો સામનો કરવા નો કેસોની યાદ કરવાતોનો સવાલ પર જવાબ આપી શક્યા નથી. નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગ આજે વર્ષો થી કોઇ પણ કાયદો ના પાલન કરવામાં ગુનો સમજે છે.
નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી મળેલ માહિતી મુજબ સરકારની એક પોલીસીના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી ના હોદ્દો કે સેટિંગ ડોટ કોમ માં મેળવી છે. સરકાર ના જન હિતના કાયદો જેવો કે આરટીઆઈ  ,આરસીપીએસ, લઘુતમ માસિક વેતન ,ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ,કે ભ્રષ્ટાચાર અધિનિયમ 1986  જેવા કાયદોના પાલન કરવા બદલે ફકત એક જ નિયમ જેમાં પોતાના જ વિકાસ માં વધુ માન્યતા આપે છે. જેથી એમની તાબા હેઠળના અધિકારીઓ એમને ગાઠતા નથી. ન બોલવા માં નૌ ગુણ અને ફકત અરજદારોને તારીખ આપી સમય પસાર કરી રહ્યા છે. અરજદારો ધક્કો ખાઈ પોતે શાંત થઈ જાય છે. જાણકારોના મંતવ્ય મુજબ વહીવટી નોલેજ નથી એવો ન બને પરંતુ સેટિંગ દ્વારા અહીં કામ ચાલે છે. ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા છે એ કોઈ અહીં ઉદ્દેશ નથી. પરંતુ કોઈ પણ કાયદોના પાલન ન કરવો જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લાના સર્વોચ્ચ સુપર ક્લાસ વન અધિકારી જિલ્લા કલેકટરના હુકમની અવગણના કરવો એ અપમાન કરવા થી ઓછુ ન કહી શકાય. એવા અધિકારીઓ સરકારને આજે બદનામ કરી રહ્યા છે. વિકાસ અને સમૃદ્ધિ માં વાધા સ્વરૂપ અધિકારીઓ આજે ગુજરાતની પ્રગતિ માં અટકાવી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે સમાચાર ની ગંભીરતા ને ધ્યાને લઈ સંબંધિત અધિકારીઓ તત્કાળ કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ.

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસ નો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસનો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી
નવસારી જિલ્લા માં વર્ષોથી સરકારશ્રી દ્વારા ગરીબો,આર્થિકપછાત ,વિધવાઓ,અપંગો,દલિતો વગેરેના વ્યાજબી ભાવ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી રાશનની દુકાન દ્વારા તદ્દન મફતના ભાવે જીવન જરૂરી રાશન  કે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ જમીની હકીકતમાં સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ થતો હોય છતા મોટા ભાગે લાભાર્થીઓ ને લાભ ન પહુંચી બચ્ચે જે વેચી લેવામાં આવે છે. જેના ખુલાશો આજે  મીડિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર તરીકેના અહેવાલ માં પ્રસારિત કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયમી ભ્રષ્ટાચાર થતો હોય અને મળેલ ફરિયાદની ખરી હકીકત જાંણવા માટે તપાસ કરતા અને મળેલ માહિતી મુજબ મોટા ભાગના પરવાનેદારો લાભાર્થીઓને એમને મળતી વસ્તુઓ કે રાશન માટે કાયદેસર સરકારશ્રીના વેબ સાઈડ પરથી નામ સરનામુ સહિત પ્રિંટેડ બિલ આપવો ફરજીયાત છે. અને તપાસ કરવા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને પોતાના મળેલ સતા મુજબ તપાસ કરવા અને કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરી હતી. અને નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ તત્કાલ ભ્રષ્ટાચાર સંબધિત તપાસ માટે નવસારી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને સદર બાબતે તપાસ કરી દિન- ૫ માં અહેવાલ રજુ કરવા લેખિત માં જાણ કરી છે. અને ૫ ના બદલે ૧૦ દિવસ પછી  નવસારી શહેર નાયબ પુરવઠા મામલતદારને પૂછતા પહેલા જવાબ આપવા ગુનો સમઝતા પછી જણાવ્યુ છે કે અમોને ખબર જ નથી. એવા કોઈ પત્ર આવેલ છે કે કેમ એની તપાસ કરતા  એમની કચેરી માં જ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના પત્ર મળી આવતા જણાવેલ છે કે અમે ટાઈમ મળશે ત્યારે તપાસ કરી પત્ર દ્વારા તમને મોકલવામાં આવશે.ભ્રષ્ટાચાર બાબતે ગંભીરતા થી તપાસ આજ સુધી ન કરવો એ ગંભીર બાબત હોય છતા એવા બેદરકારીના જવાબો કેટલા યોગ્ય છે..? એવા જ અધિકારીઓના કામગીરીથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અને આજ સુધી સદર કચેરીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ તપાસ કરવામાં આવેલ નથી. અને લઘુત્તમ તપાસણી કાર્યક્રમના કાયદો  સદર કચેરીમાં ગુનો સમજવામાં આવે છે. આજે સદર અધિકારી શ્રીને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. અને નવસારી જિલ્લો કોઈ તાલીમ આપવા માટેના જિલ્લો નથી. નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર પોતે કરોડો રૂપિયાના પાકુ બિલની તપાસ માં કાર્યરત છે. અને  પ્રશાસનિક અધિકારીઓની મિલીભગત વગર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિ.  આજે ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ભ્રષ્ટાચાર મટાડવા માટે જન જાગૃતિ માટે કરોડો રૂપિયાના બેનરો માં ખર્ચ કરે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાથે ગુજરાતની તમામ સંબધિત અધિકારીઓ અને રાજનેતાઓ સદર અધિકારી શ્રી ઉપર કાયદેસર કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ. 

Sunday, October 13, 2019

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫માં  તારીખ ૩૦/૦૭/૨૦૧૯ના રોજ દિન-૧૫માં વિના મુલ્યે માહિતી આપવા હુકમ કરેલ હતા.પરંતુ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોતે વર્ગ ૧ માં આવે છે. જેથી વારંવાર માહિતી આપવા માટે નિરીક્ષણ પછી જણાવેલ હોવા છતા આજ દિન સુધી અરજદારને માહિતી આપેલ નથી.સરકારશ્રીમાં ભારત સરકાર સાથે ગુજરાત સરકાર માહિતી આયોગ કમિશ્નર શ્રીના એક પરિપત્ર મુજબ અપીલ સત્તા અધિકારી દ્વારા માહિતીની અપીલ ની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર અને ભારત સરકાર ના સદર પરિપત્ર જે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રૂબરૂ માં આપવામા આવેલ છે .જેમા સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે કે આપેલ હુકમ મુજબ સમયસર માહિતી આપવામાં ન આવે ત્યારે પોતે માહિતી મગાવી અરજદારને પોતે પૂરી પાડશે .અને સક્ષમ અધિકારીને લેખિત માં જાહેર માહિતી અધિકારી ઉપર કાર્યવાહી કરવા જાણ કરશે. 
                નવસારી જિલ્લા માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને નવસારી જિલ્લા માં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝ્ર અદ્યતનકરવા જણાવેલ છે .અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પણ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત માં આજે સાત માસ અગાઉ હુકમ કરેલ છે.અને તત્કાલીન નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક અપીલ માં હુકમ કરેલ હતા કે તમામ તાબા હેઠળની કચેરીઓ માં જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ના સંવેદનશીલ રહી તાત્કાલીક અમલ કરવો. પરંતુ આજે આજ સુધી કોઈ પણ કાયદા કે હુકમની અમલવારી થયેલ નથી. જેના અનુસંધાન માં સરકારશ્રી અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ફકત અપીલ સત્તા અધિકારી નથી .એમના તમામ તાબા હેઠળની કચેરીઓના સુપરવિજન ઓથોરિટી અધિકારી પણ છે. છતા એમના તાબા હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓ એમના જ હુકમના પાલન ન કરતા હોય ત્યારે એ અપમાન કહેવાય .સાથે સાથે સક્ષમતા ઉપર પણ સવાલિયા નિશાન લાગી રહ્યુ છે. નવસારી જિલ્લા પંચાયત માં જલાલપોર તાલુકા અને ચિખલી તાલુકા હોય કે અન્ય આજે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ જ્યારે એક સુપર ક્લાસ વન જિલ્લા વિકાસ અધિકારીની અવગણના કરતા હોય ત્યારે એ સમજવો અઘરૂ નથી.જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એમા પણ ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. આજે અરજદારોને જાણી બુઝીને ગુમરાહ કરવામાં આવી રહ્યુ છે. ભ્રષ્ટાચાર સાવિત કરવા છતા કાર્યવાહી ન કરવાથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. આજે સરકાર સાથે સદર તમામ અધિકારીઓને જાણવો જરૂરી છે કે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા વાહનો વગેરે કોઈ ધર્માદા માટે નથી આપવામાં આવતો. એ ગરીબો આદિવાસીઓ મહિલાઓ ખેડુતો મજલૂમોં આર્થિક પછાત વગેરેના ખૂન પશીના અને મહેનત મસક્કત ની કમાણી ના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત તમામ અધિકારીઓ એ કાર્યવાહી કરવો જોઈએ જે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

Saturday, October 12, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! અબ જાયેં તો જાયેં કહાં ...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન !
 અબ જાયેં તો જાયેં કહાં ...
ગુજરાતના વિકાસ માં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી એક સામાન્ય નાગરિકિને ઘર વપરાસ માટે વીજ કનેક્શન લેવા માટે સુપ્રિમ કોર્ટ સુધીનો કાયદો બતાવે છે. પરંતુ લોક ચર્ચા મુજબ જ્યારે એક અમીર ઉદ્યોગપતિ કે સરકારના કોઈ અધિકારી ,ફાર્મ હાઉસને વીજ કનેક્શન જોઈતુ હોય ત્યારે અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ  હોય જ નહિં. અને એજ દિવશે કોઈ પણ તપાસ વગર ઈજનેરો દ્વારા  ફ્રી હોમ ડિલવરીની જેમ વીજ કનેક્શન આપવામાં આવે છે. એક સામાન્ય નાગરિક કોઈ અનિવાર્ય સંજોગો વસાત એક વાર બિલ ભરવામાં ચુક થાય ત્યારે વગર નોટિસ વીજ વિભાગની ટીમ કનેક્શન કાપવા તરતજ આતંકવાદીને પકડવા હોય એવી રીતે પહુંચી તરતજ વીજ કનેક્શન કાપે છે. કરોડો રૂપિયા આજે પણ એક નવસારી જિલ્લાની પ્રખ્યાત કોટન મિલની આજે પણ બાકી છે. કરોડો રૂપિયા સુધી વીજ બિલ કેમ પહોંચી ગયા? એનો કનેકશન કેમ ૧૫ કે એક માસ માં નહિં કપાયા હતા. આજે પણ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવશે ખોટી રીતે બિલ અને ચાર્જ કરેલ આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે. ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે વિશ્વ પ્રખ્યાત પૂજ્યનીય બાપુના નિર્વાણ દિવશે ભારત સરકારના પ્રધાનમંત્રીની સભા માં એક સામાન્ય બિલના બદલે કોમર્શિયલ રીતે ચાર્જ કરતી આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે.અને તપાસ માટે અરજી કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી જિલ્લાની તપાસ માટે આજે આઠ માસ પછી પણ તપાસ કરવા કોઈ અધિકારી હિમ્મત નથી દાખવતો. 
  નવસારી જિલ્લા માં શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી હદ વિસ્તાર માં બાંધકામો માટે પરવાનગી બીયુસી, સીસી વગેરે  સદર કચેરી સિવાય કોઈ પણ વિભાગ કે અધિકારી  પાસે સી.સી. કે બીયુસી સર્ટીફિકેટ આપવાની ઓથોરિટી નથી.છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના અધિકારીઓ આજે જે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો જ્ઞાન ધરાવતા હોય એવો પોતે વખાણ કરતા અધિકારીઓ વિન અધિકૃત અધિકારીઓ દ્વારા ઉપરોક્ત તમામ પુરાવા મેળવી વીજ કનેક્શન ગેરકાયદેસર બાંધકામો માં આપેલ છે. 
          સામાન્ય નાગરિકો પાસે કાયદાની વીક બતાવી ધક્કો ખડવાવે છે. જાહેર જનતામાં થી આવતી ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એક માહિતી માગવામાં આવી જેનો આજે દસ માસ થઈ ગયા.અને નિરીક્ષણ કરતા મળેલ માહિતી મુજબ કાયદેસર એક બોર્ડ પણ કોઈ પણ અધિકારી લગાવેલ નથી. આરટીઆઈ સામે કાયદેસર  કોઈ જવાબ આપી શકતા નથી. અને તપાસ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ મોટા ભાગના કોમર્શિયલ બાંધકામો અને રહેણાંક બહુમાળી બિલ્ડિંગો અને ફાર્મહાઉસો વગેરે માં વીજ કનેક્શન વિન અધિકૃત પુરાવા  લઈ  વીજ કનેક્શન આપેલ છે. નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે ગુજરાત માહિતી આયોગ કમિશ્નરશ્રીના વર્ષો જુનુ કાયદાઓના આજ સુધી પાલન કરેલ નથી. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર સદર કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદાનુ પાલન કરવા કેમ તૈયાર નથી એ સમજવો એક સામાન્ય બાબત છે. અને મા.અ.અ.૨૦૦૫ના અપીલ માં નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી ક્લાસ વન અધિકારી જે અપીલ સત્તા અધિકારી તરીકે નિમણુંક થયેલ છે. એમની સામે નવસારી જિલ્લાથી માંડી આહવા, સાપુતારા વગેરે તમામ કાર્યપાલક ઈજનેરો અને નાયબ ઈજનેરો સામે કાયદાનુ પરિપત્ર સાથે આશરે બે કલાક સુધી સઘન ચર્ચા અને જાહેર માહિતી અધિકારીઓ  દ્વારા કરવામાં આવતુ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અને કાયદા મુજબ કામો અને નિઅયમોનુ પાલન કરવા અરજદાર દ્વારા જણાવવામાં આવેલ હતુ .અને જાહેરમાહિતી અધિકારીઓ દરેક કાયદાઓ અને ભ્રષ્ટાચારનો કામો માટે  કબુલાત પણ કરેલ હતો.અને નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી વલસાડ દ્વારા હુકમ પણ કરવામાં આવેલ હતો.પરંતુ આજ દિન સુધી એક પણ જાહેર માહિતી અધિકારી, નાયબ કાર્યપાલક કે કાર્યપાલક ઈજનેર અરજદાર દ્વારા માગેલ માહિતી આપી શક્યા નથી.  જાહેર માહિતી અધિકારીઓ અરજદાર ને લેખિત માં જણાવેલ છે કે માગેલ માહિતી જેમા કાયદેસર ભ્રષ્ટાચાર થયેલ છે અને સાબિત પણ કરવામાં આવેલ છે .હવે એ ખાનગી હોય જેથી આપી શકાય નહિ. ત્યારે ઘણા બધા સવાલ ઉત્પન્ન થાય છે કે એ હુકમ કરનાર ને ખબર નથી..?  એક મકાન લેનાર ને તમામ વિગતવાર માહિતી તપાસ કરવા કે જોવા માટે કેમ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ માં આવે છે.જેમાં કોઈ પણ ને બાકાત રાખવામાં આવતો નથી. અને સદર માહિતી કોઈ દેશની સુરક્ષા સાથે સંકળાયેલ નથી. કોઈ પણ સંજોગો માં ખાનગી કહી શકાય નહિ. 
જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારીઓ માહિતી આપી પોતાના પગ માં કુલ્હાણી મારશે નહિં. માહિતી આપવાની સાથે ગણતરીના દિવશો માં જ સરકારી સેવાલયમાં સંપૂર્ણ  સુવિધા યુક્ત સેવા લેવાની ફરજ પડી શકે છે. લોક ચર્ચા મુજબ "બકરે કી માં કબ તક ખૈર મનાયેગી" જેવા મુહાવરા સાબિત થશે. એના થી અધિકારીઓ કદાચ અજાણ છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતા લઈ નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી  વલસાડના મુખ્ય અધિકારીશ્રી જે અપીલ સત્તા અધિકારી જ નહિં તમામ જાહેર માહિતી અધિકારીઓના સુપરવિજન ઓથોરોટી અધિકારી પણ છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ આપેલ હુકમના પાલન નહિ થાય ત્યારે પોતે માગેલ તમામ માહિતી કાયદા મુજબ વેરીફાઈડ કરી પોતાની કચેરીથી અરજદારને પૂરી પાડશે અને સક્ષમ અધિકારીશ્રીને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં જાંણ કરશે.અન્યથા સરકારશ્રીના ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અને મા.અ.અ.૨૦૦૫ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ મુજબ સહભાગીદાર તરીકે અરજદારની ફરજ પડશે.અને અરજદાર જ્યારે માનવ અધિકાર સંસ્થા થી સંકાળાયેલ હોય ત્યારે મળેલ માહિતી મુજબ કાર્યવાહી જરૂર થી થશે એવુ પણ ચર્ચા ચાલી રહેલ છે. અને આજે સરકાર એવા ભ્રષ્ટ અધિકારીઓના કામોથી બદનામ થઈ રહી છે. અને રાત દિવસ મહેનત મસક્કત સાથે નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયાની ગ્રાંટ આપવા છતા સરકાર બદનામ  જ નહિ આમ નાગરિકો પણ ત્રાહિમામ થઈ રહ્યા છે. હવે સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે કે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતની નવી યોજનાઓ માં પોતાના નામોની નોધણી કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ... 

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें 
1947 के पहले हम अंग्रेजो के गुलाम थे आज उनके ही बनाई गई वस्तुओं का 
स्वदेशी अपनायें स्वरोजगार के साथ देश की समृद्धि में सहभागीदार बनें अपने गरीब भाई - बहनो से इस दीपावली पर जरूर खरीदें 
आज हमारे देश में सबसे ज्यादा जरूरत है स्वरोजगार की 
भारत देश सदियों से आध्यात्मिक ज्ञान और आत्मा परमात्मा दिव्य शक्तियों ध्यान योगा आदि परंपराओ से विश्व गुरू के रूप में अपनी पहचान बनाई है । परंतु बीते कुछ वर्षों से पश्चिमी सभ्यता के कारण हम दीन हीन होते जा रहे हैं । आज दुनिया में वही देश समृद्ध और विकसित हो पायें है। जिन्होंने अपने ही देश की बनी हुई वस्तुओं का अधिक से अधिक उपयोग किया। और बड़े दुख की बात है कि हम अपने ही देश के उत्पादन को नही खरीदते । और वही सामान जिसे हमारे यहाँ से बिदेशी कौड़ियों के भाव खरीद कर थोड़े से बदलाव कर वापस हमें अधिक से अधिक मूल्य पर बेच देते हैं। जैसै लोहा देकर स्टील खरीदना। कच्चा माल देकर पक्का खरीदना। आज ही नही सदियो से भारत सभी प्रकार की संपदाओं से भरा हुवा है। इतनी बड़ी संपदा के हम मालिक होते हुए भी आज दीन हीन हैं। आइये आज हम इस दीपावली की शुभ पर्व से शुरुआत अपने देशकी मिट्टी से बने दियली से करें। 
शास्त्रों के अनुसार मिट्टी से बने दिये में यदि गाय के घी का उपयोग करें और दीप प्रगट करें । मां लक्ष्मी प्रशन्न होती हैं। जो हमे सभी प्रकार के धन धान्य से भरपूर सुख प्रदान करती हैं। साथ ही साथ हमारे घर मकान दुकान में एक खुशनुमा सुगंध फैलती है। और वैज्ञानिक पद्धति के अनुसार वातावरण शुद्ध और सभी प्रकार की नुकसान देने वाली वैक्टीरिया अपने आप नष्ट हो जाती है। पर्यावरण अपने आप शुद्ध हो जाता है। धार्मिक और आध्यात्मिक दृष्टि से मिट्टी के बने दीप में यदि सरसों के तेल से यदि दीप प्रगट किए जायें आपके घर मकान दुकान जमीन खेत खलिहान मे फिर भगवान शनि और हनुमान जी प्रशन्न होते हैं। शनि की साढेसाती को दूर करने के उपायों इस विधि की प्राथमिकता दी गई है। मिट्टी के बने दिये का हमारे शास्त्रों में जीवन के हर सुख दुख से जुड़े होने के लाखो प्रमाण हैं। आज हम सभी किसी न किसी दुःख और कष्ट से पीड़ित हैं।उसका एक प्रमुख कारणो में हमे अपनी दिव्य शक्तियों और संस्कृति से दूर होना है। पहले यह भी जानना जरूरी है कि यह सभी त्यौहार की जरूरत क्या थी। हमें मानव योनि में ही भेजने के क्या कारण हो सकते हैं। हमारे कुछ कुछ समय पर एक त्योहार क्यो है। उसमें एक चीज पहले गौण है। हम सभी हर हालत में उस दिन सभी गिले शिकवे भूलकर एक दूसरे मिलते थे। एक दूसरे के सुख दुख में भागीदार होते थे। और उस एकता मे हमारी जो आज दुखी और भटकती जिंदगी है। यह आनंदित और खुशनुमा हो जाती थी। आज यह पश्चिमी सभ्यता और अति आधुनिक वैज्ञानिक सुःखी साधन हम सभी को दूर से दूर ले जा रहा है। क्या हम आज इन सभी वैज्ञानिक पद्धतियो के बावजूद एक दूसरे से नही मिल सकते है? जरूर मिल सकते हैं। और आज हम सभी को अपने साथ अपनो के जीवन मे हर खुशी को लाना है। आइये आज हम सभी मिलकर एक नये जीवन की शुरुआत करें और यह शुरुआत अपने जीवन में हर पल साथ देने वाली जिसे हमेशां हम भारत माता के नाम से जय जयकार करते हैं। उसके सपूतो के द्वारा बनाये गये हर उस वस्तु को खरीदें। अपने और अपनो के जीवन में खुशहाली लायें। हर सामान अपने स्वदेश का उपयोग करें। 

Friday, October 11, 2019

નવસારી નગરપાલિકા દ્વારા નોટિસ પહેલા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા મેળવનાર અધિકારીઓ શા માટે...?

નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી પણ સુપરવિઝન અધિકારીની ભૂમિકા શંકાસ્પદ..?
પાર્ટીને બદનામ કરનાર અધિકારીઓ ને રાજીનામુ લેવામાં આવશે ખરા..?
નવસારી નગરપાલિકા આજે ભ્રષ્ટાચાર બાબતે પોતાના સ્થાન ટોપટેન માં મેળવવા ખૂબજ મહેનત કરી રહી છે. અધિકારીઓ પોતે સમયસર હાજર નથી રહેતા. અને રેનબશેરાના પર્દાફાશ એક જાંબાજ મીડિયા દ્વારા  થતા નોટિસ આપી છે.એવા કેટલાક કામો છે જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહયો છે. અને નવસારી નગરપાલિકાના અધિકારીઓ કુંભનિદ્રા માં વ્યસ્ત છે. કરોડો રૂપિયાના કામો કરી એની કોઈ સંભાળ ન કરવા થી આજે જર્જરીત હાલતમાં છે. નવસારી નગરપાલિકા મોટા ભાગે સરકારના કાયદાઓને કોઈ પણ સંજોગોમાં અમલ કરવા માં નથી માનતી.એક સામાન્ય કામો માટે પણ અરજદારોને ધક્કા ખાવા મજબૂર કરવામાં આવે છે.આજે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર ના રસ્તાઓ હોય કે બ્લોક ,ગેરકાયદેસર બાંધકામો હોય કે સ્વરોજગાર માટે સરકાર દ્વારા આપવામાં આવતો ફંડ  દરેક માં ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. તત્કાલીન ચિફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કામો થી નવસારી નગરપાલિકાને એવાર્ડ આપવામા આવેલ હતુ. આજે સરકાર તપાસ કાયદેસર તપાસ કરાવે ત્યારે એક પણ અધિકારી વહાર જોવા મળશે નહિં. સ્વચ્છતા અભિયાન માં સરકાર અને નગરપાલિકા દર માસે લાખો રૂપિયા ખર્ચે છે. જેની એક તસ્વીર જે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર માં જોઈ શકાય છે. 
 ઉપરોક્ત તસ્વીર માં સ્પષ્ટ નજરે પડે છે. નવસારી નગરપાલિકા માં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અધિકારીઓ ની જવાબદારી હોય જેથી દંડાત્મક કાર્યવાહી કરવો જોઈએ. એવી ચર્ચા ચાલી રહ્યો છે.

नवसारी जिले के विजलपोर नगरपालिका में शुद्ध पानी की किल्लत..? अवैध व्यापार में विकास ...?

विजलपोर नगरपालिका में शुद्ध पीने का पानी मुहैया कराने में पोलीसी की दिक्कत ....?
विजलपोर नगरपालिका में करोड़ों रुपये का अवैध व्यापार ?
नवसारी शहर से सटा हुवा विजलपोर नगरपालिका में आज वर्षो से करोड़ों रूपये के पानी का अवैध व्यापार शासन प्रशासन की मिलीभगत से खूब जोर शोर से चलाया जा रहा है। अभी तक सिर्फ सुरक्षा विभाग ही दारू शराब के व्यापार में बदनाम था। परन्तु विजलपोर के शासन प्रशासन ने मिलकर करीबन एक दशक से एक नये धंधे में अपनी प्रतिभा निखारने में महत्वपूर्ण भूमिका निभाई है।आज करोड़ों रूपये गुजरात सरकार विकास के नाम पर विजलपोर नगरपालिका में दिया है। परंतु चल रही खबरों के अनुसार खर्च बिना सेटिंग के करना बेवकूफी होगी। आधे से ज्यादा नगरसेवक आज कुछ ऐसी घटना्ओं से नाराज भी हैं। ईमानदारी और कर्तव्यनिष्ठ सर्वश्रेष्ठ भूमिका वाले नगरसेवक के साथ चल रही खबरें अशोभनीय हैं। तानाशाही और हिटलरशाही ने आज विजलपोर नगरपालिका को अपने आगोस में ले रखा है। चंदन तलाव में कभी चंदन की खुशबू होती होगी। आज वहाँ कुछ ईमानदार शासन प्रशासन के अधिकारियों ने मिलकर इसे गटर और बदबूदार तलाव में तब्दील कर दिया है। चंदन तलाव अरबो लीटर पानी से भरा ही नही अब सड़ भी रहा है। फिर भी विजलपोर के नागरिकों को शुद्ध पीने लायक पानी न देना एक तानाशाही और हिटलर शाही का प्रतीक है। वैसे यहाँ हिटलर का नाम लेना उसकी भी बदनामी होगी। क्योंकि हिटलर अपने राज्य में पानी की कमी नही होने दिया था। ऐसी स्थिति तानाशाह हिटलर ने कभी अपने राज्य में नही आने दी। विजलपोर नगरपालिका में प्रशासन के लिए अधिकारी भी आने से बचते हैं। यहाँ का शासन के रवैये को देखते हुए यहाँ आज तक कोई भी अधिकारी आने को तैयार नही है। विजलपोर नगरपालिका जब खुद ही अवैध निर्माण करती हुई पकड़ी गई। और आज यह हालत वर्षों से चल रही है। इसकी जानकारी के लिए उसके बगल में ही देखी जा सकती है। हालत यहाँ तक खराब है कि विजलपोर नगरपालिका में अवैध निर्माण की वजह से विजलपोर की गलियां इतनी तंग हो चुकी हैं कि एक बीमार व्यक्ति को सरकार यदि चाहे तो भी फ्री में भी उसके ही वाहन नही जा सकते।दक्षिण गुजरात वीज कंपनी में  कायदे कानून की धज्जियां उड़ाई जा रही हैं। सकड़ी गलियों के बीच में खंभे लगाकर और भी तंग करने की प्रथा बंद होने का नाम नही ले रही है।और यह सब सिर्फ चंद लोगों की वजह से हो रहा है। हाल में विजलपोर नगरपालिका में कार्यरत मुख्य अधिकारी को कुछ समय पहले ही कार्यालय में ताला जड़कर अंदर जाने से रोक दिया गया था।आज ऐसे अधिकारी कायदे कानून के जानकारी होने के बावजूद भी निरस्त हालत में हैं। करोडो रूपये का पानी का व्यापक व्यापार में भ्रष्टाचार के सामने सिक्युरिटी कर रहे हैं। और उपरी अधिकारी भी अपनी अपनी दीवाली के चक्कर में यहाँ के गरीबों के जीवन से होली खेल रहे हैं। प्रादेशिक कमिश्नर सूरत में सरकार नये नये अधिकारियों को रखकर जैसे कोइ रिसर्च कर रही है। और उस प्रयोगशाला में विजलपोर भी एक भाग है। आज यहाँ विकास की नई चमक के बजाय इसे अधिकारियों ने रिसर्च सेंटर बना लिया है।और यह रिसर्च आज व्यापार में बदल चुका है। सुरक्षा विभाग की नई शुरुआत हुई। फायदा यह हुवा कि जिसे असमाजिक तत्वो को अवैध व्यापार को हटाने की जिम्मेदारी दी गई आज वही उधकी सुरक्षा में तैनात हो चुके हैं। आज गरीब दलित आदिवासी आर्थिक पिछड़े शोषित बेरोजगार जैसे शब्द राजनीति में एक प्रमुख भूमिका निभाने के काम आ रहे हैं। इन शब्दों का प्रयोग कर कोई भी पार्टी सत्ता हासिल कर लेती है। यह शब्द मात्र आज सत्ता की सीढ़ी के काम में लाये जाते हैं। वैसे हकीकत में इनसे कोई लेना देना नही है। जानकारो के मंतव्य के अनुसार इन शब्दों को दूर करना मतलब अपने पैर में कुल्हाड़ी मारना सभी पार्टियां समझती हैं। इसलिए विकास को जोड़कर इनको भ्रमित करना एकदम आसान है। अब फिलहाल ऐसे शब्दों की गरिमा बनाये रखना सरकार की मजबूरी है। इसलिए इसे अब समय के चक्र में छोड़ कर समय के लिए इसे यहाँ विराम देना जरूरी होगा। इसे समय ही सुधार सकता है। प्रादेशिक कमिश्नर सूरत से टेलीफोनिक मुलाकात में अभी भी पोलीसी में अटकल जल्द ही दूर परंतु समय की गारंटी नही बताया । शायद अभी तक विजलपोर नगरपालिका के नागरिकों के नसीब में पानी खरीदकर ही पीना बाकी है। शुद्ध पानी न मिलने पर नागरिकों में सरकार से भरोसा हुवा कम। जानकारो के मुताबिक अधिकारियों और नेताओं में इच्छा शक्ति की कमी के साथ अवैध व्यापार में मिलीभगत के आसार होना मुमकिन बताया जा रहा है।

Thursday, October 10, 2019

નવસારી જિલ્લામાં કલેક્ટર શ્રીના સી.સી.ટી.વી કેમેરા મૂકવા અંગે જાહેરનામુ


નવસારી જિલ્લામાં ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા
 સી.સી.ટી.વી કેમેરા મૂકવા અંગે જાહેરનામુ 
     નવસારી જિલ્લા મેજીસ્ટે્રટ આદ્રા અગ્રવાલે એક જાહેરનામા અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલ મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટો્રલપંપ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન)  વીથ રેકોડીગ સીસ્ટમ મુકવામાં હુકમો કર્યા છે. જે તાત્કાલિક અસરથી તા.૨૮-૧૧-૨૦૧૯ સુધી અમલમાં રહેશે.
 સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં કડી મહત્વની બને એટલુ નહી ગુનેગારોની વિરુધ્ધમાં અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય જેથી જિલ્લામાં આવેલ તમામ પેટો્રલપંપ ઉપરના ફીલીગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતોઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. નવસારી જિલ્લામાં આવેલ તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમા આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડીગ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે.
જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનોના નંબર આઇડેન્ટીફીકેશન થાય તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. તમામ એ.ટી.એમ.સેન્ટરો સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (૨૪ કલાક માટે ) રાખવાં જેથી વ્યકિતઓનું આઇડેન્ટીફીકેશન થઇ શકે સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીંગ કરી શકે તેવા કવોલીટીનાં રાખવા ૩૦ દિવસ સુધી રેકોર્ડીગ રહે તેવી વ્યવસ્થા રાખવી. ચીલઝડપ, ચોરી, ધાડ, લુંટ,બોમ્બ બ્લાસ્ટ કરવાના -યત્નો તથા સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તેમજ  લોકોની અવર- જવરવાળા વિસ્તારથી માહીતગાર થઇને તેઓની ગેરકાયદેસરની  -વળતિને અંજામ આપતા હોય છે. બેંકો, નાણાંકીય સંસ્થાઓ,સોના ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ /શોપીંગમોલ ,શોપીંગ સેન્ટરો, કોર્મશીયલ સેન્ટરોહોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજીંગ બોર્ડીગો, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડીંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સી.સી.ટી.વી. કેમેરા મુકવા જણાવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.                                           

નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરોની માહિતી પોલીસને આપવી 
 નવસારી જિલ્લાના કારખાના, ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરો તથા ગુજરાતના અન્ય વિસ્તારના લોકો ગંભીર પ્રકારના ગુનાઓ આચરી વતન ભાગી જતા હોય છે, જેના કારણે ગુનાઓ વણ શોધાયેલા રહેવા પામે છે. લુંટ, ધાડ, ખુન, અપહરણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાના તમામ કારખાનેદારો, વાણિજય એકમો, ઉત્પાદન એકમો, જુદા જુદા પ્રકારની સેવા મેળવતા એકમોને, મકાન બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો, ખાનગી એકમોના માલિકો, શૈક્ષણિક એકમોના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ, કર્મચારી, કારીગરો, મજૂરો જે જેઓ હાલમાં કામ ઉપર છે. તેની કર્મચારી/મજૂરોની માહિતી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત પત્રકમાં આપવા એક જાહેરનામામાં જણાવ્યું છે.
          માહિતીમાં માલીકનું નામ, સરનામું, ટેલિફોન-મોબાઇલ નંબર તથા ધંધાની વિગત, કર્મચારીઓ, કારીગરો, મજુરનું પુરુ નામ ઓળખચિન્હ તથા સરનામું, ટેલિફોન નંબર તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, નોકરીએ રાખ્યાની તારીખ, કોના રેફરન્સ, પરિચયથી નોકરી રાખેલ છે તેનું નામ, સરનામું, ટેલિફોન નંબર, નોકરનો ફોટો આપવાનો રહેશે. હુકમ તાત્કાલિક અસરથી આગામી તા.૨૮/૧૧/૧૯ સુધી અમલમાં રહેશે. માહિતી આપવાનો ઇન્કાર કે અધુરી માહિતી આપનારાઓ સામે ભારતીય દંડ સહિતાની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.                                     

નવસારી જિલ્લામાં સરકારી વિભાગની  કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ-ધેરાવો કરવા પર પ્રતિબંધ 
         ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની દુર્ધટનાઓ વારંવાર બનવા પામી છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગે પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે.  નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડે એક જાહેરનામા ઘ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, નવસારી જિલ્લા પંચાયત અને અન્ય સરકારશ્રીની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી, તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરધસ કરવા પર તાત્કાલિક અસરથી તા.૧૯/૧૦/૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમના અનાદર બદલ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.                          

નવસારી જિલ્લામાં હથિયારબંધી 
      નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.જે.રાઠોડે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા તાત્કાલિક અસરથી તા.૧૯/૧૦/૧૯ સુધી શસ્ત્રો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્તુઓ, સ્ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની સજા થઇ શકે છે.                           
નવસારી જિલ્લા કલેકટર શ્રીના તપાસ કરવાનો હુકમ નો અપમાન કરતા નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી

નવસારી જિલ્લા કલેકટરના હુકમનો અપમાન કરતા જિલ્લા આરોગ્ય અધિકારી નવસારી ખાનગી તબીબોની તપાસ કરવા અમને અધિકાર નથી ...ડો.ભાવસાર (ડીએચો) નવસાર...