Tuesday, July 19, 2022

નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ...્!


નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....!

આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી રાજૂ ગુપ્તા અને વહીવટી માં ભાવના બેન જેની સરકાર સેવા સમાપ્ત અને રિટાયર થયેલ છે.
ડિજિટલ ઇન્ડિયા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,સી આર પાટીલ અને પ્રમુખ શ્રી જીગીશ શાહ શુભ સંદેશ માં પોતાના મંતવ્યો આપેલ છે. અને ખરેખર ડિજીટલ ઇન્ડિયા માં દર રોજ માહિતી અપડેટ કરવા માટે સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. અને વહીવટી માળખું કે દર રોજ દરેક વિભાગો માં થતા તમામ પ્રકારના કામો ને વેબસાઈટમાં મુકવો ફરજીયાત છે. જેની એક ઝલક આજે તારીખ ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ  www navsarivijalporemuncipalty.in પર થી લેવા માં આવેલ છે.નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે. ડાન્સિગ ફુવારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બ્લોગ હોય કે ગોબરગેસ પ્લાન પહેલા થી જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલ છે. કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ માં હાલ કાર્યરત મુખ્ય અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી પોતે તત્કાલીન ચીફ ઓફિસર શ્રી રમેશભાઈ જોષીને ગુનેગાર સાબિત કરેલ હતા. અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર શ્રી ને કાર્યવાહી માટે કલેકટર શ્રી તપાસ રિપોર્ટ આપેલ હતા આજે એજ અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા પોતે કરી રહ્યા છે. આરટીઆઇ એકટ હેઠળ આપેલ માહિતી માં પોતે માહિતી આપી કબુલ કર્યું છે કે અમે કોઈ પણ તપાસ કરેલ નથી. સરકાર ના એક પરિપત્ર મુજબ નગરપાલિકા હદ માં તમામ બાંધકામો ની મુલાકાત કરી એક રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. પરંતુ જમીની હકીકત માં ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી સાથે ગુજરાત રાજ્ય વિજીલેન્સ કમિશનર શ્રી, એડમીનીસ્ટ્રેશન મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા લેખિત આદેશ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ને કરવામાં આવેલ છે. પરંતુ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત શ્રી અરવિંદ વિજયન સાહેબ પોતાના હોદ્દો ના દુરૂપયોગ કરી રહ્યા છે. અને તમામ હુકમો તપાસ કરી રિપોર્ટ કરવા બદલે જેની સામે આક્ષેપ હોય એમને ક્યા કાયદા મુજબ તપાસ કરવા લખે છે એ આજે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર યુગ માં સમજવો મુશ્કેલ છે. 
આજે નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર ૪૨૦ દિવસ પાછળની માહિતી ઉપલબ્ધ છે. એ બધા જ જ્યારે ભ્રષ્ટાચાર સાથે સંલગ્ન હોય ત્યારે એ લખવા માટે શબ્દકોશ માં શબ્દ જ નથી. 

Tuesday, July 5, 2022

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :
 

  નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર :

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :

નવસારી જિલ્લાના ચીખલી દિનકરભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' શુભારંભ કર્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, 'આઝાદીનો અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન વંદે ગુજરાત રથ યાત્રા ' દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતના વીસ વર્ષના વિકાસની ગાથા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને નવસારી જિલ્લાના ગામેગામ પહોંચી લાભાર્થીઓને લાભો આપવામાં આવશે. ગ્રામજનોને એલ.ઇ.ડી.ના માધ્યમથી માહિતીસભર ફિલ્મો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવશે. વંદે ગુજરાત રથ યાત્રા' માં વ્રુક્ષારોપણ, રોપા વિતરણ,પ્રભાત ફેરી ,પ્રાકૃતિક કૃષિનો પ્રચાર,આરોગ્યલક્ષી કેમ્પો, આયુષ્યમાન ભારત, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, નિબંધ સ્પર્ધા, ખેડૂતોના વીજ જોડાણ,પ્રમાણપત્રો,પશુપાલન વિભાગની યોજનાઓ વિગેરે લાભ/સહાય વિતરણ કરવામાં આવશે. 
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહે સરકારશ્રીની વીસ વર્ષની દરેક ક્ષેત્રમાં કરેલી સિધ્ધિ એટલે વંદે ગુજરાત વિકાસયાત્રા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી બન્યા બાદ આજે સમગ્ર દેશ અને દુનિયામાં વિકાસનો ડંકો વગાડયો છે. 
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રાજય સરકારે વીસ વર્ષમાં દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. પીવાના પાણી, આરોગ્યક્ષેત્રે જેવી અનેક પ્રજાજનોની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ ગામેગામ પહોંચાડી છે. 
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે નવસારી જિલ્લાના ૧૩- ખુંધ જિલ્લા પંચાયત સીટમાં કુલ ૨૬૦.૧૦ લાખના ૮૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૮૭.૭૭ લાખના ૮૦ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૨૦- સમરોલી જિલ્લા પંચાયત સીટના કુલ રૂા.૧૯૬.૧૫ લાખના ૬૩ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂા.૩૧૭.૯૪ લાખના ૭૧ કામોનું લોકાર્પણનો લાભ પણ જિલ્લાને મળવા પામ્યો છે. સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી મયંકભાઇ પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી નલવાયા તેમજ મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપિસ્થત રહયાં હતાં.

नवसारी शहर में बंदर रोड की हालत गंभीर

नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...