Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Thursday, August 13, 2020

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અનેRCPS 2013 લકવા ગ્રસ્ત ..... ? સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...?

 ભારતમાં સૌથી મોટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અને  RCPS 2013 લકવાગ્રસ્ત ..... ? 

સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...? 

રૂપિયા ૭૦,૦૦૦૦૦/- માં બેકરીશાળા ના ૨૦ દિવસના સર્ટીફિકેટ કોર્ષ ૫૧ નાગરિકોને એ પણ ૧૦૦૦/- ફી સાથે ....? 

                                આજે ભારત દેશ વર્ષોથી મોઘવારી ,ભ્રષ્ટાચાર ,બેરોજગારી  થી ત્રાહિમામ છે. ગુજરાત રાજ્યના એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં વર્ષો પહેલા ભારતના એક મહાન દાની પુરૂષ મફતલાલ શેઠ એ એક સૌથી મોટી જમીન ખેડુતોના સહાય અર્થે કૃષિ વિશ્વવિદ્યાલય તરીકે ભારત સરકારને દાન સ્વરૂપે આપી હતી. જે આજે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નામે કાર્યરત છે.નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્લી તરફથી ૧૦૦% ગ્રાંટથી ચાલતી સંસ્થા "ટ્રાંસફર ઓફ ટેક્નોલજી" માટેની શિક્ષણ સંસ્થા છે. ભારત સરકાર એક કૃષિ પ્રધાન દેશ છે.ભારત સરકાર દર વર્ષે સદર સંસ્થામાં કરોડો રૂપિયા ગ્રાંટ આપે છે. ખેડુતો માટે સહાય સ્વરૂપે ચાલતી ૧૦૦% ગ્રાંટ ધરાવતી સંસ્થા  દ્વારા થતા કામો માં ખેડુતો,મજુરો,સાથે સ્વરોજગાર માટે  સહાય કરતી સંસ્થા માં ખરેખર કાબીલે તારીફ  કામોની જાણ માટે  એક  માહિતી માગવામાં આવી હતી.જેમા સદર સંસ્થા માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર અધિકારીઓ પાસે  જનહિત માટે  એક સામાન્ય નોલેજ ન હોય એ ન કહી શકાય.પરંતુ નિરીક્ષણ માટે કચેરી સમયે  અરજદારને બોલાવી એક જવાબદાર અધિકારી તરીકે હાજર ન રહેવો અને કચેરી ખાતે એક પણ જવાબદાર અધિકારી ન મળવો અને કાયદેસર અધુુરી માહિતી નિરીક્ષણ કરાવવો શંકાસ્પદ છે. લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો 1948 વર્ષ માં અમલમા આવ્યો હતો. પરંતુ આજે 71 વર્ષ પૂર્ણ થતા સદર કચેરી માં અમલમાં છે કે કેમ ? એ પણ જાળવો અઘરુ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી જેમાં આજે નવસારી જિલ્લાના સૌથી વધુ અધિકારીઓ વેતન મેળવે છે. એ પણ આજે સરકાર સામે પ્રશ્નાર્થના દાયરામાં છે. આજે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર સૌથી વધુ દેવાદાર છે. અને દેવો આખરે નાગરિકોના માથે જ છે.            
             નવસારી કૃષિ યુનિવર્સિટી માં સ્વરોજગાર એક વિશાલ કેન્દ્રની એક ઝલક -RTI
                            નવસારી કૃષિ યુનવર્સિટી માં આજે કરોડો રૂપિયા સરકાર આપી રહી છે. જેમા વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી માં થી સ્વરોજગાર માટે માહિતી નિરીક્ષણ માટે અરજદારને કાયદેસર પત્ર દ્વારા બોલાવવામાં આવેલ હતા.અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યો છે. જેમા ભારત સરકાર દ્વારા આશરે ૭૦ લાખ રૂપિયા આપવામાં આવેલ છે. અને ભારતની સૌથી મોટી નવસારી કૃષિ યુનવર્સિટી એ બેકરીશાણા ની જબરદસ્ત તાલીમ આપી છે. રૂપિયા ૭૦,૦૦૦૦/-છેલ્લા ૩ વર્ષ માં ૨૦ દિવસની સર્ટીફિકેટ કોર્ષની વિધિવત તાલીમ આપી છે.અને કાયદેસર નવસારી કૃષિ યુનવર્સિટીનો  એક સર્ટીફિકેટ કુલ્લે ૫૧નાગરિકોને આપેલ  છે. અને પ્રતિ  બેરોજગાર નાગરિક પાસે રૂપિયા ૧૦૦૦/- પણ લઈ છેલ્લે કોર્ષ પુરૂ  કરનારને ૪૦૦/ રૂપિયા પરત કરેલ છે. અને ૫૬ બેરોજગાર નાગરિકોને એક અઠવાડિયાના તાલીમ વિના મુલ્યે  આપેલ છે. અને એ વિશાળકાય તાલીમ માટે સરકાર કુલ્લે ૭૦,૦૦૦૦૦/ રૂપિયા ૭૦ લાખ આપેલ છે. અને સરકારના એક પરિપત્ર મુજબ સ્વરોજગાર માટે આપેલ તાલીમ માં માર્કેટ આપવો ફરજીયાત છે. જેના જવાબ અહિં લાખો રૂપિયા સાથે વેતન અને રાજાશાહી જેવી સુવિધા ધરાવનાર અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી. ઉપરોક્ત મા.અ.અ.૨૦૦૫ માં માગેલ માહિતી માં મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં વધુ કાયદેસર જ કામ થતો છે. પરંતુ આજે ભારતના એક વિશાળ સમુહ બેરોજગાર છે. અને એવી રીતે મળેલ માહિતી મુજબ દરેક બેરોજગાર નાગરિક માટે સરકાર ૧૦૦૦૦૦/- રુપિયા થી ૧૫૦૦૦૦/- રૂપિયા પ્રતિ બેરોજગાર માટે ફકત સર્ટીફિકેટ કોર્ષ માટે ખર્ચ કરશે જેનો આજે માર્કેટ  માં કોઈ માગ નથી. ત્યારે એક સર્વે રિપોર્ટ મુજબ ૧૩ કરોડ બેરોજગારો માટે એવી રીતે બિન જરૂરી તાલીમ સરકાર માટે ચિંતાનો વિષય છે.
 
                                ગુજરાત એક સમૃદ્ધ અને વિકસિત રાજ્ય હોવા છતા આજે ગુજરાત સરકાર પાસે પણ નોટ છાપવાની મશીન નથી. અને સરકાર શા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. એનો આજે ખેડૂતોને શું વળતર મળી રહ્યો છે ?  સ્વરોજગાર માં તાલીમ આપવા માટે કરોડો રૂપિયાના પાણી કરનાર સંસ્થા ખેડૂતોને માર્કેટ વગર તાલીમ શા માટે આપી રહી છે ? એવા અનેકો અનેક સવાલો માં કયા પરિબળો કાર્યરત છે ? એ આજે  શોધનો વિષય અવશ્ય છે. આજે  ભારત સરકાર  દ્વારા મોટી સંસ્થાઓ જે ખરેખર દરેક નાગરિકો થી સંકળાયેલ છે જેવા કે ભારતીય રેલ,ભારતીયએર,પોષ્ટ,ટેલીફોન વગેરે માં મોટા ભાગનો કાનૂન માં ફેરફાર જ નથી આર્થિક તંગીના લીધે ખાનગી સંસ્થાઓને આપી રહી છે. આજે  ભારત એક યુવાન દેશ છે. બેરોજગારી ચરમ સીમા પર છે. મોઘવારી, ભ્રષ્ટાચાર, દલિત, શોષિત, આદિવાસીના મૂળ જડ બેરોજગારી અને શિક્ષણ છે.સરકાર રાત દિવસ  ખડે પગે મહેનત કરી રહી છે. ભારત દેશ માં પ્રથમ પ્રધાન મંત્રી છે કે જે ૧૬ થી ૧૮ ક્લાક કામ કરે છે. એવા સંકટ સમયે એવી મોઘવારી અને બેરોજગારી આર્થિક તંગીના સમયે અહિં અધિકારીઓને મળતો વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ મુજબ કામોની સમીક્ષા કરવો જરૂરી છે. આજના ડિઝિટલ યુગ માં લઘુત્તમ માસિક વેતન અને કરાર આધારિત માં લાખો નાગરિકો યુવાનો રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વગર વિકાસ એક જુમલો છે. પરંતુ આજે બેરોજગારી અને મોઘવારી પાછડ સમાન કામ સમાન વેતન એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. એક ઈજનેર ૧૨ ક્લાક માં ૧૦ હજાર અને એક ને બે- ચાર કલાક ને લાખો રૂપિયા જેમા કોઈ ખાસ વળતર નથી. આજે ભારત દેશ માં પ્રતિભાની કોઈ કમી નથી.ત્યારે સાંમંજશષ્ય અને સમીક્ષા સીલિંગ પણ જરૂરી છે. ગુજરાત સરકારના નાણા વિભાગ સમયે સમયે કરકસર માટે પરિપત્ર જારી કરે છે. અહિં કરોડો રૂપિયાના પાણી ફકત મનોરંજન માટે ખર્ચ કરવામાં આવે છે. હવે ભારત અને ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ગંભીરતાથી સમીક્ષા કરી કાયદેસર કાર્યવાહી કરશે એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે.

Friday, July 24, 2020

નવસારી જિલ્લા પંચાયત કચેરી માં RTI 2005 અને RCPS 2013 ના કાયદો કોરોના ગ્રસ્ત .....! સર્વ શિક્ષણ અભિયાન લકવા ગ્રસ્ત..?

નવસારી  જિલ્લા પંચાયત  કચેરી માં RTI 2005 અને RCPS 2013 ની ઐસી કી તૈસી

                                                                                                           નવસારી જિલ્લા માં વિકાસ નો આધાર પ્રાથમિક શિક્ષણ માં આજે વર્ષોથી ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ રહી છે. જેમા ગુજરાત સરકાર દ્વારા ગરીબો,આદિવાસીઓ,મહિલાઓ,દલિતો,આર્થિક રીતે પછાત વગેરે માટે સર્વ શિક્ષા અભિયાન "સૌ ભણે સૌ આગળ વધે" એક સૌથી સારી યોજના છે. જેમા આજે વર્ષોથી સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેનો ખુલાશો એક આર.ટી.આઈ.૨૦૦૫ના માહિતી માં થઈ રહ્યો છે. અહિંના લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી ગેરજરૂરી સુવિધાઓ લેનાર અધિકારીઓને વારંવાર રૂબરૂ સરકારશ્રીના પરિપત્ર સાથે સમજ પાડવા છતા માહિતી કેમ આપવા માગતા નથી ? એ આજે સમજવો અઘરૂ નથી. આજે વર્ષોથી ગુજરાત સરકાર દૂર દરાજથી ગરીબ બાળકો માટેપ્રાથમિક શાળાથી ઘરેથી લઈ જવા અને લાવવા માટે એક એક પાછડ રૂપિયા ૪૦૦૦/- ખર્ચે છે. પરંતુ જમીની હકીકત આજે શું છે ? એનો જવાબ માં તપાસ કરતા મોટા ભાગના નાગરિકોને એવી સુવિધા હશે એ પણ સરકારી પ્રાથમિક શાળા માં... ખબર જ નથી. અને અહિં જિલ્લામાં સૌ થી વધુ બાળકો ગરીબ વર્ગ હોવાથી સરકારી પ્રાથમિક શાળાઓ માં જ ભણે છે. મળેલ માહિતી મુજબ કાયદેસર તપાસ કરાવવામાં આવે ત્યારે મોટો કોભાંડ બહાર આવશે એમા કોઈ શક નથી.
                નવસારી જિલ્લા પંચાયતની દરેક કચેરીઓ માં આજે સૌથી પહેલા એરકંડીશન ગેરકાયદેસર છે. ગુજરાત વિકાસ કમિશ્નર શ્રીના હુકમ અહિં અધિકારીઓ નહિ માનતા હોય ત્યારે મા.અ.અ.૨૦૦૫ માં માહિતી માગનારને દેશ દ્રોહી તરીકે કે બદનક્ષીનો દાવો માળતો હોય એમા નવાઈ નહિં. પરંતુ કોરોના જેવી મહામારી માં  સરકારી સેવાલયની સુવિધા મફત માં મળે છે કદાચિ એ ખબર નથી. જાણકારોના મંતવ્ય મુજબ અહિં જિલા પંચાયત માં ફકત પંચાયત જ થાય છે. ક્યાં થી કયા હિસાબે નાણા મળશે એના માટેના અધિકારીઓ ખરેખર અહિં કાબીલેતારીફ કામ કરે છે. જેથી કોઈ પણ સંજોગો માં કોઈ પણ બિલ ભલે ખોટુ હશે પણ હિસાબ કિતાબ બરોબર રાખે છે.
                       નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષે કરોડો રૂપિયા સરકાર શિક્ષણ માં ખર્ચે છે. સારામાં સારી શાળાઓ છે. શિક્ષકો અને અધિકારીઓ કાયમી ધોરણે છે. એક મુખ્ય અધિકારીનો વેતન લાખો રૂપિયા છે.  કાયદેસર શાળા માં શિક્ષકો  ગ્રેજુએટ છે. છતા આજે ભણતર બદથી બદતર છે. અહિં શિક્ષણ કચેરીમાં આજ સુધી કોઈ પણ જન હિતના કાયદા હોય કે એક સામાન્ય બોર્ડ લગાડવા ગુનો સમજવામાં આવે છે. અને સદર માહિતી માં પ્રથમ અપીલ અધિકારી તરીકે એક આઈ.એસ. અધિકારી છે. સરકાર દરેક સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ હોય કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ અહિ વર્ષોથી કોરોના ગ્રસ્ત છે. એક સામાન્ય અરજી નો જવાબ આપવો હોય કે મુખ્ય અધિકારી ને મળવો અહિં ગુનો સમજવા માં આવે છે.
                      શિક્ષણ વગર વિકાસ પંખ વગરના પંખી કે જલ વગરનો દરિયા સમાન છે. સરકાર ગમે એ સુવિધાઓ આપે પરંતુ શિક્ષણ માં કાયદેસર વિકાસ કે ભણતર સુધારવો માં કોઈ ને રસ નથી.આજે નવસારી જિલ્લા પંચાયત માં કાયદેસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ નથી. સર્વ શિક્ષણ અભિયાન કચેરી માં કોઈ જવાબદાર અધિકારી જ નથી. અહિં મોટા ભાગના કચેરીઓ રામ ભરોસે ચાલે છે. સદર માહિતી તપાસ માટે ગુજરાત ના મુખ્ય મંત્રી સાથે ગુજરાત તકેદારી આયોગ પાસે ન્યાય મેળવવા રવાના થઈ રહી છે.
                  ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે. હવે શિક્ષણ માં ભ્રષ્ટાચાર માં કાયદેસર તપાસ કરાવશે કે દારૂ બંદીની જેમ નવા નવા કાયદાઓ અને યોજનાઓ દીઠ કરોડો રૂપિયા મોકલશે એ જોવાનુ  બાકી રહ્યુ.

Monday, April 6, 2020

નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત અધિકારીઓ અન્ન બ્રમ્હ યોજનાની કામગીરી કાબીલેતારીફ કે........?

નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત અધિકારીઓ 
અન્ન બ્રમ્હ યોજનાની કામગીરી કાબીલેતારીફ કે........? 


નવસારી જિલ્લામાં આજે વર્ષો થી રોજગારીનો મોટા ભાગના તમામ ઉદ્યોગો બંધ થઈ ચુક્યો છે. મફતલાલ ,નવસારી કોટન , ટાટા વગેરે નવસારી જિલ્લા થી પોતાની મીલો જેમાં દસ હજાર થી વધૂ પરિવારોનો ગુજરાન ચાલતો હતો અને નવસારી માં રોશની હતી.હીરા ઉદ્યોગ પણ આજે નવસારી જિલ્લામાં ઓક્સિજન ઉપર છે.બિલ્ડરોની હાલત તદ્દન ઉતરતી કક્ષા પર પહોંચી છે. ખેડૂતોને વિગત વર્ષો માં  પાણીની સમસ્યા થી મોટો નુકસાન થયેલો છે. નાગરિકો એવી તમામ હાલતનો સામનો પહેલા થી જ કરી રહ્યા છે.જેમાં કોરોના ની મહામારી થી આજે વિશ્વ ત્રાહીમામ પોકારી રહ્યા છે. એવા સંકટ સમયે સરકાર એક માત્ર સહારો છે.અને સરકાર પણ દરેક વિકટ પરિસ્થિતિને સામનો કરવા તમામ આર્થિક સહાય કરવા માટે રાત દિવસ મહેનત કરી નવી નવી યોજનાઓ અને આર્થિક મદદ કરવા તૈયાર છે. પરંતુ વર્ષો થી નવસારી જિલ્લા એ અધિકારીઓ માટે મોટા ભાગે તાલીમ કેન્દ્રની સુવિધા પૂરૂ પાડે છે. જેમાં આજે તાલીમ લેનાર અને સેટિંગ ડોટ કોમ કે દસ કે બાર પાસ પરમોટેડ  અધિકારીઓને કોઈ નાગરિક ગરીબ  પણ હોઈ શકે એ જ ખબર નથી. સરકારની અન્ન બ્રમ્હ યોજના કોણે કહેવાય એજ ખબર નથી. અન્ન બ્રમ્હ યોજના આજે વર્ષો થી ચાલે છે. પરંતુ અહી નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત એક પણ અધિકારીને ખબર નથી. સરકારી રાશનની દુકાનોની આજે છેલ્લા ચાર વર્ષ થી કાયદેસર તપાસ થયેલ નથી. અને નવસારી જિલ્લાના તમામ પુરવઠા સંબંધિત અધિકારીઓનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થઈ ચુક્યો છે.જેમાં મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લાના તમામ પુરવઠા સંબંધિત અધિકારીઓ શોભાના ગાઠીયા સમાન ફકત ખાનાપૂર્તિ એ પણ અધુરો કરેલ છે.  આજે નવસારી જિલ્લામાં દારૂ બંદીનો કાયદોની જેમ જ પુરવઠા વિભાગ વર્ષો થી ચાલી રહ્યો છે. જેમાં આજે ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, દલિતો, બેરોજગાર ભાઈ - બહેનો આર્થિક રીતે પછાત વગેરે તમામ શબ્દો નેતાઓને ચુટણી માટે રિજર્વ અને જીવતો રાખવામાં આવે છે. આજે પુરવઠા સંબંધિત તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે તમામ કામગીરીનો પર્દાફાશ થઈ ચુક્યો છે.હવે શાસન પ્રશાસનના સર્વોચ્ચ હોદ્દેદારો એવા સંકટ સમયે ગરીબો આર્થિક રીતે પછાત વર્ગોની મદદ કરશે કે બાપુ દર્શનમાં વધારો કરશે એ આજે લોક ચર્ચામાં રાહ જોવાઇ રહ્યુ છે.


Monday, June 3, 2019

ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ નવસારી માં આરટીઆઈ કી એસીકીતૈસી ..? ગાંધીનગરના મુખ્ય અધિકારી રાજીનામું આપશે ખરા...!

ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ નવસારી માં આરટીઆઈ કી એસીકીતૈસી ..?
 ગાંધીનગરના મુખ્ય અધિકારી રાજીનામું આપશે ખરા...!
ગુજરાત રાજ્યમાં એક કચેરી જીપીસીબી જેમાં ગુજરાતી ભાષા માં આરટીઆઈ પ્રો- એક્ટિવ ડિસ્કલોઝર ની માહિતી ઉપલબ્ધ નથી...! જવાબદાર કૌણ...? આજે સંપૂર્ણ વિશ્વમાં ગુજરાત અને ગુજરાતી ભાષાનો એક અલગ પ્રભુત્વ છે. ભારતદેશના સૌથી વિકસિત અને સમૃદ્ધ પ્રદેશ ગુજરાત છે. અને દરેક પ્રદેશ માં પ્રાદેશિક ભાષાનો એક મહત્વપૂર્ણ સ્થાન હોય છે. અને દરેક નાગરિકોને પોતાની માતૃભાષા ઉપર ગૌરવ હોવુ જોઈએ. પરંતુ જમીની હકીકત માં નવસારી જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ માં એક સામાન્ય માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ જે આજે ૧૪મો વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.આજે પણ સદર કચેરી માં ગુજરાતી ભાષાનો કોઈ અસ્તિત્વ નથી. સદર કચેરી માં કાયમી ધોરણે સમાચાર પત્રો માં ભ્રષ્ટાચારનો અહેવાલની જમીની હકીકત જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયદા મુજબ એક જન હિતથી સંકળાયેલ આરટીઆઈ અગેન્સ કરપ્શન કલમ ૨4 મુજબ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેમાં ગુજરાત માહિતી આયોગ કમિશનર ના હુકમ મુજબ દરેક કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમને ગંભીરતા થી નોધ લેવા ૨૦૧૩ માં સ્પષ્ટ સૂચના આપેલ અને દરેક કચેરી માં પ્રો એક્ટિવ ડિસ્કલોઝર અદ્યતન કરાવી ૧૫ મે સુધી પ્રો એક્ટિવ ડિસ્કલોઝર રાખવો ફરજિયાત છે. છતા નવસારી જિલ્લામાં સદર કચેરી માં એવા કોઈ પણ નિયમનો પાલન કરવામાં આવતો નથી. તારીખ ૨૩ જન્યુઅરી ૨૦૧૯ના રોજ નવસારી જિલ્લા કલેકટર શ્રીને સદર બાબતે ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એક હુકમ માં પણ જણાવ્યું છે નવસારી જિલ્લામાં સદર બાબતે કાયદેસર દરેક કચેરી માં પીએડીની વ્યવસ્થા કરાવવો . નવસારી જિલ્લાની ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ માં જિલ્લા કલેકટર કે રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રીનો કાયદેસર અપમાન કરવામાં આવી રહ્યો છે. સદર કચેરી માં જનહિત લક્ષી કામો માટે કોઈ સ્થાન નથી. સમાચાર પત્રો માં ભ્રષ્ટાચાર માટે પ્રસિદ્ધ થતા અહેવાલની અહીં કોઈ માન્યતા નથી. આરસીપીએસ ૨૦૧૩ નો એક બોર્ડ લગાડવા અહીં ગુનો છે.લઘુતમ માસિક વેતન ધારો અહીં લાગુ પડતો નથી. ગુજરાતી ભાષાનો અપમાન કરતી કચેરી માં અધિકારીઓ કેવી રીતે નિમણૂંક કરવામાં આવેલ છે.એના માટે સદર કચેરી માં નિમણૂક પત્ર પણ ઉપલબ્ધ નથી.નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા માં એક એન્જીનીયર કોઈ પણ ડિગ્રી વગર ચાર વર્ષ કામ કર્યું છે. નવસારી નગરપાલિકાના એક અધિકારીની ડિગ્રી પર આજે પણ કેશ ચાલુ છે. નિમણૂક નવસારી માં થયુ હોય ત્યારે નવસારી માં એક પ્રતિ હોવુ જરૂરી છે. આજે ગુજરાત માં અંગ્રેજી ભાષાનો જાણકારનો એક સર્વે મુજબ ટકાવારી પણ આવતી નથી. ત્યારે સદર કચેરી માં સામાન્ય નાગરિકોના હિત માટે કોઈ કાર્યવાહી કેવી રીતે થતી હશે. આજે સદર વિભાગના એવા અધિકારીઓ ના કામોથી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અરજદાર દ્વારા માગવામાં આવેલ માહિતીનો જવાબ અંગ્રેજી ભાષામાં છે એ પણ અધુરી અને બિન જરુરિયાત જેની ગુજરાત જ નહીં કાયદેસર ભારત સરકાર માં કોઈ માન્યતા નથી. અંગ્રેજી ભાષાનો પાવર બતાવવા એ ગુનો છે. અહીં ફકત અરજદારો ને અંગ્રેજી ભાષામાં માહિતી બતાવી ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. આરટીઆઈ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઓડિટ કરાવેલ જ પીએડી માન્ય ગણાશે. ઓડિટ કરવા કે કરાવવા માટે સદર કચેરી માં અધિકારીઓને પણ ખબર નથી. અહીં દરેક માહિતી બિન જરૂરી ફકત અંગ્રેજી માં ઉપલબ્ધ છે. પ્રાદેશિક ભાષામાં જ ઉપલબ્ધ કરાવાનો કાયદો અહીં અધિકારીઓને ખબર નથી અને કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. એક માહિતી ના અન્ય મુદ્દો ના જવાબ માં ફકત અરજદાર ને ગુમરાહ કરવા માટે નગરપાલિકા ઓ દ્વારા થતો પ્રદૂષણ માટે છેલ્લા કેટલાક વર્ષો થી અહીં કોઈ કામગીરી કરવામાં કેમ નથી આવતી એ અહીં લખી શકાય નહીં. સમાચારની ગંભીરતા થી નોધ લઈ ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી અને નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી સદર કચેરી ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુજરાતી ભાષાનો પ્રભુત્વ જાણવી રાખશે ખરા..? જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Friday, October 12, 2018

Navsari Jilla All Government Head Officers work for Poor people,- like- Contract workers, Security, Computer Operator, Driver, Swiper, and others..

Navsari  Jilla  All Government Head Officers work for Poor people,- like- Contract workers, Security, Computer Operator, Driver,  Swiper, and others..

The President Of Paryavaran and Manav Adhikar  Sanstha, Dr. R. R. Mishra, from last six month given RTI and also given latters to the all government offices for “ THE CONTRACT LABOUR( REGULATION AND ABOLITION) ACT, 1970 for The workers working in government offices working in class 3 and 4 as – contract workers, computer operator, driver, swiper and other worker.
                The Government officers like Town Planner has given in answer to the Collector of Navsari that in his office all class -3 & 4 workers are not directly recruitmented they all are allocated from Agency named D.R.Enterprize, Mahesana. So they are not responsible for their Salary regarding and query. However In the act of “ THE CONTRACT LABOUR( REGULATION AND ABOLITION) ACT, 1970, ACT NO.37 OF 1970’ mentioned that  (i) in relation to any office or department of the Government or a local authority, the head of that office or department or such other officer  as the Government or the local authority, as the case may be, may specify in this behalf.
            In DDO office navsari the officer has transferred the latter to the offices working under it for this matter but the in reality the matter comes from that in DDO office working Computer Operator, Security guard, swiper, etc are not getting their salary in base of above mention act named “Minimum Monthly Wage Law” and also in other offices like Collector Office, TDO office, SDM office, Talati office, Mamlatdar office all are not giving salary in “Minimum Monthly Wage Law”.
      So is this Government office apply this “Minimum Monthly Wage Law”  after read this  or…?

Tuesday, September 25, 2018

સરકારી શિક્ષણ વ્યવસ્થા અને મહિલા શિક્ષિકા પાસે BLO ની કામગીરી...!

ગુજરાત માં કેગના સર્વે મુજબ વર્ષોથી શિક્ષણ સૌથી ઉતરતી કક્ષાનો છે. જેમાં આજે જવાબદાર કૌણ છે. સમજવું અધરૂ છે. દિલ્હીમાં સરકાર શિક્ષણ માંટે એક દાખલો છે. પરંતુ અહીં સરકાર કે પ્રશાસન ક્યાં છે. એ શોધવુ દરિયા માં થી મોતી કાઢવો જેવો છે. હાલમાં મહિલા શિક્ષિકા બહેનો સાથે BLO ની કામગીરી દરમિયાન  થતો ગેરવર્તન માટે જવાબદાર કોઈ અધિકારી નથી. કાયદા અને નવસારી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુનીલ પટેલ દ્વારા એક આરટીઆઈના જવાબ માં કરેલ હુકમ મુજબ શિક્ષણ સમય દરમિયાન અહીં BLO ની કોઈ પણ કામગીરી કરવામાં આવતો નથી. અને સરકારના કાયદા મુજબ ખાસ કરીને મહિલાઓ ને શાળા છૂટ્યા પછી સાજે જેતે કચેરીના સમય બાદ રોકી શકાય નહીં. ત્યારે હવે બી એલ ઓની કામગીરી કયારે કરવામાં આવે છે. એનો જવાબ કૌણ આપશે..? સરકાર મહિલાઓની સુરક્ષા અને શસકતીકરણની વાતો કરે છે. જમીની હકીકત માં સરકાર અને પ્રશાસન જોવા રાજી નથી. હવે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓ માં મોકલી રહ્યા છે. હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં મધ્યમવર્ગીય વાલીઓ પણ પોતાના બાળકો ને ખાનગી શાળા ઓ માં જ મોકલી રહ્યા છે. પ્રાથમિક શાળા ઓ મા બાળકો પાસે સાફ સફાઈ કાયમી ધોરણે લેવામાં આવે છે. અને ખાનગી શાળા ઓ માં એના માટે કર્મચારીઓ કામ કરે છે. સરકારી શાળાઓ માં મુખ્ય શિક્ષક પાસે એક પટાવાળા અને કારકૂન ના કામો લેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ માં જુદા જુદા કામો માટે કર્મચારીઓ છે. પ્રાથમિક સુવિધાઓ માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. આજે પણ બેસવા માટે આસન પટા મોટા ભાગની શાળા ઓ માં વ્યવસ્થા નથી. ચોખ્ખું પાણી નથી. કોમ્પ્યુટર શિક્ષણનો અભાવ છે. શિક્ષણ આપનાર શિક્ષકો પોતાની મરજી મુજબ જ હાજરી આપે છે. તપાસ કરનાર અધિકારીઓ ની મિલીભગત જોવા મળે છે. ડિઝિટલ જેવા કશું નજરે નથી પડતો.  હવે સરકાર ગુજરાત માં શિક્ષણ જયારે નીચલા ક્રમે પહોંચી ગયા છે. વિકાસનો આધાર જ કમજોર છે. ત્યારે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા ફકત નેતાઓના ભાષણો કે મોટી મોટી ફાઇલો માં બેનરો માં જોવા મળી શકે છે. એનો એક કારણ શિક્ષણ માં રાજનીતિ થઈ રહી છે. હવે વિકાસ માટે રાજનીતિ માં શિક્ષણની જરૂર છે. અહીં હવે અધિકારીઓ પણ મોટા ભાગે લાયકાત થી નહીં આરક્ષણ અને લાગવક જૂની પરંપરા થી ભરતી કરવા માં આવે છે. દસ પાસ મામલતદાર તલાટી થી ડીડીઓ અગુઠા ટેક મંત્રી નગરસેવક હોય ધારાસભ્ય સંસદ હોય કે મંત્રી  જયાં સુધી  શિક્ષણ વગર આવશે  ત્યાં સુધી વિકાસ ભ્રષ્ટાચારના મકાન માં જ મળશે. હવે સરકાર ના સંબંધિત નેતાઓ અને અધિકારીઓ વિદ્વાનો જાગૃત નાગરિકો મીડિયાના જાબાજ ભાઈ અને બહેનો સાથે જાગૃત નાગરિકો  આજે દરેકે દરેક ને જાગૃત થવાની જરૂર છે.
નવસારી જિલ્લાનાના સમાહર્તા શ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે નવસારી જિલ્લાના પોલીસ અધીક્ષક શ્રી સદર બાબતો માં વિચાર વિમર્શ કરી મહિલાઓના હિત  માટે કાર્યવાહી કરશે  જેની આજે એની રાહ જોવાઈ રહી છે.

Saturday, September 22, 2018

गुजरात में मंत्रियों और विधायकों का वेतन बढ़ा ----सेवक प्रधान सेवक के अच्छे दिन आ गये

गुजरात में मंत्रियों का वेतन अब एक लाख 32 हजार तथा विधायकों को वेतन अब एक लाख 16 हजार हो गया है।

सेवक प्रधान सेवक के अच्छे दिन आ गये

 गुजरात विधानसभा में बुधवार को विधायक व मंत्रियों की वेतन वृ्द्धि से संबंधित विधेयक सर्वसम्मति से पारित हो गया। मंत्रियों का वेतन अब एक लाख 32 हजार तथा विधायकों का वेतन अब एक लाख 16 हजार रुपये हो गया है। वेतन वृद्धि दिसंबर, 2017 से लागू होगी।
गुजरात के गृह राज्यमंत्री प्रदीप सिंह जाडेजा ने गुजरात वेतन भत्ता संशोधन विधेयक 2018 को सदन में पेश किया। राज्य के विधायकों का वेतन पहले 73 हजार रुपये थे, जो करीब 40 हजार बढ़कर एक लाख 16 हजार तथा मंत्री, सचेतक आदि का वेतन 86 हजार से बढ़कर एक लाख 32 हजार रुपये हो गया है।

विधायक व मंत्रियों को सरकार करीब साढ़े छह करोड़ रुपये का एरियर देगी। वेतन वृद्धि से सरकार की तिजोरी पर दस करोड़ का अतिरिक्त बोझ पड़ेगा। विधानसभा की ओर से बढ़ाया गया वेतन सदस्यों को दिसंबर 2017 से मिलेगा।

इस बीच, कांग्रेस के एक विधायक ने विधायकों के करीब 43 हजार तथा मंत्रियों की वेतन वद्धि करीब 45 हजार को भी नाकाफी बताया है। वहीं, कांग्रेस के ही दूसरे विधायक ने सदन के बाहर आकर कहा कि जब तक राज्य में किसानों के कर्ज माफ नहीं होंगे, वे वेतन वृद्धि स्वीकार नहीं करेंगे। जबकि 182 सदस्यों वाले सदन में किसी भी सदस्य ने वेतन वृद्धि का विरोध नहीं किया।
 

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...