નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....!
આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી રાજૂ ગુપ્તા અને વહીવટી માં ભાવના બેન જેની સરકાર સેવા સમાપ્ત અને રિટાયર થયેલ છે.
ડિજિટલ ઇન્ડિયા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,સી આર પાટીલ અને પ્રમુખ શ્રી જીગીશ શાહ શુભ સંદેશ માં પોતાના મંતવ્યો આપેલ છે. અને ખરેખર ડિજીટલ ઇન્ડિયા માં દર રોજ માહિતી અપડેટ કરવા માટે સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. અને વહીવટી માળખું કે દર રોજ દરેક વિભાગો માં થતા તમામ પ્રકારના કામો ને વેબસાઈટમાં મુકવો ફરજીયાત છે. જેની એક ઝલક આજે તારીખ ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ www navsarivijalporemuncipalty.in પર થી લેવા માં આવેલ છે.
નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે. ડાન્સિગ ફુવારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બ્લોગ હોય કે ગોબરગેસ પ્લાન પહેલા થી જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલ છે. કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ માં હાલ કાર્યરત મુખ્ય અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી પોતે તત્કાલીન ચીફ ઓફિસર શ્રી રમેશભાઈ જોષીને ગુનેગાર સાબિત કરેલ હતા. અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર શ્રી ને કાર્યવાહી માટે કલેકટર શ્રી તપાસ રિપોર્ટ આપેલ હતા આજે એજ અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા પોતે કરી રહ્યા છે. આરટીઆઇ એકટ હેઠળ આપેલ માહિતી માં પોતે માહિતી આપી કબુલ કર્યું છે કે અમે કોઈ પણ તપાસ કરેલ નથી. સરકાર ના એક પરિપત્ર મુજબ નગરપાલિકા હદ માં તમામ બાંધકામો ની મુલાકાત કરી એક રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. પરંતુ જમીની હકીકત માં ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી સાથે ગુજરાત રાજ્ય વિજીલેન્સ કમિશનર શ્રી, એડમીનીસ્ટ્રેશન મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા લેખિત આદેશ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ને કરવામાં આવેલ છે. પરંતુ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત શ્રી અરવિંદ વિજયન સાહેબ પોતાના હોદ્દો ના દુરૂપયોગ કરી રહ્યા છે. અને તમામ હુકમો તપાસ કરી રિપોર્ટ કરવા બદલે જેની સામે આક્ષેપ હોય એમને ક્યા કાયદા મુજબ તપાસ કરવા લખે છે એ આજે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર યુગ માં સમજવો મુશ્કેલ છે.
આજે નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર ૪૨૦ દિવસ પાછળની માહિતી ઉપલબ્ધ છે. એ બધા જ જ્યારે ભ્રષ્ટાચાર સાથે સંલગ્ન હોય ત્યારે એ લખવા માટે શબ્દકોશ માં શબ્દ જ નથી.
No comments:
Post a Comment