નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર :
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :
નવસારી જિલ્લાના ચીખલી દિનકરભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' શુભારંભ કર્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, 'આઝાદીનો અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન વંદે ગુજરાત રથ યાત્રા ' દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતના વીસ વર્ષના વિકાસની ગાથા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને નવસારી જિલ્લાના ગામેગામ પહોંચી લાભાર્થીઓને લાભો આપવામાં આવશે. ગ્રામજનોને એલ.ઇ.ડી.ના માધ્યમથી માહિતીસભર ફિલ્મો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવશે. વંદે ગુજરાત રથ યાત્રા' માં વ્રુક્ષારોપણ, રોપા વિતરણ,પ્રભાત ફેરી ,પ્રાકૃતિક કૃષિનો પ્રચાર,આરોગ્યલક્ષી કેમ્પો, આયુષ્યમાન ભારત, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, નિબંધ સ્પર્ધા, ખેડૂતોના વીજ જોડાણ,પ્રમાણપત્રો,પશુપાલન વિભાગની યોજનાઓ વિગેરે લાભ/સહાય વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહે સરકારશ્રીની વીસ વર્ષની દરેક ક્ષેત્રમાં કરેલી સિધ્ધિ એટલે વંદે ગુજરાત વિકાસયાત્રા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી બન્યા બાદ આજે સમગ્ર દેશ અને દુનિયામાં વિકાસનો ડંકો વગાડયો છે.
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રાજય સરકારે વીસ વર્ષમાં દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. પીવાના પાણી, આરોગ્યક્ષેત્રે જેવી અનેક પ્રજાજનોની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ ગામેગામ પહોંચાડી છે.
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે નવસારી જિલ્લાના ૧૩- ખુંધ જિલ્લા પંચાયત સીટમાં કુલ ૨૬૦.૧૦ લાખના ૮૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૮૭.૭૭ લાખના ૮૦ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૨૦- સમરોલી જિલ્લા પંચાયત સીટના કુલ રૂા.૧૯૬.૧૫ લાખના ૬૩ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂા.૩૧૭.૯૪ લાખના ૭૧ કામોનું લોકાર્પણનો લાભ પણ જિલ્લાને મળવા પામ્યો છે. સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી મયંકભાઇ પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી નલવાયા તેમજ મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપિસ્થત રહયાં હતાં.
No comments:
Post a Comment