Sunday, June 28, 2020

નવસારી જિલ્લામાં કોરોના મરીજોની ભરમાર ..!આરોગ્ય વિભાગ ગેરકાયદેસર એસી માં થી વહાર આવશે ખરા..!ગરીબ દર્દીઓ રાહ જોવી રહ્યા છે...

   
નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે વર્ષો થી લકવાગ્રસ્ત છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે ભ્રષ્ટા ચાર માં વ્યસ્ત છે. કોરોના દર્દીઓના ઘરે કોરોન્ટાઇન કરવા ફકત એક પ્રાન્ત અધિકારી કાયમી ધોરણે જોવા મળે છે. બાકી વિભાગોના ફકત ખાનાપુર્તિ ફકત એક સામાન્ય કર્મચારીઓ જ આવે છે. લાખો રૂપિયા દર માસે વેતન સાથે બિન જરૂરી ગેરકાયદેસર એસી અને રાજાશાહી જેવી સુવિધાઓ લઈ રહ્યા જિલ્લા આરોગ્ય અધિકારી અને એમની ટીમના તબીબો કે એક ડોક્ટર આવી શકતો નથી. લોકચર્ચા મુજબ શું એવા અધિકારીઓને વેતન પાડોશી દેશની સરકાર ચુકવે છે. કોરોના જેવી મહામારી માં પાડોશી દેશ વાળી ટીમને ગુજરાત સરકાર કેમ પોશી રહી છે. એ સમજવો અઘરુ છે. પરંતુ આરોન્ગ વિભાગને આજે જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર કે ભારત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. એમને મળતો વેતન રાજાશાહી જેવી સુવિધા સાથે ગેરકાયદેસર કચેરી માં એરકંડીશનના બિલ ગુજરાતના ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો, દલિતો, રાત-દિવસ ખૂન પસીના એક કરનાર મજુરો , શોષિતો, આર્થિક રીતે પછાત સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોની મહેનતના છે. નવસારી જિલ્લા માં આ રોગ્ય વિભાગની કચેરી ઓ ગુજરાત વિકાસ કમિશનર દ્વારા નોટિસ પાઠવ્યા છતા એક પણ એસી અજુ સુધી કાઢવામાં નથી આવી.નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ધર્મશાળા ની જેમ ફકત એમની મરજી મુજબ જ કચેરીમાં એમની ઇચ્છા થી જ આવે છે. કચેરી સમયે હાજર રહેવો પણ ગુનો સમજે છે.તપાસ કરતા એના કચેરી થી જણાવ્યા મુજબ એ મોટો અધિકારી છે કોઈ ને પૂછવાનો હક નથી. અને એવા અધિકારીઓ ટેલિફોન ઉપાડવા માં પણ ગુનો સમજે છે. મળેલ માહિતી મુજબ વર્ષોથી એ બધા રાજાશાહી ભોગવી રહ્યા છે.એ બધા ની બદલી કરવાની ગાધીનગર સુધી ની કોઈની હિમ્મત નથી.કોઈ એનો પર્દાફાશ કરે કે ફરિયાદ કે અરજી પણ કરે ત્યારે પોલીસ વિભાગ કે અન્ય દ્વારા ખોટા કેશો કરાવે છે.કચેરી માં સમયસર હાજર રહેવો ગુનો સમજતા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કોણ કરશે.? એની આજે જાહેર જનતા પણ રાહ જોઈ રહી છે.
 નવસારી જિલ્લા માં આજે કોરોના માં મોટા ભાગે સૂરત માં નોકરીયાત મજુરોની સંખ્યા વધુ છે. નવસારી માં બેરોજગારી આજે ચરમ સીમાએ રાજ કરી રહ્યો છે. જેથી રોજી રોટી માટે પેટના ખાડો પૂરવા આજે સૂરત માં કોરોનાના અતિ સંક્રમણ જેવા સુરત શહેર માં જવો એક મજબૂરી છે. જે ખરેખર નવસારીના ઉદ્યોગ પતિઓ અને પોતાના રાજનેતા માનતા નેતાઓ માટે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક છે. કરોડો રૂપિયા દર વર્ષે સરકાર ફકત રોજગારી માટે ખર્ચ કરી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આજે વર્ષો થી વિકાસ માટે કેટલીક યોજનાઓ અમલમાં લાવી છે. પરંતુ જમીની હકીકતના કોરોના આજે તમામના પર્દાફાશ કરી રહ્યો છે. આજે સરકારી બાબુઓ પોતાની જાન બચાવવા માટે બહાર આવી શકતા નથી. સામાજિક સંસ્થાઓ પણ શાંત છે.અગાઉ બે માસમાં છ દર્દીઓ હતો ત્યારે બધા જ ધમપછાડા કરતા હતા. હવે એક દિવસ માં દસ દસ દર્દીઓ કોરોના પોજીટિવ છતા નજરે નથી પડતા.હવે જ્યારે ખરી જરૂર છે ત્યારે ફોટો પડાવવા માટે શાસન અને પ્રશાસનિક અધિકારી ઓ જેની ખરેખર જરૂર છે જેનો વિભાગ છે એવા આરોગ્ય વિભાગના અધિ કારીઓ અદ્રશ્ય છે. કોરોના કાલ માં આરોગ્ય વિભાગના અધિ કારીઓ જેની આજે વર્ષો થી જવાબદારી છે એ નજરે નથી પડતા. પ્રાન્ત અધિકારી હોય કે મામલતદાર ,નગરપાલિકા હોય કે પોલીસ વિભાગ એમાં એક પણ તબીબ ડોક્ટર કે કોરોના સંબંધિત કોઈ જાણકાર કે જવાબદાર નથી . અને એવા દરેક વિભાગ સાથે તબીબી કે ચિકિત્સા સાથે કાયદા મુજબ કોઈ લેવા દેવા નથી.કોરોના થી બચવા માટે માર્ગદર્શન આપવો એના પરિવાર કે આજુ બાજુના રહીશોને માર્ગદર્શન આપવો તપાસ કરવો રોગ પ્રતિકારક શક્તિ માટે દવાઓ આપવો એ ખરેખર આરોગ્ય વિભાગના જ કામો છે. આરોગ્ય વિભાગ સિવાય તમામ વિભાગના અધિકારી ઓ એ રાત દિવસ નોકરી કરી રહ્યા છે. અને જાગૃત નાગરિકો વિદ્વાનોના મંતવ્યો કોરોના માટે આરોગ્ય અધિકારીઓ માટેના વપ રાતા શબ્દો લખી શકાય નહીં. નવસારી જિલ્લાના જિલ્લા કલેકટર શ્રી અને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જેવા અધિ કારીઓ જેને એવા મહા મારી જેવા સંકટ સમયે પોતાની સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જરૂર છે.નવસારી જિલ્લાના તમામ નાગરિકો આજે નવસારીના ગરીબ નાગરિકો રાહ જોઈ રહ્યા છે. કોરોના જેવી મહામારી માં ગરીબો ની મદદ સાથે એવા અધિ કારીઓ જે આજે આર ક્ષણ, બાપુ દર્શન , પરમો શન કે રાજકીય સત્તાની ઓળખ થી આવેલ છે એવાની ખરી જવાબદારી ફરીથી યાદ કરાવશે એની આજે સમયની માંગ સાથે ખાસ જરૂર છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...