Sunday, August 30, 2020

નવસારી જિલ્લામાં પત્રકારો અને પોલીસ બચ્ચે સંઘર્ષ થી દારૂ શરાબના વિજનેશ માં બેરોજગારી વધવાની શક્યતા !

નવસારી જિલ્લામાં પત્રકારો અને પોલીસ બચ્ચે  સંઘર્ષ થી દારૂ શરાબના વિજનેશ માં બેરોજગારી વધવાની શક્યતા  !

            નવસારી જિલ્લામાં આજે વર્ષો થી દારૂ શરાબ દેશી વિદેશી દારૂનો વેચાણ મોટા પાયે ચાલી રહ્યો છે. એ ફકત નવસારી માં જ નહીં સંપૂર્ણ ગુજરાત કે દેશ માં વેચાણ થાય છે. ગુજરાત રાજ્ય અગાઉ મહારાષ્ટ્ર માં થી સારા વહીવટ થાય અને વિકાસ સમૃદ્ધિ માટે અલગ કરવામાં આવેલ છે. આજે પણ મહારાષ્ટ્ર માં કાયદેસર દારૂ શરાબનો વેચાણ થઈ રહ્યો છે. દેશના મોટા ભાગના તમામ રાજ્યો માં વેચાણ કાયદેસર થાય છે. અને સરકાર ને એક મોટો રેવન્યુ ખાસી મોટી રકમ મળે છે. અને એ આદિકાળથી ચાલતી પરંપરા છે. એ ખરેખર બંધ કરી શકાય નહિ. આજે કોરોના વાયરસ એક મહામારી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઘોષિત કરવા થી કરોડોની સંખ્યામાં બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. અને એ સંખ્યામાં અજુ વધારો થયા જ કરશે. મોટી મોટી મીલ ફેક્ટરીઓ આજે બંધ છે. સરકાર આજે રેલ હોય કે હવાઈ જહાજ, પોષ્ટ હોય કે ટેલિફોન વિભાગ, બેંક સુધી ભાડે થી પોતાની ભાગીદારી માં ખાનગીકરણ કરી રહી છે. આજે દેશ હોય કે રાજ્ય, મહાનગર હોય કે નવસારી જેવા એક સામાન્ય જિલ્લા દરેકની હાલત દરેક ક્ષેત્રે બદથી બદતર જોવા મળી રહી છે.નવસારીજિલ્લામાં પહેલા થી જ રહેવાસીઓ  માટે રોજી -રોજગાર માટે મફતલાલ મીલ,નવસારી કોટન કે ટાટા વર્ષોથી બંધ થઈ ચુકી છે. રત્ન કલાકારોની હાલત પણ તદ્દન ખરાબ છે. નવસારી જિલ્લા માં મોટા ભાગની ફેક્ટ્રીઓ ફકત મજુરી કામ કરે છે.અને દારૂ -શરાબના ધંધા માં આજે દારૂ બંદી હોવા છતા હજારો નાગરિક સંકળાયેલ છે.ખોટી તો ખોટી પણ રોજી ખરી. પુરાવા સ્વરૂપે છેલ્લા ૫ વર્ષનો થયેલા કેશોના રેકોર્ડ જોઈ શકાય છે. છતા અમો ફકત હકીકત લક્ષી મળેલ માહિતી મુજબ સમાચારો લખી રહ્યા છે. એનો કોઈ પણ પ્રકારથી સમર્થન આપી શકાય નહિ. છતા એવી હાલત જ્યારે ભારત દેશ જ નહિ મોટા ભાગે વિશ્વ માં સર્જાય રહી છે ત્યારે દરેકને સંગઠિત થઈ ને રહેવા જોઈએ. આજે કોરોના જેવી મહામારી એ દેશના હજારો સુરક્ષા વિભાગથી પોલીસ કર્મીઓને ભોગ લીધેલ છે.સુરક્ષા વિભાગના દરેક નાના મોટા કર્મચારી હોય કે અધિકારી એ કોઈ પાડોશી દેશ કે મંગળ ગ્રહના નથી. એ આપણા સમાજ દેશના એક નાગરિક જ છે. અને એક અલગ કલરના કપડા કે યુનીફોમ પહેરી લેવા થી માલિક બની જતો નથી. આજે એ પણ દરેક વેતન સાથે સુવિધા લેનાર દરેક ને સમજવો જરૂરી છે કે કોઈ પણ નાગરિક જે સરકાર પાસે વેતન સ્વરૂપ માં એક પણ રૂપિયા લઈ રહ્યા છે એ દરેક નોકરશાહ છે.અને એમને મળતો વેતન ગરીબ થી ગરીબ સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોની મહેનત મસકકત અને ખૂન પસીનાની કમાણીના છે.ગુજરાત સરકાર આજે પણ મોટો દેવામાં છે. ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી.
પોતાની માનવતા ફરજ કે ઇન્સાનિયત ભૂલવો જોઈએ નહિ.આજે એ મહામારી ગમે ત્યારે કોઈ પણ નાગરિકનો ભોગ લઈ શકે છે. એવા સમયે એક બીજાનો સહકાર દુવા આશીર્વાદ જ કામ આવી શકે છે. સહકાર મિત્રતા પારસ્પરિક ભાવ ખુશી આનંદ જીવનનો આધાર છે. એ કોઈ પણ સંજોગો માં ગુમાવી ન શકાય.  

Saturday, August 22, 2020

સૂરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ.....સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલથકી સલામતી માસની ઉજવણી પાંચ દિવસમાં ૧૫ જેટલી ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલો યોજાઈઃસુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:

 

સૂરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ

સુરતઃશુક્રવાર: સુરત સહિત દેશભરમાં ધીમે ધીમે છુટછાટો સાથે ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી સખ્યામાં શ્રમિકો સુરત આવી રહ્યા છે. હાલ સુરતના કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આવા સમયે ફરીથી કોરોનાનું સંક્રમણ વધુ ન  થાય તેમજ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને નિયત્રિત કરવાં માટે બહારથી સુરતમાં પ્રવેશ કરતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર કામરેજ વિસ્તારના વાલક ચાર રસ્તા તેમજ પલસાણા ભાટિયા ચાર રસ્તા પર કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

            જ્યાં સુરત  બહારના અન્ય પ્રાંત તથા જિલ્લાઓમાંથી આવતા લોકોને થર્મલ ગન દ્વારા ચેકીંગ કરી જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરી જરૂરી દવા આપવામાં આવે છે ઉપરાંત જરૂર જણાય તો સ્મીમેર અથવા નવી સિવિલ હોસ્પીટલમાં રિફર કરવામાં આવે છે. આ સેન્ટર ઉપર રોજના ૮૦૦ થી ૯૦૦ લોકોની પૂછપરછ કરી ક્યાંથી આવે છે અને સુરતના કયા વિસ્તારમાં જઈ રહ્યા છે તેમજ કેટલા દિવસ સુરતમાં રોકાવવાના છે તેવી તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

વાલક પાટીયા ખાતે ફરજ પર હાજર ડો. વિશાલ પટેલે જણાવ્યું કે, જે પણ લોકો સુરત બહારથી આવે છે તેમના અહી ચેકીંગ કરીને જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. રીપોર્ટ મુજબ યોગ્ય સલાહ સૂચનો આપી હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.

  પલસાણા ચોકના રેપીડ ટેસ્ટ સેન્ટરના લેબ ટેકનીશીયન પરેશ પટેલ જણાવ્યું કે, સુરત બહારથી આવતા લોકોના સેમ્પલ લઈ ત્વરિત ટેસ્ટ કરવામાં આવે છે. જો પોઝીટીવ રિપોર્ટ આવે તો તેમણે સિવિલ અથવા સ્મીમેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવે છે.

મહારાષ્ટ્રથી આવતા યોગેન્દ્ર નિશાદ તથા તેમના ભાઈ દેવેન્દ્ર નિશાદને પલસાણા રેપીડ ટેસ્ટ સેન્ટર ઉપર ચેક કરતાં તેઓ ડીંડોલી વિસ્તારના સોમનાથ નગરના રોકાણ કરવાના હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક તેમનો રેપીડ ટેસ્ટ કરતાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને આગળની સલાહ સૂચનો આપી સુરતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. યોગેન્દ્ર નિશાદ જણાવે છે કે, સુરત અમારી કર્મભૂમિ છે લોકડાઉન થતા અમે અમારા વતન ગયા હતા. હાલ પરિસ્થિતિ સારી થતા ઉદ્યોગ ધંધા ચાલુ  થયા છે અને રોજગારી માટે પાછા સૂરત આવ્યા છીએ. સરકાર દ્વારા સ્વાસ્થ્યની જે કાળજી લેવામાં આવી રહી છે તે બદલ તેમણે સરકારનો આભાર માન્યો હતો.     

 

૮૧ વર્ષના સાવિત્રીબેન શર્માએ ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી


સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરતના ૮૧ વર્ષના  સાવિત્રીબેન શર્માએ દસ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દાદીમાંએ સાબિત કર્યું કે જિંદગી અને કોરોના વચ્ચેના જંગમાં હું પણ કોરોના વોરિયર.. છું. પરિવારના માનવામાં આવતું ન હતું કે ફરીવાર દાદીમાં સહીસલામત ઘરે આવશે.

        મૂળ રાજસ્થાનના ફતેહપુરના વતની અને હાલ પર્વતપાટિયા વિસ્તારના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા સાવિત્રીબેન શર્માને તા.૦૬ ઓગસ્ટના રોજ તાવ અને શરદી ઉધરસના લક્ષણો જણાયા હતાં. બે દિવસમાં સુધારો ન થતાં તા.૦૮ ઓગસ્ટના રોજ પરિવારજનો તપાસ કરાવવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને સારવાર અર્થે સ્ટેમ સેલ બિલ્ડીંગના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

        રેસ્પિરેટરી મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભૂમિકા પટેલે જણાવ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી કોવિડ આઈસીયુ વિભાગમાં ફરજ બજાવી રહી છું. ૮૧ વર્ષીય સાવિત્રીબેનને કોવિડ વોર્ડમાં એડમિટ કરાયા ત્યારે તેમની ઉંમર જોઈને તેઓ કોરોના સામેની લડાઈમાં વિજયી થશે કે કેમ તેના વિષે શંકા હતી. શ્વસનની સમસ્યાના લીધે તેઓને શરૂઆતમાં પાંચ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ  જ્યારે દાદીને પૂછ્યું કે, ‘દાદી,તમે કંઈ જમતા કેમ નથી ?’ ત્યારે દાદીએ કહ્યું કે, ‘હું છેલ્લા આઠ વર્ષથી ભોજનમાં માત્ર ફળો જ ખાઉં છું.’ અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ અનાજના સ્થાને માત્ર ફળો જ આહારમાં લેતા હતાં. અમે પણ તેમની રૂચિ મુજબના ફળો અને જ્યુસ આપતાં હતા. સાવિત્રીબેનની શ્વસનક્રિયા સામાન્ય થતાં નોર્મલ એરમાં રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તા.૧૭મી ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.

        ડો.ભૂમિકાબેને વધુમાં જણાવ્યું કેસાવિત્રીબેન જેવા મોટી ઉમરના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે જાય ત્યારે અમને ખુબ ખુશી થાય છે. દાદીમાંને સ્વસ્થ કરવામાં અમારી ટીમે સફળતા મેળવી ત્યારે કોરોનાકાળની અમારી ફરજ દરમિયાનની આ યાદગાર ક્ષણ બની ગઈ છે. કોરોનાને વયોવૃદ્ધ દર્દીઓ પણ હરાવી શકે છે.

        સ્વસ્થ થયેલાં દાદીમાંના અવાજમાં રણકો હતો. તેમણે જણાવ્યું કે, ‘મને સફેદ વાઘામાં રહેલાં ભગવાન જેવા ડોક્ટરોએ મને જીવતી રાખી છે. જાણે હું એમની સગી દાદી હોઉં એવાં ભાવથી ડોકટરો અને નર્સ બહેનો મારી સારસંભાળ રાખતા હતા.

        નવી સિવિલ અને સ્મીમેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છેલ્લાં પાંચ મહિનાથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમની સારવારથી આબાલવૃદ્ધ દર્દીઓ સ્વસ્થ થઈને નવી આશા અને ઊર્જા સાથે ઘરે જાય છે. આવા હજારો દર્દીઓમાં જ્યારે વયોવૃદ્ધ વડીલો કોરોનાને હરાવી  સ્વસ્થ થાય ત્યારે સૌથી વધુ ખુશી સારવાર કરતાં તબીબો અને સ્ટાફને થતી હોય છે.

                    

સુરતના ૫૭ વર્ષીય શૈલેશભાઈ બ્રહ્મભટ્ટ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા

સુરતઃશુક્રવારઃ- સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સતત ૧૮ દિવસ ઓક્સીજન પર રહી ૫૭ વર્ષીય શૈલેશભાઈ બ્રહ્મભટ્ટ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે.પોતાના પરિવારના વડા સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તંદુરસ્તી બક્ષવાનો યશ તેઓ કોરોના યોદ્વા ડોકટર અને આરોગ્ય સ્ટાફને આપે છે.

સુરતના ડીંડોલી વિસ્તારના ઓમનગર સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ મગનભાઈ બ્રહ્મભટ્ટ મૂળ ખેડા જિલ્લાના પરીયેજ ગામના વતની છે. વર્ષોથી સુરતમાં રહી ઇન્સોરેન્સ સેક્ટરમાં એડવાઈઝર તરીકે કાર્ય કરે છે. તેમના પરિવારમાં આજે ખુશહાલીનો માહોલ છે.  

શૈલેષભાઇ જણાવે છે કે, મને તાવ અને ખાંસી જણાંતા ફેમીલી ડોક્ટરથી સારવાર લીધી હતી.  ૨૧ જુલાઈના રોજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી હતી. જ્યાં ઓક્સીજન સેચ્યુરેશન લેવલ ઓછુ હતું. ત્વરિત સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. શ્વાસની તકલીફના કારણે ઓક્સીજન આપવામાં આવ્યો હતો. બીજા દિવસે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ ડોક્ટર દ્વારા સારવાર પહેલાથી જ  આપવામાં આવી રહી હતી. જેના કારણે આજે મને નવજીવન મળ્યું છે અને મારા પરિવારમાં પણ ખુશાલીનો માહૌલ છવાઇ ગયો છે.

હોસ્પીટલમાં સવાર-સાંજ ડોક્ટર વિઝીટ કરી મારી તબિયત ચેક કરતા. તેમજ દિવસભર હોસ્પીટલનો અન્ય સ્ટાફ અમારા સ્વાસ્થ્યની કાળજી લેતો હતો. તેથી ડોક્ટરની અને સ્ટાફની સખત મહેનત જોઈ મને પણ વિશ્વાસ થયો કે હું આ બીમારીમાંથી બહાર આવી જઈશ, એમ શૈલેષભાઇ જણાવે છે.

શૈલેષભાઇની તંદુરસ્તીમાં સુધારો થતાં,  ૫ ઓગસ્ટના રોજ સુરત જનરલ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.  જ્યાં સંપૂર્ણ સ્વસ્થ થતા ૭ ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી. તેમજ ૧૦ દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી હતી.     

શૈલેશભાઈ કહે છે કે, સ્મીમેર હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસર સારવાર તેમજ સવાર સાંજ ચા-નાસ્તો, ભોજન, પાણી આપવામાં આવતું હતું. આવી તમામ રીતે લેવાયેલી પૂરતી કાળજીના કારણે ૧૮ દિવસ સતત ઓક્સીજન પર રહી કોરોનાની લાંબી લડાઈ લડ્યો છુ. જેનું સંપૂર્ણ શ્રેય હોસ્પીટલના તમામ સ્ટાફને જાય છે. તેઓએ મને નવજીવન આપ્યું છે તેઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.                         

        સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સામાન્ય જનતા માટે આશિર્વાદરૂપ બની છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં પરિવારના વડા જેમના ઉપર ઘરની ગુજરાન ચલાવવાની જવાબદારી હોય અને તે સભ્યને કોરોનાનું સંક્રમણ થાય તો પરિવાર પર આભ તૂટી પડે. આવા સંજોગોમાં સ્મીમેર હોસ્પીટલના ફરજ પરના ડોકટરો કોરોનાગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખી તેમનું મનોબળ મજબુત કરી તેમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી રહયા છે. આ ઉપરાંતરાજ્ય સરકારના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ હજારો દર્દીઓની પરિસ્થિતિ સમજીને તમામ સારવારનો ખર્ચ ઉઠાવી તેઓને રાહત આપી છે.

 

સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલથકી સલામતી માસની ઉજવણી

પાંચ દિવસમાં ૧૫ જેટલી ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલો યોજાઈઃ

સુરતઃશુક્રવારઃ- સુરતના ઔદ્યોગિક હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણીમાં આવી રહી છે. જેમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.  

        જે અંતર્ગત છેલ્લા ચાર દિવસમાં ૧૩ જેટલી મોટી ઈન્ડસ્ટ્રીઝો, ફેકટરીઓમાં એલ.પી.જી.ગેસ ગળતર સમયે લાગેલી આગ, ઈથેનોલ ટેન્કમાં લીકેજ સમયે તકેદારીના કેવા પગલાઓ લેવા બાબતે મોકડ્રીલ યોજાઈ હતી. હજીરાની ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ, ક્રિષક ભારતી કો.ઓ.લી.કવસા ખાતે કન્વર્ટરમાંથી સિન્થેસીસ ગેસ લીકેજ ઉપરાંત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ), એલ.પી.જી. ગેસ લીકેજના કારણે લાગેલી આગ તથા ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી. હજીરા તેમજ એન.ટી.પી.સી.લી. કવાસ ખાતે કલોરીન ગેસ લીકેજ ને શેલ એનર્જી ઈન્ડિયા પ્રા.લી. ખાતે નેચરલ ગેસ લીક થતા આગના બનાવો અંગે મોકડ્રીલો યોજાઈ

          આજરોજ સચીન જી.આઈ.ડી.સી.માં આવેલી કલરટેક્ષ કંપનીમાં ઈથીલીન ઓકિસજન ગેસ લીકેજ તથા સી.ટી.એકસ લાઈફ સાયન્સ પ્રા.લિ.માં કલોરીન ગેસ ગળતર અંગેની મોકડ્રીલ યોજાઈ હતી.

           મહાકાય ઈન્ડસ્ટ્રીઝો અને જી.આઇ.ડી.સી.માં આવેલી ફેકટરીઓમાં ઓનલાઈટ ઈમરજન્સી જાહેર કરીને ફેકટરીના પોતાના સાધનો અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને પોતાના પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીઓ અને સરાકારી શ્રમ અધિકારીઓ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાવેલી તૃટિઓની પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારખાનના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા હવે પછીના મોકડ્રીલમાં જણાવેલી તૃટિઓનુ પનુરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા જણાવ્યું હતું. 


સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:

ઘરમાં જ બે ફુટ સુધીની ગણેશમૂર્તિનુ; સ્થાપન કરી શકાશેઃ વિસર્જન પણ ઘરમાંજ કરવાનું રહેશેઃ

જાહેરમાં કે સોસાયટીમાં મેળાવડા કરીને ગણેશોત્સવની સામુહિક ઉજવણી કરવા પર પ્રતિબંધ.

ગણેશ મહોત્સવમાં મૂર્તિકારો મૂર્તિ બનાવટમાં કાળજી રાખેઃ

સૂરતઃશુક્રવારઃ- કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે. આગામી ગણેશ મહોત્સવના તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું તા.૨૨/૦૮/૨૦૨૦ ના રોજ સ્થાપના થનાર છે. અને મૂર્તિઓનું વિસર્જનસરઘસ તા.૦૧/૦૯/૨૦૨૦ ના રોજ નીકળનાર છે. આ મહોત્સવ અગાઉ કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય એ માટે સરકારની માર્ગદર્શિકાને અનુસરી કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. જે અંતર્ગત મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઉચાઇનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાયટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય, શાંતિ અને સદભાવનાનો માહોલ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલારૂપે સૂરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સંજય વસાવાએ સમગ્ર સૂરત (રૂરલ) વિસ્તારમાં જરૂરી નિયંત્રણો મુકયા છે.

        આ જાહેરનામા અનુસાર તા.૦૨/૦૯/૨૦૨૦ સુધીમાં નીચેના પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

  Ø   શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૨ (બે) ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવાવેચવાસ્થાપના કરવા તથા જાહેરમાર્ગ ઉપર પરિવહન કરવા ઉપર

  Ø   વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ સ્થળે કૃત્રિમ ઓવારા કે મૂર્તિ સ્વીકાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે નહિ. માટીની મૂર્તિઓનું વિસર્જન દરિયાનદીતળાવ સહિતના કુદરતી જળસ્ત્રોમાં કરવા પર પ્રતિબંધ છે.

  Ø   ગણેશજીની મૂર્તિની સ્થાપના માટે જાહેરમાં મંડપ, પંડાલ ઉભું કરી શકાશે નહીં. તેમજ ધાર્મિક વિધિ માટે લાઉડ સ્પીકર કે ડી.જે.નો ઉપયોગ કરી શકાશે નહીં.

  Ø   મૂર્તિ સ્થાપના અને વિસર્જન દરમિયાન કોઈ કોઈ પણ ધાર્મિક શોભાયાત્રા કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ છે.

  Ø   જિલ્લામાં કોઈ પણ સ્થળે જાહેરમાં કે સોસાયટીમાં, સોસાયટીના કોમન પ્લોટમાં, રસ્તા શેરી મહોલ્લામાં મંડળો દ્વારા મૂર્તિ સ્થાપના કરી શકાશે નહિ.

  Ø   મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે. તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી. ટ્રાફિકને અડચણ થાય તેવી રીતે ખુલ્લી જગ્યાઓ પર રાખવી નહિ.

  Ø   શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થપાના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહી.

  Ø   મૂર્તિઓની બનાવટમાં ઝેરી કેમિકલનો ઉપયોગ ન કરવો.

  Ø   કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવાખરીદવા તથા વેચવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.

  Ø   ગણેશવિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.

આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

        જાહેરનામાંમાં જાહેરજનતાને આપવામાં આવેલા સૂચન અનુસાર જિલ્લાના નાગરિકો પોતપોતાના ઘરે બે ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકશે. અને વિસર્જન પણ ઘરે જ કરવું. જેમાં કોઈ ઓનલાઈન કે અન્ય અરજી કરી પરવાનગી લેવાની રહેતી નથી. જાહેરમાં કે સોસાયટીમાં મેળાવડા કરીને સામુહિક ઉજવણી કરવા પર પ્રતિબંધ છે. ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ વયના વડીલોએ બહાર ન નીકળતાં ઘરે જ સુરક્ષિત રહેવું.   

 

Thursday, August 20, 2020

नवसारी जिला शिक्षा अधिकारी के कार्यालय में मार्ग और मकान (स्टेट) महिलाओ के शौचालय में जड दिया ताला...! महिला शशक्तिकरण योजना की ऐसी की तैसी अथवा अधिकारियो के संस्कार में कमी...! जवाबदेही किसकी ...?



नवसारी जिला शिक्षा अधिकारी के कार्यालय में मार्ग और मकान (स्टेट) महिलाओ के शौचालय में जड दिया ताला...! 

महिला शशक्तिकरण योजना की ऐसी की तैसी अथवा अधिकारियो के संस्कार में कमी...!जवाबदेही किसकी ...? 

                   आज गुजरात राज्य भारत देश में सबसे विकसित और समृद्धशाली ,संस्कारित राज्यों में प्रथम स्थान के रूप में गिना जाता है । परंतु हकीकत कुछ और ही बयां करती नजर आ रही है। गुजरात राज्य के संस्कारी नगरी नवसारी जिले में प्राप्त सूचना के अनुसार नवसारी जिला शिक्षा अधिकारी का कार्यालय आज वर्षों से प्राचीन परंतु एक मजबूत परंपरा से बना हुवा है। मार्ग और मकान स्टेट के एक रिपोर्ट के मुताबिक यह मकान जर्जरित हालत में पाया गया । और अधिकारीओ ने एक बोर्ड लगा कर नोटिस खाली करने का दे दिया। जब कि सरकार के एक परिपत्र के अनुसार सरकार की सभी कार्यालयो की मरम्मत से लेकर नया पुराना बिल्डिंग की देख रेख मार्ग और मकान का ही है। 

                      नवसारी जिला शिक्षा अधिकारी के कार्यालय में मार्ग मकान विभाग के शैक्षणिक जांबांज अधिकारियों को उनके लाखो रूपये वेतन और राजाशाही सुविधाओ के मदमस्ती में कल तारीख 18/08/2020 को अचानक महिलाओ के शौचालय में ताला जड दिया । और यह बहुत ही दुर्भाग्यपूर्ण और शरमजनक है। किसी महत्वपूर्ण काम के लिये गई शिक्षा अधिकारी के कार्यालय में गई एक महिला नागरिक की फरियाद के अनुसार इसकी जांच करने पर नवसारी जिला मार्ग और मकान के सभी अधिकारी ने अपनी जवाबदारी से फिलहाल पल्ला झाड लिया है । आज के कोरोना जैसी महामारी में जब कि विश्व स्वास्थ्य संगठन के अनुसार आज एक छोटी छोटी बीमारी की रोकथाम में हालत गंभीर बनी हुई है । आज हम किस हिटलरशाही युग में जी रहे हैं।इसे समझना शायद मुश्किल होगा कि अचानक महिलाओ के शौचालय में ताला जडकर ए प्रशाशनिक अधिकारी क्या साबित करना चाहते हैं। जानकारो के अनुसार आज इस हालत पर सरकार को और नवसारी जिला समाहर्ता को गंभीरता से विचार करना चाहिये। गुजरात राज्य के मुख्य मंत्री श्री जो कायदा कानून के साथ सभी विषयों को बडी गंभीरता से लेते हैं । अब देखना दिलचस्प होगा कि ऐसे गंभीर विषयों पर क्या कार्यवाही करते हैं।

Wednesday, August 19, 2020

નવસારી જિલ્લા પંચાયત માં કાયદા કાનૂનનો વિશેષ જાણકાર પી એ કચેરી માં એસી સાથે મહેકમ પણ ગૈરકાયદેસર.....?

 નવસારી જિલ્લા પંચાયત માં કાયદા કાનૂનનો વિશેષ જાણકાર પી એ કચેરી માં એસી સાથે મહેકમ પણ ગૈરકાયદેસર..?

નવ્સારી જિલ્લા પંચાયત આજે વર્ષોથી જિલ્લાની આશરે ૮૦ થી ૯૦ ટકા નાગરિકોની પ્રાથમિક શિક્ષણ હોય કે સરકાર તરફથી આવતો ગરીબો આદિવાસીઓ, ખેડૂતો, દલિતો, આર્થિક રીતે પછાત તમામ વર્ગના સંભાળ ની જવાબદારી નિભાવી રહ્યા છે.પરંતુ જમીની હકીકતમાં એ કાયદેસર નિભાવે છે એ જાણવો આજે દરેક નાગરિક ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.આજે સરકાર આર્થિક તંગી માં છે. જીડીપી માઈનસના રસ્તે છે. રાત દિવસ મહેનત કરતી સરકાર દેવાદાર હોવા છતા અધિકારીઓ કર્મચારીઓને નિશ્ચિત સમય ઉપર વેતન અને રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. આજે ભારતના દરેક નાગરિકનો ફરજ છે કે એવા મહામારીના સંકટ સમય થી નિજાત મેળવવા માટે દરેક નિયમો નુ પાલન સાથે કરકસર સાથે આપણા ભારતને વિકાસ અને સમૃદ્ધિ માં વધૂ માં વધૂ યોગદાન આપે.અને સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો સદુપયોગ વધુ માં વધુ થાય એના માટે પ્રયત્નશીલ બને. અને ખરેખર એવા જ કામો માટે સરકાર આઇ.એ.એસ અને જી.એ.એસ. જેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્વાનોને નિમણૂંક કરતી હોય છે. અને સરકાર દ્વારા વખતો વખત કરકસર સાથે વિકાસ અને સમૃદ્ધિ સાથે ગરીબી રેખા થી ભારત દેશના પ્રત્યેક નાગરિકને નિજાત માટે પરિપત્રો કાયદાઓ વહાર પાડે છે. જેનો અક્ષરસહ અમલીકરણ કાયદેસર થાય એ હેતુથી જ સરકાર કરોડો રૂપિયા દર વર્ષે વહીવટ માટે ખર્ચે છે. પરંતુ જમીની હકીકતમાં નવસારી જિલ્લા પંચાયત માં મળેલ માહિતી મુજબ અધિકારીઓ કાયદેસર કામો કરવા બદલે કાયદાની છટકબારી માં પારંગત છે. આરટીઆઈ એક્ટ ૨૦૦૫ હોય કે લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ , આરસીપીએસ ૨૦૧૩ હોય કે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અહીં નવસારી જિલ્લા પંચાયત માં એક પણ કાયદો અમલ કરવો અધિકારીઓ ગુનો સમજે છે.
                        નવસારી જિલ્લા પંચાયત માં મળેલ માહિતી મુજબ મહેકમ મુજબ કે ધરાધોરણ મુજબ જે તે સ્થણે જ કર્મચારીઓ હોય કે અધિકારીઓ કામ કરવો ફરજિયાત છે.નવસારી જિલ્લા પંચાયત માં ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો કાયદોની અમલવારી ન થતી હોય ત્યારે એ સમજવો અઘરું છે કે નવસારી જિલ્લા પંચાયત કયા દેશના કાયદો પર ચાલી રહી છે. ગુજરાત સરકારના નાણાં મંત્રાલય વર્ષ ૨૦૦૪થી હુકમ કરકસર માટે કરી છે. ગુજરાત વિકાસ કમિશ્નરશ્રી પણ આ જ વર્ષે એક હુકમ કરેલ છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયત અમલીકરણ કરવા રાજી નથી. આજે ૨૦૦ દિવસ પૂર્ણ થતા ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર સાહેબે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સુવાચ્ય અક્ષરે કોમ્પ્યુટર થી ટાઈપ કરેલ પોતાની સહીથી દરેકને વંચાય એવો હુકમ કરેલ કે પોતાની કચેરી અને વાહનોથી ગેરકાયદેસર એસી કઢાવી 31 જન્યુઆરી સુધી મોકલી આપવો. અને સદર બાબતે એ પણ સ્પષ્ટતા કરી છે કે ગંભીરતાથી અમલ ન કરનાર નો તમામ ખર્ચ જે તે અધિકારીના વેતન માં થી વસૂલ કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી સોથી પહેલા સરકારના કાયદા મુજબ કોણી છે ..? એ આજ સુધી દરેક મુદ્દે સ્પષ્ટીકરણ માંગતા અધિકારીઓને ખબર નથી. આજે દરેકને ખબર છે કે મોટા ભાગના દરેક કચેરીમાં હોય કે વાહનોમા એ.સી.ની સુવિધા ગૈરકાયદેસર છે. છતા કેમ કાઢવા માં આનાકાની કરી રહ્યા છે એ પણ જગ જાહેર છે. આજે રાત દિવસ મહેનત કરતી સરકારને અધિકારીઓ બદનામ કરવા કમરકસી છે એવો પણ ચર્ચા ચાલી રહી છે.
                      નવસારી જિલ્લા પંચાયત માં આજે મહેકમ મુજબ કેટલા કર્મચારીઓ છે. વગર મહેકમ બિનજરૂરી કેટલાક છે એ આજે ચર્ચા સાથે ચિંતાનો વિષય પણ છે. વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ મહેકમ અને કાયદા મુજબ એક પણ કર્મચારી અન્ય સ્થણે કામ કરતા ઝડપાય કે કોઈ પણ અકસ્માત કે અણબનાવ થાય ત્યારે જવાબદારી જે તે કચેરીના મહેકમના વડાની છે. હાલમાં સુરત અને નવસારી માં થયેલ ઘટના થી સમજી શકાય છે.  ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સાથે નાણાં મંત્રાલય સાથે કાયદા કાનૂનનો તજજ્ઞ મુખ્યમંત્રી શ્રી ઉપરોકત બાબતે આજે સમયની માંગ સાથે ગંભીરતા થી ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવા હુકમ કરશે એની આજે જરૂર સાથે સમયની માંગ છે.

भारत सरकार द्वारा एक ऐतिहासिक ऐलान ...! अब Amazon को टक्कर देगा Swadesh Bazzar, श्री नितिन गडकरी ने किया लॉन्च



Amazon को टक्कर देगा स्वदेश बाजार - केन्द्रीय मंत्री श्री नितिन गडकरी ने किया लॉन्च

   
भारत के ग्रामीण इलाकों में बन रहे उत्पादों को बाजार मुहैया कराने के मकसद से एक ऑनलाइन पोर्टल 'स्वदेश बाजार' शुरू किया गया है।ग्रामीण इलाकों में बन रहे उत्पादों को बाजार मुहैया कराने के मकसद से एक ऑनलाइन पोर्टल 'स्वदेश बाजार'  शुरू किया गया है. केंद्रीय मंत्री नितिन गडकरी ने स्वदेश बाजार ऑनलाइन पोर्टल (Swadesh Bazzar Online Portal) को लॉन्च किया। उन्होंने कहा कि हमारे देश में अच्छा काम करने वाले लोगों की संख्या कम नहीं है। उनका उत्पाद और क्वालिटी बहुत अच्छी होती है। लेकिन उन्हें बाजार नहीं मिलता है।जब कोई उत्पाद किसी ग्राहक तक पहुंचता है तो इस रास्ते में आने वाले माध्यमों के मुनाफे के चलते उत्पादन की कीमत इतनी बढ़ जाती है कि आम ग्राहक की पहुंच से बाहर हो जाती है। तकनीक के इस्तेमाल से इस बीच के मुनाफे वाली कढ़ियों को खत्म किया जा सकता है. तकनीक की लागत भी बहुत कम होती है।

अमेजन का मॉडल


नितिन गडकरी ने कहा कि ई-कॉर्मस कंपनी अमेजन (Amazon) भारत के एमएसएमई से वस्तुएं लेकर उसका जो एक्सपोर्ट कर रहा है उसका का टर्नओवर 7,000 करोड़ रुपये सालाना है। जो काम अमेजन कर रहा है उसे हम भी कर सकते हैं।और स्वदेश बाजार ऑनलाइन पोर्टल इस दिशा में काम करेगा।

आत्मनिर्भर भारत:- 

केंद्रीय मंत्री ने कहा कि अपने प्लेटफॉर्म पर क्वालिटी प्रोडेक्ट को रखकर उसके व्यापार को बढ़ाया जा सकता है। उन्होंने कहा कि आज देश में ऐसे तमाम महिला स्व-सहायता समूह हैं जो बहुत अच्छा सामान तैयार कर रहे हैं। ऐसे लोगों को एक बाजार मुहैया हो सकता है। हमारे देश में इनोवेटिव प्रोडेक्ट्स की कोई कमी नहीं है। आत्मनिर्भर  भारत (Aatmanirbhar Bharat) की परिकल्पना यही है कि हमारे यहां आयात कम से कम हो और निर्यात अधिक हो।

रोजगार के अवसर


उन्होंने कहा कि देश से गरीबी दूर करने के लिए हमें रोजगार के अवसर पैदा करने होंगे। इसके लिए ग्रामीण क्षेत्रों में वहीं के सामानों से अगर अच्छी क्वालिटी के उत्पाद तैयार होंगे और फिर इन प्रोडेक्ट्स को बाजार मिलता है ।तो गांव के लोग जीवन-यापन के लिए गांव छोड़कर शहर नहीं जाएंगे।

एमएसएमई सेक्टर का योगदान


नितिन गडकरी ने कहा कि हमारे देश के विकास में MSME सेक्टर का बहुत बड़ा योगदान है। अभी GDP ग्रोथ रेट में से 30 फीसदी आय MSME सेक्टर से आती है। हमारे 48 फीसदी निर्यात MSME का है और अभी तक हमने 11 करोड़ नौकरियां पैदा की हैं।उन्होंने भरोसा जताया कि आने वाले 5 साल में इसे बढ़ाकर कम से कम 30 प्रतिशत ग्रोथ रेट को 50 प्रतिशत, 48 प्रतिशत निर्यात को 60 प्रतिशत करें और 5 करोड़ नई नौकरियां पैदा करें।

Thursday, August 13, 2020

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અનેRCPS 2013 લકવા ગ્રસ્ત ..... ? સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...?

 ભારતમાં સૌથી મોટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અને  RCPS 2013 લકવાગ્રસ્ત ..... ? 

સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...? 

રૂપિયા ૭૦,૦૦૦૦૦/- માં બેકરીશાળા ના ૨૦ દિવસના સર્ટીફિકેટ કોર્ષ ૫૧ નાગરિકોને એ પણ ૧૦૦૦/- ફી સાથે ....? 

                                આજે ભારત દેશ વર્ષોથી મોઘવારી ,ભ્રષ્ટાચાર ,બેરોજગારી  થી ત્રાહિમામ છે. ગુજરાત રાજ્યના એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં વર્ષો પહેલા ભારતના એક મહાન દાની પુરૂષ મફતલાલ શેઠ એ એક સૌથી મોટી જમીન ખેડુતોના સહાય અર્થે કૃષિ વિશ્વવિદ્યાલય તરીકે ભારત સરકારને દાન સ્વરૂપે આપી હતી. જે આજે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નામે કાર્યરત છે.નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્લી તરફથી ૧૦૦% ગ્રાંટથી ચાલતી સંસ્થા "ટ્રાંસફર ઓફ ટેક્નોલજી" માટેની શિક્ષણ સંસ્થા છે. ભારત સરકાર એક કૃષિ પ્રધાન દેશ છે.ભારત સરકાર દર વર્ષે સદર સંસ્થામાં કરોડો રૂપિયા ગ્રાંટ આપે છે. ખેડુતો માટે સહાય સ્વરૂપે ચાલતી ૧૦૦% ગ્રાંટ ધરાવતી સંસ્થા  દ્વારા થતા કામો માં ખેડુતો,મજુરો,સાથે સ્વરોજગાર માટે  સહાય કરતી સંસ્થા માં ખરેખર કાબીલે તારીફ  કામોની જાણ માટે  એક  માહિતી માગવામાં આવી હતી.જેમા સદર સંસ્થા માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર અધિકારીઓ પાસે  જનહિત માટે  એક સામાન્ય નોલેજ ન હોય એ ન કહી શકાય.પરંતુ નિરીક્ષણ માટે કચેરી સમયે  અરજદારને બોલાવી એક જવાબદાર અધિકારી તરીકે હાજર ન રહેવો અને કચેરી ખાતે એક પણ જવાબદાર અધિકારી ન મળવો અને કાયદેસર અધુુરી માહિતી નિરીક્ષણ કરાવવો શંકાસ્પદ છે. લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો 1948 વર્ષ માં અમલમા આવ્યો હતો. પરંતુ આજે 71 વર્ષ પૂર્ણ થતા સદર કચેરી માં અમલમાં છે કે કેમ ? એ પણ જાળવો અઘરુ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી જેમાં આજે નવસારી જિલ્લાના સૌથી વધુ અધિકારીઓ વેતન મેળવે છે. એ પણ આજે સરકાર સામે પ્રશ્નાર્થના દાયરામાં છે. આજે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર સૌથી વધુ દેવાદાર છે. અને દેવો આખરે નાગરિકોના માથે જ છે.            
             નવસારી કૃષિ યુનિવર્સિટી માં સ્વરોજગાર એક વિશાલ કેન્દ્રની એક ઝલક -RTI
                            નવસારી કૃષિ યુનવર્સિટી માં આજે કરોડો રૂપિયા સરકાર આપી રહી છે. જેમા વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી માં થી સ્વરોજગાર માટે માહિતી નિરીક્ષણ માટે અરજદારને કાયદેસર પત્ર દ્વારા બોલાવવામાં આવેલ હતા.અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યો છે. જેમા ભારત સરકાર દ્વારા આશરે ૭૦ લાખ રૂપિયા આપવામાં આવેલ છે. અને ભારતની સૌથી મોટી નવસારી કૃષિ યુનવર્સિટી એ બેકરીશાણા ની જબરદસ્ત તાલીમ આપી છે. રૂપિયા ૭૦,૦૦૦૦/-છેલ્લા ૩ વર્ષ માં ૨૦ દિવસની સર્ટીફિકેટ કોર્ષની વિધિવત તાલીમ આપી છે.અને કાયદેસર નવસારી કૃષિ યુનવર્સિટીનો  એક સર્ટીફિકેટ કુલ્લે ૫૧નાગરિકોને આપેલ  છે. અને પ્રતિ  બેરોજગાર નાગરિક પાસે રૂપિયા ૧૦૦૦/- પણ લઈ છેલ્લે કોર્ષ પુરૂ  કરનારને ૪૦૦/ રૂપિયા પરત કરેલ છે. અને ૫૬ બેરોજગાર નાગરિકોને એક અઠવાડિયાના તાલીમ વિના મુલ્યે  આપેલ છે. અને એ વિશાળકાય તાલીમ માટે સરકાર કુલ્લે ૭૦,૦૦૦૦૦/ રૂપિયા ૭૦ લાખ આપેલ છે. અને સરકારના એક પરિપત્ર મુજબ સ્વરોજગાર માટે આપેલ તાલીમ માં માર્કેટ આપવો ફરજીયાત છે. જેના જવાબ અહિં લાખો રૂપિયા સાથે વેતન અને રાજાશાહી જેવી સુવિધા ધરાવનાર અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી. ઉપરોક્ત મા.અ.અ.૨૦૦૫ માં માગેલ માહિતી માં મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં વધુ કાયદેસર જ કામ થતો છે. પરંતુ આજે ભારતના એક વિશાળ સમુહ બેરોજગાર છે. અને એવી રીતે મળેલ માહિતી મુજબ દરેક બેરોજગાર નાગરિક માટે સરકાર ૧૦૦૦૦૦/- રુપિયા થી ૧૫૦૦૦૦/- રૂપિયા પ્રતિ બેરોજગાર માટે ફકત સર્ટીફિકેટ કોર્ષ માટે ખર્ચ કરશે જેનો આજે માર્કેટ  માં કોઈ માગ નથી. ત્યારે એક સર્વે રિપોર્ટ મુજબ ૧૩ કરોડ બેરોજગારો માટે એવી રીતે બિન જરૂરી તાલીમ સરકાર માટે ચિંતાનો વિષય છે.
 
                                ગુજરાત એક સમૃદ્ધ અને વિકસિત રાજ્ય હોવા છતા આજે ગુજરાત સરકાર પાસે પણ નોટ છાપવાની મશીન નથી. અને સરકાર શા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. એનો આજે ખેડૂતોને શું વળતર મળી રહ્યો છે ?  સ્વરોજગાર માં તાલીમ આપવા માટે કરોડો રૂપિયાના પાણી કરનાર સંસ્થા ખેડૂતોને માર્કેટ વગર તાલીમ શા માટે આપી રહી છે ? એવા અનેકો અનેક સવાલો માં કયા પરિબળો કાર્યરત છે ? એ આજે  શોધનો વિષય અવશ્ય છે. આજે  ભારત સરકાર  દ્વારા મોટી સંસ્થાઓ જે ખરેખર દરેક નાગરિકો થી સંકળાયેલ છે જેવા કે ભારતીય રેલ,ભારતીયએર,પોષ્ટ,ટેલીફોન વગેરે માં મોટા ભાગનો કાનૂન માં ફેરફાર જ નથી આર્થિક તંગીના લીધે ખાનગી સંસ્થાઓને આપી રહી છે. આજે  ભારત એક યુવાન દેશ છે. બેરોજગારી ચરમ સીમા પર છે. મોઘવારી, ભ્રષ્ટાચાર, દલિત, શોષિત, આદિવાસીના મૂળ જડ બેરોજગારી અને શિક્ષણ છે.સરકાર રાત દિવસ  ખડે પગે મહેનત કરી રહી છે. ભારત દેશ માં પ્રથમ પ્રધાન મંત્રી છે કે જે ૧૬ થી ૧૮ ક્લાક કામ કરે છે. એવા સંકટ સમયે એવી મોઘવારી અને બેરોજગારી આર્થિક તંગીના સમયે અહિં અધિકારીઓને મળતો વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ મુજબ કામોની સમીક્ષા કરવો જરૂરી છે. આજના ડિઝિટલ યુગ માં લઘુત્તમ માસિક વેતન અને કરાર આધારિત માં લાખો નાગરિકો યુવાનો રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વગર વિકાસ એક જુમલો છે. પરંતુ આજે બેરોજગારી અને મોઘવારી પાછડ સમાન કામ સમાન વેતન એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. એક ઈજનેર ૧૨ ક્લાક માં ૧૦ હજાર અને એક ને બે- ચાર કલાક ને લાખો રૂપિયા જેમા કોઈ ખાસ વળતર નથી. આજે ભારત દેશ માં પ્રતિભાની કોઈ કમી નથી.ત્યારે સાંમંજશષ્ય અને સમીક્ષા સીલિંગ પણ જરૂરી છે. ગુજરાત સરકારના નાણા વિભાગ સમયે સમયે કરકસર માટે પરિપત્ર જારી કરે છે. અહિં કરોડો રૂપિયાના પાણી ફકત મનોરંજન માટે ખર્ચ કરવામાં આવે છે. હવે ભારત અને ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ગંભીરતાથી સમીક્ષા કરી કાયદેસર કાર્યવાહી કરશે એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...