ભારતમાં સૌથી મોટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં RTI 2005 અને RCPS 2013 લકવાગ્રસ્ત ..... ?
સવા બે લાખથી વધુ વેતન સાથે રાજાશાહી સુવિધાઓ શા માટે.....! જવાબદાર કૌણ...?
રૂપિયા ૭૦,૦૦૦૦૦/- માં બેકરીશાળા ના ૨૦ દિવસના સર્ટીફિકેટ કોર્ષ ૫૧ નાગરિકોને એ પણ ૧૦૦૦/- ફી સાથે ....?
આજે ભારત દેશ વર્ષોથી મોઘવારી ,ભ્રષ્ટાચાર ,બેરોજગારી થી ત્રાહિમામ છે.
ગુજરાત રાજ્યના એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં વર્ષો પહેલા
ભારતના એક મહાન દાની પુરૂષ મફતલાલ શેઠ એ એક સૌથી મોટી જમીન ખેડુતોના સહાય
અર્થે કૃષિ વિશ્વવિદ્યાલય તરીકે ભારત સરકારને દાન સ્વરૂપે આપી હતી. જે આજે
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નામે કાર્યરત છે.નવસારી
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્લી તરફથી ૧૦૦%
ગ્રાંટથી ચાલતી સંસ્થા "ટ્રાંસફર ઓફ ટેક્નોલજી" માટેની શિક્ષણ સંસ્થા છે.
ભારત સરકાર એક કૃષિ પ્રધાન દેશ છે.ભારત સરકાર દર વર્ષે સદર સંસ્થામાં કરોડો
રૂપિયા ગ્રાંટ આપે છે. ખેડુતો માટે સહાય સ્વરૂપે ચાલતી ૧૦૦% ગ્રાંટ ધરાવતી
સંસ્થા દ્વારા થતા કામો માં ખેડુતો,મજુરો,સાથે સ્વરોજગાર માટે સહાય કરતી
સંસ્થા માં ખરેખર કાબીલે તારીફ કામોની જાણ માટે એક માહિતી માગવામાં
આવી હતી.જેમા સદર સંસ્થા માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર અધિકારીઓ પાસે જનહિત માટે એક સામાન્ય નોલેજ ન હોય એ ન કહી શકાય.પરંતુ
નિરીક્ષણ માટે કચેરી સમયે અરજદારને બોલાવી એક જવાબદાર અધિકારી તરીકે હાજર
ન રહેવો અને કચેરી ખાતે એક પણ જવાબદાર અધિકારી ન મળવો અને કાયદેસર અધુુરી માહિતી નિરીક્ષણ કરાવવો શંકાસ્પદ છે. લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો 1948 વર્ષ માં અમલમા આવ્યો હતો. પરંતુ આજે 71 વર્ષ પૂર્ણ થતા સદર કચેરી માં અમલમાં છે કે કેમ ? એ પણ જાળવો અઘરુ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી જેમાં આજે નવસારી જિલ્લાના સૌથી વધુ અધિકારીઓ વેતન મેળવે છે. એ પણ આજે સરકાર સામે પ્રશ્નાર્થના દાયરામાં છે. આજે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર સૌથી વધુ દેવાદાર છે. અને દેવો આખરે નાગરિકોના માથે જ છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી માં સ્વરોજગાર એક વિશાલ કેન્દ્રની એક ઝલક -RTI
નવસારી કૃષિ યુનવર્સિટી માં આજે કરોડો રૂપિયા સરકાર આપી રહી છે. જેમા વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી માં થી સ્વરોજગાર માટે માહિતી નિરીક્ષણ માટે અરજદારને કાયદેસર પત્ર દ્વારા બોલાવવામાં આવેલ હતા.અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ અને અરજદાર ને કાયદેસર માગેલ માહિતી મુજબ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યો છે. જેમા ભારત સરકાર દ્વારા આશરે ૭૦ લાખ રૂપિયા આપવામાં આવેલ છે. અને ભારતની સૌથી મોટી નવસારી કૃષિ યુનવર્સિટી એ બેકરીશાણા ની જબરદસ્ત તાલીમ આપી છે. રૂપિયા ૭૦,૦૦૦૦/-છેલ્લા ૩ વર્ષ માં ૨૦ દિવસની સર્ટીફિકેટ કોર્ષની વિધિવત તાલીમ આપી છે.અને કાયદેસર નવસારી કૃષિ યુનવર્સિટીનો એક સર્ટીફિકેટ કુલ્લે ૫૧નાગરિકોને આપેલ છે. અને પ્રતિ બેરોજગાર નાગરિક પાસે રૂપિયા ૧૦૦૦/- પણ લઈ છેલ્લે કોર્ષ પુરૂ કરનારને ૪૦૦/ રૂપિયા પરત કરેલ છે. અને ૫૬ બેરોજગાર નાગરિકોને એક અઠવાડિયાના તાલીમ વિના મુલ્યે આપેલ છે. અને એ વિશાળકાય તાલીમ માટે સરકાર કુલ્લે ૭૦,૦૦૦૦૦/ રૂપિયા ૭૦ લાખ આપેલ છે. અને સરકારના એક પરિપત્ર મુજબ સ્વરોજગાર માટે આપેલ તાલીમ માં માર્કેટ આપવો ફરજીયાત છે. જેના જવાબ અહિં લાખો રૂપિયા સાથે વેતન અને રાજાશાહી જેવી સુવિધા ધરાવનાર અધિકારીઓ પાસે કોઇ જવાબ નથી. ઉપરોક્ત મા.અ.અ.૨૦૦૫ માં માગેલ માહિતી માં મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં વધુ કાયદેસર જ કામ થતો છે. પરંતુ આજે ભારતના એક વિશાળ સમુહ બેરોજગાર છે. અને એવી રીતે મળેલ માહિતી મુજબ દરેક બેરોજગાર નાગરિક માટે સરકાર ૧૦૦૦૦૦/- રુપિયા થી ૧૫૦૦૦૦/- રૂપિયા પ્રતિ બેરોજગાર માટે ફકત સર્ટીફિકેટ કોર્ષ માટે ખર્ચ કરશે જેનો આજે માર્કેટ માં કોઈ માગ નથી. ત્યારે એક સર્વે રિપોર્ટ મુજબ ૧૩ કરોડ બેરોજગારો માટે એવી રીતે બિન જરૂરી તાલીમ સરકાર માટે ચિંતાનો વિષય છે.
ગુજરાત એક સમૃદ્ધ અને વિકસિત રાજ્ય હોવા છતા આજે ગુજરાત સરકાર પાસે પણ નોટ છાપવાની મશીન નથી. અને સરકાર શા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. એનો આજે ખેડૂતોને શું વળતર મળી રહ્યો છે ? સ્વરોજગાર માં તાલીમ આપવા માટે કરોડો રૂપિયાના પાણી કરનાર સંસ્થા ખેડૂતોને માર્કેટ વગર તાલીમ શા માટે આપી રહી છે ? એવા અનેકો અનેક સવાલો માં કયા પરિબળો કાર્યરત છે ? એ આજે શોધનો વિષય અવશ્ય છે. આજે ભારત સરકાર દ્વારા મોટી સંસ્થાઓ જે ખરેખર દરેક નાગરિકો થી સંકળાયેલ છે જેવા કે ભારતીય રેલ,ભારતીયએર,પોષ્ટ,ટેલીફોન વગેરે માં મોટા ભાગનો કાનૂન માં ફેરફાર જ નથી આર્થિક તંગીના લીધે ખાનગી સંસ્થાઓને આપી રહી છે. આજે ભારત એક યુવાન દેશ છે. બેરોજગારી ચરમ સીમા પર છે. મોઘવારી, ભ્રષ્ટાચાર, દલિત, શોષિત, આદિવાસીના મૂળ જડ બેરોજગારી અને શિક્ષણ છે.સરકાર રાત દિવસ ખડે પગે મહેનત કરી રહી છે. ભારત દેશ માં પ્રથમ પ્રધાન મંત્રી છે કે જે ૧૬ થી ૧૮ ક્લાક કામ કરે છે. એવા સંકટ સમયે એવી મોઘવારી અને બેરોજગારી આર્થિક તંગીના સમયે અહિં અધિકારીઓને મળતો વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ મુજબ કામોની સમીક્ષા કરવો જરૂરી છે. આજના ડિઝિટલ યુગ માં લઘુત્તમ માસિક વેતન અને કરાર આધારિત માં લાખો નાગરિકો યુવાનો રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વગર વિકાસ એક જુમલો છે. પરંતુ આજે બેરોજગારી અને મોઘવારી પાછડ સમાન કામ સમાન વેતન એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે. એક ઈજનેર ૧૨ ક્લાક માં ૧૦ હજાર અને એક ને બે- ચાર કલાક ને લાખો રૂપિયા જેમા કોઈ ખાસ વળતર નથી. આજે ભારત દેશ માં પ્રતિભાની કોઈ કમી નથી.ત્યારે સાંમંજશષ્ય અને સમીક્ષા સીલિંગ પણ જરૂરી છે. ગુજરાત સરકારના નાણા વિભાગ સમયે સમયે કરકસર માટે પરિપત્ર જારી કરે છે. અહિં કરોડો રૂપિયાના પાણી ફકત મનોરંજન માટે ખર્ચ કરવામાં આવે છે. હવે ભારત અને ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ગંભીરતાથી સમીક્ષા કરી કાયદેસર કાર્યવાહી કરશે એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે.
No comments:
Post a Comment