Saturday, June 25, 2022

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ લકવા ગ્રસ્ત....!

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ
લકવા ગ્રસ્ત




આજે ગુજરાત રાજયમાં નવસારી જિલ્લા એક ઐતિહાસિક અને સંસ્કારીક નગરી તરીકે પ્રખ્યાત છે. નવસારી જિલ્લા તરીકે આજે ત્રીજો દસકમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જિલ્લા બનવા પહેલા નવસારી એક પવિત્ર અને પારદર્શક મહ્ત્વપુર્ણ જિલ્લા તરીકે પ્રખ્યાત હતું. જિલ્લા બન્યા પછીથી જ નવસારી ઉપર પનોતી હોય તેવો નજરે પડે છે. નવસારી જિલ્લા ગુજરાત રાજયમાં ગુજરાત એક વિશાલ સમ્રુધ્ધ વિકસિત પ્રદેશ હોવા છતાં આજે પણ નવસારી ટ્રાઇબલ જીલ્લા તરીકે નોંધવામાં આવેલ છે. સરકાર નવી – નવી યોજનઓ બનાવી દર વર્ષ કરોડો રૂપિયા ખર્ચ છે. પરંતુ જમીની હકીકતમાં આજે પણ “ ધાક કે તીન પાત “ જેવી જ નવસારી જિલ્લાની હાલત છે. અહીં મોટા ભાગનાં આદિવાસી, દલિત, શોષિત, વચિંત અને આર્થિક પછાત વર્ગનાં લોકો રહે છે. જેનાં ઉત્થાન માટે સરકારની યોજનાઓ અને કરેલ ખર્ચમાં છેલ્લાં દસ વર્ષની આંકડાકીય માહિતી જોઇએ. ત્યારે ફાઇલોમાં થયેલો વિકાસ એક સમ્રુધ્ધ દેશ જેવાં કે અમેરિકા જાપાનથી કોઇ પણ સંજોગે ઓછું ના કહેવાય. પરંતુ જમીની હકીકતમાં એક પણ નજરે પડતો નથી. બીજી તરફ સૌથી વધુ રોજગાર આપનાર નવસારી જિલ્લામાં મફતલાલ, તાતા, નવસારી જિલ્લાથી રૂકસટ કરી ચૂકયા છે.


         નવસારી જિલ્લામાં હિરા ઉદ્યોગ જે અહી નવસારી જિલ્લાના સૌથી વધુ રોજગાર આપનાર ઉદ્યોગ હતો. એની પણ હાલત આજે ગભીંર છે. હવે ગરીબો આદિવાસીઓ, દલિત ,શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે સરકારી યોજનાઓ સિવાય કોઇ વિકલ્પ નથી. સરકારી યોજનાઓ જેમાં નાના- નાના લઘુઉદ્યોગ, ગ્રુહઉદ્યોગ વિગેરેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરે છે. પરંતુ એમની સામે માર્કેટ ન હોવાથી દરેક યોજનાઓ ટૂંક સમય માટે ચાલે છે, પછી એક મોટા ભાગે કોઇપણ જગ્યાએ નજરે પડતો નથી. હવે ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે માત્ર સરકારી, અર્ધસરકારી, ખાનગી સંસ્થાઓ દ્વારા રોજગાર મેળવવા માટે માર્ગ અને મકાન આજે એક સારો વિકલ્પ છે. જેમાં સૌથી વધુ ગરીબો, મજુરો, આદિવાસીઓ મહેનત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજી મેળવે છે. જેમાં આજે સરકારશ્રી દ્વારા દેશ આઝાદ થયું, ત્યાર પછી ઘણા બધાં કાયદાઓ અને એ કાયદાના પાલન કરવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મુજબ કચેરી પણ બનાવી છે, અને એવી તમામ કચેરીઓમાં મોટાં ભાગનાં અધિકારીઓ આરક્ષણ કંપની દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે. અને સરકાર શ્રી દ્વારા લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ આજે ૭૪ વા વર્ષમાં કાર્યરત છે. પરંતુ લઘુતમ માસિક વેતનનો કાયદો નવસારી જિલ્લાના એક પણ કચેરીમાં અમલ કરવામાં આવતો નથી. માર્ગ અને મકાન વિભાગ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, કચેરીઓમાં અધિકારીઓ કોઈપણ સંજોગે અમલ કરવા ગુનો સમજે છે જેની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સદર બાબતે માહિતીઓ માંગવામાં આવેલ હતી. જેમાં મળેલ જવાબ મુજબ સદર બાબતે અધિકારીઓને કશું ખબર નથી કે જાણવા માંગતા નથી, અથવા એમને કાયદા કાનુનનો કોઈ ભય નથી. વારંવાર રૂબરૂ મુલાકાત અને લેખિતમાં પણ જાણ કરવા છતાં છેલ્લા છ માસથી અધિકારીઓ સદર બાબતે ગુમરાહ કરી શું સાબિત કરવા માંગે છે એ આજે સમજવું મુશ્કેલ છે. લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ના કાયદા મુજબ તાબા હેઠળ બાંધકામો રોડ હોય કે બિલ્ડિંગ ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી કે સંસ્થાઓના માધ્યમથી કે સીધી ભરતીમાં કામ કરનાર તમામ મજૂરો કર્મચારીઓને લઘુતમ માસિક વેતન ધારા ૧૯૪૮ મુજબ વેતન આપવો ફરજીયાત છે. જેની સંપૂર્ણ જવાબદારી કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ સેટિંગ ડોટ કોમ બાપુ દર્શન કે નેતાઓની પરિક્રમા થી અધિકારીઓને આજે જાણવું જરૂરી છે કે એમને મળતો વેતના રાજાશાહી જેવી સુવિધાઓમાં થતો ખર્ચના એક - એક રૂપિયો ગરીબો, આદિવાસીઓ, મજૂરો, દલિતો, શોષિત આર્થિક પછાત વર્ગના નાગરિકોની ખૂન -પસીના અને મહેનત મશકતની કમાણીના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જે ગમે તે રીતે ખર્ચ કરી શકે. આજે અધિકારીઓ એક સંવેદનશીલ સરકારને બદનામ કરવા કમર કસી હોય એવું નજર પડે છે. કદાચ અધિકારીઓને ખબર નથી કે રાત ગમે એટલી મોટી હોય, પણ એ દિવસને રોકી શકતી નથી. સરકાર આજે આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યો છે. છતાં દર માસે સમય પહેલા એમના ખાતામાં જરૂરથી વધારે સરકાર જમા કરાવે છે. સૂત્રો દ્વારા માહિતી મળેલ મુજબ આજે ભારત દેશ ડિજિટલ ઇન્ડિયામાં સૌથી સારી રીતે વિકાસ કર્યો છે. જેમાં દરેકને દરેકનો પલ - પલની ખબર જાણી શકાય છે. સરકારના તમામ અધિકારીઓ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચાર કરી પોત પોતાની રીતે ગરીબો, આદિવાસીઓ, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના ઉત્થાન માટે પોતાની ફરજ બજાવશે અને સરકારને બદનામ કરવા બદલે મળતો વેતન મળેલ સત્તા અને કાયદા મુજબ કામ કરશે....


Monday, June 20, 2022

નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત


નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત 

    નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસારી થી રૂખસત કરી ચુક્યા છે. સૌથી વધુ લોકપ્રિય રોજગાર હીરા ઉદ્યોગ આજે આખરી શ્વાસ લેવા મજબૂર છે. કોરોના મહામારી માં સરકાર આર્થિક તંગી માં પસાર હોવા છતા કરોડો રૂપિયા ખર્ચ કરી ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના ઉત્થાન માટે નવી નવી યોજનાઓ થકી રાત દિવસ મહેનત કરી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ ખરેખર કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એ તમામ યોજનાઓ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકો ને મળે છે કે કેમ ..? પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ને પ્રાથમિક રૂબરૂ તપાસ માં નવસારી જિલ્લામાં સદર બાબતે સરકાર વર્ષોથી એક ની જગ્યા બે કચેરી અને એક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી એક શ્રમ આયુક્ત કચેરી માં લાખો રૂપિયા વેતન અને રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. અને બન્ને કચેરીઓમાં ખરેખર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણૂંક પણ કરેલ છે. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી માં રૂબરૂ મુલાકાત કરતા ખબર પડી કે અહિં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં નાયબ નિયામક શ્રી ડી કે પટેલ રેગ્યુલર પોસ્ટ કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવેલ છે. પરંતુ સદર અધિકારી શ્રીના ઉપર કોઈ તપાસ અધિકારી નથી. અને ફીલ્ડ માં હોય એના બહાને એ નવસારી જિલ્લામાં પોતાની કચેરીઓમાં એમની મરજી મુજબ આવે છે. અને બાંધકામો માટે પણ એક સર્વોચ્ચ અધિકારી પણ રાઉત સર એવી રીતે કામ કરે છે. પરંતુ ખરેખર એ અધિકારીઓ ક્યારે આવશે એનો કોઈ ગેરંટી નથી. નવસારી જિલ્લામાં આજે ફેક્ટરી હોય કે બહુમાળી બિલ્ડીંગ માં બાંધકામો અહિં સદર અધિકારીઓ કે કચેરી વિશે હજુ નાગરિકોને કે મોટા ભાગના જાગૃત નાગરિકો ને પણ ખબર નથી. બાંધકામો માં આજે ગરીબોની આકસ્મિક રીતે મૌત ફક્ત સેફ્ટીની કમીના આધારે થઈ રહ્યો છે.  દર રોજ થતી ફરિયાદની સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ મુજબ ગુજરાતી ભાષા માં કોમ્પુટર દ્વારા ટાઈપ કરેલ રૂપિયા ૨૦/ ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોંટાડી એક માહિતી માંગવામાં આવી. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી નવસારી માં સદર નાયબ નિયામક શ્રી ડી કે પટેલ અને સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અનુભવી અધિકારી શ્રી રાઉતની આરટીઆઇ કે અન્ય કાયદાકીય જાણકારી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જે અહિં શબ્દો માં લખવો શક્ય નથી. શબ્દ કોશ માં એના માટે શબ્દ જ નથી.
      આરટીઆઇ એકટ ૨૦૦૫ ભારતીય સંસદ માં પારિત અને ભારતના સર્વોચ્ચ હોદ્દા ધરાવતા રાષ્ટ્રપતિની સહી થી એક સર્વશ્રેષ્ઠ કાનૂન છે. જેમાં તમામ સરકારી અધિકારીઓ ને જાણવો ફરજિયાત છે. અને દરેક નાગરિકોના સંવૈધાનિક અધિકાર છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ઉદ્દેશ નાગરિકોને મૂળભૂત અધિકાર અપાવવા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ અને શુસાસન લાવવા માટે એક મહત્વ પૂર્ણ કાનૂન છે. નવસારી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે જાહેર માહિતી અધિકારી શ્રી ડી કે પટેલ નિમણૂંક કરવામાં આવેલ છે. અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી જેમાં પહેલી માહિતી જેમાં સદર માહિતી અધિકારી શ્રી પોતે માહિતી અધિકાર અધિનિયમની કોઈ તાલીમ લીધેલ છે કે કેમ..જેના જવાબ સદર અધિકારી પાસે નથી. અને નિરીક્ષણ દરમિયાન મોખિક રીતે જણાવ્યું કે તાલીમ લીધેલ છે પરંતુ એનો કોઈ પુરાવા નથી. દરેક તાલીમ પછી સ્પીપા એક સર્ટિફિકેટ આપે છે. પરંતુ એ કોઈ જરૂરી નથી. પરંતુ આજે સમૃદ્ધ ગુજરાત પારદર્શક સર્વાંગી વિકાસ માટે અધિકારીઓ ને કાયદેસર શૈક્ષણિક લાયકાત હોવા ખુબજ જરૂરી છે. સદર કચેરી માં આજે ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા માં કચેરી માં હાજરી માટે એક સામાન્ય ઈલેક્ટ્રોનિક મશીન નથી. સુરક્ષા માટે ફરજિયાત સીસીટીવી નથી. પ્રો એક્ટિવ ડિસકલોજર વિશે સદર અધિકારીને કશું ખબર નથી. પીએડી કાયદેસર એન. એ બી માં ઓડિટ કરાવવા જરૂરી છે સદર અધિકારી ને ખબર નથી. નવસારી જિલ્લામાં સદર કચેરી માં શું કામગીરી કરવામાં આવે છે એમની શું જવાબદારી છે એના માટે સદર મહાશય અરજી કરનાર ને એક વેબસાઇટ લખી ને જોઈ લેવા લિખિત જવાબ આપેલ છે. લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ લેનાર અધિકારીઓ ને આજે જાણવો જરૂરી છે કે એમને વેતન પેટે મળતો એક એક રૂપિયા અને સુવિધાઓ માટે સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેની સલામતી માટે એમને પગાર આપવામાં આવે છે એમની જ રાત દિવસ મહેનત મસકકત અને ખુન પસીનાની કમાણીના છે. અને વેબસાઈટ લખી આપવો એ ખરેખર ગુનો છે. જેમાં આઇપીસીની ધારા ૧૬૬, ૧૬૬ એ, ૧૭૩,૧૮૮,૪૨૦,૧૫૩ વિગેરે ઘારાઓ માં સજાની જોગવાઇ છે. અને મધ્યપ્રદેશમાં માહિતી આયોગ કમિશનર શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ને એવી રીતે માહિતી અધિકાર અધિનિયમ માં છટકબારી કરવા થી જેલ માં મોકલી આપી હતી. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ મુજબ ફરજમાં બેદરકારી અને ગુમરાહ કરવા બદલ તત્કાલ ફરજમાં મુક્તિ માટે કાયદેસર જોગવાઈ છે. ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ સુધારેલ ૨૦૧૮ મુજબ એમની સંપત્તિની પણ સાથે સાથે તપાસ કરવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આજે ભારત દેશમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા આરટીઆઇ ની રહી છે. સદર કચેરી ના માહિતી અધિકારી શ્રી સામે આપેલ વેબસાઇટ ખોલવામાં આવી જેમાં એક પણ માહિતી ઉપલબ્ધ નથી. અને બન્ને અધિકારીઓ ના કામો નો કોઈ પણ માહિતી સદર કચેરી માં ઉપલબ્ધ નથી એવો ન બને .. જાણકારો ના મંતવ્યો સદર બાબતે અહિં લખી શકાય નહીં. માહિતી આપતાની સાથે કોઈ એવી માહિતી હશે જે સદર અધિકારીઓની નોકરી જોખમાય જેથી માહિતી આપવામાં આવી નથી. જેથી હવે માહિતી અધિકાર અધિનિયમ માં માહિતી છુપાવવી એક ગુનો છે જેથી શંકા અને માહિતી ન આપવા આધારે ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી પાસે નવસારી વિજલપોર નગરપાલિકા માં અગાઉ કરાવેલ તપાસ ની જેમ સરકાર દ્વારા એક ટીમ બનાવી કાયદેસર તપાસ કરવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે. 
    સદર કચેરી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૪ ક મુજબ દરેક પ્રકારની માહિતી કોમ્પ્યુટર માં વેબસાઇટ ઉપર રાખવો ફરજિયાત છે. જેથી આમ નાગરિકો સહેલાઈથી જોઈ શકે . પરંતુ એવા કાયદાઓ ની સદર નાયબ નિયામક ને જ ખબર નથી. તજજ્ઞો દ્વારા સદર બાબતે મંતવ્ય મુજબ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ કે દર્શન કરાવી નિમણૂંક પામેલ અધિકારીઓની ઓળખ મોટી હોય જેથી એ વધુ કાયદા કાનૂન જાણવા કરતા એમના મોટા અધિકારીઓ અને નેતાઓની સંભાળ કરવો જરૂરી સમજી મોટા ભાગના અધિકારીઓ કાયદાઓ કે કાયદેસર કામ નથી કરતા. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ ક ખ ગ અને ઘ માટે કરેલ કામો વિશે સદર અધિકારી પાસે કોઈ જવાબ મળ્યો નથી ્્
   નવસારી જિલ્લામાં બાંધકામો માં કામ કરતા બે વ્યક્તિ જે દિવસ માં રેકી કરી નવી નવી મોટરસાયકલ મધ્યપ્રદેશ માં લઇ જતા પકડાયેલ હતી. અને બાંધકામો માં રોડ હોય કે મકાન એમાં દરેક નાગરિક ને ખરેખર સરકાર ના ધારાધોરણ મુજબ સલામતી છે કે કેમ ? એ ની જવાબદારી સદર કચેરીની છે. આરસીપીએસ ક્યા પક્ષી નો નામ છે સદર કચેરી ના નાયબ નિયામક શ્રી ને ખબર જ નથી. કેટલી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવેલ છે સદર નાયબ નિયામક ને ખબર નથી. હવે સદર કચેરી ના વડા શ્રી નવસારી જિલ્લામાં આવે છે કે સદર નાયબ નિયામકની જેમ ગુગલ થી મોબાઇલ નંબર થી જ કામ ચાલે છે એની તપાસ કરવા અઘરૂં નથી પણ એવા અધિકારીઓ સાથે મોદી સાહેબના વિશ્વગુરુ નો સપનો એક જુમલો જેવા સાબિત થશે એમાં કોઈ શંકા નથી. એવા કચેરીના અધિકારીઓ સાથે એક સંવેદનશીલ સરકાર ખરેખર બદનામ થઈ રહી છે. આજે સરકારને બદનામ કરવા માટે વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. હવે સમાચાર સરકાર ના ઈમાનદાર અધિકારીઓ સુધી પહોંચે એના માટે પાઠકોને વિનંતી છે. આપની નજીકમાં કામ કરતા મજૂરો પાસે એમની સલામતી અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે સુવિધાઓ દરેક ને પૂછવા આર્થિક તંગી ના માહોલ માં આપણી ફરજ છે. 

Sunday, June 12, 2022

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુજરાત યોગબોર્ડ દ્વારા મહાયોગ શિબિર સંપન્ન

         




       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના સાનિધ્યમાં ૫૦૦૦ લોકો એ લુંસીકુઈના ગ્રાઉન્ડ પર યોગ કર્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જીલ્લાના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ મેમ્બર યોગ કોચ યોગ ટૈનર મિત્રો અને દરેક સાધકને મિત્રોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નવસારીમાં બે દિવસ થયો હતો યોગ ઉત્સવ જેની વિગત નીચે મુજબ હતી.
તારીખ :11 જૂન ૨૦૨૨
યોગ પર ચર્ચા ૮૦૦ જેટલા લોકો જોડાયા હતા.
સમય: ૩:૦૦ થી ૬:૦૦ બપોરે
સ્થળ: વિદ્યાકુંજ સ્કૂલ
બીજો કાર્યક્રમ
યોગ જાગરણ રેલી નો હતો
સમય: ૬:૦૦ થી ૭:૦૦ સાંજે
એમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. ૧૦૦૦ લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવે એ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલ થી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુનસીકુઈના મેદાન ઉપર રેલી નો અંત કરવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

અને તારીખ: 12 જૂન ૨૦૨૨
મહા યોગ શિબિર
સમય: ૫:૩૦ થી ૭:૩૦ સવારે
સ્થળ : લુનસીકુઈ મેદાન નવસારીમાં
5000 લોકો નવસારી શહેર અને વિવિધ તાલુકામાંથી હાજર રહ્યા હતા જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, jci નવસારી jci નવસારી નારીશક્તિ યોગાસનના અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર , જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી, પ્રભાકુંજ જેવી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારી ના ધારાસભ્ય એવા પીયૂષભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો અને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. નવસારી પધારેલા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા જેમને પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. નવસારી જિલ્લાના યોગ કોડિનેટર ગાયત્રી બેન તલાટી એ દરેકને સંદેશો આપ્યો હતો કે યોગ કરો નિરોગી બનો અને વિશ્વ અને ઉપયોગી બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષા માં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેને ગાયત્રીબેન તલાટી (૯૯૨૫૧૯૦૯૯૭) નો સંપર્ક કરી શકે છે. અને યોગમય બની શકે છે. સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના પ્રસિદ્ધ આ વકીલ એવા પ્રતિમાબેન દેસાઈ એ પણ હાજરી આપી હતી. તદુપરાંત નવસારીના મીડિયા પરિવારે પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો અને આ કાર્યક્રમને દરેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

Monday, June 6, 2022

નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી નયનાબેન પટેલ ના સાનિધ્ય માં પર્યાવરણ દિવસ સંપન્ન

આયુર્વેદ શાખા નવસારી દ્વારા હનુમાનબારી ગ્રામ પંચયત ખાતે વિશ્વ પર્યાવરણ દીવસ ની ઉજવણી કરવામાં આવી





આજે અઢી વર્ષના સમયગાળા બાદ પણ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની થપાટ માંથી બહાર આવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે પુન: આયુર્વેદ તરફ લોકોની શ્રધ્ધા જાગી છે..



વળી પ્રકૃતિનુ જતન જ જીવ માત્રની તંદુરસ્તીનુ મૂળ છે, એ ન્યાયે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી અને ગ્રામ પંચાયત હનુમાનબારીના સંયુક્ત પ્રયાસથી એક વિશેષ પહેલ કરવામા આવી..
હનુમાનબારી ગ્રામ પંચાયતની હદમા આવતા લીમડાઓ પર ગળોના વેલા અને રોપાઓનુ આરોપણ કરવામા આવ્યુ, કાર્યક્ર્મની શરૂઆતમા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી રાકેશભાઇ, ઉપસરપંચ શ્રીમતી પ્રિયંકાબેન, તાલુકા પંચાયત ના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ તથા ઉપસ્થિત સર્વે સભ્યોનુ ગળોનો રોપો આપી અભિવાદન કરવામાં આવ્યું અને સાથે જ વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે ગ્રામ જનોને આયુર્વેદનુ અમૃત એવી ગળો ઔષધિના વિશેષ લાભો થી અવગત કરાયા..જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ચાપલધરાના મે.ઓ વૈદ્ય.પ્રકાશ ચૌહાણે ઘર આંગણે ઉછેર કરી શકાય એવી અન્ય આયુર્વેદ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપ્યુ અને હનુમાનબારી ગામે એક ઔષધિય વાટિકા તૈયાર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વિશેષમાં ગામના સરપંચ શ્રી રાકેશભાઈ દ્વારા વહેલી તકે ગામ પંચાયત દ્વારા જગ્યાની ફાળવણી કરી ગામ ખાતે આદર્શ એક આયુર્વેદ ઔષધીય વાટીકા બનાવવા માટેની તૈયારી દર્શાવાઈ.તાલુકા પંચયતના સભ્યશ્રી યોગેશભાઈ દ્વારા હનુમાનબરી સર્કલપાસે તેમજ આંગણવાડીના પટાંગણમા પણ અરડૂસી જેવી ઔષધિઓ રોપવામાં આવે તો જરૂરીયાત ના સમયે લોકો તેનો ઉપયોગ સહેલાઇ થી કરી શકે અને આ રીતે ઔષધિ નું જતન પણ થાય તેમ જણાવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે લોકોમાં ૨૫ જેટલી ગિલોય અને 150 જેટલા કરિયાતું ના છોડ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો વિજયભાઈ, રાજુભાઈ, અલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...