Saturday, June 25, 2022

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ લકવા ગ્રસ્ત....!

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ
લકવા ગ્રસ્ત
આજે ગુજરાત રાજયમાં નવસારી જિલ્લા એક ઐતિહાસિક અને સંસ્કારીક નગરી તરીકે પ્રખ્યાત છે. નવસારી જિલ્લા તરીકે આજે ત્રીજો દસકમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જિલ્લા બનવા પહેલા નવસારી એક પવિત્ર અને પારદર્શક મહ્ત્વપુર્ણ જિલ્લા તરીકે પ્રખ્યાત હતું. જિલ્લા બન્યા પછીથી જ નવસારી ઉપર પનોતી હોય તેવો નજરે પડે છે. નવસારી જિલ્લા ગુજરાત રાજયમાં ગુજરાત એક વિશાલ સમ્રુધ્ધ વિકસિત પ્રદેશ હોવા છતાં આજે પણ નવસારી ટ્રાઇબલ જીલ્લા તરીકે નોંધવામાં આવેલ છે. સરકાર નવી – નવી યોજનઓ બનાવી દર વર્ષ કરોડો રૂપિયા ખર્ચ છે. પરંતુ જમીની હકીકતમાં આજે પણ “ ધાક કે તીન પાત “ જેવી જ નવસારી જિલ્લાની હાલત છે. અહીં મોટા ભાગનાં આદિવાસી, દલિત, શોષિત, વચિંત અને આર્થિક પછાત વર્ગનાં લોકો રહે છે. જેનાં ઉત્થાન માટે સરકારની યોજનાઓ અને કરેલ ખર્ચમાં છેલ્લાં દસ વર્ષની આંકડાકીય માહિતી જોઇએ. ત્યારે ફાઇલોમાં થયેલો વિકાસ એક સમ્રુધ્ધ દેશ જેવાં કે અમેરિકા જાપાનથી કોઇ પણ સંજોગે ઓછું ના કહેવાય. પરંતુ જમીની હકીકતમાં એક પણ નજરે પડતો નથી. બીજી તરફ સૌથી વધુ રોજગાર આપનાર નવસારી જિલ્લામાં મફતલાલ, તાતા, નવસારી જિલ્લાથી રૂકસટ કરી ચૂકયા છે.


         નવસારી જિલ્લામાં હિરા ઉદ્યોગ જે અહી નવસારી જિલ્લાના સૌથી વધુ રોજગાર આપનાર ઉદ્યોગ હતો. એની પણ હાલત આજે ગભીંર છે. હવે ગરીબો આદિવાસીઓ, દલિત ,શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે સરકારી યોજનાઓ સિવાય કોઇ વિકલ્પ નથી. સરકારી યોજનાઓ જેમાં નાના- નાના લઘુઉદ્યોગ, ગ્રુહઉદ્યોગ વિગેરેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરે છે. પરંતુ એમની સામે માર્કેટ ન હોવાથી દરેક યોજનાઓ ટૂંક સમય માટે ચાલે છે, પછી એક મોટા ભાગે કોઇપણ જગ્યાએ નજરે પડતો નથી. હવે ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે માત્ર સરકારી, અર્ધસરકારી, ખાનગી સંસ્થાઓ દ્વારા રોજગાર મેળવવા માટે માર્ગ અને મકાન આજે એક સારો વિકલ્પ છે. જેમાં સૌથી વધુ ગરીબો, મજુરો, આદિવાસીઓ મહેનત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજી મેળવે છે. જેમાં આજે સરકારશ્રી દ્વારા દેશ આઝાદ થયું, ત્યાર પછી ઘણા બધાં કાયદાઓ અને એ કાયદાના પાલન કરવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મુજબ કચેરી પણ બનાવી છે, અને એવી તમામ કચેરીઓમાં મોટાં ભાગનાં અધિકારીઓ આરક્ષણ કંપની દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે. અને સરકાર શ્રી દ્વારા લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ આજે ૭૪ વા વર્ષમાં કાર્યરત છે. પરંતુ લઘુતમ માસિક વેતનનો કાયદો નવસારી જિલ્લાના એક પણ કચેરીમાં અમલ કરવામાં આવતો નથી. માર્ગ અને મકાન વિભાગ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, કચેરીઓમાં અધિકારીઓ કોઈપણ સંજોગે અમલ કરવા ગુનો સમજે છે જેની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સદર બાબતે માહિતીઓ માંગવામાં આવેલ હતી. જેમાં મળેલ જવાબ મુજબ સદર બાબતે અધિકારીઓને કશું ખબર નથી કે જાણવા માંગતા નથી, અથવા એમને કાયદા કાનુનનો કોઈ ભય નથી. વારંવાર રૂબરૂ મુલાકાત અને લેખિતમાં પણ જાણ કરવા છતાં છેલ્લા છ માસથી અધિકારીઓ સદર બાબતે ગુમરાહ કરી શું સાબિત કરવા માંગે છે એ આજે સમજવું મુશ્કેલ છે. લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ના કાયદા મુજબ તાબા હેઠળ બાંધકામો રોડ હોય કે બિલ્ડિંગ ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી કે સંસ્થાઓના માધ્યમથી કે સીધી ભરતીમાં કામ કરનાર તમામ મજૂરો કર્મચારીઓને લઘુતમ માસિક વેતન ધારા ૧૯૪૮ મુજબ વેતન આપવો ફરજીયાત છે. જેની સંપૂર્ણ જવાબદારી કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ સેટિંગ ડોટ કોમ બાપુ દર્શન કે નેતાઓની પરિક્રમા થી અધિકારીઓને આજે જાણવું જરૂરી છે કે એમને મળતો વેતના રાજાશાહી જેવી સુવિધાઓમાં થતો ખર્ચના એક - એક રૂપિયો ગરીબો, આદિવાસીઓ, મજૂરો, દલિતો, શોષિત આર્થિક પછાત વર્ગના નાગરિકોની ખૂન -પસીના અને મહેનત મશકતની કમાણીના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જે ગમે તે રીતે ખર્ચ કરી શકે. આજે અધિકારીઓ એક સંવેદનશીલ સરકારને બદનામ કરવા કમર કસી હોય એવું નજર પડે છે. કદાચ અધિકારીઓને ખબર નથી કે રાત ગમે એટલી મોટી હોય, પણ એ દિવસને રોકી શકતી નથી. સરકાર આજે આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યો છે. છતાં દર માસે સમય પહેલા એમના ખાતામાં જરૂરથી વધારે સરકાર જમા કરાવે છે. સૂત્રો દ્વારા માહિતી મળેલ મુજબ આજે ભારત દેશ ડિજિટલ ઇન્ડિયામાં સૌથી સારી રીતે વિકાસ કર્યો છે. જેમાં દરેકને દરેકનો પલ - પલની ખબર જાણી શકાય છે. સરકારના તમામ અધિકારીઓ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચાર કરી પોત પોતાની રીતે ગરીબો, આદિવાસીઓ, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના ઉત્થાન માટે પોતાની ફરજ બજાવશે અને સરકારને બદનામ કરવા બદલે મળતો વેતન મળેલ સત્તા અને કાયદા મુજબ કામ કરશે....


No comments:

नवसारी शहर में बंदर रोड की हालत गंभीर

नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...