Sunday, June 12, 2022

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુજરાત યોગબોર્ડ દ્વારા મહાયોગ શિબિર સંપન્ન

         




       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના સાનિધ્યમાં ૫૦૦૦ લોકો એ લુંસીકુઈના ગ્રાઉન્ડ પર યોગ કર્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જીલ્લાના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ મેમ્બર યોગ કોચ યોગ ટૈનર મિત્રો અને દરેક સાધકને મિત્રોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નવસારીમાં બે દિવસ થયો હતો યોગ ઉત્સવ જેની વિગત નીચે મુજબ હતી.
તારીખ :11 જૂન ૨૦૨૨
યોગ પર ચર્ચા ૮૦૦ જેટલા લોકો જોડાયા હતા.
સમય: ૩:૦૦ થી ૬:૦૦ બપોરે
સ્થળ: વિદ્યાકુંજ સ્કૂલ
બીજો કાર્યક્રમ
યોગ જાગરણ રેલી નો હતો
સમય: ૬:૦૦ થી ૭:૦૦ સાંજે
એમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. ૧૦૦૦ લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવે એ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલ થી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુનસીકુઈના મેદાન ઉપર રેલી નો અંત કરવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

અને તારીખ: 12 જૂન ૨૦૨૨
મહા યોગ શિબિર
સમય: ૫:૩૦ થી ૭:૩૦ સવારે
સ્થળ : લુનસીકુઈ મેદાન નવસારીમાં
5000 લોકો નવસારી શહેર અને વિવિધ તાલુકામાંથી હાજર રહ્યા હતા જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, jci નવસારી jci નવસારી નારીશક્તિ યોગાસનના અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર , જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી, પ્રભાકુંજ જેવી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારી ના ધારાસભ્ય એવા પીયૂષભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો અને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. નવસારી પધારેલા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા જેમને પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. નવસારી જિલ્લાના યોગ કોડિનેટર ગાયત્રી બેન તલાટી એ દરેકને સંદેશો આપ્યો હતો કે યોગ કરો નિરોગી બનો અને વિશ્વ અને ઉપયોગી બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષા માં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેને ગાયત્રીબેન તલાટી (૯૯૨૫૧૯૦૯૯૭) નો સંપર્ક કરી શકે છે. અને યોગમય બની શકે છે. સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના પ્રસિદ્ધ આ વકીલ એવા પ્રતિમાબેન દેસાઈ એ પણ હાજરી આપી હતી. તદુપરાંત નવસારીના મીડિયા પરિવારે પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો અને આ કાર્યક્રમને દરેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...