Monday, June 6, 2022

નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી નયનાબેન પટેલ ના સાનિધ્ય માં પર્યાવરણ દિવસ સંપન્ન

આયુર્વેદ શાખા નવસારી દ્વારા હનુમાનબારી ગ્રામ પંચયત ખાતે વિશ્વ પર્યાવરણ દીવસ ની ઉજવણી કરવામાં આવી





આજે અઢી વર્ષના સમયગાળા બાદ પણ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની થપાટ માંથી બહાર આવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે પુન: આયુર્વેદ તરફ લોકોની શ્રધ્ધા જાગી છે..



વળી પ્રકૃતિનુ જતન જ જીવ માત્રની તંદુરસ્તીનુ મૂળ છે, એ ન્યાયે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી અને ગ્રામ પંચાયત હનુમાનબારીના સંયુક્ત પ્રયાસથી એક વિશેષ પહેલ કરવામા આવી..
હનુમાનબારી ગ્રામ પંચાયતની હદમા આવતા લીમડાઓ પર ગળોના વેલા અને રોપાઓનુ આરોપણ કરવામા આવ્યુ, કાર્યક્ર્મની શરૂઆતમા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી રાકેશભાઇ, ઉપસરપંચ શ્રીમતી પ્રિયંકાબેન, તાલુકા પંચાયત ના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ તથા ઉપસ્થિત સર્વે સભ્યોનુ ગળોનો રોપો આપી અભિવાદન કરવામાં આવ્યું અને સાથે જ વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે ગ્રામ જનોને આયુર્વેદનુ અમૃત એવી ગળો ઔષધિના વિશેષ લાભો થી અવગત કરાયા..જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ચાપલધરાના મે.ઓ વૈદ્ય.પ્રકાશ ચૌહાણે ઘર આંગણે ઉછેર કરી શકાય એવી અન્ય આયુર્વેદ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપ્યુ અને હનુમાનબારી ગામે એક ઔષધિય વાટિકા તૈયાર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વિશેષમાં ગામના સરપંચ શ્રી રાકેશભાઈ દ્વારા વહેલી તકે ગામ પંચાયત દ્વારા જગ્યાની ફાળવણી કરી ગામ ખાતે આદર્શ એક આયુર્વેદ ઔષધીય વાટીકા બનાવવા માટેની તૈયારી દર્શાવાઈ.તાલુકા પંચયતના સભ્યશ્રી યોગેશભાઈ દ્વારા હનુમાનબરી સર્કલપાસે તેમજ આંગણવાડીના પટાંગણમા પણ અરડૂસી જેવી ઔષધિઓ રોપવામાં આવે તો જરૂરીયાત ના સમયે લોકો તેનો ઉપયોગ સહેલાઇ થી કરી શકે અને આ રીતે ઔષધિ નું જતન પણ થાય તેમ જણાવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે લોકોમાં ૨૫ જેટલી ગિલોય અને 150 જેટલા કરિયાતું ના છોડ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો વિજયભાઈ, રાજુભાઈ, અલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...