નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત
નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્લા પંચાયતની શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય સાથે સરકારની તમામ જનહિત સંબધિત યોજનાઓ દરેકે દરેકને મળે એની સંપૂર્ણ જવાબદારી છે. અને જવાબદારી નિભાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દરેક વિભાગ માટે ગાંધીનગર થી ગ્રામ પંચાયત સુધી કરોડો રૂપિયા દર માસે વેતન સાથે રાજાશાહી સુવિધાઓ અધિકારીઓને આપી રહી છે. પરંતુ જમીની હકીકત માં મોટા ભાગના અધિકારીઓ જેના ઉપર સરકાર અતિ વિશ્વાસ સાથે જવાબદારી આપી છે. આજે વર્ષો થી ભ્રષ્ટાચાર માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ છે. અને એ વધા જ અધિકારીઓ આજે કાયદા કાનૂનના જાણકાર હોવા છતા આજે એક પારદર્શક સરકારને બદનામ કરી રહ્યા છે. અને એની સીધી અસર સરકાર ઉપર પડે છે. અને સરકાર બદનામ થઈ રહી છે. અને અહિં નવસારી જિલ્લા માં જિલ્લા પંચાયત કચેરી માં કાયદા કાનૂનના અતિ વિશેષ જાનકાર આઈ એ એસ અને જી એ એસ અધિકારીઓને નિમણુંક કરેલ છે. અને અહિં એક નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોતે કાયદાથી અજાણ હોય એવો મા.અ.અ.૨૦૦૫માં હુકમ કરેલ છે. જ્યારે એમની પોતાની કચેરી માં એરકંડીશન સુવિધા સરકાર શ્રી કાયદેસર ઉપલબ્ધ નથી. ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે એક માહિતીની નિરીક્ષણ માં કબુલાત કરી છે કે અમોને માહિતી અધિકાર અધિનિયમ ૨૦0૫ વિશે કશુ ખબર નથી. નવસારી તાલુકા વિકાસ અધિકારીની હાલત પણ એવી રીતે 7 માળની ગેરકાયદેસર બહુમાળી બિલ્ડિંગ ગેરકાયદેસર સાબિત હોવા છતા હજુ સુધી ફકત પત્રાચાર કરી ગેરકાયદેસર એરકંડીશન થી હુકમો કરી રહ્યા છે. જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી એક ચિફ મિનિસ્ટરની જેમ દરેક માહિતી કે અરજી ઉપર કાryaવાહી કરવા પોતાની સક્ષમતા અને અસહાય એક ગરીબના શોચાલય માં ભ્રષ્ટાચાર થયેલ સાબિત થતા જવાબ આપેલ છે. વાંસદા અને ખેરગામ ચિખલીના તાલુકા વિકાસ અધિકારીઓને ફકત સરકાર કચેરીમાં પોતાની મર્જી મુજબ આવી અને ટાઇમ પાસ કરી મોટા પ્રમાળ માં વેતન લેવા માટે કરી છે. એક માહિતી જ્યારે અરજદાર માગે ત્યારે અરજદાર સામે ટેલિફોન અને ધમકીઓની લાઈન અધિકારીઓ લગાડવામાં ખાસ ડિગ્રી મેળવેલ છે. ગુજરાત રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર શ્રી બીજી અપીલ માં નવસારી જિલ્લા પંચાયત માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ વિશે જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તા અધિકારીઓના બિન જરૂરી જવાબ માં અત્યંત દુખ વ્યક્ત કરતા નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને દરેક જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તા અધિકારીઓને તત્કાલ માહિતી અધિકાર અધિનિયમ જેમાં ફકત ૫૦ પેજ છે .એની તાલીમ આપવા માટે ભલામળ કરી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કાયદેસર અનુભવી અને શિક્ષિત ઇજનેરો નિમણુંક કરેલ છે. અને સદર કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ આજે ૧૭ વર્ષે અમલવારી ન થવો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. નવસારી જિલ્લા પંચાયત હેઠળ બનાવેલ 90 ટકા રોડો એક જ વર્ષ માં ક્ષતિગ્રસ્ત થવા સામે આજે સવાલિયા નિશાન ઉભો થાય છે. સદર કચેરી માં એક રોડની માહિતી આજે ત્રણ માસ થી તારીખ આપવામાં આવે છે. ગણદેવી તાલુકા માં કરોડો રૂપિયા બનાવેલ બિલ્ડિંગ ફકત 5 વર્ષ માં ધરાસાઈ થવા ભ્રષ્ટાચારની અંતિમ પરિકાષ્ઠા છે.
No comments:
Post a Comment