ગુજરાત માં કેગના સર્વે મુજબ વર્ષોથી શિક્ષણ સૌથી ઉતરતી કક્ષાનો છે. જેમાં આજે જવાબદાર કૌણ છે. સમજવું અધરૂ છે. દિલ્હીમાં સરકાર શિક્ષણ માંટે એક દાખલો છે. પરંતુ અહીં સરકાર કે પ્રશાસન ક્યાં છે. એ શોધવુ દરિયા માં થી મોતી કાઢવો જેવો છે. હાલમાં મહિલા શિક્ષિકા બહેનો સાથે BLO ની કામગીરી દરમિયાન થતો ગેરવર્તન માટે જવાબદાર કોઈ અધિકારી નથી. કાયદા અને નવસારી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુનીલ પટેલ દ્વારા એક આરટીઆઈના જવાબ માં કરેલ હુકમ મુજબ શિક્ષણ સમય દરમિયાન અહીં BLO ની કોઈ પણ કામગીરી કરવામાં આવતો નથી. અને સરકારના કાયદા મુજબ ખાસ કરીને મહિલાઓ ને શાળા છૂટ્યા પછી સાજે જેતે કચેરીના સમય બાદ રોકી શકાય નહીં. ત્યારે હવે બી એલ ઓની કામગીરી કયારે કરવામાં આવે છે. એનો જવાબ કૌણ આપશે..? સરકાર મહિલાઓની સુરક્ષા અને શસકતીકરણની વાતો કરે છે. જમીની હકીકત માં સરકાર અને પ્રશાસન જોવા રાજી નથી. હવે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓ માં મોકલી રહ્યા છે. હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં મધ્યમવર્ગીય વાલીઓ પણ પોતાના બાળકો ને ખાનગી શાળા ઓ માં જ મોકલી રહ્યા છે. પ્રાથમિક શાળા ઓ મા બાળકો પાસે સાફ સફાઈ કાયમી ધોરણે લેવામાં આવે છે. અને ખાનગી શાળા ઓ માં એના માટે કર્મચારીઓ કામ કરે છે. સરકારી શાળાઓ માં મુખ્ય શિક્ષક પાસે એક પટાવાળા અને કારકૂન ના કામો લેવામાં આવે છે. જ્યારે ખાનગી શાળાઓ માં જુદા જુદા કામો માટે કર્મચારીઓ છે. પ્રાથમિક સુવિધાઓ માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. આજે પણ બેસવા માટે આસન પટા મોટા ભાગની શાળા ઓ માં વ્યવસ્થા નથી. ચોખ્ખું પાણી નથી. કોમ્પ્યુટર શિક્ષણનો અભાવ છે. શિક્ષણ આપનાર શિક્ષકો પોતાની મરજી મુજબ જ હાજરી આપે છે. તપાસ કરનાર અધિકારીઓ ની મિલીભગત જોવા મળે છે. ડિઝિટલ જેવા કશું નજરે નથી પડતો. હવે સરકાર ગુજરાત માં શિક્ષણ જયારે નીચલા ક્રમે પહોંચી ગયા છે. વિકાસનો આધાર જ કમજોર છે. ત્યારે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા ફકત નેતાઓના ભાષણો કે મોટી મોટી ફાઇલો માં બેનરો માં જોવા મળી શકે છે. એનો એક કારણ શિક્ષણ માં રાજનીતિ થઈ રહી છે. હવે વિકાસ માટે રાજનીતિ માં શિક્ષણની જરૂર છે. અહીં હવે અધિકારીઓ પણ મોટા ભાગે લાયકાત થી નહીં આરક્ષણ અને લાગવક જૂની પરંપરા થી ભરતી કરવા માં આવે છે. દસ પાસ મામલતદાર તલાટી થી ડીડીઓ અગુઠા ટેક મંત્રી નગરસેવક હોય ધારાસભ્ય સંસદ હોય કે મંત્રી જયાં સુધી શિક્ષણ વગર આવશે ત્યાં સુધી વિકાસ ભ્રષ્ટાચારના મકાન માં જ મળશે. હવે સરકાર ના સંબંધિત નેતાઓ અને અધિકારીઓ વિદ્વાનો જાગૃત નાગરિકો મીડિયાના જાબાજ ભાઈ અને બહેનો સાથે જાગૃત નાગરિકો આજે દરેકે દરેક ને જાગૃત થવાની જરૂર છે.
નવસારી જિલ્લાનાના સમાહર્તા શ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે નવસારી જિલ્લાના પોલીસ અધીક્ષક શ્રી સદર બાબતો માં વિચાર વિમર્શ કરી મહિલાઓના હિત માટે કાર્યવાહી કરશે જેની આજે એની રાહ જોવાઈ રહી છે.
નવસારી જિલ્લાનાના સમાહર્તા શ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે નવસારી જિલ્લાના પોલીસ અધીક્ષક શ્રી સદર બાબતો માં વિચાર વિમર્શ કરી મહિલાઓના હિત માટે કાર્યવાહી કરશે જેની આજે એની રાહ જોવાઈ રહી છે.
No comments:
Post a Comment