Monday, April 6, 2020

નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત અધિકારીઓ અન્ન બ્રમ્હ યોજનાની કામગીરી કાબીલેતારીફ કે........?

નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત અધિકારીઓ 
અન્ન બ્રમ્હ યોજનાની કામગીરી કાબીલેતારીફ કે........? 


નવસારી જિલ્લામાં આજે વર્ષો થી રોજગારીનો મોટા ભાગના તમામ ઉદ્યોગો બંધ થઈ ચુક્યો છે. મફતલાલ ,નવસારી કોટન , ટાટા વગેરે નવસારી જિલ્લા થી પોતાની મીલો જેમાં દસ હજાર થી વધૂ પરિવારોનો ગુજરાન ચાલતો હતો અને નવસારી માં રોશની હતી.હીરા ઉદ્યોગ પણ આજે નવસારી જિલ્લામાં ઓક્સિજન ઉપર છે.બિલ્ડરોની હાલત તદ્દન ઉતરતી કક્ષા પર પહોંચી છે. ખેડૂતોને વિગત વર્ષો માં  પાણીની સમસ્યા થી મોટો નુકસાન થયેલો છે. નાગરિકો એવી તમામ હાલતનો સામનો પહેલા થી જ કરી રહ્યા છે.જેમાં કોરોના ની મહામારી થી આજે વિશ્વ ત્રાહીમામ પોકારી રહ્યા છે. એવા સંકટ સમયે સરકાર એક માત્ર સહારો છે.અને સરકાર પણ દરેક વિકટ પરિસ્થિતિને સામનો કરવા તમામ આર્થિક સહાય કરવા માટે રાત દિવસ મહેનત કરી નવી નવી યોજનાઓ અને આર્થિક મદદ કરવા તૈયાર છે. પરંતુ વર્ષો થી નવસારી જિલ્લા એ અધિકારીઓ માટે મોટા ભાગે તાલીમ કેન્દ્રની સુવિધા પૂરૂ પાડે છે. જેમાં આજે તાલીમ લેનાર અને સેટિંગ ડોટ કોમ કે દસ કે બાર પાસ પરમોટેડ  અધિકારીઓને કોઈ નાગરિક ગરીબ  પણ હોઈ શકે એ જ ખબર નથી. સરકારની અન્ન બ્રમ્હ યોજના કોણે કહેવાય એજ ખબર નથી. અન્ન બ્રમ્હ યોજના આજે વર્ષો થી ચાલે છે. પરંતુ અહી નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત એક પણ અધિકારીને ખબર નથી. સરકારી રાશનની દુકાનોની આજે છેલ્લા ચાર વર્ષ થી કાયદેસર તપાસ થયેલ નથી. અને નવસારી જિલ્લાના તમામ પુરવઠા સંબંધિત અધિકારીઓનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થઈ ચુક્યો છે.જેમાં મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લાના તમામ પુરવઠા સંબંધિત અધિકારીઓ શોભાના ગાઠીયા સમાન ફકત ખાનાપૂર્તિ એ પણ અધુરો કરેલ છે.  આજે નવસારી જિલ્લામાં દારૂ બંદીનો કાયદોની જેમ જ પુરવઠા વિભાગ વર્ષો થી ચાલી રહ્યો છે. જેમાં આજે ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, દલિતો, બેરોજગાર ભાઈ - બહેનો આર્થિક રીતે પછાત વગેરે તમામ શબ્દો નેતાઓને ચુટણી માટે રિજર્વ અને જીવતો રાખવામાં આવે છે. આજે પુરવઠા સંબંધિત તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે તમામ કામગીરીનો પર્દાફાશ થઈ ચુક્યો છે.હવે શાસન પ્રશાસનના સર્વોચ્ચ હોદ્દેદારો એવા સંકટ સમયે ગરીબો આર્થિક રીતે પછાત વર્ગોની મદદ કરશે કે બાપુ દર્શનમાં વધારો કરશે એ આજે લોક ચર્ચામાં રાહ જોવાઇ રહ્યુ છે.


No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...