Monday, June 3, 2019

ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ નવસારી માં આરટીઆઈ કી એસીકીતૈસી ..? ગાંધીનગરના મુખ્ય અધિકારી રાજીનામું આપશે ખરા...!

ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ નવસારી માં આરટીઆઈ કી એસીકીતૈસી ..?
 ગાંધીનગરના મુખ્ય અધિકારી રાજીનામું આપશે ખરા...!
ગુજરાત રાજ્યમાં એક કચેરી જીપીસીબી જેમાં ગુજરાતી ભાષા માં આરટીઆઈ પ્રો- એક્ટિવ ડિસ્કલોઝર ની માહિતી ઉપલબ્ધ નથી...! જવાબદાર કૌણ...? આજે સંપૂર્ણ વિશ્વમાં ગુજરાત અને ગુજરાતી ભાષાનો એક અલગ પ્રભુત્વ છે. ભારતદેશના સૌથી વિકસિત અને સમૃદ્ધ પ્રદેશ ગુજરાત છે. અને દરેક પ્રદેશ માં પ્રાદેશિક ભાષાનો એક મહત્વપૂર્ણ સ્થાન હોય છે. અને દરેક નાગરિકોને પોતાની માતૃભાષા ઉપર ગૌરવ હોવુ જોઈએ. પરંતુ જમીની હકીકત માં નવસારી જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ માં એક સામાન્ય માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ જે આજે ૧૪મો વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.આજે પણ સદર કચેરી માં ગુજરાતી ભાષાનો કોઈ અસ્તિત્વ નથી. સદર કચેરી માં કાયમી ધોરણે સમાચાર પત્રો માં ભ્રષ્ટાચારનો અહેવાલની જમીની હકીકત જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયદા મુજબ એક જન હિતથી સંકળાયેલ આરટીઆઈ અગેન્સ કરપ્શન કલમ ૨4 મુજબ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેમાં ગુજરાત માહિતી આયોગ કમિશનર ના હુકમ મુજબ દરેક કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમને ગંભીરતા થી નોધ લેવા ૨૦૧૩ માં સ્પષ્ટ સૂચના આપેલ અને દરેક કચેરી માં પ્રો એક્ટિવ ડિસ્કલોઝર અદ્યતન કરાવી ૧૫ મે સુધી પ્રો એક્ટિવ ડિસ્કલોઝર રાખવો ફરજિયાત છે. છતા નવસારી જિલ્લામાં સદર કચેરી માં એવા કોઈ પણ નિયમનો પાલન કરવામાં આવતો નથી. તારીખ ૨૩ જન્યુઅરી ૨૦૧૯ના રોજ નવસારી જિલ્લા કલેકટર શ્રીને સદર બાબતે ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એક હુકમ માં પણ જણાવ્યું છે નવસારી જિલ્લામાં સદર બાબતે કાયદેસર દરેક કચેરી માં પીએડીની વ્યવસ્થા કરાવવો . નવસારી જિલ્લાની ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ માં જિલ્લા કલેકટર કે રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રીનો કાયદેસર અપમાન કરવામાં આવી રહ્યો છે. સદર કચેરી માં જનહિત લક્ષી કામો માટે કોઈ સ્થાન નથી. સમાચાર પત્રો માં ભ્રષ્ટાચાર માટે પ્રસિદ્ધ થતા અહેવાલની અહીં કોઈ માન્યતા નથી. આરસીપીએસ ૨૦૧૩ નો એક બોર્ડ લગાડવા અહીં ગુનો છે.લઘુતમ માસિક વેતન ધારો અહીં લાગુ પડતો નથી. ગુજરાતી ભાષાનો અપમાન કરતી કચેરી માં અધિકારીઓ કેવી રીતે નિમણૂંક કરવામાં આવેલ છે.એના માટે સદર કચેરી માં નિમણૂક પત્ર પણ ઉપલબ્ધ નથી.નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા માં એક એન્જીનીયર કોઈ પણ ડિગ્રી વગર ચાર વર્ષ કામ કર્યું છે. નવસારી નગરપાલિકાના એક અધિકારીની ડિગ્રી પર આજે પણ કેશ ચાલુ છે. નિમણૂક નવસારી માં થયુ હોય ત્યારે નવસારી માં એક પ્રતિ હોવુ જરૂરી છે. આજે ગુજરાત માં અંગ્રેજી ભાષાનો જાણકારનો એક સર્વે મુજબ ટકાવારી પણ આવતી નથી. ત્યારે સદર કચેરી માં સામાન્ય નાગરિકોના હિત માટે કોઈ કાર્યવાહી કેવી રીતે થતી હશે. આજે સદર વિભાગના એવા અધિકારીઓ ના કામોથી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અરજદાર દ્વારા માગવામાં આવેલ માહિતીનો જવાબ અંગ્રેજી ભાષામાં છે એ પણ અધુરી અને બિન જરુરિયાત જેની ગુજરાત જ નહીં કાયદેસર ભારત સરકાર માં કોઈ માન્યતા નથી. અંગ્રેજી ભાષાનો પાવર બતાવવા એ ગુનો છે. અહીં ફકત અરજદારો ને અંગ્રેજી ભાષામાં માહિતી બતાવી ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. આરટીઆઈ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઓડિટ કરાવેલ જ પીએડી માન્ય ગણાશે. ઓડિટ કરવા કે કરાવવા માટે સદર કચેરી માં અધિકારીઓને પણ ખબર નથી. અહીં દરેક માહિતી બિન જરૂરી ફકત અંગ્રેજી માં ઉપલબ્ધ છે. પ્રાદેશિક ભાષામાં જ ઉપલબ્ધ કરાવાનો કાયદો અહીં અધિકારીઓને ખબર નથી અને કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. એક માહિતી ના અન્ય મુદ્દો ના જવાબ માં ફકત અરજદાર ને ગુમરાહ કરવા માટે નગરપાલિકા ઓ દ્વારા થતો પ્રદૂષણ માટે છેલ્લા કેટલાક વર્ષો થી અહીં કોઈ કામગીરી કરવામાં કેમ નથી આવતી એ અહીં લખી શકાય નહીં. સમાચારની ગંભીરતા થી નોધ લઈ ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી અને નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી સદર કચેરી ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુજરાતી ભાષાનો પ્રભુત્વ જાણવી રાખશે ખરા..? જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...