Monday, December 27, 2021

ભૂમિના જતન-સંરક્ષણ સાથે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ

ભૂમિના જતન-સંરક્ષણ સાથે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ


પ્રાકૃતિક કૃષિના વિકલ્પ થકી ગુજરાતનો કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે
ગુજરાત પ્રાકૃતિક ખેતીના આદર્શ રાજ્ય તરીકે દેશનું નેતૃત્વ કરશે



પ્રાકૃતિક કૃષિપદ્ધતિનું ભાવિ ખૂબ ઉજ્જવળ, ખેડૂતોના જીવનને કરશે ઉન્નત
                                                 : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લા ના ખેડૂતોની ત્રિદિવસીય કાર્યશાળાનો આરંભ કરાવતા રાજયપાલશ્રી

 નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે, અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થયા છે: 

ખેડૂતોની ચિંતા કરીને રાજ્યપાલશ્રીએ તેમના કાર્યકાળમાં ખેડૂત કલ્યાણની કામગીરીને પણ પ્રાધાન્ય આપ્યું છે. 
          :કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

રાજ્યપાલશ્રીના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન: ૩૦૦૦ ખેડૂતો તાલીમમાં જોડાયા

પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો જણાવીને વિચારોનું આદાન-પ્રદાન કરશે.


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવસારીના દાંડી સ્થિત સમર્પણ આશ્રમ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેતી અંગેની ત્રિદિવસીય તાલીમ કાર્યશાળાનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી કૃષિખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે. 
            નવસારી કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ, ગાંધીનગર અને પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યશાળામાં તાલીમાર્થી ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ ખેતીમાં સ્વા નુભવ જણાવતા કહયુ કે, હરિયાણાના કુરુક્ષેત્રમાં પોતાની ૨૦૦ એકર જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકો થકી ખેતી કરતાં ત્યારે કૃષિ ખર્ચ દર વર્ષે વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-જમીનની ફળદ્રુપતા ઘટી આથી સુભાષ પાલેકરજીની પ્રેરણાથી પ્રથમ વર્ષે ૫ એકર, બીજા વર્ષે ૧૦ એકર અને ત્રીજા વર્ષે ૯૦ એકરથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતા મેળવી અને આજે આ પદ્ધતિમાં તમામ મોરચે સફળતા મળી રહી હોવાનું રાજ્યપાલશ્રીએ ગર્વથી કહ્યું હતુ. 
           રાજ્યપાલશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોના તારણોને રજૂ કરી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની અસરકારકતા સમજાવતા જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦ હજાર કિસાનોને આ કૃષિ પધ્ધકતિ વિશે સમજણ આપી જોડયા હતા. આજે હિમાચલપ્રદેશમાં આ સંખ્યા વધીને ૧.૫૦ લાખ સુધી પહોંચી ચૂકી છે. 
            જે રીતે ગાંધીજીએ નવસારીના દાંડીથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના અમાનુષી કાયદા અને અંગ્રેજોની ગુલામીના પંજામાંથી બચાવવાનો સંકલ્પ કર્યો હતો, એ જ રીતે અહીં ઉપસ્થિત પ્રત્યેક ખેડૂત દેશની માટી-ભૂમિને ઝેરી રસાયણોથી બચાવવાનો સંકલ્પ લે એવું આહવાન રાજ્યપાલશ્રીએ કર્યું હતું. 
               ગુજરાત પ્રાકૃતિક ખેતીના આદર્શ રાજ્ય તરીકે દેશનું નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરતા તેમણે એ વાતનો સહર્ષ ઉલ્લેખ કર્યો કે, હાલમાં જ હિમાચલ સરકારના રિપોર્ટ મુજબ પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ૫૬ ટકા ઘટ્યો છે, અને કિસાનોની આવક ૨૭ ટકા વધી છે. આ કૃષિપદ્ધતિનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે, જે કરોડો ખેડૂતોના જીવનને ઉન્નત બનાવશે. સાથે આ પ્રકારની સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાઓ ગુજરાતના કિસાનોની ઉન્નતિ માટે કારણભૂત બનશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 
              ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે, ત્યારે ભૂમિપુત્ર સંતાનોએ રસાયણો અને ડી.એ.પી., યુરિયા ખાતરનો છંટકાવ કરીને ધરતીમાતાને મૃત:પ્રાય કરવાનું અધર્મકાર્ય ક્યારેય ન કરવું એવો ભારપૂર્વક અનુરોધ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણિય સમસ્યાકને હળવી કરવા આ કાર્યશાળા માર્ગદર્શક બનશે. 
            આ પ્રસંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિશેષ ઉપસ્થિત રહેલા કૃષિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે, અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થયા છે, ત્યારે આ ક્ષેત્રે પણ ગુજરાત નિશ્ચિતપણે દેશને નવી રાહ ચીંધશે. 
            તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલશ્રીએ ખેડૂતોની ચિંતા કરીને તેમના કાર્યકાળમાં ખેડૂત કલ્યાણની કામગીરીને પણ પ્રાધાન્ય આપ્યું છે. જે માટે રાજ્ય સરકાર વતી રાજ્યપાલશ્રીનો આભાર માનતાં મંત્રીશ્રીએ ખેડૂતોના હિતને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સાથોસાથ તેમની આર્થિક ઉન્નતિ માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે. ડાંગ ઓર્ગેનિક જિલ્લા તરીકે બહુમાન પામ્યો છે, ત્યારે રાજ્યના વધુમાં વધુ જિલ્લાઓ પણ ઓર્ગેનિક બને એવી સરકારની નેમ છે એમ જણાવી મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરી રહેલા મહત્તમ ખેડૂતોને સાંકળવાના સરકારના પ્રયાસોની વિગતો આપી હતી.


              રાજ્યપાલશ્રીના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
દાંડીમાં તા.૨૫ થી ૨૭ ડિસે.દરમિયાન ત્રિદિવસીય કાર્યશાળામાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાાઓના ૩૦૦૦ ખેડૂતો ભાગ લઇ રહ્યા છે, જેમને પોઇચાના નીલકંઠધામના સ્વામી કૈવલ્ય સ્વરૂપજી તેમજ કૃષિ નિષ્ણાંતો દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન અપાશે. ત્રણ દિવસ દરમિયાન અહીં પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો જણાવીને વિચારોનું આદાન-પ્રદાન કરશે.
            આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, પ્રાકૃતિક કૃષિ સંયોજક સમિતિના પ્રદેશ સંયોજક શ્રી પ્રફુલ્લભભાઇ સેંજલીયા, નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.એસ.આર.ચૌધરી, જિલ્લા કલેક્ટરશ્રી અમિતપ્રકાશ યાદવ, મોટી સંખ્યામાં તાલીમાર્થી ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...