યુવા રોજગાર નીતિ લાગુ કરવા પ્રધાનમંત્રી મોદી ને નામ નવસારી કલેકટર કચેરીમા આવેદનપત્ર આપવામા આવ્યું
નવસારી : દેશ કી બાત ફાઉન્ડેશન એક બીન રાજકિય સંગઠન છે જે સકારાત્મક રાષ્ટ્રવાદ તથા ભારતીય ક્રાંતિકારીઓ ના સપનાંઓને સાકાર કરવાં કટિબદ્ધ છે.
ભારતીય સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, જાગૃત નાગરિકો, યુવાનો, મહિલાઓ, મજદૂરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, આદી બિનરાજકીય લોકો માં અમીટ છાપ ઊભી કરવામાં સફળતા મેળવી રહ્યું છે લોકો યુવા રોજગાર નીતિ સમર્થનમાં ઉત્સાહભર ભાગ લઈ રહ્યાં છે.
આઝાદીનાં 75 વર્ષ થવા છતાં કોઇપણ સરકાર દ્વારા નકકર કાર્યવાહી કે કામગીરી ન કરતાં આ નીતિ લાગુ કરવાનું બીડું દેશ કી બાત ફાઉન્ડેશન એ ઉપાડ્યું છે.
ભારતતના સેવાભાવી, બુદ્ધિજીવી અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ડ્રાફ્ટ બનાવીને સરકારને લાખો લૉકોના સમર્થન વાળા હસ્તાક્ષર સાથે સોંપી ને લાગું કરવામાં આવશે.
૨૦ ડિસેમ્બરે ભારતનાં તમામ કલેકટરોને પ્રધાનમંત્રી મોદી ને નામ આવેદન પત્ર આપવામાં આવેલ . જેનાં ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી એ તારીખ 20-12-2021 ના સોમવારે 1૨-૧૫ કલાકે દેશ કી બાત ફાઉન્ડેશન ના રાવસાહેબ ભીમરાવ પાટીલ (બન્ધુ), પ્રદિપ પાન્ડે, મો. જાવેદભાઈ શેખ, ઉત્તમભાઈ પાટીલ, દિપકભાઈ નાયકા અને આશિષ કુમાર તિવારી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતુ. જે લોકો યુવા રોજગાર નીતિ સમર્થનમાં હોય તેમામ લોકો ને દેશ કી બાત ફાઉન્ડેશન ના ગુજરાત રીજન - ૩ ના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૭૬૦૪૨૬ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
🙏 રાવસાહેબ ભીમરાવ પાટીલ (બન્ધુ)🙏
દેશ કી બાત ફાઉન્ડેશન
મોબાઈલ : 9428760426 .
No comments:
Post a Comment