Friday, December 3, 2021

૭૪મો નિરંકારી સંત સમાગમ સફળતા પૂર્વક સંપન્ન





૭૪મો નિરંકારી સંત સમાગમ સફળતા પૂર્વક સંપન્ન

દરેક માં ઈશ્વર નું રૂપ જોઈ પ્રેમ થી જીવન જીવીએ - સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ


નવસારી, "પરમાત્મા એ આ સૃષ્ટિ અને માનવ નું નિર્માણ માત્ર પ્રેમ કરવા માટે કર્યું છે. તેથી દરેક માં ઈશ્વર નું રૂપ જોઈ ને પ્રેમ થી જીવન જીવીએ, એ જ મનુષ્ય જીવન નો મૂળ ઉદ્દેશ્ય છે."
ઉપરોક્ત વિચાર સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ ૨૭, નવેમ્બર, ૨૦૨૧ ના રોજ વર્ચ્યુલ રૂપ માં આયોજિત સંત નિરંકારી મિશન ના ત્રણ દિવસીય ૭૪ મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ના શુભારંભ પ્રસંગે માનવતા માટેના સંદેશ રૂપ મા વ્યક્ત કર્યા. આ સમાગમ મંગળવાર ના રોજ ગુરુવંદના સાથે જ સફળતાપૂર્વક સંપન્ન થયો. જેમાં ગુજરાત ની નિરંકારી બહેનો દ્વારા ગુજરાતી ગરબા ની શાનદાર પ્રસ્તુતિ આપવામાં આવી જેને વિશ્વભર માં લાઈવ જોવામાં આવ્યું.
સરકાર દ્વારા જાહેર કરાયેલી કોવીડ-૧૯ ના નિર્દેશો ને યથા-યોગ્ય પાલન કરી ૭૪ મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપ માં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર દેશ-વિદેશ ના વક્તાઓ જ હાજર રહ્યા જેમણે પોત-પોતાના વ્યાખ્યાનો, ગીતો તથા કવિતાઓ ના માધ્યમ થી સમાગમ ના મુખ્ય વિષય વિશ્વાસ, ભક્તિ, આનંદ પર પ્રકાશ પાડ્યો.

સુરત ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ઓંકાર સિંહ એ જણાવ્યું કે સંત સમાગમ નું સીધું પ્રસારણ હરિયાણા ના સમાલખા થી નિરંકારી મિશન ની વેબસાઈટ તથા સાધના ટી.વી. ચેનલ પર કરવામાં આવ્યું. દરરોજ લગભગ ૩ કલાક આધ્યાત્મિક સત્સંગ અને સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના પ્રેરક સંદેશ નો આનંદ સુરત ઝોન ના હજારો ભક્તો સહીત વિશ્વભર ના લાખો નિરંકારી શ્રદ્ધાળુઓ એ ઘરે થી જ લાઈવ પ્રાપ્ત કર્યો.

બ્રહ્મજ્ઞાન થી જ પરિપક્વ થઇ શકે છે ઈશ્વર પર વિશ્વાસ

           વર્ચુઅલ સમાગમના માધ્યમ થી વિશ્વભરના માનવમાત્રને સંબોધિત કરતા સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ કહ્યું કે પ્રભુ-પરમાત્મા પર પણ આપણો વિશ્વાસ ત્યારે જ પરિપક્વ થઇ શકે છે જયારે બ્રહ્મજ્ઞાન દ્વારા તેને જાણી લેવામાં આવે. ઈશ્વર પર દૃઢ વિશ્વાસ રાખી જયારે મનુષ્ય પોતાની જીવન યાત્રા ભક્તિભાવ થી નિર્વાહ કરે છે તો તે આનંદમય બની જાય છે. પરમાત્મા ને જાણી ને તેના પર વિશ્વાસ કરવા થી જ આનંદ ની અવસ્થા પ્રાપ્ત થાય છે.
        સદગુરુ માતાજી એ વધુ માં કહ્યું કે એક બાજુ વિશ્વાસ છે તો બીજી બાજુ અંધ-વિશ્વાસ ની વાત પણ છે. અંધ-વિશ્વાસ થી ભ્રમ-ભ્રાંતિ ઉપજે છે, ભય ઉપજે છે અને મનમાં અહંકાર પણ પ્રવેશી જાય છે જેથી મન માં ખરાબ વિચારો આવે છે અને કલેશ-કંકાશ નો સામનો કરવો પડે છે. બ્રહ્માંડની દરેક વસ્તુ વિશ્વાસ પર જ ટકેલી છે, પરંતુ વિશ્વાસ એવો ના હોય કે વાસ્તવિક રૂપ માં કંઇક બીજું જ હોય અને મન માં આપણે કલ્પના કોઈક બીજી જ કરી બેઠા હોઈએ. આંખ બંધ રાખી અથવા સત્યતા ને આંખ આડે કરી કંઇક બીજું જ કરીએ છીએ તો આપણે પણ એ જ અંધ-વિશ્વાસ તરફ આગળ વધી રહ્યા છીએ. કોઈક વસ્તુની વાસ્તવિકતા અને તેનો ઉદ્દેશ્ય ન જાણતા, તાર્કિક ન હોવા છતાં પણ તે જ કાર્ય કરતા રહેવું એ જ અંધ-વિશ્વાસ નું મૂળ છે જેનાથી નકારાત્મક ભાવ મન પર હાવી થઇ જાય છે.
         સદગુરુ માતા જી એ જણાવ્યું કે જો આપણે આધ્યાત્મિકતા ના દૃષ્ટિકોણ થી જોઈએ તો વાસ્તવિક રૂપ માં દરેક નો આધાર આ પરમાત્મા જ છે જેના પર વિશ્વાસ એ જ ભક્તિ નો પાયો છે. તેથી જ અપનત્વ ના ભાવ ને ધારણ કરી આપણે દરેક એક બીજા ની સાથે સદભાવપૂર્ણ વ્યવહાર કરીએ. દરેક ની પ્રત્યે મન માં સદા પ્રેમ ની જ ભાવના બની રહે, નફરત ની નહિ. જો આપણે કોઈ માટે કંઇક કરી પણ રહ્યા છીએ તો તેમાં સેવા નો જ ભાવ રહે, ઉપકારનો નહિ.
       સદગુરુ માતા જી એ વધુ માં કહ્યું કે ભક્તિ આપણને જીવનની વાસ્તવિકતા થી ભાગવાનું નથી શીખવતી પરંતુ તેમાં જ રહીને દરેક ક્ષણમાં, દરેક શ્વાસમાં પરમાત્માનો અનુભવ કરતા આનંદિત રહેવાનું નામ છે ભક્તિ. ભક્તિ કોઈ નકલનું નામ નથી, આ તો દરેક ની વ્યક્તિગત યાત્રા છે. દરરોજ ઈશ્વર થી જોડાયેલા રહીને પોતાની ભક્તિને પ્રબળ કરવાની છે. ઈચ્છાઓ તો મન માં હશે જ પરંતુ તે ઈચ્છા પૂર્ણ ન થવા પર ઉદાસ ન થવું જોઈએ. અનાસક્ત ભાવ થી આપણો વિશ્વાસ પાક્કો રાખવામાં જ ભલાઈ છે. આ રીતે જ વાસ્તવિક રૂપમાં વ્યક્તિ આનંદ નો અનુભવ કરી શકે છે.

       સમાગમ ના બીજા દિવસે આયોજિત સેવાદળ રેલી માં વિભિન્ન રમતો, શારીરિક વ્યાયામ, શારીરિક કરતબ, ફીઝીકલ ફોર્મેશન, માઈમ એક્ટ સાથે જ મિશન ની શિક્ષાઓ પર આધારિત સેવા ની પ્રેરણા આપનાર ગીત તથા લઘુનાટિકાઓ માર્યાદિત રૂપ માં પ્રસ્તુત કરવામાં આવી તથા ત્રીજા દિવસે યોજાયેલા કવિ સંમેલન માં દેશ-વિદેશ ના લગભગ ૨૫ કવિઓ એ પોત-પોતાની ભાષામાં કવિતાઓ ની પ્રસ્તુતિ કરી સાથે જ સમાગમ ઉપરાંત ગુરુવંદના માં સદગુરુ ને સમર્પિત પ્રસ્તુતિઓમાં પણ અલગ અલગ પ્રાંતો ની ઝલક જોવા મળી.



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...