Saturday, April 2, 2022

જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ






જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ
 નવસારીઃમંગળવારઃ રાજય સરકારશ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો મુકતપણે ચર્ચા- વિચારણા માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જલાલપોરના આરક પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ હતી. 
 આ પ્રસંગે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આરક ગામે આદિજાતિના લોકો વધારે હોવાથી કલેકટરશ્રીએ આદિજાતિની વિવિધ યોજનાઓ વિશે જાણકારી તેનો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કુપોષણ મુકત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને સરકારી અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવ્યાં છે. જેમાં રેડઝોન/યલો ઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
 આરક ગામે રાત્રિસભામાં ગ્રામજનોએ પડતી મુશકેલી વિશે રજૂઆત કરી હતી. જેમાં વીજ કનેકશન કામગીરી તથા વીજ અનિયમિતતા, સિંચાઇ , નિયમિત પાણી બાબત, તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવા, વારસાઇને લગતા પ્રશ્નો, ખેતીલક્ષી પ્રશ્નો તેમજ તેમજ અન્ય રજૂઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.


 જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ગ્રામજનોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી, સબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્નોને અગ્રિમતા આપી સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોના પ્રશ્નો તબકકાવાર હાથ ધરી નિયત સમયમાં નિકાલ કરાશે તેમ જણાવ્યું હતું. 
 આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, જલાલપોર મામલતદારશ્રી, સરપંચશ્રી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...