Friday, April 22, 2022

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ફટકારી








નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો માં આકારણી કોભાંડ ઉપર તત્કાલ કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસર ને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ના અધિક કલેકટર શ્રી અને નગર નિયોજક શ્રી દ્વારા વારંવાર કાર્યવાહી કરવા માટે નોટિસ આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી સદર મહાશય એક પણ નોટિસ નો જવાબ આપેલ નથી. ખરેખર નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત નિયંત્રણ અધિકારી છે. અને વારંવાર ફક્ત એક પત્ર લખી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત સંતોષ માની રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જાગૃતિ નાગરિકો અને તજજ્ઞો નો મંતવ્ય મુજબ કાર્યવાહી કરવા માટે સક્ષમ અધિકારીની જરૂર થી પહેલા કાર્યવાહી કરાવવા માટે સક્ષમ અધિકારીઓ ની જરૂર છે. આજે સરકાર નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ મૂકવા અંગે પહેલા જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર કચેરી ની રચના કરી. જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓ નિષ્ફળ જતા સરકાર એ કાયદેસર સર્વોચ્ચ ડિગ્રી ધરાવતા કમિશનર શ્રી સાથે એક ફોજ આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત કરી. પરંતુ જમીની હકીકત માં ભ્રષ્ટાચાર નો પ્રમાણ વધી ગયું. આજે વધુ ભણેલા અધિકારીઓ પોતે એક માલિક સમજી રહ્યા છે. એનો પુરાવો આજે નવસારી વિજલપોર નગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ની મિલીભગત માં જોઈ શકાય છે. કાયદેસર કાર્યવાહી કરવા બદલે આજે અધિકારીઓ છટકબારી અને કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરતા માધ્યમ બની ગયા છે. આજે અમદાવાદ ખાતે બીયુ વગર હજારો બહુમાળી બિલ્ડીંગો ને જમીદોસ અને સીલ કરવામાં આવી છે. પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકામાં કાર્યવાહી નો ક હજુ સુધી થયેલ નથી. જાણકારો નો મંતવ્ય મુજબ અહિં કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ ની જરૂર નથી. અહિં એવા જ અધિકારીઓ ની નિમણૂક કરવામાં માં આવે છે જે કાયદેસર કાર્યવાહી ના બદલે છટકબારી નો માસ્ટર માઇન્ડ ગેમ ચેન્જર હોય. અને એક વાર એવા અધિકારીઓ જેની સાથે સેટિંગ થતો હોય એને જ વારંવાર રિપીટ કરવામાં આવે છે. હજુ સુધી એક આઇએએસ કે આઇપીએસ અધિકારી બીજી વખત રિપીટનો કોઈ મોટા ભાગે ઐતિહાસ નથી. પરંતુ એક સામાન્ય કક્ષાના ચીફ ઓફિસર વારંવાર નવસારી વિજલપોર નગરપાલિકામાં નિમણૂંક થયો છે. અને સરકારમાં કાર્યરત તજજ્ઞો નો માનીએ ત્યારે એવા બધા જ રિપીટર અધિકારીઓ પાસે ભ્રષ્ટાચાર દ્વારા મિલ્કત વધુ છે. જેના ઉપર સરકાર નો એક વિભાગ તપાસ કરી રહ્યા છે. જે હવે ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થતા કાર્યવાહી કરવા માં આવશે. નવસારી જિલ્લામાં આજે કચેરી ના મોટા અધિકારીઓ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા મીડિયા થી દુર ભાગે છે. એક ઇન્ટરવ્યૂ આપવા માટે એમની પાસે સમય નથી. એક પ્રેસ કોન્ફરન્સ હવે ડો સંધ્યા ભુલ્લર પછી કાયદેસર કરવામાં નથી આવ્યા. નવસારી વિજલપોર નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રખ્યાત હોવા છતાં આજે એક ડગલું આગળ વધી શકતા નથી. આજે કોઈ પણ તકલીફ વગર આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના હજારો નાગરિકોને રોજી રોજગાર થી વંચિત કરી નવસારી જિલ્લામાં એક નવો એતિહાસ ની રચના કરી છે.લારી ગલ્લા ઉપર મંજુરી કરતા આદિવાસીઓ ગરીબ દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ ના નાગરિકો આજે દર દર ભટકી રહ્યા છે. મંદિરો અને વિના મુલ્યે ભોજન માટે લાઈનો માં ઉભા રહી પોતાના પેટનો ખાડો પૂરવા માટે પોતાના જમીલ વેચી રહ્યા હોય એવા બાતોં કરતા જોવા મળે છે. નવસારી જિલ્લામાં એ પહેલા ચીફ ઓફિસર છે જે આજે ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ ના રોજી રોજગાર થી વંચિત કરી છે. આજે એવા ગરીબો જે હજુ સુધી મંજુરી કરી પણ ભીખ માગવા કે મફતનો એક રુપિયા લેવા રાજી ન હતા એવાને ભીખ માગવા કે મફત માં ભોજન ક્યાં મળે છે શોધવા માટે મજબૂર કરી છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...