નવસારી જિલ્લા આયુર્વેદ દ્વારા કોરોના સામે ઉકાળા અને આયુર્વેદિક સાથે હોમિયોપૈથી દવાઓના વિતરણની કામગીરી કાબીલેતારીફ
🔸નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા,નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ કોરોના વાયરસ અંતર્ગત રક્ષણાત્મક ઉપાયો તરીકે ગામના સરપંચ, ગામના સેવાભાવી યુવાનો દ્વારા સહયોગથી ગામના લોકોનો સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવવમાં આવ્યો..અને સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવ્યું..
🔸સ.આ.દ. સુરખાઈના મે.ઓ. દ્વારા આજ રોજ બામણવેલ ગામમાં ડોર ટુ ડોર આશરે 3275 લાભાર્થીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો..
🔸સ.આ.દ.ભીનારના મે.ઓ. દ્વારા વાંસદા પોલીસ મથકમાં 135 પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડસ ને પણ ઉકાળો પીવડાવવામાં આવ્યો..
🔸સ.આ.દ. બોડવાંક ના મે.ઓ. દ્વારા ડોર ટુ ડોર આશરે 680 લાભાર્થીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો..
🔸સ.આ.દ.પેરાના મે. ઓ. દ્વારા વિજલપોર તાલુકામાં આશરે 175થી વધારે લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો..
🔸સ.આ.દ.ઢોલુમ્બર અને સ.આ.દ. કાકડવેલના મે.ઓ..દ્વારા ફડવેલ ગામમાં આશરે 3500થી વધારે લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો..
આ ઉપરાંત તેમને ઘરઆંગણે મળતી ઔષધોથી કેવી રીતે ઉકાળો બનાવવો એના વિશે પણ સમજૂતી આપી..
🔸દર્દીઓને આજુબાજુ ઉગતી વનસ્પતિઓ વિશેનો પરિચય જણાવતાં આજે તેનું સુંદર પરિણામ મળ્યું.. એક દર્દી દ્વારા આજ રોજ સ.આ.દ.વાંસદા દવાખાનાને લીમડા પરની ગળો આપવામાં આવી..
વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ માટેની કોઈ ચોકકસ દવા શોધાઈ નથી. ત્યારે કોરોના વાઇરસ ના સંક્રમણ સામે લડવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તે જ શ્રેષ્ઠ ઉપાય છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને દેશના માન.વડાપ્રધાન દ્વારા અને આરોગ્યના અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ મેડમ દ્વારા પણ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ અને હોમીયોપેથી ઉપાયો ને શ્રેષ્ઠ ગણાવ્યા છે. જે ધ્યાને લેતા સરા ગામના સરપંચ શ્રી અને જય અંબે યુવક મંડળ દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી વૈદ્ય નયના આઇ પટેલના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના સરા ગામે આયુર્વેદ ઔષધિયુક્ત ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો.મંડળ દ્વારા આ ઉકાળાનું સરા, ખરજઈ અને ધરમપુરીના સીમાડાના ગામે જઈ ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્યું.. આશરે 4250 જેટલા લોકોએ આ ઉકાળાનો લાભ લીધો.વધુમાં જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણી વનસ્પતિ આપણા ઘરની આસપાસ જ મળી રહે છે. તેવી તાજી લીલી ઔષધિ અને ઘરના મરીમસાલા જેવા કે તુલસી, ગળો, અરડૂસી, લીમડાની અંતરછાલ, આદુ અને હળદરનો ઉકાળો બનાવી રોજ઼ પીવા માટે સલાહ આપી..જિલ્લા વિકાસ અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ની આયુષ ટીમ દ્વારા નવસારી જિલ્લામાં છેલ્લા દોઢ માસથી નવસારી જિલ્લા ના કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત નવસારી , કોર્ટ કચેરી, દરેક વહીવટી કચેરીઓમા અધિકારી, કર્મચારીઓને, પોલીસ કર્મીઓને, સબજેલ નવસારી, આરોગ્ય કર્મચારી, સી એચ, સી /પી એચ સી ખાતે , ડેપો માં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 142723 લોકોએ ઉકાળાનો લાભ લીધો. 9000 લોકોને સંશમની વટી, અને હોમિયોપેથી ની આરસેનિક આલ્બમ 55 પોટેન્સી ટેબ.નું 58000 લોકોમાં વિતરણ કરવામાં આવ્યું.ઘર આંગણા ઔષધિ ઉકાળા 20000 લોકો માં વિતરણ કરવામા આવ્યુ.
No comments:
Post a Comment