Tuesday, May 19, 2020

પ્રધાન મંત્રીશ્રીના ૨૦ લાખ કરોડ ની આર્થિક સહાય માટે બૈંક માં PMJDY ખાતુ વગર મહિલા લાભાર્થીઓ નિસહાય...! જવાબદાર કૌણ..?


Add caption






             
       આજે ભારત દેશ સાથે દુનિયાના મોટા ભાગના દેશો કોરોના જેવી મહામારીથી ત્રાહિમામા પોકારી રહી છે. તમામ વૈજ્ઞાનિકો આજે એની દવા વેક્સીન માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. છતા આજ દિન સુધી કોઈ મક્કમ ઉપચાર મળેલ નથી. જેમા ગુજરાત રાજ્ય આજે ભારત દેશ માં કોરોના માટે બીજો રાજ્ય છે. જેમા સૌથી વધુ કેસો મળી રહ્યા છે. સરકાર આજે ખડે પગે નાગરિકોના હિત માટે નવી -નવી યોજનાઓ લાવી રહી છે. ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાન યોજના હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજના બૈંક એકાઉંટ ધરાવતા ૭૪ લાખ મહિલા લાભાર્થીઓને રૂપિયા ૫૦૦/-  અને પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૪૮ લાખ લાભાર્થીઓ ને રૂપિયા ૨૦૦૦/- નુ વિતરણ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ થી જમા કરવામાં આવી રહ્યા છે. જેથી દરેક જિલ્લા માં રાષ્ટ્રીય કૃત બેન્કોની શાખાઓમાં એટીએમ અને બેન્કિગ કોરોસ્પોંડેંટસ (બી.સી.) બૈંક મિત્ર દ્વારા આપવામાં આવે છે.ઉપરોક્ત સુબિધાઓ ના લાભ ફકત પ્રધાનમંત્રી જન ધન યોજના એકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓ ને જ મળી રહ્યો છે. અને આજે લોકડાઉન માં મોટા ભાગના રોજગાર બંધ હોવાથી દરેક નાના મધ્યમ વર્ગ નાગરિકોની હાલાત નાજુક છે. જેથી તમામ ને સદર સુવિધા માટે તમામ નજીકના રાષ્ટ્રીય કૃત બૈકો સાથે ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. અને ભીડ સામે નાના નાના બૈક મિત્રો જે ફકત પોતે જ બૈંકના તમામ કામો એકલા જ સંભાણતા હોય એને ભીડ ને લોકડાઉનના નિયમો પાલન કરાવવા એવી જગ્યા જ્યાં શિક્ષાના તદ્દન અભાવ છે ઘણો મુશ્કેલ છે. આજે આપણો ભારત શિક્ષાના ક્ષેત્ર માં અન્ય વિકસિત દેશો માં સૌથી પાછડ છે. અને એવી સુવિધા જેમા ફકત ૫૦૦/- રૂપિયા મળતો હોય છતા ભર તડકામાં મોટી મોટી લાઈન માં કયા વર્ગના મહિલાઓ લાઈન લગાડતી હશે એ સમજી શકાય છે. એવા લાભો માટે આદિવાસી,દલિત,શોષિત,ગરીબ,આર્થિક રીતે પછાત અને બેરોજગારી મોઘવારી થી પીડિત મહિલાઓ વધુ જોવા મળી આવે છે. જેના અનુસંધાન માં ભારત સરકાર ગૃહ મંત્રાલય ,ગૃહ સચિવ ભારત સરકાર, ગૃહ સચિવ ગુજરાત સરકાર ના આદેશ થી પોલિસ મહાનિદેશક અને મુખ્ય પોલિસ અધિકારી શ્રી (કાયદો અને વ્યવસ્થા વિભાગ )ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર  ક્રમાંક જી-૧/વ્ય,/ટે-૨/એનકોવિડ-૧૯/૧૬૦૯/૨૦૨૦ તારીખ ૦૨/૦૪/૨૦૨૦ ના રોજ દરેક પોલિસ વિભાગના વડા પોલિસ કમિશ્નર શ્રીઓ સાથે તમામ પોલિસ અધીક્ષક શ્રીઓ ને મોકલવામાં આવેલ છે. સદર પરિપત્ર મુજબ ઉપરોક્ત તમામ બૈંકો અને ગ્રાહક સેવા કેન્દ્રો  ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાની જવાબદારી આપવામાં આવેલ છે.




No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...