Friday, May 15, 2020

નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં બૈંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર પોલિસ હાજર છતા સોસિયલ ડિસ્ટેંસના ઉલ્લંઘન ...! જવાબદાર કૌણ...?




આજે ભારત દેશ સાથે દુનિયાના મોટા ભાગના દેશો કોરોના જેવી મહામારીથી ત્રાહિમામા પોકારી રહી છે. તમામ વૈજ્ઞાનિકો આજે એની દવા વેક્સીન માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. છતા આજ દિન સુધી કોઈ મક્કમ ઉપચાર મળેલ નથી. જેમા ગુજરાત રાજ્ય આજે ભારત દેશ માં કોરોના માટે બીજો રાજ્ય છે. જેમા સૌથી વધુ કેસો મળી રહ્યા છે. સરકાર આજે ખડે પગે નાગરિકોના હિત માટે નવી -નવી યોજનાઓ લાવી રહી છે. ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાન યોજના હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજના બૈંક એકાઉંટ ધરાવતા ૭૪ લાખ મહિલા લાભાર્થીઓને રૂપિયા ૫૦૦/- અને પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૪૮ લાખ લાભાર્થીઓ ને રૂપિયા ૨૦૦૦/- નુ વિતરણ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ થી જમા કરવામાં આવી રહ્યા છે. જેથી દરેક જિલ્લા માં રાષ્ટ્રીય કૃત બેન્કોની શાખાઓમાં એટીએમ અને બેન્કિગ કોરોસ્પોંડેંટસ (બી.સી.) બૈંક મિત્ર દ્વારા આપવામાં આવે છે.ઉપરોક્ત સુબિધાઓ ના લાભ ફકત પ્રધાનમંત્રી જન ધન યોજના એકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓ ને જ મળી રહ્યો છે. અને આજે લોકડાઉન માં મોટા ભાગના રોજગાર બંધ હોવાથી દરેક નાના મધ્યમ વર્ગ નાગરિકોની હાલાત નાજુક છે. જેથી તમામ ને સદર સુવિધા માટે તમામ નજીકના રાષ્ટ્રીય કૃત બૈકો સાથે ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. અને ભીડ સામે નાના નાના બૈક મિત્રો જે ફકત પોતે જ બૈંકના તમામ કામો એકલા જ સંભાણતા હોય એને ભીડ ને લોકડાઉનના નિયમો પાલન કરાવવા એવી જગ્યા જ્યાં શિક્ષાના તદ્દન અભાવ છે ઘણો મુશ્કેલ છે. આજે આપણો ભારત શિક્ષાના ક્ષેત્ર માં અન્ય વિકસિત દેશો માં સૌથી પાછડ છે. અને એવી સુવિધા જેમા ફકત ૫૦૦/- રૂપિયા મળતો હોય છતા ભર તડકામાં મોટી મોટી લાઈન માં કયા વર્ગના મહિલાઓ લાઈન લગાડતી હશે એ સમજી શકાય છે. એવા લાભો માટે આદિવાસી,દલિત,શોષિત,ગરીબ,આર્થિક રીતે પછાત અને બેરોજગારી મોઘવારી થી પીડિત મહિલાઓ વધુ જોવા મળી આવે છે. જેના અનુસંધાન માં ભારત સરકાર ગૃહ મંત્રાલય ,ગૃહ સચિવ ભારત સરકાર, ગૃહ સચિવ ગુજરાત સરકાર ના આદેશ થી પોલિસ મહાનિદેશક અને મુખ્ય પોલિસ અધિકારી શ્રી (કાયદો અને વ્યવસ્થા વિભાગ )ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર ક્રમાંક જી-૧/વ્ય,/ટે-૨/એનકોવિડ-૧૯/૧૬૦૯/૨૦૨૦ તારીખ ૦૨/૦૪/૨૦૨૦ ના રોજ દરેક પોલિસ વિભાગના વડા પોલિસ કમિશ્નર શ્રીઓ સાથે તમામ પોલિસ અધીક્ષક શ્રીઓ ને મોકલવામાં આવેલ છે. સદર પરિપત્ર મુજબ ઉપરોક્ત તમામ બૈંકો અને ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાની જવાબદારી આપવામાં આવેલ છે. 
                               નવસારી જિલ્લા માં વિજલપોર શહેર માં બૈંક ઓફ બરોડા ના એક ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મોટી ભીડ જમા થતા તા.૦૩/૦૪/૨૦૨૦ના રોજ વિજલપોર પોલિસ સ્ટેશન ઉપર સદર બાબતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે અરજી કરવા છતા પોલિસ વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. હાલ માં જ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જી એ બીસ લાખ કરોડની આર્થિક પેકેજ ની યોજના ની સાથે પ્રધાન મંત્રી જન ધન યોજના ના બૈંક એકાઉન્ટ નવો ખોલવા માટે સદર ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મહિલાઓ મોટી મોટી ભીડ માં જોવા મળેલ હતી. તારીખ ૧૪/૦૫/૨૦૨૦ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર મોટો ઘસારો નજરે પડેલ હતો.અને કાયદા મુજબ દર રોજ ફકત ૨૦ ટોકન આપવામાં આવેલ છતા ભીડ ને લોકડાઉન ના શોસિયલ ડિસટેન્સ ન જણવાતા ૧૦૦ નં. ઉપર પોલિસ મદદ માગવામા આવેલ હતી.અને પોલિસ વિભાગ દ્વારા બે મહિલા અને એક પુરૂષ સુરક્ષા કર્મી સદર સ્થળે આવેલ હતા. પરંતુ પોલિસ વિભાગના સુરક્ષા કર્મીઓ લોકડાઉનના કાયદાના પાલન કરવા માં મદદના બદલે મૂક દર્શક બની ગ્રાહક સેવા કેન્દ્ર બંધ કરાવી બૈંક મિત્ર સાથે લોકરક્ષક સમાચારના તંત્રી શ્રી જે લોકડાઉન માં મદદ કરી રહ્યા હતા . એમને પણ વિજલપોર પોલિસ સ્ટેશન ઉપર બોલાવી અસભ્ય વર્તન કરી મોબાઈલ લઈ ધમકી આપી કોઈ પણ ગુનાહ વગર એફઆઈઆર કરેલ છે.
                    પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા(એન.જી.ઓ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સદર બાબતે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રીને સદર બાબતે લેખિત માં જાણ કરી છે. જન હિતમાં ગરીબ,દલિત ,આર્થિકરીતે પછાત, આદિવાસી મહિલાઓ જેની પાસે શિક્ષાના અભાવ અથવા પેટના ખાડો ભરવા મજબૂર મહિલાઓ ને સદર યોજનાના લાભ માટે ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા હાલમાં ૨૦લાખ કરોડ રૂપિયાના આર્થિક મદદ માં લાભ થાય તે હેતુ થી નવો એકાઉન્ટ અથવા જુનો ખાતુ પ્રધાનમંત્રી જન કલ્યાન યોજના માં સમાવેશ કરવા માટે લોકડાઉન માં શોસિયલ ડિસ્ટેન્સ જણવાઈ રહે એના માટે તત્કાલ સદર ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે મદદ માગેલ છે. હવે સમાચારની ગંભીરતાથી લઈ ગરીબ આદિવાસી દલિત શોષિત ,આર્થિક રીતે પછાત મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે પત્રકાર છે જેથી બીજા કાયદાઓ માં ફરી કેસો કરવામાં આવશે.એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...