Wednesday, November 4, 2020

નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓની કચેરી અને વાહનોથી ગૈરકાયદેસર એસી ગુજરાત વિકાસ કમિશ્નરશ્રી કઢાવી શકશે ખરાં.......?





નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ ગુજરાત વિકાસ કમિશનરના હુકમ મુજબ પોતાની કચેરી માં થી ગૈરકાયદેસર એસી કઢાવી વેતન માં થી વીજ બિલ ભરી ઈમાનદારી બતાવશે ખરાં..?

નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં આજે વર્ષો પછી કર્તવ્યનિષ્ઠ,ઈમાનદાર, શૈક્ષણિક લાયકાત ધરાવતા, કાયદા કાનૂનનો વિશેષ જાણકાર, ગુજરાત એડમીનિસ્ટ્રેશન સર્વિસ, ઇન્ડિયન એડમીનિસ્ટ્રેશન સર્વિસ, જીપીએસ સી વગેરે સર્વોચ્ચ ડિગ્રી થી સંમાનિત, હિસાબ કિતાબ થી પારંગત, માહિતી માગનાર અરજદારોને દરેક મુદ્દે સુપ્રીમ કોર્ટ નો હુકમનો પાઠ ભણાવતા, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર,લોકપ્રિય ,ઈમાનદાર, નવયુવાન વગેરે તમામ સર્વોચ્ચ હોદ્દેદારોના પ્રિય અધિકારીઓ ગુજરાત વિકાસ કમિશનર શ્રી દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ પોતાની કચેરી અને વાહનોથી ૩૧જાન્યુઆરી સુધી ગૈરકાયદેસર એરકંડીશન કાઢવામાં નિષ્ફળ ગયા છે. સૂત્રો દ્વારા મળેલ ફરિયાદ મુજબ સદર અધિકારી શ્રીઓની કચેરીમાં એરકંડીશન જે લગાડવા માં આવેલ છે એ ગુજરાત વિકાસ કમિશનર શ્રીના હુકમ અને નાણાં મંત્રાલય ભારત સરકારના કાયદા મુજબ ગૈરકાયદેસર છે. જેના અનુસંધાન માં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા અને લોકરક્ષક સમાચાર પાસે ફરિયાદ કરવામાં આવી છે. અને એ ફરિયાદના અનુસંધાન માં મૌખિક લેખિત કે આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવી હતી. પરંતુ છટકબારી કરતા સદર અધિકારીશ્રીઓ એ ગુજરાત વિકાસ કમિશનર શ્રીના હુકમનો અપમાન કરી રહ્યા છે. જે સ્પષ્ટ સાબિત થઈ રહ્યો છે. અને કાયદા ના રૂ એ આજે જ્યારે ભારત દેશ કોરોના જેવી મહામારી માં આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે. બે વખતનો ભોજન આપવામાં સરકાર પણ ભરસક પ્રયાસ કરતા નિષ્ફળ થઈ રહી છે.બેરોજગારી,ભ્રષ્ટાચાર થી ,ગરીબ ,આદિવાસીઓ, ખેડુતો ત્રાહિમામ થવા પામ્યા છે. એવા સંજોગોમાં એવા અધિકારીઓને નોકરી ઉપર રાખવા ત્યારે જ્યારે ભારત માં કરોડો શૈક્ષણિક લાયકાત ધરાવતા નાગરિકો બેરોજગાર છે એ પણ ગુનો નજરે પડે છે. નવસારી જિલ્લા પંચાયત માં હિસાબ કરનાર અધિકારીઓની ભરમાર છે. છતા અજુ સુધી હિસાબ કિતાબના માટે મુકવામાં આવેલ અધિકારીઓ જ ગૈરકાયદેસર એસી કાઢી પોતાના વેતનથી સરકારની તિજોરી માં વીજ બિલ ન ભરતા હોય ત્યારે એવા અધિકારીઓની જરૂર ખરી..? જાણકારોના મંતવ્ય અને થતી ફરિયાદ મુજબ નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેની આજ સુધીની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે. પોતાના મળેલ સત્તા અને ભારતની આર્થિક તંગીના માહોલ માં સદર હિસાબ કિતાબ રાખનાર અધિકારીઓ અને કાયદા કાનૂન નો જાણકાર અધિકારીઓની કચેરી માં થી તત્કાળ એસી કઢાવવા અને આજ સુધીના વીજ બિલ એમના વેતન માં થી ભરપાઈ કરવા હુકમ કરશે ખરા ? જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ની અમલીકરણ ન કરાવી શકનાર અધિકારીઓની સક્ષમતા ઉપર સવાલિયા નિશાન ઉભો થયો છે. એજ રીતે ગુજરાત વિકાસ કમિશ્નર શ્રી પોતાના જ હુકમ નો પાલન માં દસ દિવસ ના બદલે દસ માસ માં ન કરાવી શકે ત્યારે અને જ્યારે ગુજરાત આજે કોરોના મહામારી થી આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે એની સક્ષમતા ઉપર પણ સવાલ થઈ રહ્યો છે.લોકચર્ચા મુજબ આજે ગુજરાત માં યોગી સરકાર ની જરૂર જણાઈ રહી છે. જેમાં કોઈ પણ હોદ્દો ધરાવતા અધિકારી કાયદા કાનૂન નો પાલન કરવા કે કરાવવા માં નિષ્ફળ જાય ત્યારે એવા અધિકારીઓ ને કોઈ પણ તપાસ કે સમય આપવા વગર સ્વેચ્છિક રાજીનામુ ઉપર સહિઓ કરાવી લેવામાં આવે છે. આજે એવા કાયદોની ગુજરાત માં અત્યંત જરૂર છે. ભ્રષ્ટાચાર મટાડવા વગર સરકાર કોઈ પણ સંજોગોમાં વિકાસ કરી શકે નહીં. નવસારી જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર સદંતર બંધ કરવા માટે આજે વર્ગ એકના અધિકારીઓ માં ફેરફાર કરતા એના કામોની તપાસ અને કાર્યવાહીની જરૂર છે.નવસારી જિલ્લા પંચાયત માં પહેલી વાર નાગરિકો પોતાના તકલીફો મુશ્કેલીઓ લઈ અધિકારીઓ પાસે જઈ શકે નહીં. અધિકારીઓ જ જ્યારે નાગરિકો ને મળવા ન માગતા હોય ત્યારે એવા અધિકારીઓ ની જરૂર ખરી ? હવે સમાચારની ગંભીરતા થી અધિકારીઓ વિચાર કરી પોતાના કાર્યશૈલી માં પરિવર્તન લાવશે કે યોગી સરકાર ના નિયમો લગાડવા માટે સરકાર ને બાધ્ય કરશે એ જોવાનુ બાકી રહ્યુ..


No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...