Saturday, July 24, 2021

નવસારી જિલ્લા માં નવસારી વિજલપોર નગરપાલિકામાં વેરા માફી કરવા માટે અધિકારીઓની કાબિલે તારીફ કામગીરી યથાવત રહેશે ખરા...!






નવસારી જિલ્લા માં નવસારી વિજલપોર નગરપાલિકામાં વેરા માફી કરવા માટે અધિકારીઓની કાબિલે તારીફ કામગીરી યથાવત રહેશે ખરા...!

               ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પરિવર્તિત કરવા પછી થી રાહુ અને શનિની પનોતી લાગી ગઈ છે. સરકાર આજે કોરોના જેવી મહામારી માં રાત દિવસ મહેનત મસકકત કરી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત સરકાર પોતાના તમામ શાસન અને પ્રશાસનિક નેતાઓ અને અધિકારીઓના દરેક પ્રકારની સુવિધાઓ અને વેતન માં કોઈ પણ કટોતી કાપ મૂકવા વગર સમય પહેલા આપી રહી છે.છતા આજે સરકાર ના અધિકારીઓ ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો કરાવી સરકાર ને બદનામ કરી રહ્યા છે. જેમાં નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર માં આજે સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી ના ગેરકાયદેસર બાંધકામો ની આકારણી ન કરવા માટે નો હુકમ રદ્ કરાવી નવસારી વિજલપોર નગરપાલિકાના સ્વભંડોળ માટે ફાયદાકારક સારૂ નિયમ બતાવી એક તરફ કરોડો રૂપિયા ના ફાયદા ની બાતો કરે છે હવે વેરા માફી માટે પોતે સહીઓ કરી વેરો માફ પણ કરી દીધી છે. હવે કાયદેસર એ વેરા માફી નો કાયદો હાલ માં ક્યા કાયદા મુજબ છે.એની ચોક્કસ જવાબ આપ્યો નથી. હવે કોઈ પણ મિલકત નો વપરાશ સદર કચેરી ના અહેવાલ મુજબ એક વર્ષ થી વધુ બંધ હોય ત્યારે ૬૦% થી વધુ માફી મળી જતી હોય ત્યારે કોરોના જેવી મહામારી માં આજે એક વર્ષ થી વધુ સમય થી મોટા ભાગના તમામ દુકાનો ઉદ્યોગ ફેકટરી વગેરે બંધ છે. એમના પણ વેરા માફી થશે ખરા કેમ કે એવા બધા જ ભારતીય નાગરિક છે.એ વધા પાસે ભારતીય નાગરિક હોવાનો પુરાવો છે.એ કોઈ પાડોશી દેશના નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ બાંધકામો જોવા મળે છે. 


નવસારી વિજલપોર નગરપાલિકા માં નવસારી અને વિજલપોર નગરપાલિકામાં બન્ને નગરપાલિકા માં કુલ્લે એક ડઝનથી વધુ ઇજનેરો અને તપાસ કરનાર અધિકારીઓ છે. નવસારી વિજલપોર નગરપાલિકા વર્ગ એક માં આવતી હોવાથી થી દરેક પ્રકારની સુવિધાઓ સાથે વર્ગ એકના પ્રચંડ વિદ્વાન શૈક્ષણિક લાયકાત ધરાવતા સારા માં સારૂ અનુભવી ચીફ ઓફિસર છે. અને સદર ચીફ ઓફિસર શ્રી નવસારી નગરપાલિકા માં બીજી વખત આવ્યો હોવાથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સરકાર ના કાયદા ઓ મુજબ કોઈ પણ બિલ્ડીંગ ની ખોદકામ શરૂ થાય ત્યાર થી જ મ્યુનિસિપલ ઇજનેરો ચીફ ઓફિસર ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથે આખી ફોજ તપાસ કરતી પોત પોતાના રિપોર્ટ સદર કામ ની ફાઈલ માં સબમિટ કરે છે. અને નવસારી વિજલપોર નગરપાલિકામાં મોટા ભાગના તપાસ અધિકારીઓ પોતાની કચેરી માં સમયસર હાજર ન રહેવાનો કારણ ફીલ્ડ ની મુલાકાત કામગીરી દર્શાવે છે. નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ કચેરીના જરૂરી રજીસ્ટ્રો પણ વ્યસ્તતા નાં લીધે સાથે રાખી ખાનગી ઓફિસો માં જોવા મળ્યા છે. એનો અહેવાલ પણ મીડિયા પરિવાર એ જાહેર કરી છે. છતા આજે આકારણી કોભાંડ વેરા માફી કોભાંડ ગેરકાયદેસર બાંધકામો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં માં આવે ત્યારે ડીમોલિસન રિમોવ કરવા કોભાંડ, ગેરકાયદેસર એરકન્ડીશન કોભાંડ ગટર વ્યવસ્થા કોભાંડ આરસીસી રોડ ઉપર ડામર રોડ કોભાંડ વગેરે આખી મહાભારત રોજે રોજ નજરે પડે છે.નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી માહિતી અધિકાર અધિનિયમ 2005 નો કાયદો અમલ કરવા અધિકારીઓ ગુનો સમજી રહ્યા છે. અને અપીલ અધિકારી તરીકે સરકાર ને ફક્ત ગુમરાહ કરવા માટે અહિ અધિકારી નિમણૂંક કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રીની કચેરીની પણ આજે એમાં જ સમાવેશ થયેલ છે.ફકત અરજદારો ને ગુમરાહ કરતી કચેરીઓ ના કામો થી સરકાર બદનામ થઈ રહી છે.જેનો પુરાવો ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રીની કચેરી ઉપર જોઈ શકાય છે. હુકમ કરવા પહેલા એ કાયદાનો અમલ કરવો પોતે જરૂર છે.
       

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...