સરકારી રાશન પંડિત દીનદયાળ વ્યાજબી ભાવની દુકાન માં ભ્રષ્ટાચાર અધિકારીઓની મિલીભગત વગર વર્ષો સુધી શક્ય ખરો..?
ગુજરાત રાજ્ય સરકાર સાથે ભારત સરકાર આજે વર્ષોથી મોંઘા ભાવે ખરીદી અનાજ સાથે ખાંડ મીઠું તેલ મીઠું વગેરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ગરીબો આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વગેરેને લગભગ વિના મુલ્યે જીવન માં સૌથી વધુ જરૂરી અનાજ આપી રહી છે. અને દરેક ને કાયદેસર દરેક સરકાર દ્વારા આપવામાં આવતી વસ્તુઓ અનાજ મળી જાય એના માટે તાલુકા કક્ષાએ મામલતદાર સાથે નાયબ કલેકટર, પુરવઠા નાયબ મામલતદાર,સર્કલ , જિલ્લા પુરવઠા અધિકારી વગેરે તાલુકા થી જિલ્લા સુધી આખી ફોજ આધુનિક સુવિધાઓથી સુસજ્જ નિમણૂંક કરી છે. પરંતુ મોટા ભાગના તમામ જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધુ જોવા મળે છે. એનો મુખ્ય કારણ સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓ જ છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી તમામ વિભાગો દ્વારા ભ્રષ્ટાચાર કરવો આજે એક સિદ્ધિ અધિકારીઓ માની રહ્યા છે. સુરત જિલ્લામાં કાયદેસર બાયોમેટ્રિક ખાનગી સુવિધાઓ છે જેમાં અરજદાર પાસે અંગુઠાનો નિશાનની જરૂર એક જ વખત પડે છે. ફરી વારંવાર એની જરૂર હોતી નથી.નવસારી જિલ્લામાં એવો ન ચાલતા હોય એવુ શક્ય નથી.પરંતુ નવસારી જિલ્લામાં ખરેખર કાયદેસર એવો અધિકારીઓ જ નથી. અહીં મોટા ભાગના સરકારી અધિકારીઓ સદર તપાસ બાપુ દર્શન કે સેટિંગ ડોટ કોમ વગેરે થી કરતા જ નથી. નવસારી જિલ્લાના અધિકારીઓ જાંબાઝ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી છે. જેથી કાયદેસર સરકારી દુકાનો તપાસ કરવા એ અહીં શાનનો ખિલાફ છે. માહિતી અધિકાર અધિનિયમ મુજબ મળેલ માહિતી મુજબ મોટા ભાગના અધિકારીઓને હજુ સુધી સરકારી રાશન ની દુકાને તપાસ કરવા જવો જોઈએ ખબર નથી.મામલતદારો હોય કે પ્રાન્ત અધિકારી નવસારી જિલ્લામાં કાયદેસર એક પણ ખાનગી દુકાનો વર્ષોથી તપાસ થયેલ નથી. નવસારી જિલ્લામાં હવે અધિકારીઓને કલેકટર લખવાની એક શોક જાગી છે ભલે એ નાયબ કલેકટર કેમ ન લખવો પડે. આજે એક નવી પ્રથા ચાલુ કરવામાં આવી છે કે એનકેનપ્રકારેણ પોતાના બંગલો મોટી મોંઘી કારો વગેરે તમામ આધુનિક માં આધુનિક સંસાધનો વસાવવા . જેના માટે દર્શન આરતી પૂજા પાઠ યજ્ઞ હવન છેલ્લે બલિ પણ આપવો હોય તો પણ આપવો. પરંતુ દરેક સુવિધાઓ તત્કાલ ભેગા કરવા જરૂરી છે. જેના પુરાવો એસીબીની કચેરી દ્વારા સરકારી સેવાલયો માં જમા કરાવેલ અધિકારીઓની માહિતી માં જોઈ શકાય છે. હવે સરકારી અધિકારીઓ જ એવા સરાહનીય કામગીરી કાબીલે તારીફ કામગીરી યથાવત રાખતા હોય ત્યારે ફરિયાદ ક્યાં અને કોણે કરવી ? એ આજે મોટા ભાગના વિભાગો માં ચાલી રહ્યો છે.સરકારને બદનામ કરવા માટે આજે અન્ય વિરોધ પક્ષની જરૂર નથી. સરકાર ના અધિકારીઓ જ આજે સરકારને બદનામ કરવા કમર કસી છે. આજે સરકારના નિયમ મુજબ સરકારી રાશનની દુકાનો ચલાવો શક્ય નથી. જેના કારણે ઈમાનદારી થી કોઈ પણ દુકાનો ચાલી શકે નહીં. અને હવન પૂજા પાઠ યજ્ઞ કરવો ફરજીયાત છે. અને એમાં થતી ખર્ચ માટે ભ્રષ્ટાચાર શિવાય કોઈ વિકલ્પ નથી.ઉપરોકત તમામ સમાચાર સરકારી રાશનના પરવાનેદારો જાગૃત નાગરિકો અને વિદ્વાન નાગરિકો દ્વારા લોકચર્ચિત છે. અને દરેક પુરાવો લઘુત્તમ માસિક તપાસણી કાર્યક્રમ, સરકારના કાયદાઓ સાથે જિલ્લાની તપાસ કરતી ટીમ અને થયેલ કાર્યવાહી થી લેવામાં આવેલ છે.જેથી સમાચારની સત્યતા વિશે વધુ માહિતી સરળતાથી સરકારની સંબંધિત કચેરીઓ માં મેળવી શકાય છે.નવસારી સુરત વલસાડ જિલ્લાની હાલત એક સરખી છે. પુરવઠા સંબંધિત અધિકારીઓને ફોન ઉપાડવાની પણ ગુનો સમજે છે. સરકાર શ્રી ના નિયમ મુજબ દરેકે દરેક ને ચારથી વધુ ખાનગી દુકાનો તપાસ કરવાની હોય છે. નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ આજે લકવાગ્રસ્ત જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર એરકન્ડીશન માં થી બહાર નીકળી જમીન ઉપર જઈ કામગીરી કરવી એ આજે અધિકારીઓ ગુનો સમજી રહ્યા છે. કચેરી થી ત્રણ થી પાંચ કિલોમીટર ની ત્રિજ્યા માં રહેવા ફરજીયાત છે. સરકાર ના કાયદા મુજબ ગામોમાં રહીને તપાસ કરવો જોઈએ.સરકાર શ્રી ના હુકમ મુજબ તપાસ કરવામાં આવે ત્યારે એક પણ તપાસ અધિકારી કાયદેસર તપાસ કરતો નથી.હવે સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ સરકારી અધિકારીઓ કામગીરી કરશે કે પર્દાફાશ કરનાર સામે અસભ્ય વર્તન એ જોવાનું બાકી રહ્યું.
No comments:
Post a Comment