Sunday, November 28, 2021

ગુજરાત અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ગરીબો ના અનાજ માં ડકૈતી દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક - ડો.મિશ્રા RTI માં માહિતી કે જવાબ આપવા ગુનો સમજતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગુજરાત સરકારના પારદર્શક સર્વાંગી વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક..!





ગુજરાત રાજ્ય આજે ભારત વર્ષમાં સોથી સમૃદ્ધ વિકસિત પારદર્શક સર્વાંગી વિકાસ કરતો એક વિકસિત પ્રદેશ છે. ગુજરાત રાજ્યનો વખાણ આજે દેશના સર્વોચ્ચ સૌથી મોટી પાર્ટી ભાજપા સરકાર નો શીર્ષ નેતાઓ સંપૂર્ણ વિશ્વમાં કરી રહ્યા છે. પરંતુ જમીની હકીકત માં આજે હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સરકારના જ નેતાઓ અને અધિકારીઓ આજે સરકારને બદનામ કરવા કમર કસી છે. શાસન માં સંવિધાન મુજબ કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી. જેના કારણે પ્રશાસનની જરૂર હોય છે. પરંતુ આજે પ્રશાસન માં સરકારના જિલ્લા કક્ષાનો અધિકારીઓ પાસે ડિગ્રી કે કાયદા વિશે કોઈ નોલેજ હશે કે કેમ એ સમજવુ અઘરુ છે. સરકાર મુખ્યમંત્રી શ્રી સાથે તમામ નવો ચહેરો નવા નામે નિમણૂંક કરી ભ્રષ્ટાચાર દૂર કરવા સર્વોચ્ચ પ્રયત્ન આજે નકામો સાબિત થઈ રહ્યો છે. નેતાઓ પાસે એકાઉન્ટ કે નાણાં કીય લેન દેન માટે કોઈ વિશેષ સત્તા હોતી નથી. જેથી નેતાઓને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. ખરેખર મોટા ભાગે અધિકારીઓ દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અધિકારીઓની મરજી વગર એક રૂપિયાના ભ્રષ્ટાચાર કરવો મુશ્કેલ છે. સરકાર દ્વારા આજે નવા નવા કાયદાઓ ઘડવામાં આવે છે. નવા નવા કાયદાઓ ઘડવાની જરૂર કેમ પડે છે ? એ પણ સાબિત કરે છે કે પહેલા બનાવેલ કાયદો અધૂરો કે એના થી ભ્રષ્ટાચાર રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. અને સરકાર ગમે એટલા કાયદો ઘડે એની અમલવારી જ કાયદેસર ન થતી હોય ત્યારે નવા નવા કાયદાઓ શું કરી શકે?. સરકાર આજે ભયંકર તંગી માં પસાર થઇ રહી છે. પરંતુ ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ માટે દર માસે અનાજ વિના મુલ્યે આપવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. અને એ બધું દરેકે દરેક જરૂરિયાત મંદોને મળી જાય એના માટે અસંખ્ય કાયદાઓ બનાવી છે. અને એની તપાસ માટે જિલ્લા થી ગામ સુધી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ થી સુસજ્જિત એક મોટી ફોજ નિમણૂંક કરી છે. પરંતુ આજે દર રોજ સરકારી અનાજ માં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી રહી છે. અને એનો મુખ્ય કારણ મોટા ભાગના અધિકારીઓ અને તપાસ કરનાર એની ટીમ છે. લોક ચર્ચા મુજબ પુરવઠા વિભાગના મોટા ભાગના અધિકારીઓ પોતે જ પરવાનેદારો દ્વારા આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવે છે. એનો પુરાવો સ્વરૂપે સરકાર દ્વારા તપાસ કરવાની રીત અને અધિકારીઓ દ્વારા કરેલ તપાસ રિપોર્ટ માં જોઈ શકાય છે.


નવસારી જિલ્લા ટ્રાઈબલ જિલ્લા છે. મોટા ભાગના નાગરિકો પાસે આજે રોજગાર નથી. આવક માટે અહિં મોટા ઉદ્યોગો નથી. અને જે હતા એ વર્ષો પહેલા બંધ થઈ ગયા. નવસારી જિલ્લામાં મોટા ભાગના ફેકટરીઓ પોતે જોબ વર્ક કરે છે. જેથી આમ નાગરિકો પાસે સરકારી અનાજ અમૃતતુલ્ય છે. સરકાર દ્વારા તપાસ કરવા માટે વર્ષ ૧૯૯૬થી લઘુત્તમ માસિક તપાસણી ફરજીયાત છે. છતા આજે અધિકારીઓ મોટા ભાગે પરવાનેદારોની તપાસ જ કરતા નથી. તપાસ કરવા માટે સરકારી અધિકારીઓ લોક ચર્ચા મુજબ એની જ તપાસ કરે છે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન માં સહભાગી થતો નથી. નવસારી જિલ્લા માં કેટલાક અધિકારીઓ ને હવે તપાસ કરવાની જરૂર પડતી જ નથી. તપાસ કરવા વગર જ એનો પ્રસાદ વિગેરેનો કામ પુરુ કરવામાં આવી જાય છે.


નવસારી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી માં તારીખ 27/10/2021 ના રોજ ઉપરોક્ત બાબતે મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ ભ્રષ્ટાચારના અહેવાલો કાયમી ધોરણે પ્રસિદ્ધ થતા જન હિત માટે અને ખરેખર સત્યતા શું છે? એ જાણવા માટે કોમ્પ્યુટર થી ટાઈપ કરાવી ગુજરાતી ભાષા માં દરેકને સ્પષ્ટ વંચાય એવી સરલ અને સુવાચ્ય શબ્દો માં એક માહિતી માંગવામાં આવી . મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ મહત્તમ ૩૦ દિવસ માં સંપૂર્ણ માહિતી આપવાની હોય છે.અને ન આપવા માટે પણ મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જન હિત અને ભ્રષ્ટાચાર ઉજાગર કરતી માહિતી માં જવાબ આપવા ગુનો સમજતા હોય એવો નજરે પડી રહ્યો છે. એનો મુખ્ય કારણ ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર સાથે જિલ્લા કલેકટર શ્રી કાયદેસર જવાબદાર છે. સંવિધાનના કાયદા મુજબ કાયદાનો પાલન કરાવવાની જવાબદારી રાજ્ય ખાતે માહિતી અધિકારના કાયદા માં માહિતી આયોગ કમિશનર અને જિલ્લા ખાતે કલેકટર શ્રીનો હોય છે. આજે ગુજરાત રાજ્યના માહિતી આયોગ કમિશનર શ્રી માહિતી અધિકારીઓ ને કાયદેસર દંડ કરવા સાથે માહિતી અધિકારીઓને નોકરી થી બરતરફ કરવા અનિવાર્ય હોવા છતા દંડ ન કરવા બદલે અરજદારોને સુપ્રીમ કોર્ટના કાયદાઓ બતાવી અરજીઓ દફતરે કરવામાં વધુ રસ ધરાવતા નજરે પડે છે. અને મોટા ભાગના આયોગ કમિશનર શ્રીઓ કરાર આધારિત છે. હવે પોતે જ કરાર આધારિત હોય ત્યારે એ અઢી થી ત્રણ લાખ વેતન કાયદેસર કાર્યવાહી કરી જતો ન કરી શકે. બાકી કલેક્ટર શ્રી હવે માહિતી અધિકાર અધિનિયમ થી પોતે બાકાત થઈ ગયા છે. અને કલેક્ટર કચેરી પોતે જ સદર કાયદાઓ નો પાલન કરવા નિષ્ફળ જતી હોય ત્યારે અન્યો ને હુકમ ન કરી શકે છે.

નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠાની ટીમ , નવસારી પ્રાંત અધિકારી,ચિખલી અને વાંસદા પ્રાન્ત અધિકારી અને પ્રાન્ત અધિકારીની ટીમ સાથે જલાલપોર તાલુકાના મામલતદાર, નવસારી,ચિખલી, નવસારી ગ્રામ્ય, નવસારી શહેર, ખેરગામ, ગણદેવી, વાંસદા તાલુકાના મામલતદાર શ્રી અને સાત તાલુકાના સાત નાયબ મામલતદાર પુરવઠા, સર્કલ ઓફીસરશ્રીઓ એવા બઘાજ મેજીસ્ટ્રેટ તમામના તપાસ અધિકારી શ્રી છે.અને એટલા જ ગાંધીનગર થી તપાસવાના અધિકારીઓ છે. અને છતાં એક સામાન્ય પરવાનેદાર જે ફક્ત કમીશન આધારિત છે. અને એ કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકે છે. એ ભ્રષ્ટાચાર કરતા નથી એમની પાસે કરાવવામાં આવે છે. એ સનાતન સત્ય છે. સરકાર અને પુરવઠા વિભાગના મંત્રીઓ મોટા ભાગના પોતાના વક્તવ્યમાં કહે છે કે ભ્રષ્ટાચાર કરતા પકડાતા કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ડિજિટલ ઇન્ડિયા માં અંગુઠા વગર અનાજ મેળવવા મુશ્કેલ છે. આજે ડિજિટલ ઇન્ડિયા માં એક એક કિલો અનાજનો હિસાબ રાખવાનો કાયદા છે. પરંતુ અહીં મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર ની ફરિયાદ મળવા પછી પણ કાયદેસર કાર્યવાહી કરવા બદલે ફક્ત નોટિસ કે સામાન્ય તપાસ કરી મુક્તિ મેળવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સદર કચેરીઓ દ્વારા તપાસ કાયદેસર ન કરવા થી આજે ગુજરાત રાજ્ય સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લા ના ધારાસભ્ય શ્રી મંગુભાઇ પટેલ સાહેબ જે આજે મધ્યપ્રદેશ જેવા રાજ્યના રાજ્યપાલ છે પોતે ઘણી વખત મોટી મોટી સરકારી સભાઓ માં સરકારી અનાજ માં થતો ભ્રષ્ટાચાર બાબતે વક્તવ્ય આપ્યું છે.
નવસારી જિલ્લા પુરવઠા અધિકારી પાસે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ તારીખ 27/10/2011 ના રોજ વિશાળ જન હિત માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમની કલમ 24 હેઠળ માહિતી માંગવામાં આવી. ઉપરોક્ત બાબત માટે માહિતી અધિકારી પોતે જિલ્લા પુરવઠા અધિકારી છે. આજે 16 વર્ષ પૂર્ણ થતા માહિતી અધિકાર અધિનિયમ મુજબ 30 દિવસ માં માહિતી આપવા ફરજીયાત છે. હવે 30 દિવસ તારીખ 25/11/2021ના રોજ પૂર્ણ થતા હોય છતા સદર માહિતી અધિકારી શ્રીને 30 સુધીની આંકડાકીય અંકગણિતનો ખબર નથી એ સમજવો અઘરૂં છે. સદર બાબતે માહિતી માં કોઈ પ્રત્યુત્તર ન મળતા તારીખ 25/11/2021ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવી. પ્રથમ અપીલ અધિકારી શ્રી નવસારી જિલ્લાના અધિક કલેકટર શ્રી છે.જે આજે ટુંક સમયમાં જ પોતાના કાયદાકીય કાર્યવાહી થી આજે મોટા ભાગના અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કે ફરજ માં બેદરકારી કરતા હોય એવા અધિકારીઓ સામે કાર્યવાહી કરતા હોય છે. જેથી ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ છબી ધરાવતા નવસારી જિલ્લા અધિક કલેકટર સમક્ષ ખોટા જવાબ કે કોઈ પણ સંજોગોમાં છટકબારી ન ચાલે જેથી તારીખ 26/10/2021ના રોજ રજીસ્ટર પોસ્ટ થી જવાબ આપેલ છે. ભારતીય ડાકતાર વિભાગ માં રજીસ્ટર પોસ્ટ માં સ્પષ્ટ તારીખ અને રજીસ્ટર નં. ડિજિટલ ઇન્ડિયા તહદ ખોટી તારીખનો પર્દાફાશ પોતેજ થતો હોય છે. આજે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી શકે નહીં જેથી નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અરજદાર ને ધમકીઓ આપી રહ્યા છે. અને કદાચ સદર અધિકારી શ્રી ને અરજદાર વિશે વધુ જાણકારી નથી જેથી માહિતી માંગનાર ને બ્લેકમેઇલ કરનાર સાબિત કરતા એમના મોબાઇલ ફોન થી વાટસપ વાઈસકોલ અને મેસેજ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વાટસપ ઉપર મેસેજ ને એવીડેન્સ માટે એક હુકમ કર્યો છે. અને આજે વાટસપ ડિજિટલ ઇન્ડિયા માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સદર માહિતી માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પરિપત્રો મુજબ માહિતી માંગવામાં આવેલ છે. ગુજરાત સરકારના નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈ ને પણ કચેરી કે વાહનો માં એરકન્ડીશન સુવિધા ઉપલબ્ધ નથી. હવે સદર નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અગ્ર સચિવ કે સમકક્ષ સાથે કોઈ સંબંધ નથી. મુખ્ય અધિકારી હોવાથી ત્રણ થી પાંચ કિલોમીટરની ત્રૃજયા માં રહેવો ફરજીયાત સાથે રજાના દિવસે પણ જિલ્લા વહાર જવા માટે પરવાનગી લેવા ફરજીયાત છે. જેમાં હજુ સુધી સદર કાયદાઓના પાલન કરેલ નથી. જે એમના દફતરે થી સ્પષ્ટ જાણી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા તમામ પુરવઠા ને લઘુત્તમ માસિક તપાસણી કાર્યક્રમ દરેક જિલ્લા થી તાલુકા સુધી તમામ સંબંધિત અધિકારીઓ ને હોદ્દા સાથે સ્પષ્ટ પરિપત્ર છે. જે આજે દર મહિને તપાસ કરવા અને જિલ્લા પુરવઠા કચેરી સાથે રાજ્ય કચેરી માં મોકલવાનો હોય છે.અને એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નવસારીની છે. આરટીઆઇ એકટ હોય કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ , ભ્રષ્ટાચાર અધિનિયમ 1986 હોય કે લઘુત્તમ માસિક વેતન ધારો 1948 , કર્મચારી રાજ્ય બીમા નિગમ હોય સેવા વર્તણૂક નિયમો 1971 આજે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પોતે અમલવારી માટે કાયદાકીય રીતે નિમણૂંક થયેલ છે. આજે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસે ઉપરોક્ત બાબતે માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતીઓ માંગવામાં આવેલ છે. જેથી ફરજમાં બેદરકારી સરકારના કાયદાઓનો પાલન ન કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન કરી સરકારને કાયદેસર બદનામ કરી રહ્યા છે. જેથી સરકાર શ્રી આજે દર મહિને કરોડો રૂપિયા ગરીબોને પોષણ આપતો અનાજ માં થતો ભ્રષ્ટાચારનો મુખ્ય જવાબદાર અધિકારી તરીકે ગણી કાયદેસર તત્કાલ અસરથી કાર્યવાહી કરવો ફરજીયાત છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ સરકારના સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની જેમ અરજદારની ડિગ્રી અને પ્રેસનો રજીસ્ટ્રેશન નં માંગી પોતાના નોલેજ આમ નાગરિકોને આપવા માટે અરજદારોને અન્ય રીતે ટેલીફોનીક પુછપરછ ધમકી વિગેરે માં સમય બરબાદ કરશે એ જોવાનું બાકી રહ્યું..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...