નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત
નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસારી થી રૂખસત કરી ચુક્યા છે. સૌથી વધુ લોકપ્રિય રોજગાર હીરા ઉદ્યોગ આજે આખરી શ્વાસ લેવા મજબૂર છે. કોરોના મહામારી માં સરકાર આર્થિક તંગી માં પસાર હોવા છતા કરોડો રૂપિયા ખર્ચ કરી ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના ઉત્થાન માટે નવી નવી યોજનાઓ થકી રાત દિવસ મહેનત કરી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ ખરેખર કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એ તમામ યોજનાઓ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકો ને મળે છે કે કેમ ..? પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ને પ્રાથમિક રૂબરૂ તપાસ માં નવસારી જિલ્લામાં સદર બાબતે સરકાર વર્ષોથી એક ની જગ્યા બે કચેરી અને એક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી એક શ્રમ આયુક્ત કચેરી માં લાખો રૂપિયા વેતન અને રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. અને બન્ને કચેરીઓમાં ખરેખર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણૂંક પણ કરેલ છે. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી માં રૂબરૂ મુલાકાત કરતા ખબર પડી કે અહિં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં નાયબ નિયામક શ્રી ડી કે પટેલ રેગ્યુલર પોસ્ટ કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવેલ છે. પરંતુ સદર અધિકારી શ્રીના ઉપર કોઈ તપાસ અધિકારી નથી. અને ફીલ્ડ માં હોય એના બહાને એ નવસારી જિલ્લામાં પોતાની કચેરીઓમાં એમની મરજી મુજબ આવે છે. અને બાંધકામો માટે પણ એક સર્વોચ્ચ અધિકારી પણ રાઉત સર એવી રીતે કામ કરે છે. પરંતુ ખરેખર એ અધિકારીઓ ક્યારે આવશે એનો કોઈ ગેરંટી નથી. નવસારી જિલ્લામાં આજે ફેક્ટરી હોય કે બહુમાળી બિલ્ડીંગ માં બાંધકામો અહિં સદર અધિકારીઓ કે કચેરી વિશે હજુ નાગરિકોને કે મોટા ભાગના જાગૃત નાગરિકો ને પણ ખબર નથી. બાંધકામો માં આજે ગરીબોની આકસ્મિક રીતે મૌત ફક્ત સેફ્ટીની કમીના આધારે થઈ રહ્યો છે. દર રોજ થતી ફરિયાદની સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ મુજબ ગુજરાતી ભાષા માં કોમ્પુટર દ્વારા ટાઈપ કરેલ રૂપિયા ૨૦/ ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોંટાડી એક માહિતી માંગવામાં આવી. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી નવસારી માં સદર નાયબ નિયામક શ્રી ડી કે પટેલ અને સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અનુભવી અધિકારી શ્રી રાઉતની આરટીઆઇ કે અન્ય કાયદાકીય જાણકારી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જે અહિં શબ્દો માં લખવો શક્ય નથી. શબ્દ કોશ માં એના માટે શબ્દ જ નથી.
આરટીઆઇ એકટ ૨૦૦૫ ભારતીય સંસદ માં પારિત અને ભારતના સર્વોચ્ચ હોદ્દા ધરાવતા રાષ્ટ્રપતિની સહી થી એક સર્વશ્રેષ્ઠ કાનૂન છે. જેમાં તમામ સરકારી અધિકારીઓ ને જાણવો ફરજિયાત છે. અને દરેક નાગરિકોના સંવૈધાનિક અધિકાર છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ઉદ્દેશ નાગરિકોને મૂળભૂત અધિકાર અપાવવા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ અને શુસાસન લાવવા માટે એક મહત્વ પૂર્ણ કાનૂન છે. નવસારી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે જાહેર માહિતી અધિકારી શ્રી ડી કે પટેલ નિમણૂંક કરવામાં આવેલ છે. અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી જેમાં પહેલી માહિતી જેમાં સદર માહિતી અધિકારી શ્રી પોતે માહિતી અધિકાર અધિનિયમની કોઈ તાલીમ લીધેલ છે કે કેમ..જેના જવાબ સદર અધિકારી પાસે નથી. અને નિરીક્ષણ દરમિયાન મોખિક રીતે જણાવ્યું કે તાલીમ લીધેલ છે પરંતુ એનો કોઈ પુરાવા નથી. દરેક તાલીમ પછી સ્પીપા એક સર્ટિફિકેટ આપે છે. પરંતુ એ કોઈ જરૂરી નથી. પરંતુ આજે સમૃદ્ધ ગુજરાત પારદર્શક સર્વાંગી વિકાસ માટે અધિકારીઓ ને કાયદેસર શૈક્ષણિક લાયકાત હોવા ખુબજ જરૂરી છે. સદર કચેરી માં આજે ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા માં કચેરી માં હાજરી માટે એક સામાન્ય ઈલેક્ટ્રોનિક મશીન નથી. સુરક્ષા માટે ફરજિયાત સીસીટીવી નથી. પ્રો એક્ટિવ ડિસકલોજર વિશે સદર અધિકારીને કશું ખબર નથી. પીએડી કાયદેસર એન. એ બી માં ઓડિટ કરાવવા જરૂરી છે સદર અધિકારી ને ખબર નથી. નવસારી જિલ્લામાં સદર કચેરી માં શું કામગીરી કરવામાં આવે છે એમની શું જવાબદારી છે એના માટે સદર મહાશય અરજી કરનાર ને એક વેબસાઇટ લખી ને જોઈ લેવા લિખિત જવાબ આપેલ છે. લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ લેનાર અધિકારીઓ ને આજે જાણવો જરૂરી છે કે એમને વેતન પેટે મળતો એક એક રૂપિયા અને સુવિધાઓ માટે સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેની સલામતી માટે એમને પગાર આપવામાં આવે છે એમની જ રાત દિવસ મહેનત મસકકત અને ખુન પસીનાની કમાણીના છે. અને વેબસાઈટ લખી આપવો એ ખરેખર ગુનો છે. જેમાં આઇપીસીની ધારા ૧૬૬, ૧૬૬ એ, ૧૭૩,૧૮૮,૪૨૦,૧૫૩ વિગેરે ઘારાઓ માં સજાની જોગવાઇ છે. અને મધ્યપ્રદેશમાં માહિતી આયોગ કમિશનર શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ને એવી રીતે માહિતી અધિકાર અધિનિયમ માં છટકબારી કરવા થી જેલ માં મોકલી આપી હતી. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ મુજબ ફરજમાં બેદરકારી અને ગુમરાહ કરવા બદલ તત્કાલ ફરજમાં મુક્તિ માટે કાયદેસર જોગવાઈ છે. ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ સુધારેલ ૨૦૧૮ મુજબ એમની સંપત્તિની પણ સાથે સાથે તપાસ કરવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આજે ભારત દેશમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા આરટીઆઇ ની રહી છે. સદર કચેરી ના માહિતી અધિકારી શ્રી સામે આપેલ વેબસાઇટ ખોલવામાં આવી જેમાં એક પણ માહિતી ઉપલબ્ધ નથી. અને બન્ને અધિકારીઓ ના કામો નો કોઈ પણ માહિતી સદર કચેરી માં ઉપલબ્ધ નથી એવો ન બને .. જાણકારો ના મંતવ્યો સદર બાબતે અહિં લખી શકાય નહીં. માહિતી આપતાની સાથે કોઈ એવી માહિતી હશે જે સદર અધિકારીઓની નોકરી જોખમાય જેથી માહિતી આપવામાં આવી નથી. જેથી હવે માહિતી અધિકાર અધિનિયમ માં માહિતી છુપાવવી એક ગુનો છે જેથી શંકા અને માહિતી ન આપવા આધારે ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી પાસે નવસારી વિજલપોર નગરપાલિકા માં અગાઉ કરાવેલ તપાસ ની જેમ સરકાર દ્વારા એક ટીમ બનાવી કાયદેસર તપાસ કરવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે.
સદર કચેરી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૪ ક મુજબ દરેક પ્રકારની માહિતી કોમ્પ્યુટર માં વેબસાઇટ ઉપર રાખવો ફરજિયાત છે. જેથી આમ નાગરિકો સહેલાઈથી જોઈ શકે . પરંતુ એવા કાયદાઓ ની સદર નાયબ નિયામક ને જ ખબર નથી. તજજ્ઞો દ્વારા સદર બાબતે મંતવ્ય મુજબ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ કે દર્શન કરાવી નિમણૂંક પામેલ અધિકારીઓની ઓળખ મોટી હોય જેથી એ વધુ કાયદા કાનૂન જાણવા કરતા એમના મોટા અધિકારીઓ અને નેતાઓની સંભાળ કરવો જરૂરી સમજી મોટા ભાગના અધિકારીઓ કાયદાઓ કે કાયદેસર કામ નથી કરતા. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ ક ખ ગ અને ઘ માટે કરેલ કામો વિશે સદર અધિકારી પાસે કોઈ જવાબ મળ્યો નથી ્્
નવસારી જિલ્લામાં બાંધકામો માં કામ કરતા બે વ્યક્તિ જે દિવસ માં રેકી કરી નવી નવી મોટરસાયકલ મધ્યપ્રદેશ માં લઇ જતા પકડાયેલ હતી. અને બાંધકામો માં રોડ હોય કે મકાન એમાં દરેક નાગરિક ને ખરેખર સરકાર ના ધારાધોરણ મુજબ સલામતી છે કે કેમ ? એ ની જવાબદારી સદર કચેરીની છે. આરસીપીએસ ક્યા પક્ષી નો નામ છે સદર કચેરી ના નાયબ નિયામક શ્રી ને ખબર જ નથી. કેટલી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવેલ છે સદર નાયબ નિયામક ને ખબર નથી. હવે સદર કચેરી ના વડા શ્રી નવસારી જિલ્લામાં આવે છે કે સદર નાયબ નિયામકની જેમ ગુગલ થી મોબાઇલ નંબર થી જ કામ ચાલે છે એની તપાસ કરવા અઘરૂં નથી પણ એવા અધિકારીઓ સાથે મોદી સાહેબના વિશ્વગુરુ નો સપનો એક જુમલો જેવા સાબિત થશે એમાં કોઈ શંકા નથી. એવા કચેરીના અધિકારીઓ સાથે એક સંવેદનશીલ સરકાર ખરેખર બદનામ થઈ રહી છે. આજે સરકારને બદનામ કરવા માટે વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. હવે સમાચાર સરકાર ના ઈમાનદાર અધિકારીઓ સુધી પહોંચે એના માટે પાઠકોને વિનંતી છે. આપની નજીકમાં કામ કરતા મજૂરો પાસે એમની સલામતી અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે સુવિધાઓ દરેક ને પૂછવા આર્થિક તંગી ના માહોલ માં આપણી ફરજ છે.
1 comment:
Good 👍
Post a Comment