નવસારી વિજલપોર નગરપાલિકાના જમશેદજી ટાટા નામે તળાવ પાણી વગર નો દરિયા,પંખ વગર ની પંક્છી જેમ અસહાય અનાથ બેસહારા
નવસારી વિજલપોર નગરપાલિકામાં વહીવટી કામગીરી કાબીલે તારીફ ભ્રષ્ટાચાર માં પહેલા નંબરે નજરે પડી રહી છે. દુધિયા તળાવ માં પાણી જરૂર મુજબ રોકવામાં આવી શકે નહિ. આજે સરકાર મોટી મોટી નદીઓ ને જોડવામાં સફળ છે. પરંતુ અહીં ફક્ત એક જ પાઈપ લાઈન જોડવાની જરૂર છે. જેના થકી પાણી પોતે ભરાઈ અને ખાલી થઈ શકે છે. પરંતુ પરમોશન અને બાપુ દર્શન થી નિમણૂંક અધિકારીઓ ને એક સામાન્ય બાબત ખબર નથી.અને પીવાના પાણી માટે તકલીફ નાગરિકો ને પડે અધિકારીઓ પોતાની કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર કેવી રીતે વાપરી શકે જ્યારે ગરીબો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ ના નાગરિકો પીવાના પાણી માટે તરસી રહ્યો છે. અસંવેદનશીલ વહીવટ અને અધિકારીઓ ની કામગીરી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક-છે.
લાખો કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલા ડાન્સિગ ફુવારા આજે ૧૨ વર્ષ થી ધૂળ ખાઈ રહ્યા છે. અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ થી લશાલસ શાસન પ્રશાસન ના અધિકારીઓ અને નેતાઓ મોજ મસ્તી કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં કોરોના મહામારી માં હજારો અને જમીની હકીકત માં લાખો નાગરિકો ની મોતનો ફોર્મ પુરાવો સાથે ભરવામાં આવી રહ્યા છે.એવી રીતે નવસારી વિજલપોર નગરપાલિકામાં વિકાસ ફક્ત ફાઈલો માં જ બતાવી સરકાર નો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે.અને જમીની હકીકત માં ફક્ત અને ફક્ત અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.હવે અધિકારીઓ અને મોટા ભાગના ભ્રષ્ટાચાર માં સામેલ શાસન માં જ હોય ત્યારે ભ્રષ્ટાચાર ઉપર કાર્યવાહી કોણ કરશે એ હવે જોવાનું બાકી રહ્યુ...
No comments:
Post a Comment