Wednesday, February 16, 2022

નવસારી જિલ્લા પંચાયત R&B ના પર્દાફાશ..! વિકાસ અને સમૃદ્ધતાનો પાયા સાથે ભ્રષ્ટાચારનો જવાબદાર સામે કાર્યવાહી ક્યારે...?






નવસારી જિલ્લામાં દર વર્ષે સરકાર કરોડો રૂપિયા ફક્ત રોડ ઉપર ખર્ચ કરે છે.રોડ ઉપરના કામો માં લાખો નાગરિકોને રોજી રોજગાર મળે છે.મોટા ભાગના રોડ ઉપર કામ કરતા રોજી મેળવવા માં આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો જ હોય છે.એ મજુરો માટે ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે એમને લઘુત્તમ માસિક વેતન શ્રમ કાર્ડ, કર્મચારી રાજ્ય બીમા નિગમની સુવિધાઓમાં, સારવાર માટે સારા માં સારી હોસ્પિટલ સાથે રહેવા માટે સરકારી મકાન એમના બાળકો માટે મફત શિક્ષણ, અને શિક્ષણ માટે પહેરવા માટે યુનિફોર્મ, સાધનો સાથે દર મહિને વર્ષે પુરતું નાણાં, પોષક આહાર ટ્રાન્સપોર્ટની મફત સુવિધાઓ વિગેરે માટે પણ કરોડો રૂપિયાના ફંડ અલગ થી આપી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત સરકાર માનવીય જીવનમાં તમામ સુવિધાઓ માટે જુદા જુદા વિભાગો અને એ વિભાગ માટે કરોડો કરોડો રૂપિયા અલગથી ગ્રાન્ટ અને એ તમામ વિભાગ સુચારુ રીતે આગળ વધે એના માટે તમામ વિભાગો મા સર્વોચ્ચ શિક્ષણ ધરાવતા અધિકારીઓ સાથે એક સારી ટીમની રચના કરી છે. ખરેખર ગુજરાત રાજ્ય સરકાર ગરીબી દૂર કરવા માટે તમામ વિભાગો આયોજન સાથે થતો ખર્ચ કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એમાં આજે દરેક વિભાગમાં સમાવેશ બાપુ દર્શન અને સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક અધિકારીઓ સરકારની તમામ યોજનાઓ ઉપર કાયદેસર કાર્યવાહી અને એક બીજાની મિલીભગત થી થતા ભ્રષ્ટાચાર થી એ બધી કરોડો અરબો રુપિયાનો ફંડ ફક્ત ફાઈલો માં જ દમ તોડી રહી છે. એનો પરિણામ માં ગરીબ હાઉ ગરીબ અને અમીરો વધુ અમીર જોવા મળે છે. એક સામાન્ય ઇજનેર કે અંગુઠા છાપ રોડ કોન્ટ્રાક્ટર ટુંક સમયમાં અરબપતિ થઇ જાય છે.અને પાયાના મજુર બે ટાઇમ રોટલા દવા વગર આજે ઠેર ઠેર મૃત્યુ પામે છે.


      નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. અને મોટા ભાગના અધિકારીઓ પોતાની ફરજ બજાવવા કરતા વધુ એમના ઉપરી અધિકારીઓ અને નેતાઓની પરિક્રમા કરતા નજરે પડે છે. મોટા ભાગના અધિકારીઓને સામાન્ય કાયદાઓની પણ ખબર નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ થી ચાલે છે. જેમાં મજુરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અને દેખ દેખ કરવાની જવાબદારી રોડના કામો હોય કે બિલ્ડીંગની સંપૂર્ણ જવાબદારી જે તે કચેરી ના વડાની છે. પરંતુ અહીં બાપુ દર્શન અને આરક્ષણ કે સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક અધિકારીઓ એ કાયદો જાણવા માટે કે સમજવા માટે ગુનો સમજે છે. મજુર કાયદાઓ મંજૂર હોવા છતાં એક પણ અધિકારી એવા કાયદાઓ જોવા પણ રાજી નથી. જે આજના મોંઘવારી મહામારી બેરોજગારી સમય માં ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. મોટા ભાગના અધિકારીઓ પણ આજે એજ કેટેગરીમાં થી આવે છે. છતા આજે અધિકારીઓ એવા કાયદાઓ સમજવા કે અમલવારી કરાવવા રાજી નથી. અને એના પાછળ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે. ચંદ રુપિયાની લાલચ માં અધિકારીઓ આજે માનવીય જીવનના પરોક્ષ રીતે હત્યા કરી રહ્યા છે.
નવસારી જિલ્લા માં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઇવે ને અડીને ધોળા પીપળા થી વાઘરેજ સુધી જે નવસારી બારડોલી રોડના સોર્ટ કટ રસ્તા છે. મોટા ભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર માં બનાવવામાં આવે છે.જેથી એ રોડ દર વર્ષે ટૂટી જાય છે. અને જિલ્લા પંચાયત માં વહીવટી કામગીરી નબળી હોવાથી એ વધુ જોવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ ધરાવતો અધિકારીઓ કચેરી અને ફાઈલ સુધી જ જોવા મળે છે. જમીન ઉપર જોવા માટે મુહુર્ત નથી મળતી. જેના કારણે એ રોડ અને ખર્ચ સાથે માનવ અધિકારનો કાયદેસર અહિં હત્યા કરવામાં આવી રહી છે. ગરીબ મજુરોને સરકાર દ્વારા કાયદેસર આપવામાં આવતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ ?એ વધી જવાબદારી જે-તે કચેરી ના વડાની હોવા છતા હજુ સુધી માનવ અધિકાર સંસ્થા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. હજુ સુધી મજુરો ઉપર ભ્રષ્ટાચાર કે એમની વિગતો નજીક પોલીસ સ્ટેશન માં આપેલ છે કેમ..? મજુરોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ..? એવી તમામ સુવિધાઓ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આપવામાં આવેલ નથી. હવે નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના વડાને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તપાસ કે કોઈ પોલિસ ફરિયાદ પણ નોંધવામાં આવેલ નથી. હાલમાં જ નવસારી માં એવી રીતે મજુરો વચ્ચે મજુર ના રુપે કામગીરી કરતા મોટા મોટા ચોર પકડાયા હતા. મજુરો માં આસાનીથી મળી કામ કરતા કરતા આજે આતંકવાદીઓ આજે રેકી કરી મોટા મોટા ભયંકર ત્રાસદીના કામો કરવા ના સમાચારો સાંભળવા મળે છે. જેના કારણે સરકાર ના કાયદા મુજબ દરેક દરેક મજુર હોય કે કર્મચારીઓ એની સંપૂર્ણ વિગતવાર માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવો ફરજીયાત છે. પરંતુ એવી કોઈ માહિતી મળી આવી નથીહવે ગુજરાત રાજ્ય સરકાર સમાચારની ગંભીરતા થી નોંઘ લઈ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના મજુરો, કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવા સાથે હલ્કી ગુણવત્તાનો રોડ બનાવતા કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહી કરશે કે ફરિયાદ દબાવવા માટે ફરીથી દર્શન આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવી માઢવાડ કરશે એ જોવાનું બાકી રહ્યુ..

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...