" કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
નવસારીઃ સોમવારઃ " કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા સેવા સદન નવસારી ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૩૦૬ જેટલા બાળકો કુપોષિત છે. નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્યું હતું. લાલ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતુ. ૧ લી માર્ચથી ૩૧ મી મે સુધીમાં તમામ રેડઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાની રહેશે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવશે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ વહીવટીતંત્ર કામે લાગશે. આ કામગીરી જનઆંદોલનરૂપે હાથ ધરવામાં આવશે. તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરાઇને કુપોષણ મુકત જિલ્લો દૂર કરવા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે કુપોષણ મુકત નવસારી જિલ્લા માટે હાથ ધરવાની કામગીરી વિશે ચિતાર આપ્યો હતો.
આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.
No comments:
Post a Comment