Wednesday, July 22, 2020

જિલ્લામાં સરકારી કચેરીઓ અને વાહનોમાં થી એસી મુક્ત કરવા સરકારનો આદેશ..!

સરકારી કચેરીઓ અને વાહનો માં થી ગેરકાયદેસર એસી કાઢવા બાબત આદેશ . ..! 




         નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના નાણાં વિભાગના વર્ષ ૨૦૦૪ના  પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય એરકંડીશન ની સુવિધા મળવા પાત્ર નથી. 
                  
નવસારી જિલ્લામાં આજે દરેક કચેરીઓ અને વાહનો માં બિન જરૂરી એસી મુકવામાં આવેલ છે.સરકાર ના મોટા ભાગના અધિકારીઓ જે પોતાની કચેરી અને વાહનો માં બિન જરૂરી એસી લગાવી આજે દર માસે કરોડો રૂપિયા નો ચુનો લગાડી રહ્યા છે. એને તત્કાળ કઢાવી લેવા ગુજરાત સરકાર વિકાસ કમિશનર શ્રી  એ એક નોટિસ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ ને  ફટકારી છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તત્કાળ કામગીરી ૩૧ જન્યુવારી પહેલા એસી કઢાવી ને જાણ કરવી. સદર નોટિસ માં વાહનોનો ફ્યુલ ચાર્જ અને કચેરી માં વાપરેયલ વીજનો બિલ જેતે કચેરીના અધિકારીઓના વેતનમાથી ભરવા પણ જણાવ્યું છે.સાથે આપેલ નમૂના માં સંપૂર્ણ કરેલ કાળાબજારી કે ગેરકાયદેસર લગાવેલ એસી જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર કરી છે. એ પણ આપેલ નમૂના માં મોકલવા માટે જણાવ્યું છે.સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ સરકાર પાસે કઈ કચેરી અને વાહનો માં એસી છે. એની સંપુર્ણ માહિતી અગાઉ થી હાજર છે. ૩૧ જન્યુવારી પછી દરેકના વેતનથી કપાત જ નહિ સર્વિસ રેકોર્ડ માં પણ ઓટોમેટિક રેફિલ થવાની પૂરેપૂરું શક્યતા છે.
            જાણકારોના મંતવ્ય મુજબ સદર આદેશ થી  કલેકટર કે જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ સિવાય તમામ અધિકારીઓની કચેરી અને વાહનો માં થી એસીની પૂર્ણાહુતિ કરવા ફરજીયાત છે.આજે ગુજરાત સરકારના વિકાસ કમિશનર શ્રીના એક જ નોટિસ અહીં તમામ સરકારી અધિકારી અને નેતાઓ જે સરકારી કચેરી માં પોતાના દફતર ખોલી ગેરકાયદેસર એસી વાપરી રહ્યા હતા એનો ઈમાનદારીનો પર્દાફાશ થયો છે.અગાઉ પણ એક આરટીઆઈ સદર બાબતે કરવામાં આવી હતી. જેમાં મળેલ માહિતી મુજબ કોઈ પણ અધિકારીને સરકાર એસીની સુવિધા માટે કોઈ પણ ઉલ્લેખ એક પણ પરિપત્ર કે કોઈ અન્ય રીતે ઉલ્લેખ આજ  સુધી કરેલ નથી.
ગુજરાત સરકાર આજે દેવાદાર છે. એ દેવા ભરવા માટે સરકારની સંપૂર્ણ મહેનત ઉપર એના જ અધિકારીઓ કાયદેસર જવાબદાર છે. અધિકારીઓ વગર એક રૂપિયો પણ કોઈ નેતા ખર્ચ કરી શકતો નથી.નાગરિકો ફકત મહેનત કરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. બેરોજગારી મોઘવારી મંદીનો માહોલ આજે ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. પરંતુ એમાં અધિકારીઓની તરકકી અધિકારીઓનો ખજાનો દર રોજ છલોછલ છલકાઈ રહ્યો છે. ખાસકરીને નવસારી જિલ્લામાં કાયદા કાનૂન જેમાં જિલ્લા પંચાયત માં એક પણ કચેરીના એક પણ અધિકારી અમલીકરણ કરવા ગુનો સમજી રહ્યા છે. એક પણ ફરિયાદ હોય કે કાયદા મુજબ કામગીરી કરવો ગુનો સમજી રહ્યા છે. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રીનો ફરમાન અહીં અધિકારીઓ કેવી રીતે કામગીરી કરશે કે અગાઉની જેમ છટકબારી કરશે એના ઉપર સૌની નજર છે...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...