Thursday, July 9, 2020

ગુજરાતના નવસારી જિલ્લામાં સીસી અને આકારણી કોભાંડની હદ પૂરી...?

photo

નવસારી જિલ્લામાં નવસારી વિજલપોર નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તાર માં ૮ ગ્રામ પંચાયત સમાવેશ સાથે નવો વહીવટદાર તરીકે પ્રાન્ત અધિકારીના નિમણૂંક થી બિન અધિકૃત બાંધકામોના બિલ્ડરો અને આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? જાંયે તો જાંયે કહા ?

ગુજરાત તકેદારી આયોગ દ્વારા અધિક સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાધીનગરને તપાસ માટે હુકમ ..!

                                        નવસારી જિલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ બિન અધિકૃત ગૈરકાયદેસર બાધકામોની ભરમારની ફરિયાદો મીડિયા માં ઉજાગર, આરટીઆઈ , જાગૃત નાગરિકો ,પક્ષ ,વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિધાનસભા માં સવાલો,ગુજરાતના મુખ્યમંત્રી પાસે, ગુજરાત તકેદારી આયોગ માં લેખિત માં ફરિયાદો થી છુટકારો મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગૈરકાયદેસર બાધકામો અટકાવવા,પારદર્શક, વિકાસ, સમૃદ્ધિ અને તપાસ સાથે કાર્યવાહી માટે નૂડા કચેરીની રચના વર્ષ ૨૦૧૫ માં કરી છે. જેમાં નવસારી જિલ્લા કલેકટર, અધિક કલેકટર ,નગર નિયોજક, નાયબ કલેકટર વગેરે સર્વોચ્ચ અધિકારીઓ સાથે એક કચેરી પણ ઘડી છે. ગુજરાત સરકારનો આશય એકદમ પવિત્ર , પારદર્શક ,વિકાસ અને સમૃદ્ધિ માટે હતો. અને તપાસ કરવા માટે રાજાશાહી જેવી સુવિધાઓ, વાહન ડ્રાઈવર સાથે લાખો રૂપિયા દર માસે ખર્ચ કરી રહ્યો છે. પરંતુ જમીની હકીકત માં વિગત છેલ્લા પાંચ વર્ષો માં મળેલ માહિતી મુજબ હજારો મકાનો સાથે બહુમાળી બિલ્ડિંગો બનાવવા માં આવેલ છે.જેમાં મોટા ભાગે મળેલ માહિતી મુજબ બધા જ ગૈરકાયદેસર છે. એક પણ બહુમાળી કે સિન્ગલ મકાનને નુડા દ્વારા બીયુસી કે સીસી આપવામાં આવી નથી.જેથી સાબિત થતો છે કે એ બધી જ ગૈરકાયદેસર છે.

                                        વિદ્વાનોના મંતવ્ય મુજબ ગૈરકાયદેસર બિન અધિકૃત બાધકામો જેતે સ્થળે જ બનાવવા માં જ આવેલ છે.સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરી આપવામાં આવેલ નોટિસ મુજબ બધી જ બહુમાળી બિલ્ડીંગો જમીન પર જ બનાવવા માં આવેલ છે. અને નૂડા વિસ્તાર ફકત ત્રણ થી ચાર કિમીના જ છે. સંપૂર્ણ વિસ્તાર એક દિવસમાં ત્રણથી ચાર વખત ફરી શકાય છે. અને એક પણ બિલ્ડીંગ સંપૂર્ણ રીતે ભારતીય કાયદો અને ડિઝિટલ ઇડિયા મુજબ એક વર્ષ પહેલાં કોઈ પણ સંજોગોમાં બનાવી શકાય નહીં. છતા મોટા ભાગે ગૈરકાયદેસર જ છે?

                          નવસારી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માં તમામ વિસ્તારો માં સમાવેશ હોવા છતા માહિતી મુજબ નવસારી જિલ્લાના જાબાજ ઈમાનદાર શૈક્ષણિક લાયકાત ધરાવતા આરક્ષણ અને બાપુદર્શનના અધિકારીઓ સરકારની શહરી વિકાસ સત્તા મંડળ અને સરકાર નો વિકાસનો માળખો પોતાની મરજી મુજબ જ અર્થઘટન કરેલ છે.ઓરકિટેક ઇજીનિયરો દ્વારા બિન અધિકૃત બાધકામો માં પોતે જ સીસી આપેલ અને તલાટી કમ મંત્રી શ્રીઓ દ્વારા આકારણી પણ કરી નાખવામા આવી છે. જેમાં કાયદા મુજબ બન્ને પાસે કોઈ સત્તા નથી.

                                      એક સામાન્ય ખાનગી ઓર્કિટેક ઇજનેર જેની પાસે સરકારના કાયદા મુજબ કોઈ પણ સત્તા નથી. ગૈરકાયદેસર પરવાનગી સિવાય બાંધવામા આવેલ બાંધકામને કેવી રીતે સીસી આપી શકે.સરકારને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. એમની શૈક્ષણિક લાયકાત અને આપેલ સીસીની સ્થળ તપાસ કરવાની તજવીજ થશે. સમૃદ્ધ વિકસિત, વૈભવશાળી ,પારદર્શક, સરકાર ભારત દેશ જ નહી દુનિયા માં પ્રખ્યાત ગુજરાત આજે ભ્રષ્ટાચાર થી બદનામ કરવામાં આવી રહ્યો છે.અને જવાબદાર અધિકારીઓ ફકત નોટિસો આપી છુટકારો મેળવેલ છે.

                                જમીન ઉપર એક વર્ષ સુધી બાધકામ થી આકારણી સુધી નૂડા કચેરી કુંભનિદ્રા માં હશે એ એક પણ સામાન્ય નાગરિક માનવા તૈયાર નથી.અને સરકારના નિયમ મુજબ કોઈ પણ અધિકારીને ચાર્જ માં જવાબદારી ઓછી થતી નથી.અને સદર બિલ્ડિંગો માં એક એક બાંધકામો માટે આશરે અડધો ડઝન ઇજનેરો આરકિટેક ઇજનેરો સરકાર સાથે ખાનગી કાર્યરત હોય છે. છતા એક પણ કાયદેસર ન બનવો ભ્રષ્ટાચાર અને મિલીભગત સિવાય કોઈ વિકલ્પ નજરે નથી પડતો.

                   ગુજરાત તકેદારી આયોગ કમિશનર પાસે ફરિયાદો લેખિત માં કરવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગશ્રી એ અધિક સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત માં હુકમ કરી છે. નવસારી જિલ્લામાં પહેલા નુડા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માટે તલાટી કમ મંત્રી , તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને નુડા કચેરી જવાબદાર હતી. જેથી તપાસ માં એક બીજાને ખો આપી રહ્યા હતા. પરંતુ હાલ માં ફકત નવસારી વિજલપોર નગરપાલિકાના નવા નામે ચાલતી નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ સાથે જાબાજ વિદ્વાન પ્રાન્ત અધિકારી છે. જેથી તપાસ હવે કાયદેસર થઈ શકશે. અને સરકારના નવા નિયમ અને થઈ રહ્યા કામો મુજબ કોઈ પણ કાયદાકીય કામોને હુકમ કરવાની સત્તા છે.અને નવસારી જિલ્લામાં સદર બાબતે કેસો ચલાવાની તારીખો આપવાની જરૂર નથી. ત્રણ ત્રણ નોટિસો આપવામાં આવેલ છે. બધાજ પુરાવો અને નોટિસો, સમય પુરૂ કરવામાં આવેલ છે.ફકત હુકમ જ બાકી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વહીવટદાર શ્રી અને નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી વર્ગ એકના અધિકારીઓ છે. આજ સુધી થયેલ કામો મુજબ અધિકારીઓ પારદર્શક વહીવટ માં જ કામો કરી રહ્યા છે. હવે ઉપરોક્ત ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માં બિનજરૂરી સમય પસાર કરશે કે કાયદેસર તમામ આકારણી રદ્દ કરી ખોટી રીતે પરવાનગી સિવાય કરેલ બાધકામો તત્કાળ દૂર કરવા અને ટોપી પહેરી થી બનેલ ગાંધીને જેમ નામ , અટક અને પિન્ક કલરના સહારે જાણી બુઝીને ભ્રષ્ટાચાર માં જવાબદાર ઓર્કિટેક ઇજનેરો,અધિકારીઓને કાયદેસર સરકારી સેવાલયનો વિશેષ લાભ માટે કાર્યવાહી કરશે કે ......! એ જોવાનુ બાકી રહ્યુ

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...