Sunday, July 5, 2020

નવસારી નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તારનો સમાવેશ અને વહીવટદારના નિમણુંક થી બિન અધિકૃત બાંધકામોંના બિલ્ડરો આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? જાયે તો જાયે કહાં ?

 નવસારી નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તારનો સમાવેશ અને  વહીવટદારના નિમણુંક થી  બિન અધિકૃત બાંધકામોંના બિલ્ડરો
આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? 
જાયે તો જાયે કહાં ?

    ગુજરાત તકેદારી આયોગ  દ્વારા અધિક સચિવ શ્રી  શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાધીનગરને તપાસ માટે હુકમ ..!

                     નવસારી જિલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ બિન અધિકૃત ગૈરકાયદેસર બાધકામોની વર્ષોથીભરમાર છે.   અને ફરિયાદો મીડિયા માં ઉજાગર, આરટીઆઈ , જાગૃત નાગરિકો ,વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિધાનસભા માં સવાલો, ગુજરાતના મુખ્યમંત્રી પાસે, ગુજરાત તકેદારી આયોગ માં લેખિત માં ફરિયાદો થી રહી છે. જેનાથી છુટકારો મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગૈરકાયદેસર બાધકામો અટકાવવા અને તપાસ સાથે કાર્યવાહી માટે નૂડા કચેરીની રચના વર્ષ ૨૦૧૫ માં કરી છે. જેમાં નવસારી જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ સાથે  એક કચેરી પણ ઘડી છે. ગુજરાત સરકારનો આશય એકદમ પવિત્ર , પારદર્શક ,વિકાસ અને સમૃદ્ધિ માટે હતો. અને તપાસ કરવા માટે રાજાશાહી જેવી સુવિધાઓ, વાહન ડ્રાઈવર સાથે લાખો રૂપિયા દર માસે ખર્ચ કરી રહ્યો છે. પરંતુ જમીની હકીકત માં   છેલ્લા પાંચ વર્ષો માં મળેલ માહિતી મુજબ હજારો મકાનો સાથે બહુમાળી બિલ્ડિંગો બનાવવા માં આવેલ છે.જેમાં મોટા ભાગે બધા જ ગેરકાયદેસર છે. એક પણ બહુમાળી કે સિંગલ મકાનને નુડા દ્વારા બીયુસી કે સીસી આપવામાં આવી નથી.જેથી સાબિત થતો છે કે એ બધી જ ગેરકાયદેસર છે. 
                                            વિદ્વાનોના મંતવ્ય મુજબ ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો જેતે સ્થળે જ બનાવવા માં જ આવેલ છે.સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરી આપવામાં આવેલ નોટિસ મુજબ  બધી જ બહુમાળી બિલ્ડીંગો જમીન પર જ બનાવવા માં આવેલ છે. અને નૂડા વિસ્તાર ફકત ત્રણ થી ચાર કિમીના જ છે. સંપૂર્ણ વિસ્તાર એક દિવસમાં ત્રણથી ચાર વખત ફરી શકાય છે. અને એક પણ બિલ્ડીંગ સંપૂર્ણ રીતે ભારતીય કાયદો અને ડિઝિટલ ઇડિયા મુજબ એક વર્ષ પહેલાં કોઈ પણ સંજોગોમાં  બનાવી શકાય નહીં. છતા મોટા ભાગે ગૈરકાયદેસર જ છે? ઓરકિટેક ઇજીનિયર દ્વારા બિન અધિકૃત બીયુસી થી તલાટી કમ મંત્રી શ્રીઓ આકારણી પણ કરી નાખવામા આવી છે. જમીન ઉપર એક વર્ષ સુધી બાધકામ થી આકારણી સુધી નૂડા કચેરી કુંભનિદ્રા માં હશે એ એક પણ સામાન્ય નાગરિક માનવા તૈયાર નથી.અને સરકારના નિયમ મુજબ કોઈ પણ અધિકારીને ચાર્જ માં જવાદારી ઓછી થતી નથી.અને સદર બિલ્ડિંગો માં એક એક બાધકામો માટે આશરે અડધો ડઝન શૈક્ષણિક લાયકાત ધરાવતા વર્ષોના અનુભવી ઇજનેરો આરકિટેક ઇજનેરો સરકાર સાથે ખાનગી કાર્યરત હોય છે. છતા એક પણ કાયદેસર ન બનવો ભ્રષ્ટાચાર અને મિલીભગત સિવાય કોઈ વિકલ્પ નજરે નથી પડતો. ગુજરાત તકેદારી આયોગ કમિશનર પાસે ફરિયાદો લેખિત માં કરવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગ શ્રી એ અધિક સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત માં હુકમ કરી છે.  નવસારી જિલ્લામાં પહેલા નુડા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માટે તલાટી કમ મંત્રી , તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને નુડા કચેરી જવાબદાર હતી. જેથી તપાસ માં એક બીજા ને ખો આપી રહ્યા હતા. પરંતુ હાલ માં ફકત નવસારી વિજલપોર નગરપાલિકાના નવા નામે ચાલતી નવસારી નગરપાલિકાના અધિકારીઓ સાથે જાંબાજ વિદ્વાન પ્રાન્ત અધિકારી  છે. જેથી તપાસ હવે કાયદેસર થઈ શકશે. અને સરકારના નવા નિયમ અને થઈ રહ્યા કામો મુજબ કોઈ પણ કાયદાકીય કામોને હુકમ કરવાની સત્તા છે.અને નવસારી જિલ્લામાં સદર બાબતે કેસો ચલાવાની તારીખો આપવાની જરૂર નથી. ત્રણ ત્રણ નોટિસો આપવામાં આવેલ છે. બધાજ પુરાવો અને નોટિસો સમય પુરૂ કરવામાં આવેલ છે.ફકત હુકમ જ બાકી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વહીવટ દાર શ્રી અને નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી વર્ગ એકના અધિકારીઓ છે. આજ સુધી થયેલ કામો મુજબ અધિકારીઓ પારદર્શક વહીવટ માં જ કામો કરી રહ્યા છે. હવે ઉપરોક્ત ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માં બિનજરૂરી સમય પસાર કરશે કે કાયદેસર તમામ આકારણી રદ્દ કરી ખોટી રીતે પરવાનગી સિવાય કરેલ બાંધકામો તત્કાળ દૂર કરવા હુકમ કરશે કે ......! એ જોવાનુ બાકી રહ્યુ... 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...