નવસારી જિલ્લા પંચાયતની દરેક કચેરીઓ માં આજે સૌથી પહેલા એરકંડીશન ગેરકાયદેસર છે. ગુજરાત વિકાસ કમિશ્નર શ્રીના હુકમ અહિં અધિકારીઓ નહિ માનતા હોય ત્યારે મા.અ.અ.૨૦૦૫ માં માહિતી માગનારને દેશ દ્રોહી તરીકે કે બદનક્ષીનો દાવો માળતો હોય એમા નવાઈ નહિં. પરંતુ કોરોના જેવી મહામારી માં સરકારી સેવાલયની સુવિધા મફત માં મળે છે કદાચિ એ ખબર નથી. જાણકારોના મંતવ્ય મુજબ અહિં જિલા પંચાયત માં ફકત પંચાયત જ થાય છે. ક્યાં થી કયા હિસાબે નાણા મળશે એના માટેના અધિકારીઓ ખરેખર અહિં કાબીલેતારીફ કામ કરે છે. જેથી કોઈ પણ સંજોગો માં કોઈ પણ બિલ ભલે ખોટુ હશે પણ હિસાબ કિતાબ બરોબર રાખે છે.
નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષે કરોડો રૂપિયા સરકાર શિક્ષણ માં ખર્ચે છે. સારામાં સારી શાળાઓ છે. શિક્ષકો અને અધિકારીઓ કાયમી ધોરણે છે. એક મુખ્ય અધિકારીનો વેતન લાખો રૂપિયા છે. કાયદેસર શાળા માં શિક્ષકો ગ્રેજુએટ છે. છતા આજે ભણતર બદથી બદતર છે. અહિં શિક્ષણ કચેરીમાં આજ સુધી કોઈ પણ જન હિતના કાયદા હોય કે એક સામાન્ય બોર્ડ લગાડવા ગુનો સમજવામાં આવે છે. અને સદર માહિતી માં પ્રથમ અપીલ અધિકારી તરીકે એક આઈ.એસ. અધિકારી છે. સરકાર દરેક સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ હોય કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ અહિ વર્ષોથી કોરોના ગ્રસ્ત છે. એક સામાન્ય અરજી નો જવાબ આપવો હોય કે મુખ્ય અધિકારી ને મળવો અહિં ગુનો સમજવા માં આવે છે.
શિક્ષણ વગર વિકાસ પંખ વગરના પંખી કે જલ વગરનો દરિયા સમાન છે. સરકાર ગમે એ સુવિધાઓ આપે પરંતુ શિક્ષણ માં કાયદેસર વિકાસ કે ભણતર સુધારવો માં કોઈ ને રસ નથી.આજે નવસારી જિલ્લા પંચાયત માં કાયદેસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ નથી. સર્વ શિક્ષણ અભિયાન કચેરી માં કોઈ જવાબદાર અધિકારી જ નથી. અહિં મોટા ભાગના કચેરીઓ રામ ભરોસે ચાલે છે. સદર માહિતી તપાસ માટે ગુજરાત ના મુખ્ય મંત્રી સાથે ગુજરાત તકેદારી આયોગ પાસે ન્યાય મેળવવા રવાના થઈ રહી છે.
ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે. હવે શિક્ષણ માં ભ્રષ્ટાચાર માં કાયદેસર તપાસ કરાવશે કે દારૂ બંદીની જેમ નવા નવા કાયદાઓ અને યોજનાઓ દીઠ કરોડો રૂપિયા મોકલશે એ જોવાનુ બાકી રહ્યુ.