શ્રીપ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને
સારવાર કેમ્પ સંપન્ન
આજ રોજ઼ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વાંસદા ના સરપંચશ્રી ગુલાબભાઇ તથા વાંસદા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટુભાઈ પાંચાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. સાથે જ઼ સર્વે આમંત્રિત મહેમાનોનું વિક્સ તુલસીનો રોપો આપી સ્વાગત કરવામાં આવ્યું.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારીના વૈદ્ય નયના આઈ પટેલ દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી વિવિધ તાલીમો વિશે અને આયુર્વેદ વિષયક વિગતવાર માહિતી આપવામાં આવી.
આ કેમ્પ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી હાજર રહી ઉપસ્થિત કિશોરીઓ સાથે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં ચાલતી વિવિધ તાલીમો વિશે સંવાદ કર્યો અને કિશોરીઓ ને પ્રોત્સાહિત કર્યા. કેમ્પ અંતર્ગત કિશોરીઓની આરોગ્ય લક્ષી તપાસ કરી સારવાર આપવામાં આવી તેમજ આયુર્વેદ ઔષધિય રોપા નું વિતરણ કરવામાં આવ્યું. આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ માટે પ્રદર્શન તથા આયુર્વેદ ઔષધિય યુક્ત હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓને પોષણ યુક્ત આહાર આપવામાં આવ્યો.અને કિશોરીઓને વિવિધ રમતો રમાડવામાં આવી.આ કેમ્પ માં વાંસદા કેળવણી મંડળ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ ગાંધી, મંત્રીશ્રી ધર્મેશભાઈ પુરોહિત ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી અને કારોબારી સભ્ય કમલેશભાઈ ઉપાધ્યાય તથા પ્રા. શાળાના આચાર્ય સંદીપભાઈ હાજર રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયુર્વેદ ના મે.ઓ અને સટાફ તથા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી.
1 comment:
Good news for ayurveda
Post a Comment