Thursday, March 21, 2019

નવસારી :-નવસારી જિલ્લા સરકારી શ્રમ અધિકારીશ્રી દ્વારા નવસારી નગરપાલિકાઓને નોટિસ ફટકારી



 નવસારી જિલ્લા સરકારી શ્રમ અધિકારી દ્વારા નવસારી નગરપાલિકાઓને
 નોટિસ ફટકારી…! 
ચૌકીદારોને વેતન માટે જવાબદાર કૌણ..? 
      

            નવસારી જિલ્લામાં કાયદેસર કાયદાની જોગવાઈ મુજબ અધિકારીઓ કામ કરતા નથી. જેવા મા...૨૦૦૫,આરસીપીએસ૨૦૧૩, ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે જે ખાસ કરી ને જાહેર જનતાના હિત અને ભ્રષ્ટાચાર વિરૂધી કાયદો છે. એના કોઈ અધિકારીઓ ઉપયોગ કરતા નથી. કાયમી ધોરણે મળતી ફરિયાદની સત્યતા જાણવા માટે તમામ નગરપાલિકાઓ માં લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં દરેકને વંચાય એવા કોમ્પ્યુટરથી ટાઈપ કરી જિલ્લાની તમામ નગરપાલિકાઓ સરકારની જોગવાઈ મુજબ નગરપાલિકા દ્વારાકોંટ્રાક્ટ કે અન્ય એજેંસીઓ મારફતે લેવામાં આવતો ચૌકીદારો, મજુરો, કામદારો, કોમ્પ્યુટર ઓપરેટરો ,કે અન્ય યોજનાઓ માટે કામ કર્મચારીઓને  સરકારશ્રીના ધરાધોરણ મુજબ વેતન કામના ક્લાકો સાથે આપવામાં આવતી સુવિધાઓ મળે છે કે કેમ ..? એવી માહિતીઓ માગવામાં આવેલ હતી. જેના અનુસંધાનમાં મળેલ માહિતી માં નવસારીની તમામ નગરપાલિકાઓ માં સરકારશ્રીના પરિપત્ર કે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા દર ત્રણ  માસે વેતન માટેના જાહેરનામુના પાલન કરવામાં આવતુ નથી. અને તદુપરાંત નવસારી જિલ્લા કલેક્ટર કચેરી માં પણ સદર બાબતે માહિતીઓ માગવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તા અધિકારી શ્રી પોતાના મળેલ સત્તાના દુરૂપયોગ કરી અરજદાર પાસે નાણા ભરાવીને પણ કાયદાની છટકબારી કરી કાયદેસર માહિતીઓ આપેલ નહિ. નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં મા...૨૦૦૫ના કાયદાની અમલવારી થતી હોય ત્યારે અન્ય કચેરીઓ માં જ્યાં રહમરાહે કરાર આધારિત કે સત્તા પક્ષ દ્વારા મુકાવવામાં આવેલ ચિફ ઓફિસર નિમણુંક થયેલ હોય એવી નગરપાલિકાઓ પાસે આશા રાખવો ગુનો છે. છતા આજે દેશ જ્યારે ચૌકીદારોના નામ ઉપર ચાલતુ હોય ત્યારે કદાચિ એના નામે માહિતી મળી શકે .પરંતુ છેલ્લે ઢાક કે તીન પાત. 

                                        નવસારી શ્રમ આયુક્ત કચેરી લેબર કમિશનરને પણ સદર બાબતે  અગાઉ પણ કાર્યવાહી કરવા લેખિત માં અરજીઓ કરવામાં આવી હતી.અને નવસારી જિલ્લા લેબર કમિશનર અને સરકારી શ્રમ અધિકારી શ્રી પોતાને મળેલ સત્તા મુજબ દરેક નગરપાલિકાઓ માં કાયદાની જોગવાઈ મુજબ એક નોટિસ પણ જારી કરી હતી. પરંતુ જમીની હકીકતમાં નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ ના મુખ્ય અધિકારી શ્રી જેની પાસે ખરેખર એક માહિતી મુજબ કાયદેસર ચિફ ઓફિસર માટે કાયદેસર શૈક્ષણિક લાયકાત કે અનુભવ નથી. અને વહીવટી સામાન્ય જ્ઞાન નથી.  કાયદાનો જ્ઞાન હોય તો પણ સત્તા પક્ષની મંજુરી વગર અમલવારી કરી શકે નહિ .એનો કારણ માટે જાણકારો ના મંતવ્ય મુજબ મોટા ભાગે કરાર આધારિત ,રહમ રાહે કે અન્ય કચેરીઓ માં કામ કરેલ છે. જેથી નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસરો કોઈ જવાબ કાયદેસર આપેલ નથી. 
           નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી દ્વારા અગાઉની નોટિસ માં કાયદેસર ચિફ ઓફિસરો દ્વારા કાર્યવાહી કે જવાબ આપતા ફરીથી  નવસારી જિલ્લાની ગણદેવી, બીલીમોરા, વિજલપોર અને વર્ગ - ૧ની નવસારી નગરપાલિકા માં પહેલીવાર જાતે તપાસ કરી કાયદેસર નોટિસ ફટકારેલ છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસ મુજબ નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓના અધિકારીઓ ૧૫ દિવસ માં કાયદેસર કાર્યવાહી કરી જવાબ નહિ આપશે ત્યારે તમામ ચિફ ઓફિસરો જેની મુખ્ય અધિકારીઓ તરીકે  જવાબદારી  છે. કાયદેસર કાર્યવાહી અને નામદાર કોર્ટ માં કેસ દાખલ કરવામાં આવશે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં નગરપાલિકાના ચિફ ઓફિસરો આજે નોકરી કરી છે કદાચિ ભુલી ગયા.અને પોતાના માલિક સમજી ચુક્યા છે. આજે દુનિયાના એતિહાસ માં પહેલી વાર એક યોગી પુરૂષ સર્વોચ્ચ હોદ્દો ધરાવેલ છતા એક ચૌકીદર તરીકે પોતાની ઓળખ બતાવી રહ્યા છે. અને નવસારી જિલ્લા જે આજે બીજા દશકમાં પ્રવેશ કર્યા હોવા છતા કેન્દ્ર સરકાર માં જિલ્લા તરીકે નોધણી અજુ થયેલ નથી એવા જિલ્લા માં એક ચિફ ઓફિસર તરીકે ફરજ બજાવવા બદલે માલકિયત અને હક જતાવી રહ્યા છે. જેથી મોટા ભાગના  ચિફ ઓફિસરશ્રીઓ પોતાની કચેરીમાં સવારે ૧૦:૩૦ હાજર રહેતા નથી.અને :૧૦ પહેલા કોઈ કોઈ કામ બતાવી ઘરે જતા રહે છે. જે ખરેખર ગુજરાતના વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. 
    ગુજરાત રાજ્ય ની ગાંધીનગરની   કચેરીથી  કમિશ્નર શ્રી મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન પણ તમામ ઝોનના પ્રાદેશિક કમિશનરોને સદર બાબતે પોતાની હદ વિસ્તાર માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ આરસીપીએસ ૨૦૧૩ લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે સાથે થતો ભ્રષ્ટાચાર માટે કાર્યવાહી કરવા અને  કાયદાની અમલવારી તત્કાલ કરાવવા જણાવેલ છે. જેમા પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરતની વિશેષ નોધ લેવામાં આવી છે. ગાધીનગર કમિશનર શ્રી જે ગુજરાતની તમામ નગરપાલિકા ઓ ના વડા છે. એના આદેશ નો પાલન કરે છે કેમ ..? 
      નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસર શ્રીઓ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસના જવાબ માં કાયદેસર કાર્યવાહી કરી પોત પોતાની કચેરી માં કાયદેસર લઘુત્તમ વેતન ધારો ૧૯૪૮ મુજબ સંબધિત તમામ ચૌકીદારો, મજુરો,કોમ્પ્યુટર ઓપરેટરો, મહિલાઓને વેતન આપશે . કે ભારત સરકારના પ્રધાનમંત્રીશ્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત યોજના માં નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ ... 


     
     

Wednesday, March 20, 2019

નવસારી :- નવસારી નગરપાલિકાના દેશાઈ તળાવના હદ વિસ્તાર માં પીવા માટે ચોખ્ખુ પાણી ક્યારે મળશે ..?

 નવસારી નગરપાલિકાના દેશાઈ તળાવના હદ વિસ્તાર માં પીવા માટે ચોખ્ખુ પાણી ક્યારે મળશે ..? 
રોગ ચાળોની રાહ જોતા અધિકારીઓ ..!
નવસારી શહેર માં નવસારી નગરપાલિકા હદ વિસ્તાર માં જલાલપોર દેશાઈ તળાવના રહીશો માટે આજે નવસારી નગરપાલિકા ચોખ્ખુ પાણી પણ પીવા લાયક આપી શકતી નથી.  એક દિવસ મીઠુ પાણી પછી તદ્દન ખારૂ .. જે કોઈ પણ સંજોગે પીવા લાયક કે સ્નાન કરવા કે કપડા પણ ધોવા લાયક નથી. અને રોગ ચાળા જ્યાં સુધી નહિ ફેલાય ત્યાં સુધી અધિકારીઓ એસી માં થી વહાર નિકળી શકે  નહિ . આજે ગુજરાત ના વિકાસની ગીતો અને  સમૃદ્ધિ પારદર્શક સરકાર અચ્છે દિન આ ગયેના પ્રચાર માં નાગરિકોને કેટલુ રસ હશે એ સમજવો અઘરૂ છે. કરોડો રૂપિયા દર વર્ષે અહિં બિન જરૂરી કામો માં ફકત એટલા માટે વાપરવામાં આવે છે કે પાર્ટી ફંડ કાયદેસર વધુ આવે છે. અહિં નવસારી નગરપાલિકા માં કરોડો રૂપિયાના બ્લોગ અને રોડો જુના થાય એટલે નવો બનાવવામાં આવે છે. કરોડો રૂપિયા બ્યુટિફિકેશન માં ખર્ચની જરૂર ફકત નેતાઓ અને અધિકારીઓ માટે જ છે. અહિં નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી ફકત ખાનાપૂર્તિ માટે કે સહિઓ કરવા માટે નિમણુંક કરવામાં આવે છે. સત્તા પક્ષની સાથે જ ચાલવો અહિં અધિકારીઓની મુખ્ય ફરજ છે . ભલે એ ગરીબોના અહિત માટે કેમ ન હોય.આજે નવસારી નગરપાલિકા દ્વારા આમ નાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતી નથી. કરોડો રૂપિયા વેરા અને સરકાર દ્વારા આવતો કરોડો રૂપિયા અહિં ફકત મોટા ભાગે નેતાઓ અને અધિકારીઓની સુવિધાઓ કે અન્ય માટે જ ખર્ચ કરવામાં આવી રહ્યુ છે. અહિં નવસારી નગરપાલિકાના દરેક વિભાગ માં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર કચેરી ખાતે હાજર પણ રહેતા નથી. હવે જાયે તો જાયે કહાં જેવી હાલત નગરપાલિકાની સર્જાઈ રહી છે . સમય પરિવર્તન શીલ છે .જેનો જવાબ નાગરિકો આપશે ખરા..?

Tuesday, March 19, 2019

DGVCL નવસારી સિટી ડિવીઝન માં આરટીઆઈ૨૦૦૫ના કાયદો લકવાગ્રસ્ત ...? જવાબદાર કૌણ..?

DGVCL નવસારી સિટી ડિવીઝન માં આરટીઆઈ૨૦૦૫ના કાયદો લકવાગ્રસ્ત ...? જવાબદાર કૌણ..? 

     આજે નવસારી જિલ્લાના શહેરી વિભાગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ માં ૧૪ વર્ષ પૂર્ણ થતા જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કાયદેસર અમલવારી થયેલ નથી. નવસારી શહેરના નાગરિકો દ્વારા કાયમી ધોરણે થતી ફરિયાદની સત્યતા જાણવા માટે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સ્પષ્ટ દરેકને વંચાય એવા ગુજરાતી ભાષામાં કાયદાની જોગવાઈની અમલવારી માટે માહિતીઓ માગવામાં આવેલ હતી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજાદીના બીજા વર્ષે જ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ હતા. પરંતુ જમીની હકીકતમાં સદર કચેરીમાં આજે ૭૧ વર્ષે પણ લાગુ થયુ નથી. જે ખરેખર દુરભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કચેરીમાં કાર્યરત ચોકીદારો ને આજે પણ લઘુત્તમ  માસિક વેતન મુજબ વેતન આપવામાં આવતો નથી.  જંગમ સ્થાવર મિલ્કત માટે ૧૯૭૧ માટે સરકારે કાયદાઓ ઘડી . આજે નવસારી જિલ્લાના શહેરી વિભાગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ માં આજે અમલવારી થયેલ નથી. અરજદાર ને સદર કચેરીમાં ના મદદનીશ માહિતી અધિકારી તરીકે કાર્યરત શ્રી બી.સી.ગાંધી એ એક દિવસ પહેલા પોતાની હાથથી લખી નિરીક્ષણ કરાવી શું સાવિત કરવા માગે છે. એ સમજવો અઘરૂ છે. સદર અધિકારી અરજદાર ઉપર કેસો કરવાની વાતો કરી એ ભુલી ગયા કે એમની કચેરી અને એમને મળતો વેતન આજે ગરીબો મજલુમો ખેડુતો અને સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોની ખુન પસીના અને મહેનત મસક્કતની કમાણીના છે. આજે શ્રી ગાંધી ને જાણવો જરૂરી છે  એ નોકરી કરે છે. કાયદાની જોગવાઈ માં જ નોકરી કરવાનો હોય છે. અહિં કોઈ પ્રકારની માલકિયત કે હક બતાવી શકાય નહિ.અને કાયદાની જોગવાઈ મુજબ કામો ન કરવા કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં અરજાદરો ને ગુમરાહ કરવા પણ ભ્રષ્ટાચાર માં જ ગણવામાં આવે છે. અરજદાર ની માગેલ માહિતી આરટીઆઈ અગેંસ કરપ્શન માં કલમ ૨૪ માં માહિતીઓ માગેલ છે. એ કાયદાની કલમ ની જોગવાઈ મુજબ કોઈ ને પણ બાકાત રાખી શકાય નહિ . પછી ગાંધી કેમ ન હોય.  મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ એમની શૈક્ષણિક લાયકાત અજુ સુધી નજરે આવી નથી. અને જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ  એમના કામો ની સમીક્ષા કરવો અતિ જરૂરી છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ 4 ખ મુજબ દર વર્ષે ૧૫મે સુધી પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અદ્યતન કરાવી કચેરીમાં રાખવો ફરજીયાત છે. અને સદર કચેરી માં શ્રી ગાંધી ને અજુ સુધી ખબર જ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કલમ ૨૦ મુજબ કચેરી ખાતે કાર્યરત તમામ મજુરો નાગરિકો સિક્યુરિટી વગેરે તમામ ને સરકાર દ્વારા નિયત કરેલ ઓછા માં ઓછુ લઘુત્તમ માસિક વેતન આપવો ફરજીયાત છે. અને કાયદાની જોગવાઈ મુજબ એની સંપૂર્ણ જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે. એવા સામાન્ય કાયદા નુ નોલેજ ન હોય એવો બની શકે નહિ . અને એવા કાયદાઓની અમલવારી ન થતી હોય ત્યારે સરકારની કચેરી શ્રમ અધિકારી દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો રહે છે. આજે સામાન્ય જન હિત માટે કાયદાઓની અમલવારી ન કરવો પણ ગુનો બને છે. નવસારી શહેર માં મોટા ભાગે સદર કચેરીની ફરિયાદો નુ જવાબ કૌણ આપશે ..? એના માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ માં ટુંક સમયમાં ફરિયાદો કરવામાં આવશે. હવે સદર કચેરીના નિયંત્રણ કચેરી વલસાડ સદર સમાચારની ગંભીરતાથી નોધ લઈ માહિતીઓ અપાવશે કે સરકારને બદનામ કરી ભારતના પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરોધી યોજનામાં નામ રજીસ્ટર કરાવી  અને સદર માહિતીમાં  સહભાગીદાર થશે એ જોવાનુ બાકી રહ્યુ. 

Monday, March 18, 2019

નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે કરોડોના તંબુનો ખર્ચનો હિસાબ કૌણ આપશે..? માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા નિર્મમ પ્રયાસ ..! ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...?

    

નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે કરોડોના તંબુનો ખર્ચ નો હિસાબ કૌણ આપશે..? 
માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા નિર્મમ પ્રયાસ ..!
 ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...? 
                ગુજરાતની એતિહાસ સંસ્કારી નગરી નવસારી માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નમક સત્યાગ્રહ સ્મારક માટે રૂપિયા ૧૧૦ કરોડ ખર્ચે બનાવેલ ભારતના પ્રધાનમંત્રી શ્રી ગાંધી બાપુના નિર્વાણ દિવસે લોકાર્પણ કરી છે.  પરંતુ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનનો વેપાર માં પરિવર્તન કરવો એ ગાધીબાપૂ ની સાદગીપૂર્ણ જીવનસાથે વિદ્વાનોના મંતવ્ય મુજબ સારું ન કહેવાય. જાણકારો અને બાપુના ચાહકોના મંતવ્ય મુજબ એમના પ્રચાર પ્રસાર લોકો માં પહોંચાડવા જોઈએ. પરંતુ એ પણ સાદગીપૂર્ણ હોઉ જોઈએ. છતા કરોડો રૂપિયા ખર્ચ ફકત તંબુમાં કરવામાં આવ્યો . લોકો માં થતી ચર્ચાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ નવસારી જિલ્લાના આર & બી વિભાગમાં માહિતીઓ માગવામાં આવી છે. પરંતુ મળેલ માહિતી અને હકીકત સાથે કોઇ લેવા દેવા નથી. મા.અ.અ. ૨૦૦૫ મુજબ ભારતના તમામ નાગરિકોને અધિકાર છે કે કયા સ્થળે કેટલા ખર્ચ અને કઈ તિજોરી માંથી કૌણ ખર્ચ કેટલુ કરેલ છે. સરકારના છે કે પાર્ટીનો . ગુજરાત સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે કોઈ પક્ષના પ્રચાર પ્રસાર માટે.  નવસારી જિલ્લામાં સદર માહિતી સંબંધિત વિભાગના કરાર આધારિત મુખ્ય અધિકારી પાસે  એ વિષય માં ખરેખર કેમ ખબર નથી? અને સંપૂર્ણ માહિતી કયાં મળશે એ પણ કેમ ખબર નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬(૩) મુજબ જે માહિતી કચેરીમાં ઉપલબ્ધ નહિ હોય એમહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરી અરજદારને જાણ કરવો ફરજીયાત છે. આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા એક સામાન્ય કાયદાઓ સદર અધિકારી ને કેમ ખબર નથી. આજે ભારતના લોક લાડીલા યોગી પુરૂષ પ્રધાન મંત્રી શ્રી મોદી પોતા ના વક્તવ્ય માં જણાવેલ છે કે આરટીઆઈ એટલે સવાલ પૂછને કા અધિકાર .  પ્રધાનમંત્રી મોદી ના નામે અહિં ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે કે કેમ..? હવે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ભોગનાર પાસે માહિતી અધિકાર અધિનિયમ વિશે આજ સુધી કેમ ખબર નથી.એક સામાન્ય જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાથી અનભિજ્ઞ હોવા છતાં એક વાર નોકરી પુરૂ કરી એજ જગ્યાએ કેવી રીતે નોકરી કરી રહ્યાં છે ?  એ સમજવા માટે અરજદાર દ્વારા  પ્રયાસો કરતા જાણવા મળેલ છે કે સદર અધિકારી શ્રી નવસારી માં જ નાયબ કાર્યપાલક ઈજનેર હતા. ગુજરાતના ઈતિહાસ માં દરેક અધિકારીઓ ને દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે.અને ખાસ કરી પરમોશન માં જિલ્લા બદલી કરવામાં આવે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) માં ગુજરાત સરકાર માં જુદી પોલસી છે કે અધિકારીઓ ની મિલીભગત ..? એના  માટે હાલમાં શોધ કરવામાં આવી રહી છે. કરાર આધારિત અધિકારીઓ મુકવા માટે આજે બેરોજગાર યુવાન દેશ માં ગુજરાત સરકારની પોલિસી કેટલી કારગર છે..? અને કરાર આધારિત અધિકારીઓની નિમણૂંક માટે ફકત એ જ અધિકારીની નિમણૂંક કેમ કરી ..? જ્યારે અન્ય વિભાગો માં એ જગયાએ કોઇ પણ સક્ષમ અધિકારી કે નવયુવાન એ કંડીશન સાથે કામ કરી શકે છે..? માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કરાર આધારિતને દરેક વિભાગો કરતા જુદુ પોલીસી પાછળ રહષ્ય શું છે.?  હાલ માં મોટા ભાગના વિભાગો માં કરાર આધારિત કામ કરનાર કર્મચારીઓ માટે એવી સુવિધાઓ અને વેતન ગુજરાત સરકાર આપશે ખરા.? આજે ગુજરાત માં રૂપિયા દસ હજારની નોકરી માટે જોઈએ એટલા નવયુવાન ઇજનેરો ઠેર ઠેર ગામે ગામે રખડી રહ્યા છે. અને નોકરી માટે લાઈન માં ઉભા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ એવી નીતિ કેમ અપનાવી છે..? એના જવાબ કોણ આપશે..? નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાના તંબુ અને અરબો રૂપિયાના નમક સત્યાગ્રહ નો હિસાબ કૌણ આપશે..? 
                             નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ મળેલ જવાબો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને ગુમરાહ સાથે માનસિકત્રાસ અને અશોભનીય  છે.જેથી એમની  વર્તુલ કચેરી  સુરતમાં અપીલ કરવામાં આવેલ હતા.અને વર્તુલ કચેરી  સુરતના અધિકારીશ્રી એ એક  જવાબદાર અધિકારી તરીકે કાયદેસર નિયમાનુસાર સુનવણી કરેલ છે. પરંતુ એમના હુકમ મુજબ આજ સુધી માહિતીઓ ન આપવો .ફરીથી એજ સવાલો જવાબદાર અધિકારી ઉપર લાગી રહ્યુ છે.મા.અ.અ.૨૦૦નાકાયદા મુજબ અપીલની સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે અરજદાર દ્વારા માગેલ તમામ માહિતી પોતાની કચેરીમાં મગાવી તપાસી પુરૂ પાડવી જોઈએ. અને જાહેર માહિતી અધિકારી ઉપર સક્ષમ અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરવી જોઈએ. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના કરાર આધારિત અધિકારીના મુખ્ય નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે કે સહભાગીદાર તરીકે પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોજાનામાં પોતાના નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

Sunday, March 17, 2019

સુરત - સાઉથ ઝોન સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર કાર્યવાહી કરશે ખરા..?

સુરત - સાઉથ ઝોન સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર કાર્યવાહી કરશે ખરા..?
સત્તા પરિવર્તન પહેલા વ્યવસ્થા
 પરિવર્તનની જરૂર 
     આજે ગુજરાત ની આર્થિક રાજધાની સુરત માં સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર રાજ કરી રહ્યો છે.અને સરકાર રાત દિવસ મહેનત મસક્ક્ત કરી નવા નવા કાયદાઓ સાથે નવી નવી કચેરીઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓથી ભરપુર અધિકારીઓ સાથે તમામ સાધનો પાછડ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લે ઢાક કે તીન પાત જ નજરે પડે છે. અને સરકાર બદનામ થઈ રહી છે. સરકાર પસ્ત, નેતાઓ  અધિકારીઓ મસ્ત  અને નાગરિકો ત્રસ્ત 
       સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરત હેઠળ નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, સુરત, અને નર્મદા એવા ૬ જિલ્લા ના ૨૨ નગરપાલિકાઓ હાલમાં કાર્યરત છે. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાસે અવર-નવર આવતી ભ્રષ્ટાચાર અને કાયદાકીય અમલવારી ન થતા સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરતમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ થતા ભ્રષ્ટાચાર અને કાયદાકીય જોગવાઈની અમલવારી માટે માહિતીઓ માગવામાં આવેલ હતી. સૌ પ્રથમ સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરત હેઠળ કોઈ પણ કાયદાકીય અમલવારી થતી નથી. અરજદાર પાસે નિરીક્ષણ વગર નાણા ભરાવી માહિતીઓ વારંવાર નમ્ર વિનંતી પછી મોકલતા સદર કચેરીના કાયદાકીય જોગવાઈ મુજબ ભ્રષ્ટાચારના પર્દાફાસ થયેલ છે. વર્ગ- ૧ ના અધિકારીઓ પાસે આજે પણ કાયદાકીય માહિતી નથી. મા.અ.અ.૨૦૦૫ , આર.સી.પી.એસ.૨૦૧૩,  લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ના કાયદાકીય જોગવાઈ મુજબ અધિકારીઓ પાસે જ્ઞાન ન હોય એવુ બની શકે નહિ. ત્યારે ૬  જિલ્લામાં ૨૨ નગરપાલિકાઓ માં સદર બાબતે કાર્યવાહી  કેમ કરી શકે નહિ. અને સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરતમાં સદર માહિતી માં જાહેર માહિતી અધિકારી શ્રી અને અપીલ  અધિકારીઓ પોતે કબૂલ પણ કરેલ છે. જેથી  અરજદારએ લેખિત માં સદર કચેરીના મુખ્ય અધિકારીઓને એમની કચેરી સાથે તાબા હેઠણના તમામ કચેરી ઓ માં થતો ભ્રષ્ટાચાર સાથે કાયદાકીય અમલીકરણ ન થતો હોત એ  પુરાવા સાથે રજુ કરવામાં આવેલ હતા. છતા અધિકારીઓ ચિફ ઓફિસરો ઉપર કાયદાકીય  કોઈ કાર્યવાહી ન કરી શકે ત્યારે એમની ડિગ્રી શૈક્ષણિક લાયકાત અને અનુભવ કેવો હશે એ જાણી શકાય. ૬ જિલ્લાઓ માં નવસારી વલસાડ ભરૂચ જિલ્લા માં પણ નગરપાલિકાઓ માં વર્ગ- ૧ ના અધિકારી ચિફ ઓફિસર તરીકે આજે પણ કાર્યરત છે. વર્ગ એક ના અધિકારીઓ માં મળેલ માહિતી શરમજનક છે. એક વર્ગ એક ના નગરપાલિકા ના અધિકારી ની કચેરી થી પ્રોએક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ ના બદલે નગરપાલિકા ના ઓડિટ રિપોર્ટ આપેલ છે. તમામ ૨૨ નગરપાલિકાઓ માં લધુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ની અમલીકરણ ન કરી ગરીબો ના કાયદેસર શોષણ થઇ રહ્યો છે. અને એવા શોષણ કરનાર અધિકારી ઓ ની ગુજરાત સરકાર કેમ અજુ સુધી વહાર કાયદેસર કરતી નથી. અને એના નિયંત્રણ અધિકારી પુરાવો રજુ કરવા છતા એક નોટિસ કેમ નથી આપી રહ્યાં . અને આજે એવા અધિકારીઓ માટે અહીં લખવા માટે કોઈ શબ્દ નથી.
આરટીઆઈ ૨૦૦૫ મુજબ ૬ જિલ્લાના ૨૨ નગરપાલિકાઓના પર્દાફાસ થયા છે. લેખિત પુરાવા સાથે દરેક નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર માટે દરેક નગરપાલિકા માં કાયદા મુજબ ચિફ ઓફિસર નિમણુંક કરેલ છે. અને દરેક નગરપાલિકા ના ચિફ ઓફિસરની જવાબદારી છે છતા મોટા ભાગના નગરપાલિકઓ માં રહમરાહે કે આરક્ષણ દ્વારા કે મોટી ઓળખ થી ભરતી થયેલ અધિકારીઓ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર તરીકે કામો કરી રહ્યા છે. આરટીઆઈ ૨૦૦૫ મુજબ ૬ જિલ્લાના ૨૨ નગરપાલિકાઓ ના એક પણ ચિફ ઓફિસર આજ સુધી એક પણ કાયદાનો પાલન કરતા નથી. અને કાયદાની જોગવાઈ મુજબ એમના ઉપરી અધિકારી પાસે નોલેજ ન હોય એવુ ન કહી શકાય .પરંતુ કાયદાનુ અમલવારી કરાવી ન શકતા હોય ત્યારે સદર બાબતે જાગૃત નાગરિકો અને વિદ્વાનો નો મંતવ્ય મુજબ અહિં લખી શકાય નહિ. 
       સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાથે તાબા હેઠળની કચેરીઓ માં આજે પણ કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર ઉપર અંકુશ કે નિયંત્રણ અધિકારીઓ ની કાયદેસર જવાબદારી હોવા છતા પોતાની જવાબદારી નિભાવી ન શકે ત્યારે એ પણ ભ્રષ્ટાચાર માં સામેલ કેમ ન ગણવુ.નિયંત્રણ અધિકારીઓને સરકાર શા માટે લાખો રૂપિયા વેતન આધુનિક સાધનો સાથે કચેરી  તપાસ કરનાર ઈંજીનિયર અને કર્મચારીઓ નિમણુંક કરેલ છે.? ચિફ ઓફિસરોની ભુમિકા નગરપાલિકા હેઠળ શું છે ? એ આજે સમજવો અઘરૂ છે. સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાથે તાબા હેઠળની કચેરીઓ માં આજે નાગરિકો પોતાની તકલિફો દૂર કરવા ફરિયાદ અને અરજીઓ કરે છે. જેમા મળેલ માહિતી મુજબ સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીઓ માં થયેલ ફરિયાદ ની તપાસ પોતે કરવા બદલે જેતે નગરપાલિકા માં જ ફરીથી મોકલી આપવામાં આવે છે. અને મળેલ માહિતી માં પોતાના પાક સાફ તરીકે બતાવી આવેલ ફરિયાદ ના રજી.ની ફકત નોધ ની નકલ માહિતી હેઠળ મોકલી શુ સાબિત કરવા માગે છે.? આજે સદર માહિતી  ખરેખર ગુજરાત સરકારની સમૃદ્ધિ પારદર્સિતા અને વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે એવા અધિકારીઓ ના કામકાજો થી સરકાર બદનામ થઈ રહી છે. અરજદાર દ્વારા તમામ નગરપાલિકાઓના કાયદેસર ભ્રષ્ટાચાર સાવિત કરવા માં આવેલ છે. લેખિત પુરાવા સાથે અપીલ કરવામાં આવ્યા અને સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના અપીલ સત્તા અધિકારી પોતે અગાઉની નગરપાલિકામાં ભ્રષ્ટાચાર માં સામેલ છે. જેથી અપીલ દરમિયાન એક પણ ચિફ ઓફિસર ને અરજદાર સામે હાજર ન રહેવા પ્લાન બનાવી અપીલની સુનવણી કરેલ હતા. આજ દિન સુધી એક  પણ નગરપાલિકા સાથે  સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના અધિકારી પાસે વારંવાર વિનંતી કરવા છતા એક પણ જવાબ આપેલ નથી. અને કાયદાની જોગવાઈ મુજબ પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે અપીલ ની ફકત સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદાર ને માહિતી ન મળે ત્યારે પોતાની કચેરી માં મગાવી માહિતી પુરી પાડવી અને ઉપરી અધિકારી ને કાયદાકીય કાર્ય વાહી કરવા જાણ કરવો જોઈએ. અરજદાર એ તમામ પરિપત્રો ની નકલ પણ આપેલ છે. છતાં છેલ્લે ઢાક કે તીન પાત .અને સદર કચેરી ના અપીલ સત્તા અધિકારી તરીકે અપીલમાં હુકમ કેવી રીતે કરવો એ પણ ખબર નથી. 
        સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં થતો ભ્રષ્ટાચાર માં કાયદેસર કાર્યવાહી કરવા માટે ગાંધીનગરની કચેરી ખાતે કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશ્નર શ્રી પાસે અરજીઓ કરવામાં આવેલ હતી. કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશ્નર શ્રી પોતે એક ટીમની રચના કરી તપાસ કરાવવા બદલે પહેલાના અધિકારીઓની જેમ એક જુનુ સરનામુ ઉપર પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકઓ સુરત શહેરી વિકાસ સત્તામંડળની કચેરી સુડાભવન કલેક્ટર કચેરી પાસે નાનપુરા સુરતના જે આજે વર્ષો પહેલા કચેરી વેશુ સુરત માં આવી ગઈ છે . એના સરનામે   એક સુચના સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓને  અમલવારી કરવા જણાવેલ છે. હવે સદર પત્ર ઉપર  સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ  સાથે તાબા હેઠળની કચેરીઓ માં ખરેખર અમલવારી થશે  કે કેમ ? એ આવનાર સમય જ કહી શકશે... 
          

Saturday, March 16, 2019

महिला शशक्तिकरण के उपलक्ष में लोकसभा मे सभी पार्टियां महिलाओं को टिकट देकर संसद में भागीदार कब बनायेंगी ?

महिला शशक्तिकरण के उपलक्ष में   लोकसभा मे महिलाओं को राजनैतिक पार्टियां  संसद मे भागीदार कब बनायेंगी ?
   भारत सरकार में रजिस्टर्ड सभी पार्टियां महिलाओं के विकास, समृद्धि, भागीदारी, शिक्षा, स्वास्थ्य, बेटी पढाओ, बेटी बचाओ, वगेरे का नारा लगाते देखी जाती हैं। और इतिहास गवाह है कि आज तक किसी भी क्षेत्र में जहां जहां हमारे देश की महिला वर्ग को समय मिला है । कहीं भी किसी भी क्षेत्र में, विभाग में हमारे देश का जिनका आबादी में 50 प्रतिशत भाग है। कभी भी किसी पुरुष से पीछे नही पायी गयी। जल थल नभ में अपना झंडा लहराया है। परंतु हमारे देश का दुर्भाग्य है कि आज तक राजनीति में धार्मिक क्षेत्र में इनकी संख्या न के बराबर है । आध्यात्मिक और धार्मिक  दृष्टि में हम इन्हे देवी का दर्जा देते है । मां जैसे शब्दो को अधिकतर उपयोग किया जा रहा है । यहां तक कि हमारे  भारत देश में हर जगह भारत माता की जय का नारा लगाया जाता है । देवी देवताओ में देवी मां का सर्वाधिक नाम लिया जाता है। हिंदु धर्म भग्वत गीता में धरती से बडी मां का दर्जा दिया गया है। और इस्लाम धर्म में मां के कदमो में जन्नत है।परंतु जमीनी हकीकत में  आज महिलाओ का उपयोग अपने अपने ढंग से सभी करने में तुले हुए हैं। आज जरूरत है कि उनका अधिकार कायदेसर दिया जाय। और यह तभी संभव है कि उन्हे भी कम से कम राजनीति मे बराबर का हक दिया जाये। क्या आज भारत की सभी राजनीतिक पार्टियां अपने अपने पार्टियों मे महिलाओ को बराबरी का दर्जा देंगी? कि सिर्फ अपने अपने फायदे के लिये सिर्फ और सिर्फ उपयोग करेंगी। अब देखना होगा कि कौन सी राजनीतिक पार्टी महिलाओ को लोकसभा की टिकट देकर महिलाओ का सम्मान करती है? 

Friday, March 15, 2019

નવસારી:-નવસારી જિલ્લામાં નવસારી અધિક કલેકટરશ્રીની નોટિસનો વારંવાર અપમાન કરતો તાલુકા વિકાસ અધિકારી નવસારી ..!

નવસારી જિલ્લામાં નવસારી અધિક કલેકટરશ્રીની નોટિસનો વારંવાર અપમાન કરતો તાલુકા વિકાસ અધિકારી નવસારી ..!
                                આજે નવસારી જિલ્લામાં બાંધકામ બાબતે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. સરકાર નવી નવી યોજનાઓ કાયદો ઘડી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ માં મોટા ભાગે આજે એવા જ અધિકારીઓ કાર્યરત છે. જે ફકત સંવૈધાનિક ગુજરાત સરકાર ના નિયમોના બદલે બિલ્ડરો દ્વારા બનાવેલ નિયમોનું  પાલન કરે છે. નવસારીના તમામ નગરપાલિકાઓ ના પર્દાફાશ થઈ ચુક્યા છે.  એમાં હવે લખી લખી ફરિયાદ કરી મીડિયા અને જાગૃત નાગરિકો પણ હતાસ થઈ સમજી ગયા કે અહીં ભ્રષ્ટાચાર માં બધા જ સંડવાયેલા હોય ત્યારે તપાસ કે કાર્યવાહીની આશા રાખવો ગુનો છે. નવસારી તાલુકા વિકાસ અધિકારીની કચેરીના હદ માં બાધકામ બાબતે કે અન્ય વિકાસ કેટલા થયા છે? એ જાણવા માટે આરટીઆઈ કરવામાં આવી હતી. મળેલ માહિતી મુજબ નવસારી તાલુકાના ભ્રષ્ટાચાર બાબતેની હાલાત સૌથી ગંભીર છે. નવસારી તાલુકાના મોટા ભાગના તલાટી કમ મંત્રી શ્રીઓ પોતાને હવે ફકત મંત્રી જ સમજે છે. નવસારી ટીડીઓને મોટા ભાગના તલાટીઓ માનતા જ નથી. જેથી જવાબ જ નથી આપતા. આજે છેલ્લા એક વર્ષથી નવસારી કલેક્ટર શ્રી જે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ જિલ્લા કલેકટર જિલ્લા મજીસ્ટ્રેટ નવસારી જિલ્લા સમાહર્તા વગેરે સરકારના સૌથી મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આજે આશરે એક વર્ષ પુરૂ થવા છતાં એમની કચેરીના મુખ્ય અધિકારી તરીકે કાર્યરત નવસારી જિલ્લા અધિક કલેકટરના નોટિસ ઉપર નોટિસ એવા ત્રણ નોટિસો મોકલવા છતા નવસારી તાલુકાના ટીડીઓ જવાબ આપતો ન હોય .અને નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી કાયદેસર આજ સુધી એમની સામે કાયદેસર કાર્યવાહી ન કરી શકતા હોય . ત્યારે નવસારી જિલ્લા અધિક કલેક્ટર શ્રી સાથે નવસારી જિલ્લા કલેકટરશ્રી જેવા મહાન હોદ્દોનુ અપમાન કહેવાય. જે આજના ગુજરાતના સમૃદ્ધિ વિકાસ અને પારદર્શક સરકાર માં ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ છે. નવસારી તાલુકા વિકાસ અધિકારીની હદ વિસ્તારમાં સરકારના નિયમ મુજબ ફકત ત્રણ માળથી ઉપર  બાંધકામ કરી શકાય નહીં. અને એના ઉપરનો બાંધકામ ગેરકાયદેસર કહેવાય. બિલ્ડરો લખી ને પણ આપેલ છે કે એના ઉપર વેચાણ કે અન્ય ઉપયોગ માં લેવામાં આવશે નહીં. છતા અધિકારીઓ સાથે  મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરી નાગરિકોને વેચી દેવામાં આવેલ  છે.  કાયદાઓનો ઉલંઘન કાયદેસર કરવામાં આવે છે.એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે તલાટી કમ મંત્રી શ્રી ઓ લખીને સહિ સિક્કા સાથે પુરાવો આપેલ છે.  કાયદેસર એજ પુરાવા સાથે કલેકટર શ્રી નવસારીને કાયદેસર કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવામાં આવેલ છે. કલેક્ટર કચેરીના નવસારી જિલ્લા અધીક કલેકટર શ્રી જે પોતે કાયદાના જાણકાર છે. છતા આજે એક વર્ષથી નવસારી જિલ્લા અધિક કલેકટર નોટિસ ઉપર નોટિસ ,નોટિસ ઉપર નોટિસ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ પોતે જ આપી રહ્યાં છે. અને નોટિસ માં જ કાયદાઓની કલમ સાથે તારીખ આપી રહ્યા છે. જેની કોઇ અસર તાલુકા વિકાસ અધિકારી ઉપર આજ સુધી થઈ નથી. અને નવસારી જિલ્લાના અધિક કલેકટર શ્રી પોતે જ નવી નવી અલગ અલગ તારીખ શા માટે આપે છે...? એ સમજવો અઘરું છે. નવસારી જિલ્લાના નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં અરજદારને જણાવ્યું હતું કે અહીંના અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે નવસારી જિલ્લાના જિલ્લા અધિક કલેકટર અને જિલ્લા અધિક મજીસ્ટ્રેટ, નવસારી નિવાસી અધિક કલેકટર ટીડીઓ નવસારી ને ત્રણ ત્રણ નોટિસ ફટકારી શું સાબિત કરવા માગે છે..? એના માટે જાગૃત નાગરિકો વિદ્વાનો અને નવસારી જિલ્લાના અન્ય અધિકારીઓનો જુદાં મંતવ્યો છે. જે એક કલેકટર કે અધિક કલેકટરના માન સમ્માનની ભાવનાનો માન રાખી લખી શકાય નહીં. છતાં નવસારી જિલ્લાના નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ પોતાના મળેલ સત્તા અને રૂ મુજબ પોતે જ્યારે સદર કચેરીના મુખ્ય કારોબારી અધ્યક્ષ છે. જેની મુખ્ય જવાબ દારી પણ છે. તત્કાલ સંપૂર્ણ ફાઈલો મંગાવી તપાસ અને કાર્યવાહી કરશે. જે આજે અત્યંત જરૂર અને સમયની માગ છે.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...