DGVCL નવસારી સિટી ડિવીઝન માં આરટીઆઈ૨૦૦૫ના કાયદો લકવાગ્રસ્ત ...? જવાબદાર કૌણ..?
આજે નવસારી જિલ્લાના શહેરી વિભાગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ માં ૧૪ વર્ષ પૂર્ણ થતા જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કાયદેસર અમલવારી થયેલ નથી. નવસારી શહેરના નાગરિકો દ્વારા કાયમી ધોરણે થતી ફરિયાદની સત્યતા જાણવા માટે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સ્પષ્ટ દરેકને વંચાય એવા ગુજરાતી ભાષામાં કાયદાની જોગવાઈની અમલવારી માટે માહિતીઓ માગવામાં આવેલ હતી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજાદીના બીજા વર્ષે જ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ હતા. પરંતુ જમીની હકીકતમાં સદર કચેરીમાં આજે ૭૧ વર્ષે પણ લાગુ થયુ નથી. જે ખરેખર દુરભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કચેરીમાં કાર્યરત ચોકીદારો ને આજે પણ લઘુત્તમ માસિક વેતન મુજબ વેતન આપવામાં આવતો નથી. જંગમ સ્થાવર મિલ્કત માટે ૧૯૭૧ માટે સરકારે કાયદાઓ ઘડી . આજે નવસારી જિલ્લાના શહેરી વિભાગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ માં આજે અમલવારી થયેલ નથી. અરજદાર ને સદર કચેરીમાં ના મદદનીશ માહિતી અધિકારી તરીકે કાર્યરત શ્રી બી.સી.ગાંધી એ એક દિવસ પહેલા પોતાની હાથથી લખી નિરીક્ષણ કરાવી શું સાવિત કરવા માગે છે. એ સમજવો અઘરૂ છે. સદર અધિકારી અરજદાર ઉપર કેસો કરવાની વાતો કરી એ ભુલી ગયા કે એમની કચેરી અને એમને મળતો વેતન આજે ગરીબો મજલુમો ખેડુતો અને સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકોની ખુન પસીના અને મહેનત મસક્કતની કમાણીના છે. આજે શ્રી ગાંધી ને જાણવો જરૂરી છે એ નોકરી કરે છે. કાયદાની જોગવાઈ માં જ નોકરી કરવાનો હોય છે. અહિં કોઈ પ્રકારની માલકિયત કે હક બતાવી શકાય નહિ.અને કાયદાની જોગવાઈ મુજબ કામો ન કરવા કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં અરજાદરો ને ગુમરાહ કરવા પણ ભ્રષ્ટાચાર માં જ ગણવામાં આવે છે. અરજદાર ની માગેલ માહિતી આરટીઆઈ અગેંસ કરપ્શન માં કલમ ૨૪ માં માહિતીઓ માગેલ છે. એ કાયદાની કલમ ની જોગવાઈ મુજબ કોઈ ને પણ બાકાત રાખી શકાય નહિ . પછી ગાંધી કેમ ન હોય. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ એમની શૈક્ષણિક લાયકાત અજુ સુધી નજરે આવી નથી. અને જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ એમના કામો ની સમીક્ષા કરવો અતિ જરૂરી છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ 4 ખ મુજબ દર વર્ષે ૧૫મે સુધી પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અદ્યતન કરાવી કચેરીમાં રાખવો ફરજીયાત છે. અને સદર કચેરી માં શ્રી ગાંધી ને અજુ સુધી ખબર જ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કલમ ૨૦ મુજબ કચેરી ખાતે કાર્યરત તમામ મજુરો નાગરિકો સિક્યુરિટી વગેરે તમામ ને સરકાર દ્વારા નિયત કરેલ ઓછા માં ઓછુ લઘુત્તમ માસિક વેતન આપવો ફરજીયાત છે. અને કાયદાની જોગવાઈ મુજબ એની સંપૂર્ણ જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે. એવા સામાન્ય કાયદા નુ નોલેજ ન હોય એવો બની શકે નહિ . અને એવા કાયદાઓની અમલવારી ન થતી હોય ત્યારે સરકારની કચેરી શ્રમ અધિકારી દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવાનો રહે છે. આજે સામાન્ય જન હિત માટે કાયદાઓની અમલવારી ન કરવો પણ ગુનો બને છે. નવસારી શહેર માં મોટા ભાગે સદર કચેરીની ફરિયાદો નુ જવાબ કૌણ આપશે ..? એના માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ માં ટુંક સમયમાં ફરિયાદો કરવામાં આવશે. હવે સદર કચેરીના નિયંત્રણ કચેરી વલસાડ સદર સમાચારની ગંભીરતાથી નોધ લઈ માહિતીઓ અપાવશે કે સરકારને બદનામ કરી ભારતના પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરોધી યોજનામાં નામ રજીસ્ટર કરાવી અને સદર માહિતીમાં સહભાગીદાર થશે એ જોવાનુ બાકી રહ્યુ.
No comments:
Post a Comment