Sunday, March 17, 2019

સુરત - સાઉથ ઝોન સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર કાર્યવાહી કરશે ખરા..?

સુરત - સાઉથ ઝોન સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર કાર્યવાહી કરશે ખરા..?
સત્તા પરિવર્તન પહેલા વ્યવસ્થા
 પરિવર્તનની જરૂર 
     આજે ગુજરાત ની આર્થિક રાજધાની સુરત માં સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં કાયદેસર ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર રાજ કરી રહ્યો છે.અને સરકાર રાત દિવસ મહેનત મસક્ક્ત કરી નવા નવા કાયદાઓ સાથે નવી નવી કચેરીઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓથી ભરપુર અધિકારીઓ સાથે તમામ સાધનો પાછડ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લે ઢાક કે તીન પાત જ નજરે પડે છે. અને સરકાર બદનામ થઈ રહી છે. સરકાર પસ્ત, નેતાઓ  અધિકારીઓ મસ્ત  અને નાગરિકો ત્રસ્ત 
       સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરત હેઠળ નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, સુરત, અને નર્મદા એવા ૬ જિલ્લા ના ૨૨ નગરપાલિકાઓ હાલમાં કાર્યરત છે. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાસે અવર-નવર આવતી ભ્રષ્ટાચાર અને કાયદાકીય અમલવારી ન થતા સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરતમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ થતા ભ્રષ્ટાચાર અને કાયદાકીય જોગવાઈની અમલવારી માટે માહિતીઓ માગવામાં આવેલ હતી. સૌ પ્રથમ સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરત હેઠળ કોઈ પણ કાયદાકીય અમલવારી થતી નથી. અરજદાર પાસે નિરીક્ષણ વગર નાણા ભરાવી માહિતીઓ વારંવાર નમ્ર વિનંતી પછી મોકલતા સદર કચેરીના કાયદાકીય જોગવાઈ મુજબ ભ્રષ્ટાચારના પર્દાફાસ થયેલ છે. વર્ગ- ૧ ના અધિકારીઓ પાસે આજે પણ કાયદાકીય માહિતી નથી. મા.અ.અ.૨૦૦૫ , આર.સી.પી.એસ.૨૦૧૩,  લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ના કાયદાકીય જોગવાઈ મુજબ અધિકારીઓ પાસે જ્ઞાન ન હોય એવુ બની શકે નહિ. ત્યારે ૬  જિલ્લામાં ૨૨ નગરપાલિકાઓ માં સદર બાબતે કાર્યવાહી  કેમ કરી શકે નહિ. અને સાઉથ ઝોન કમિશનર નગરપાલિકાઓ સુરતમાં સદર માહિતી માં જાહેર માહિતી અધિકારી શ્રી અને અપીલ  અધિકારીઓ પોતે કબૂલ પણ કરેલ છે. જેથી  અરજદારએ લેખિત માં સદર કચેરીના મુખ્ય અધિકારીઓને એમની કચેરી સાથે તાબા હેઠણના તમામ કચેરી ઓ માં થતો ભ્રષ્ટાચાર સાથે કાયદાકીય અમલીકરણ ન થતો હોત એ  પુરાવા સાથે રજુ કરવામાં આવેલ હતા. છતા અધિકારીઓ ચિફ ઓફિસરો ઉપર કાયદાકીય  કોઈ કાર્યવાહી ન કરી શકે ત્યારે એમની ડિગ્રી શૈક્ષણિક લાયકાત અને અનુભવ કેવો હશે એ જાણી શકાય. ૬ જિલ્લાઓ માં નવસારી વલસાડ ભરૂચ જિલ્લા માં પણ નગરપાલિકાઓ માં વર્ગ- ૧ ના અધિકારી ચિફ ઓફિસર તરીકે આજે પણ કાર્યરત છે. વર્ગ એક ના અધિકારીઓ માં મળેલ માહિતી શરમજનક છે. એક વર્ગ એક ના નગરપાલિકા ના અધિકારી ની કચેરી થી પ્રોએક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ ના બદલે નગરપાલિકા ના ઓડિટ રિપોર્ટ આપેલ છે. તમામ ૨૨ નગરપાલિકાઓ માં લધુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ની અમલીકરણ ન કરી ગરીબો ના કાયદેસર શોષણ થઇ રહ્યો છે. અને એવા શોષણ કરનાર અધિકારી ઓ ની ગુજરાત સરકાર કેમ અજુ સુધી વહાર કાયદેસર કરતી નથી. અને એના નિયંત્રણ અધિકારી પુરાવો રજુ કરવા છતા એક નોટિસ કેમ નથી આપી રહ્યાં . અને આજે એવા અધિકારીઓ માટે અહીં લખવા માટે કોઈ શબ્દ નથી.
આરટીઆઈ ૨૦૦૫ મુજબ ૬ જિલ્લાના ૨૨ નગરપાલિકાઓના પર્દાફાસ થયા છે. લેખિત પુરાવા સાથે દરેક નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર માટે દરેક નગરપાલિકા માં કાયદા મુજબ ચિફ ઓફિસર નિમણુંક કરેલ છે. અને દરેક નગરપાલિકા ના ચિફ ઓફિસરની જવાબદારી છે છતા મોટા ભાગના નગરપાલિકઓ માં રહમરાહે કે આરક્ષણ દ્વારા કે મોટી ઓળખ થી ભરતી થયેલ અધિકારીઓ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર તરીકે કામો કરી રહ્યા છે. આરટીઆઈ ૨૦૦૫ મુજબ ૬ જિલ્લાના ૨૨ નગરપાલિકાઓ ના એક પણ ચિફ ઓફિસર આજ સુધી એક પણ કાયદાનો પાલન કરતા નથી. અને કાયદાની જોગવાઈ મુજબ એમના ઉપરી અધિકારી પાસે નોલેજ ન હોય એવુ ન કહી શકાય .પરંતુ કાયદાનુ અમલવારી કરાવી ન શકતા હોય ત્યારે સદર બાબતે જાગૃત નાગરિકો અને વિદ્વાનો નો મંતવ્ય મુજબ અહિં લખી શકાય નહિ. 
       સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાથે તાબા હેઠળની કચેરીઓ માં આજે પણ કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર ઉપર અંકુશ કે નિયંત્રણ અધિકારીઓ ની કાયદેસર જવાબદારી હોવા છતા પોતાની જવાબદારી નિભાવી ન શકે ત્યારે એ પણ ભ્રષ્ટાચાર માં સામેલ કેમ ન ગણવુ.નિયંત્રણ અધિકારીઓને સરકાર શા માટે લાખો રૂપિયા વેતન આધુનિક સાધનો સાથે કચેરી  તપાસ કરનાર ઈંજીનિયર અને કર્મચારીઓ નિમણુંક કરેલ છે.? ચિફ ઓફિસરોની ભુમિકા નગરપાલિકા હેઠળ શું છે ? એ આજે સમજવો અઘરૂ છે. સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાથે તાબા હેઠળની કચેરીઓ માં આજે નાગરિકો પોતાની તકલિફો દૂર કરવા ફરિયાદ અને અરજીઓ કરે છે. જેમા મળેલ માહિતી મુજબ સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીઓ માં થયેલ ફરિયાદ ની તપાસ પોતે કરવા બદલે જેતે નગરપાલિકા માં જ ફરીથી મોકલી આપવામાં આવે છે. અને મળેલ માહિતી માં પોતાના પાક સાફ તરીકે બતાવી આવેલ ફરિયાદ ના રજી.ની ફકત નોધ ની નકલ માહિતી હેઠળ મોકલી શુ સાબિત કરવા માગે છે.? આજે સદર માહિતી  ખરેખર ગુજરાત સરકારની સમૃદ્ધિ પારદર્સિતા અને વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે એવા અધિકારીઓ ના કામકાજો થી સરકાર બદનામ થઈ રહી છે. અરજદાર દ્વારા તમામ નગરપાલિકાઓના કાયદેસર ભ્રષ્ટાચાર સાવિત કરવા માં આવેલ છે. લેખિત પુરાવા સાથે અપીલ કરવામાં આવ્યા અને સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના અપીલ સત્તા અધિકારી પોતે અગાઉની નગરપાલિકામાં ભ્રષ્ટાચાર માં સામેલ છે. જેથી અપીલ દરમિયાન એક પણ ચિફ ઓફિસર ને અરજદાર સામે હાજર ન રહેવા પ્લાન બનાવી અપીલની સુનવણી કરેલ હતા. આજ દિન સુધી એક  પણ નગરપાલિકા સાથે  સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના અધિકારી પાસે વારંવાર વિનંતી કરવા છતા એક પણ જવાબ આપેલ નથી. અને કાયદાની જોગવાઈ મુજબ પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે અપીલ ની ફકત સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદાર ને માહિતી ન મળે ત્યારે પોતાની કચેરી માં મગાવી માહિતી પુરી પાડવી અને ઉપરી અધિકારી ને કાયદાકીય કાર્ય વાહી કરવા જાણ કરવો જોઈએ. અરજદાર એ તમામ પરિપત્રો ની નકલ પણ આપેલ છે. છતાં છેલ્લે ઢાક કે તીન પાત .અને સદર કચેરી ના અપીલ સત્તા અધિકારી તરીકે અપીલમાં હુકમ કેવી રીતે કરવો એ પણ ખબર નથી. 
        સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તાબા હેઠળની કચેરીઓ માં થતો ભ્રષ્ટાચાર માં કાયદેસર કાર્યવાહી કરવા માટે ગાંધીનગરની કચેરી ખાતે કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશ્નર શ્રી પાસે અરજીઓ કરવામાં આવેલ હતી. કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશ્નર શ્રી પોતે એક ટીમની રચના કરી તપાસ કરાવવા બદલે પહેલાના અધિકારીઓની જેમ એક જુનુ સરનામુ ઉપર પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકઓ સુરત શહેરી વિકાસ સત્તામંડળની કચેરી સુડાભવન કલેક્ટર કચેરી પાસે નાનપુરા સુરતના જે આજે વર્ષો પહેલા કચેરી વેશુ સુરત માં આવી ગઈ છે . એના સરનામે   એક સુચના સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓને  અમલવારી કરવા જણાવેલ છે. હવે સદર પત્ર ઉપર  સાઉથ ઝોન  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ  સાથે તાબા હેઠળની કચેરીઓ માં ખરેખર અમલવારી થશે  કે કેમ ? એ આવનાર સમય જ કહી શકશે... 
          

1 comment:

LOKRAKSHAK NEWS said...

Good morning sir
અધિકારી ભ્રષ્ટ છે. એના કોઈ પુરાવો જોઈએ. કાયદો પુરાવો માગે છે. આખો તંત્ર માં એવા જોવા મળે છે.
આપનો આભાર
ડો.મિશ્રા

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...