Wednesday, March 20, 2019

નવસારી :- નવસારી નગરપાલિકાના દેશાઈ તળાવના હદ વિસ્તાર માં પીવા માટે ચોખ્ખુ પાણી ક્યારે મળશે ..?

 નવસારી નગરપાલિકાના દેશાઈ તળાવના હદ વિસ્તાર માં પીવા માટે ચોખ્ખુ પાણી ક્યારે મળશે ..? 
રોગ ચાળોની રાહ જોતા અધિકારીઓ ..!
નવસારી શહેર માં નવસારી નગરપાલિકા હદ વિસ્તાર માં જલાલપોર દેશાઈ તળાવના રહીશો માટે આજે નવસારી નગરપાલિકા ચોખ્ખુ પાણી પણ પીવા લાયક આપી શકતી નથી.  એક દિવસ મીઠુ પાણી પછી તદ્દન ખારૂ .. જે કોઈ પણ સંજોગે પીવા લાયક કે સ્નાન કરવા કે કપડા પણ ધોવા લાયક નથી. અને રોગ ચાળા જ્યાં સુધી નહિ ફેલાય ત્યાં સુધી અધિકારીઓ એસી માં થી વહાર નિકળી શકે  નહિ . આજે ગુજરાત ના વિકાસની ગીતો અને  સમૃદ્ધિ પારદર્શક સરકાર અચ્છે દિન આ ગયેના પ્રચાર માં નાગરિકોને કેટલુ રસ હશે એ સમજવો અઘરૂ છે. કરોડો રૂપિયા દર વર્ષે અહિં બિન જરૂરી કામો માં ફકત એટલા માટે વાપરવામાં આવે છે કે પાર્ટી ફંડ કાયદેસર વધુ આવે છે. અહિં નવસારી નગરપાલિકા માં કરોડો રૂપિયાના બ્લોગ અને રોડો જુના થાય એટલે નવો બનાવવામાં આવે છે. કરોડો રૂપિયા બ્યુટિફિકેશન માં ખર્ચની જરૂર ફકત નેતાઓ અને અધિકારીઓ માટે જ છે. અહિં નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી ફકત ખાનાપૂર્તિ માટે કે સહિઓ કરવા માટે નિમણુંક કરવામાં આવે છે. સત્તા પક્ષની સાથે જ ચાલવો અહિં અધિકારીઓની મુખ્ય ફરજ છે . ભલે એ ગરીબોના અહિત માટે કેમ ન હોય.આજે નવસારી નગરપાલિકા દ્વારા આમ નાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતી નથી. કરોડો રૂપિયા વેરા અને સરકાર દ્વારા આવતો કરોડો રૂપિયા અહિં ફકત મોટા ભાગે નેતાઓ અને અધિકારીઓની સુવિધાઓ કે અન્ય માટે જ ખર્ચ કરવામાં આવી રહ્યુ છે. અહિં નવસારી નગરપાલિકાના દરેક વિભાગ માં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર કચેરી ખાતે હાજર પણ રહેતા નથી. હવે જાયે તો જાયે કહાં જેવી હાલત નગરપાલિકાની સર્જાઈ રહી છે . સમય પરિવર્તન શીલ છે .જેનો જવાબ નાગરિકો આપશે ખરા..?

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...