Friday, March 15, 2019

નવસારી:-નવસારી જિલ્લામાં નવસારી અધિક કલેકટરશ્રીની નોટિસનો વારંવાર અપમાન કરતો તાલુકા વિકાસ અધિકારી નવસારી ..!

નવસારી જિલ્લામાં નવસારી અધિક કલેકટરશ્રીની નોટિસનો વારંવાર અપમાન કરતો તાલુકા વિકાસ અધિકારી નવસારી ..!
                                આજે નવસારી જિલ્લામાં બાંધકામ બાબતે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. સરકાર નવી નવી યોજનાઓ કાયદો ઘડી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ માં મોટા ભાગે આજે એવા જ અધિકારીઓ કાર્યરત છે. જે ફકત સંવૈધાનિક ગુજરાત સરકાર ના નિયમોના બદલે બિલ્ડરો દ્વારા બનાવેલ નિયમોનું  પાલન કરે છે. નવસારીના તમામ નગરપાલિકાઓ ના પર્દાફાશ થઈ ચુક્યા છે.  એમાં હવે લખી લખી ફરિયાદ કરી મીડિયા અને જાગૃત નાગરિકો પણ હતાસ થઈ સમજી ગયા કે અહીં ભ્રષ્ટાચાર માં બધા જ સંડવાયેલા હોય ત્યારે તપાસ કે કાર્યવાહીની આશા રાખવો ગુનો છે. નવસારી તાલુકા વિકાસ અધિકારીની કચેરીના હદ માં બાધકામ બાબતે કે અન્ય વિકાસ કેટલા થયા છે? એ જાણવા માટે આરટીઆઈ કરવામાં આવી હતી. મળેલ માહિતી મુજબ નવસારી તાલુકાના ભ્રષ્ટાચાર બાબતેની હાલાત સૌથી ગંભીર છે. નવસારી તાલુકાના મોટા ભાગના તલાટી કમ મંત્રી શ્રીઓ પોતાને હવે ફકત મંત્રી જ સમજે છે. નવસારી ટીડીઓને મોટા ભાગના તલાટીઓ માનતા જ નથી. જેથી જવાબ જ નથી આપતા. આજે છેલ્લા એક વર્ષથી નવસારી કલેક્ટર શ્રી જે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ જિલ્લા કલેકટર જિલ્લા મજીસ્ટ્રેટ નવસારી જિલ્લા સમાહર્તા વગેરે સરકારના સૌથી મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આજે આશરે એક વર્ષ પુરૂ થવા છતાં એમની કચેરીના મુખ્ય અધિકારી તરીકે કાર્યરત નવસારી જિલ્લા અધિક કલેકટરના નોટિસ ઉપર નોટિસ એવા ત્રણ નોટિસો મોકલવા છતા નવસારી તાલુકાના ટીડીઓ જવાબ આપતો ન હોય .અને નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી કાયદેસર આજ સુધી એમની સામે કાયદેસર કાર્યવાહી ન કરી શકતા હોય . ત્યારે નવસારી જિલ્લા અધિક કલેક્ટર શ્રી સાથે નવસારી જિલ્લા કલેકટરશ્રી જેવા મહાન હોદ્દોનુ અપમાન કહેવાય. જે આજના ગુજરાતના સમૃદ્ધિ વિકાસ અને પારદર્શક સરકાર માં ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ છે. નવસારી તાલુકા વિકાસ અધિકારીની હદ વિસ્તારમાં સરકારના નિયમ મુજબ ફકત ત્રણ માળથી ઉપર  બાંધકામ કરી શકાય નહીં. અને એના ઉપરનો બાંધકામ ગેરકાયદેસર કહેવાય. બિલ્ડરો લખી ને પણ આપેલ છે કે એના ઉપર વેચાણ કે અન્ય ઉપયોગ માં લેવામાં આવશે નહીં. છતા અધિકારીઓ સાથે  મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરી નાગરિકોને વેચી દેવામાં આવેલ  છે.  કાયદાઓનો ઉલંઘન કાયદેસર કરવામાં આવે છે.એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે તલાટી કમ મંત્રી શ્રી ઓ લખીને સહિ સિક્કા સાથે પુરાવો આપેલ છે.  કાયદેસર એજ પુરાવા સાથે કલેકટર શ્રી નવસારીને કાયદેસર કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવામાં આવેલ છે. કલેક્ટર કચેરીના નવસારી જિલ્લા અધીક કલેકટર શ્રી જે પોતે કાયદાના જાણકાર છે. છતા આજે એક વર્ષથી નવસારી જિલ્લા અધિક કલેકટર નોટિસ ઉપર નોટિસ ,નોટિસ ઉપર નોટિસ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ પોતે જ આપી રહ્યાં છે. અને નોટિસ માં જ કાયદાઓની કલમ સાથે તારીખ આપી રહ્યા છે. જેની કોઇ અસર તાલુકા વિકાસ અધિકારી ઉપર આજ સુધી થઈ નથી. અને નવસારી જિલ્લાના અધિક કલેકટર શ્રી પોતે જ નવી નવી અલગ અલગ તારીખ શા માટે આપે છે...? એ સમજવો અઘરું છે. નવસારી જિલ્લાના નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં અરજદારને જણાવ્યું હતું કે અહીંના અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે નવસારી જિલ્લાના જિલ્લા અધિક કલેકટર અને જિલ્લા અધિક મજીસ્ટ્રેટ, નવસારી નિવાસી અધિક કલેકટર ટીડીઓ નવસારી ને ત્રણ ત્રણ નોટિસ ફટકારી શું સાબિત કરવા માગે છે..? એના માટે જાગૃત નાગરિકો વિદ્વાનો અને નવસારી જિલ્લાના અન્ય અધિકારીઓનો જુદાં મંતવ્યો છે. જે એક કલેકટર કે અધિક કલેકટરના માન સમ્માનની ભાવનાનો માન રાખી લખી શકાય નહીં. છતાં નવસારી જિલ્લાના નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ પોતાના મળેલ સત્તા અને રૂ મુજબ પોતે જ્યારે સદર કચેરીના મુખ્ય કારોબારી અધ્યક્ષ છે. જેની મુખ્ય જવાબ દારી પણ છે. તત્કાલ સંપૂર્ણ ફાઈલો મંગાવી તપાસ અને કાર્યવાહી કરશે. જે આજે અત્યંત જરૂર અને સમયની માગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...