નવસારી
જિલ્લા સરકારી શ્રમ અધિકારી દ્વારા નવસારી નગરપાલિકાઓને
નોટિસ ફટકારી…!
ચૌકીદારોને વેતન માટે જવાબદાર કૌણ..?
નવસારી જિલ્લામાં કાયદેસર કાયદાની જોગવાઈ મુજબ અધિકારીઓ કામ કરતા નથી. જેવા મા.અ.અ.૨૦૦૫,આરસીપીએસ૨૦૧૩, ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે જે ખાસ કરી ને જાહેર જનતાના હિત અને ભ્રષ્ટાચાર વિરૂધી કાયદો છે. એના કોઈ અધિકારીઓ ઉપયોગ કરતા નથી. કાયમી ધોરણે મળતી ફરિયાદની સત્યતા જાણવા માટે તમામ નગરપાલિકાઓ માં લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં દરેકને વંચાય એવા કોમ્પ્યુટરથી ટાઈપ કરી જિલ્લાની તમામ નગરપાલિકાઓ સરકારની જોગવાઈ મુજબ નગરપાલિકા દ્વારા, કોંટ્રાક્ટ કે અન્ય એજેંસીઓ મારફતે લેવામાં આવતો ચૌકીદારો, મજુરો, કામદારો, કોમ્પ્યુટર ઓપરેટરો ,કે અન્ય યોજનાઓ માટે કામ કર્મચારીઓને સરકારશ્રીના ધરાધોરણ મુજબ વેતન કામના ક્લાકો સાથે આપવામાં આવતી સુવિધાઓ મળે છે કે કેમ ..? એવી માહિતીઓ માગવામાં આવેલ હતી. જેના અનુસંધાનમાં મળેલ માહિતી માં નવસારીની તમામ નગરપાલિકાઓ માં સરકારશ્રીના પરિપત્ર કે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા દર ત્રણ માસે વેતન માટેના જાહેરનામુના પાલન કરવામાં આવતુ નથી. અને તદુપરાંત નવસારી જિલ્લા કલેક્ટર કચેરી માં પણ સદર બાબતે માહિતીઓ માગવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તા અધિકારી શ્રી પોતાના મળેલ સત્તાના દુરૂપયોગ કરી અરજદાર પાસે નાણા ભરાવીને પણ કાયદાની છટકબારી કરી કાયદેસર માહિતીઓ આપેલ નહિ. નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ના કાયદાની અમલવારી ન થતી હોય ત્યારે અન્ય કચેરીઓ માં જ્યાં રહમરાહે કરાર આધારિત કે સત્તા પક્ષ દ્વારા મુકાવવામાં આવેલ ચિફ ઓફિસર નિમણુંક થયેલ હોય એવી નગરપાલિકાઓ પાસે આશા રાખવો ગુનો છે. છતા આજે દેશ જ્યારે ચૌકીદારોના નામ ઉપર ચાલતુ હોય ત્યારે કદાચિ એના નામે માહિતી મળી શકે .પરંતુ છેલ્લે ઢાક કે તીન પાત.
નવસારી શ્રમ આયુક્ત કચેરી લેબર કમિશનરને પણ સદર બાબતે અગાઉ પણ કાર્યવાહી કરવા લેખિત માં અરજીઓ કરવામાં આવી હતી.અને નવસારી જિલ્લા લેબર કમિશનર અને સરકારી શ્રમ અધિકારી શ્રી પોતાને મળેલ સત્તા મુજબ દરેક નગરપાલિકાઓ માં કાયદાની જોગવાઈ મુજબ એક નોટિસ પણ જારી કરી હતી. પરંતુ જમીની હકીકતમાં નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ ના મુખ્ય અધિકારી શ્રી ઓ જેની પાસે ખરેખર એક માહિતી મુજબ કાયદેસર ચિફ ઓફિસર માટે કાયદેસર શૈક્ષણિક લાયકાત કે અનુભવ નથી. અને વહીવટી સામાન્ય જ્ઞાન નથી. કાયદાનો જ્ઞાન હોય તો પણ એ
સત્તા પક્ષની મંજુરી વગર અમલવારી કરી શકે નહિ .એનો કારણ માટે જાણકારો ના મંતવ્ય મુજબ મોટા ભાગે કરાર આધારિત ,રહમ રાહે કે અન્ય કચેરીઓ માં કામ કરેલ છે. જેથી નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસરો કોઈ જવાબ કાયદેસર આપેલ નથી.
નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી દ્વારા અગાઉની નોટિસ માં કાયદેસર ચિફ ઓફિસરો દ્વારા કાર્યવાહી કે જવાબ ન આપતા ફરીથી નવસારી જિલ્લાની ગણદેવી, બીલીમોરા, વિજલપોર અને વર્ગ - ૧ની નવસારી નગરપાલિકા માં પહેલીવાર જાતે તપાસ કરી કાયદેસર નોટિસ ફટકારેલ છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસ મુજબ નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓના અધિકારીઓ ૧૫ દિવસ માં કાયદેસર કાર્યવાહી કરી જવાબ નહિ આપશે ત્યારે તમામ ચિફ ઓફિસરો જેની મુખ્ય અધિકારીઓ તરીકે જવાબદારી છે. કાયદેસર કાર્યવાહી અને નામદાર કોર્ટ માં કેસ દાખલ કરવામાં આવશે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં નગરપાલિકાના ચિફ ઓફિસરો આજે નોકરી કરી છે એ કદાચિ ભુલી ગયા.અને પોતાના માલિક સમજી ચુક્યા છે. આજે દુનિયાના એતિહાસ માં પહેલી વાર એક યોગી પુરૂષ સર્વોચ્ચ હોદ્દો ધરાવેલ છતા એક ચૌકીદર તરીકે પોતાની ઓળખ બતાવી રહ્યા છે. અને નવસારી જિલ્લા જે આજે બીજા દશકમાં પ્રવેશ કર્યા હોવા છતા કેન્દ્ર સરકાર માં જિલ્લા તરીકે નોધણી અજુ થયેલ નથી એવા જિલ્લા માં એક ચિફ ઓફિસર તરીકે ફરજ બજાવવા બદલે માલકિયત અને હક જતાવી રહ્યા છે. જેથી મોટા ભાગના ચિફ ઓફિસરશ્રીઓ પોતાની કચેરીમાં સવારે ૧૦:૩૦ હાજર રહેતા નથી.અને ૬:૧૦ પહેલા જ કોઈ ન કોઈ કામ બતાવી ઘરે જતા રહે છે. જે ખરેખર ગુજરાતના વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
ગુજરાત રાજ્ય ની ગાંધીનગરની કચેરીથી કમિશ્નર
શ્રી મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન પણ તમામ ઝોનના પ્રાદેશિક કમિશનરોને
સદર બાબતે પોતાની હદ વિસ્તાર માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ આરસીપીએસ ૨૦૧૩ લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે સાથે થતો ભ્રષ્ટાચાર માટે કાર્યવાહી કરવા અને કાયદાની અમલવારી તત્કાલ કરાવવા જણાવેલ છે.
જેમા પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરતની વિશેષ નોધ લેવામાં આવી છે. ગાધીનગર કમિશનર શ્રી જે ગુજરાતની તમામ નગરપાલિકા ઓ ના વડા છે. એના આદેશ નો પાલન કરે છે કેમ ..?
નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસર શ્રીઓ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસના જવાબ માં કાયદેસર કાર્યવાહી કરી પોત પોતાની કચેરી માં કાયદેસર લઘુત્તમ વેતન ધારો ૧૯૪૮ મુજબ સંબધિત તમામ ચૌકીદારો, મજુરો,કોમ્પ્યુટર ઓપરેટરો, મહિલાઓને વેતન આપશે . કે ભારત સરકારના પ્રધાનમંત્રીશ્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત યોજના માં નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ ...
નવસારી જિલ્લાના નગરપાલિકાઓના ચિફ ઓફિસર શ્રીઓ નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારીની નોટિસના જવાબ માં કાયદેસર કાર્યવાહી કરી પોત પોતાની કચેરી માં કાયદેસર લઘુત્તમ વેતન ધારો ૧૯૪૮ મુજબ સંબધિત તમામ ચૌકીદારો, મજુરો,કોમ્પ્યુટર ઓપરેટરો, મહિલાઓને વેતન આપશે . કે ભારત સરકારના પ્રધાનમંત્રીશ્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત યોજના માં નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ ...
No comments:
Post a Comment