Monday, March 18, 2019

નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે કરોડોના તંબુનો ખર્ચનો હિસાબ કૌણ આપશે..? માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા નિર્મમ પ્રયાસ ..! ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...?

    

નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે કરોડોના તંબુનો ખર્ચ નો હિસાબ કૌણ આપશે..? 
માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા નિર્મમ પ્રયાસ ..!
 ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...? 
                ગુજરાતની એતિહાસ સંસ્કારી નગરી નવસારી માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નમક સત્યાગ્રહ સ્મારક માટે રૂપિયા ૧૧૦ કરોડ ખર્ચે બનાવેલ ભારતના પ્રધાનમંત્રી શ્રી ગાંધી બાપુના નિર્વાણ દિવસે લોકાર્પણ કરી છે.  પરંતુ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનનો વેપાર માં પરિવર્તન કરવો એ ગાધીબાપૂ ની સાદગીપૂર્ણ જીવનસાથે વિદ્વાનોના મંતવ્ય મુજબ સારું ન કહેવાય. જાણકારો અને બાપુના ચાહકોના મંતવ્ય મુજબ એમના પ્રચાર પ્રસાર લોકો માં પહોંચાડવા જોઈએ. પરંતુ એ પણ સાદગીપૂર્ણ હોઉ જોઈએ. છતા કરોડો રૂપિયા ખર્ચ ફકત તંબુમાં કરવામાં આવ્યો . લોકો માં થતી ચર્ચાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ નવસારી જિલ્લાના આર & બી વિભાગમાં માહિતીઓ માગવામાં આવી છે. પરંતુ મળેલ માહિતી અને હકીકત સાથે કોઇ લેવા દેવા નથી. મા.અ.અ. ૨૦૦૫ મુજબ ભારતના તમામ નાગરિકોને અધિકાર છે કે કયા સ્થળે કેટલા ખર્ચ અને કઈ તિજોરી માંથી કૌણ ખર્ચ કેટલુ કરેલ છે. સરકારના છે કે પાર્ટીનો . ગુજરાત સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે કોઈ પક્ષના પ્રચાર પ્રસાર માટે.  નવસારી જિલ્લામાં સદર માહિતી સંબંધિત વિભાગના કરાર આધારિત મુખ્ય અધિકારી પાસે  એ વિષય માં ખરેખર કેમ ખબર નથી? અને સંપૂર્ણ માહિતી કયાં મળશે એ પણ કેમ ખબર નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬(૩) મુજબ જે માહિતી કચેરીમાં ઉપલબ્ધ નહિ હોય એમહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરી અરજદારને જાણ કરવો ફરજીયાત છે. આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા એક સામાન્ય કાયદાઓ સદર અધિકારી ને કેમ ખબર નથી. આજે ભારતના લોક લાડીલા યોગી પુરૂષ પ્રધાન મંત્રી શ્રી મોદી પોતા ના વક્તવ્ય માં જણાવેલ છે કે આરટીઆઈ એટલે સવાલ પૂછને કા અધિકાર .  પ્રધાનમંત્રી મોદી ના નામે અહિં ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે કે કેમ..? હવે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ભોગનાર પાસે માહિતી અધિકાર અધિનિયમ વિશે આજ સુધી કેમ ખબર નથી.એક સામાન્ય જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાથી અનભિજ્ઞ હોવા છતાં એક વાર નોકરી પુરૂ કરી એજ જગ્યાએ કેવી રીતે નોકરી કરી રહ્યાં છે ?  એ સમજવા માટે અરજદાર દ્વારા  પ્રયાસો કરતા જાણવા મળેલ છે કે સદર અધિકારી શ્રી નવસારી માં જ નાયબ કાર્યપાલક ઈજનેર હતા. ગુજરાતના ઈતિહાસ માં દરેક અધિકારીઓ ને દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે.અને ખાસ કરી પરમોશન માં જિલ્લા બદલી કરવામાં આવે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) માં ગુજરાત સરકાર માં જુદી પોલસી છે કે અધિકારીઓ ની મિલીભગત ..? એના  માટે હાલમાં શોધ કરવામાં આવી રહી છે. કરાર આધારિત અધિકારીઓ મુકવા માટે આજે બેરોજગાર યુવાન દેશ માં ગુજરાત સરકારની પોલિસી કેટલી કારગર છે..? અને કરાર આધારિત અધિકારીઓની નિમણૂંક માટે ફકત એ જ અધિકારીની નિમણૂંક કેમ કરી ..? જ્યારે અન્ય વિભાગો માં એ જગયાએ કોઇ પણ સક્ષમ અધિકારી કે નવયુવાન એ કંડીશન સાથે કામ કરી શકે છે..? માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કરાર આધારિતને દરેક વિભાગો કરતા જુદુ પોલીસી પાછળ રહષ્ય શું છે.?  હાલ માં મોટા ભાગના વિભાગો માં કરાર આધારિત કામ કરનાર કર્મચારીઓ માટે એવી સુવિધાઓ અને વેતન ગુજરાત સરકાર આપશે ખરા.? આજે ગુજરાત માં રૂપિયા દસ હજારની નોકરી માટે જોઈએ એટલા નવયુવાન ઇજનેરો ઠેર ઠેર ગામે ગામે રખડી રહ્યા છે. અને નોકરી માટે લાઈન માં ઉભા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ એવી નીતિ કેમ અપનાવી છે..? એના જવાબ કોણ આપશે..? નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાના તંબુ અને અરબો રૂપિયાના નમક સત્યાગ્રહ નો હિસાબ કૌણ આપશે..? 
                             નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ મળેલ જવાબો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને ગુમરાહ સાથે માનસિકત્રાસ અને અશોભનીય  છે.જેથી એમની  વર્તુલ કચેરી  સુરતમાં અપીલ કરવામાં આવેલ હતા.અને વર્તુલ કચેરી  સુરતના અધિકારીશ્રી એ એક  જવાબદાર અધિકારી તરીકે કાયદેસર નિયમાનુસાર સુનવણી કરેલ છે. પરંતુ એમના હુકમ મુજબ આજ સુધી માહિતીઓ ન આપવો .ફરીથી એજ સવાલો જવાબદાર અધિકારી ઉપર લાગી રહ્યુ છે.મા.અ.અ.૨૦૦નાકાયદા મુજબ અપીલની સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે અરજદાર દ્વારા માગેલ તમામ માહિતી પોતાની કચેરીમાં મગાવી તપાસી પુરૂ પાડવી જોઈએ. અને જાહેર માહિતી અધિકારી ઉપર સક્ષમ અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરવી જોઈએ. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના કરાર આધારિત અધિકારીના મુખ્ય નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે કે સહભાગીદાર તરીકે પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોજાનામાં પોતાના નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...