નવસારી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત લેબર ઓફિસર કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત ..!
ગરીબો, મજૂરો, આદિવાસીઓ, મહિલાઓ, દલિત, વંચિત, શોષિત, આર્થિક પછાત વગેરેને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી માટે સરકારી અધિકારીઓ અને નેતાઓની સંયુક્ત જવાબદારી છતા કુંભ નિદ્રામાં..!
શાસન અને પ્રશાસન માં શિક્ષા સાથે સંવેદનશીલતાની કમી
આજે નવસારી જિલ્લા માં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ સાથે સરકારની તમામ યોજનાઓ માં મજુરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી મદદનીશ લેબર કમિશનરની છે. જેમાં શિક્ષા, સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે ચોખ્ખું પાણી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, રોજગારી, ખેડૂતો માટે તમામ યોજનાઓ જાહેર રસ્તાઓ ફેકટરીઓ, અસ્પતાલ, તમામ દુકાનો, નાના મોટા ઉદ્યોગો વગેરે તમામનો સમાવેશ થાય છે.દરેક કામો માટે મજુરો અને કર્મચારીઓની જરૂર હોય છે. અને સરકાર દરેકને કાયદેસર વેતન મળે એના એક મોટી ફોજ ઉભી કરી છે.અને આર્થિક તંગી હોવા છતા દર માસે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. છતા નવસારી જિલ્લા માં અધિકારીઓ કાયદેસર જવાબદારી પૂર્વક કામ કરવા બદલે ભ્રષ્ટાચાર માં વધુ રસ ધરાવે છે.નવસારી જિલ્લા માં થતી ફરિયાદોની સત્યતા જાણવા માટે માં.અ.અધિનિયમ ૨૦૦૫ના નિયમ મુજબ એક માહિતી માંગવામાં આવેલ હતી.અને પ્રાપ્ત માહિતી મુજબ લેબર કમિશનર શ્રીની કચેરી કોરોના જેવી મહામારી માં મજુરો કર્મચારીઓ સિક્યોરિટી ગાર્ડો વગેરેને કાયદેસર વેતન મળે છે કે કેમ એક પણ તપાસ કરી નથી. જે ખરેખર ગુજરાત રાજ્ય જેવા સમૃદ્ધ પારદર્શક વહીવટ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
જેમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ૪ખ મુજબ દરેક કચેરીઓ માં ૧૫મે સુધી પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ કરાવી રાખવો ફરજિયાત છે. જેમાં નવસારી જિલ્લા માં સદર કચેરી ના અધિકારીઓને ખબર જ નથી.અને નવસારી જિલ્લા માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નો કાયદો આજુ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી.અને ઓડિટ કરાવવા એ અધિકારીઓની શાનનો ખિલાફ છે. કોરોના જેવી મહામારી માં ગુજરાત સરકાર દરેક કામો માં મજુરો અને કર્મચારીઓનો બીમો કરાવવા ફરજિયાત કરી છે. પરંતુ અહિં નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીશ્રીને આ બાબતે અજુ ખબર ન હોય એવુ ન બને.પરંતુ ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ વગેરે માટે સરકાર ના કાયદા ની અમલવારી કરાવવી એ અહીં નવસારી જિલ્લાના સદર કચેરી ના અધિકારીઓ ગુનો સમજે છે.
સરકારના નિયમ મુજબ કોઈ પણ ફેક્ટરી હોય કે કંપની , હોસ્પિટલ હોય કે સરકારી કચેરી, ખાનગી હોય કે સરકારી ગમે એ કામ સદર વિભાગના વિસ્તારમાં થતો હોય ત્યારે એ જગ્યા માં કાયદેસર વેતન થતો છે કે કેમ..? એ વિભાગના સંબંધિત અધિકારી એ જાતે જઈને તપાસ કરવાનો હોય અને રિપોર્ટ કાયદેસર આપવાનો હોય છે. પરંતુ અહિં એ કાયદો નવસારી જિલ્લા માં સદર કંપનીના અધિકારીઓને લાગુ થતો નહિ. ગુજરાત સરકાર આજે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર ઉપર અંકૂશ લગાડવા માટે સરકાર દ્વારા નિમણૂંક તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી ત્રણ થી પાંચ વર્ષ માં કરવા હુકમ કર્યો છે. પરંતુ નવસારી જિલ્લાના સદર કચેરી હોય કે અન્ય વિભાગો માં પાલન કરવામાં આવતો નથી. નવસારી જિલ્લામાં માં મોટા ભાગે વર્ગ એકના અધિકારીઓની બદલી થતી હોય છે.
નવસારી જિલ્લા માં સરકારની એક સૌથી સફળ યોજના ઈએસઆઈસી જે આજે ગરીબો મજુરો આઉટ શોર્ષ કે કરાર આધારિત કર્મચારીઓ માટે અમૃત તુલ્ય છે. પરંતુ નવસારી જિલ્લા માં ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ ખેડૂતો દલિત શોષિત વંચિત ફક્ત શબ્દાવલી માં કે ફાઈલો માં જ દરેક સુવિધાઓ નજરે પડે છે. જમીની હકીકત માં નવસારી જિલ્લા માં કાયદા કાનૂન કે ગરીબો માટે સંવેદનશીલતાનો કોઈ સ્થાન નથી. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ ગુજરાત ના કમિશ્નર શ્રી પોતાના હુકમ સાથે સરકારની તમામ યોજનાઓ વગેરે માં નવસારી જિલ્લા માં સદર કાયદો ની અમલવારી કરાવશે કે સરકાર ની આર્થિક તંગીને વધારવા મા સહભાગી થશે એ જોવાનું બાકી રહ્યુ..
No comments:
Post a Comment